Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 217
________________ પાયા પર સંપાદન કરી જૈનદર્શનના અધ્યયનની વિવિધ દિશાઓ ઊઘાડી આપી છે. તેમણે પ્રથમ પાંચ કર્મગ્રંથ તેમજ પંચસંગ્રહ ગ્રંથનાં સુંદર સંપાદનો ઉપલબ્ધ કરાવ્યાં છે. આ સંપાદનોમાં દિગંબરકર્મવિષયક સાહિત્યનું તુલનાત્મક અધ્યયન રજૂ કરી પોતાની વિશાળ વિદ્યાપ્રીતિભરી દૃષ્ટિનાં દર્શન કરાવ્યાં છે. તેમનું વ્યક્તિત્વ એવું વિશાળ હતું કે, બૌદ્ધ, વૈદિક આદિ અન્ય દર્શનની મહત્ત્વપૂર્ણ કૃતિઓ જૈનભંડારમાંથી ઉપલબ્ધ થઈ હોય તો એ પ્રત્યે પાણ જગતનું લક્ષ્ય દોર્યું છે. તેમણે જીવનભર આગમગ્રંથોનું સંશોધન કર્યું, પરંતુ સાથે જ લલિત કહી શકાય એવાં નાટક અને કથાગ્રંથોનું પણ સંશોધન-સંપાદન તેમના હાથે થતું રહ્યું છે. તેમના સંશોધનકાર્યના પ્રકાશનનો પ્રારંભ જ જૈનનાટકોથી થયો હતો. સોલંકીવંશના પ્રતાપી ગુરુ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર રચિત નાટકોનું પ્રાગટ્ય ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની એક મહત્ત્વની ઘટના બની રહી. ગુજરાતમાં સંસ્કૃત નાટકો લખવાની, ભજવવાની પરંપરાનું દર્શન કરાવ્યું. આ સાથે જ કૌમુદી મિત્રાનંદ’ નાટક તથા મુનિ રામભદ્રનું પ્રબુદ્ધ રૌહિણેય’ નાટક સંપાદિત કર્યા. તેમાંના પ્રબુદ્ધ ગૌહિણેયમ” નાટકના શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા ભાઈદાસ સભાગૃહ, વિલેપાર્લે, મુંબઈમાં થયેલા મંચનપ્રયોગનું દર્શન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ પ્રયોગમાં ગુજરાતના એ સંસ્કૃતભાષી કવિ રામભદ્રની રંગમંચની ઊંડી સૂઝનાં દર્શન થયાં હતાં. આ નાટકની પ્રસ્તાવનામાં મુનિ પુણ્યવિજયજીએ આ નાટક યુગાદિદેવના પ્રાસાદમાં ભજવાયું હતું એવો ઉલ્લેખ દર્શાવી જૈન નાટકો માત્ર લખવા નહિ પરંતુ ભજવાતાં પણ હતાં, તે સિદ્ધ કરી આપ્યું. વિશાળ જૈનકથાસાહિત્યમાં અપૂર્વ મહત્ત્વ ધરાવનાર વાચક સંઘદાસગણિ વિરચિત વસુદેવહિડિ’ ગ્રંથના પ્રથમ ખંડનું પોતાના ગુરુ ચતુરવિજયજી સાથે યશસ્વી સંપાદન કર્યું. આ સંપાદનને જૈનપરંપરામાં ઉપલબ્ધ બૃહકથાના પ્રાચીન રૂપાંતરનું દર્શન કરાવ્યું. એ પછીના ખંડનું પણ શ્રી ભોગીલાલ સાંડેસરા મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી જ સંપાદન કરી શક્યા. આ સંપાદનમાં પણ તેમની સાંસ્કૃતિક અધ્યયનની દષ્ટિનો ઉચિત વિનિયોગ થયો છે. તેમણે દેવભદ્રમણિકૃત કથારત્નકોશ'નામની પ્રમાણમાં અપ્રસિદ્ધ કૃતિનું ગાઢ પુરુષાર્થ બાદ પ્રકાશન કર્યું. તેમણે જૈન કથાગ્રંથોમાં અત્યંત ગૌરવવંત અને સમૃદ્ધ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યના ત્રણ પર્વોનું સંપાદન કરીને આ કથાભંડારની વિશેષતાઓ દર્શાવી છે. તેમાગે આ ઉપરાંત નેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનકમણિકોશનું પણ સંપાદન કર્યું છે. ગુજરાતનો ઈતિહાસ એ પણ પુણ્યવિજયજીના એક ઊંડા રસનો વિષય રહ્યો છે. હેમચંદ્રાચાર્ય અને થી પુણ્યર્ચારિત્રમ્ 190 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252