Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 215
________________ નામે સાધ્વી તરીકે દીક્ષિત થયા. દીક્ષાનાં પ્રારંભિક વર્ષોમાં વિવિધ પંડિતો પાસે અભ્યાસ કરવાની સાથે જ પંડિત સુખલાલજી જેવા સંશોધન-સંપાદનની આધુનિક સુઝવાળા વિદ્વાનની પાસે અભ્યાસ કરવાનો યોગ થયો, તેના પરિણામે પુણ્યવિજયજીની દષ્ટિ વિશાળ અને ઉદાર બની. ગુરુ દાદાગુરુ તેમજ દાદાગુરુના ગુરુબંધુ મુનિ શ્રી હંસવિજ્યજી પાસેથી જ્ઞાનભંડારની વ્યવસ્થા તેમજ આગમોદ્ધારની પ્રવૃત્તિના પાઠ પ્રાપ્ત કર્યા. આ કાર્યમાં સાગરજી મહારાજ અને નેમિસુરિસમુદાયના લાવણ્યવિજ્યજીનાં કાર્યોનો પણ પરોક્ષ પ્રભાવ રહ્યો. તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રુતસેવામાં સમર્પિત કર્યું. તેમના આ બૃહકાર્યમાં આગમગ્રંથોનું સંશોધનસંપાદન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. તેમણે બૃહકલ્પસૂત્ર' નામક આગમ ગ્રંથ જે એક મહત્ત્વપૂર્ણ છેદસૂત્ર છે, તેનું નિર્યુક્તિ, ભાષ્ય, વૃત્તિ સાથેનું સંપાદન તૈયાર કર્યું. અનેક હસ્તપ્રતોને આધારે પાઠનિર્ણય કરીને કરાયેલું આ એક મૂલ્યવાન સંપાદન છે. છ ભાગમાં ફેલાયેલું ૧૯૩૩થી ૧૯૪૨ સુધીના નવ વર્ષ સુધી ચાલેલું આ ગ્રંથનું સંપાદનકાર્ય ગુરુ-શિષ્યના સહિયારા પુરુષાર્થનું એક યશસ્વી શિખર છે. પુણ્યવિજયજીએ આ ગ્રંથની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી છે, તેમાં તેમની નિષ્પક્ષ દષ્ટિનાં દર્શન થાય છે. તેઓ ઐતિહાસિક તથ્યોને સાંપ્રદાયિક માન્યતામાં બદ્ધ થયા વિના નિર્ભિકપણે રજૂ કરે છે. સાંપ્રદાયિક માન્યતા એવી છે કે સૂત્રકાર અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એક જ છે, પરંતુ તેમાગે તિસ્થાગોલિયપ્રકરણ, પંચકલ્પ ભાષ્ય, ચૂર્ણ આદિ અનેક ગ્રંથોનાં અવતરણો આપી સિદ્ધ કર્યું કે સૂત્રકાર અને નિર્યુક્તિકાર ભદ્રબાહસ્વામી વિભિન્ન છે. તેઓ સૂત્રકાર તરીકે અંતિમ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામીને દર્શાવે છે, તો નિયુક્તિ ભદ્રબાહુસ્વામી ઉત્તરકાલીન વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા છે, એમ સિદ્ધ કરે છે. તેઓ દસ નિર્યુક્તિગ્રંથો, ઉપસર્ગહરસ્તોત્ર, ભદ્રબાહુસંહિતા આદિના કર્તા છે, એમ સપ્રમાણ રજૂ કરે છે. એ ઉપરાંત આ નિર્યુક્તિકાર પૂર્વે ગોવિંદ નામના આચાર્યની ‘ગોવિંદનિયુક્તિ'ની રચના થઈ હતી, એવી મહત્ત્વની વિગત પર પ્રકાશ પાથરે છે. એ જ રીતે કલ્પભાષ્યકાર સંઘદાસગણિ અને ટીકા રચનાર આચાર્ય મલયગિરિજીનો પરિચય સંશોધન બાદ ઉપલબ્ધ કરે છે. ર૬ ટીકાગ્રંથો રચનાર મલયગિરિજીના જીવનની વિગતોને પ્રકાશમાં લાવી આ મહાન આચાર્યનું ભાવપૂર્ણ તર્પણ કર્યું છે તેમની લેખનશૈલીનો પરિચય આપતાં પુણ્યવિજયજી આદરપૂર્વક કહે છે; ગંભીરમાં ગંભીર વિષયોને ચર્ચતી વખતે પણ ભાષાની પ્રાસાદિકતા, પ્રૌઢતા અને સ્પષ્ટતામાં જરા સરખી પણ ઊણપ નજરે પડતી નથી અને વિષયની વિશદતા એટલી જ કાયમ રહે છે.' આ બૃહકલ્પસૂત્રો ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું જે વિસ્તૃત નિરૂપણ ઉપલબ્ધ થાય છે, તે આજે પણ શ્રી પુણ્યચરિત્રમ્ 188 T T Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252