Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 209
________________ જીવંત સંસ્થા લેખક: પરમપૂજ્ય સ્વર્ગસ્થ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજીના પદરેણુ પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજી ધામધુમ અને ધમાધમના આ યુગમાં લગભગ અર્ધ શતાબ્દી સુધી ચાલેલી એમની નિષ્ઠાભરી અખંડ જ્ઞાનોપાસના, અનેક અતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોનો એમના હાથે થયેલો આદર્શ જીર્ણોદ્ધાર, જૈન સંઘને માટે પરમશ્રદ્ધેય એવાં આગમસૂત્રોની શુદ્ધતમ વાચના તૈયાર કરવાના ઓગના મનોરથો અને એ મનોરથોને સાકાર બનાવવા માટે એમાગે જીવનભર કરેલા વિવિધ પ્રયત્નો, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અનેક અપ્રગટ અને મહત્વના ગણાતા મહાકાય ગ્રંથોનું એમના સિદ્ધ હસ્તે થયેલું સંશોધન-સંપાદન, તથા બીજા અનેકાનેક નામીઅનામી વિદ્વાનોને એમના વિદ્યોપાસનાના કાર્યમાં, ઉદાર દિલે, ઉદાર હાથે, આત્મીયતાપૂર્વક એમણે કરેલી અમૂલ્ય સહાય વગેરેની વાતો જૈન સંઘમાં કે વિદ્વજ્જગતમાં હવે કાંઈ અજાણી નથી રહી. એ વિશે કંઈ લખવું એ તો પુનરુક્તિ કરવા જેવું જ ગણાય. એમની ઉપરોક્ત વિશેષતા કરતાંયે એમના અલ્પ પરિચયમાં આવનાર વ્યક્તિને પણ ધ્યાનમાં આવ્યા વિના ન રહે એવી એમની જે બીજી વિશેષતા હતી, તે એમનો અત્યંત સૌજન્યપૂર્ણ વ્યવહાર, નમ્રતા, નિખાલસતા, ઉદારતા, ગુણગ્રાહિતા અને સહુ કઈના વિકાસમાં નિઃસ્વાર્થભાવે સહાયક થવાની ઉચ્ચ ભાવના-પરાર્થવ્યસનિતા વગેરે અનેકાનેક ગુપમાંથી એમનું જીવન સદા મહેકતું રહ્યું હતું. એ સુગંધથી ખેંચાઈને અનેક જિજ્ઞાસુ અને ગાગરસિક ભ્રમરો એમની પાસે આવતા જ રહેતા... આવતા જ રહેતા... અને પોતાની શક્તિ મુજબ કંઈક ને કંઈક ગ્રહાગ કરીને જતા. તેઓ માત્ર એક વ્યક્તિ નહિ પાગ જીવંત સંસ્થારૂપ હતા. એમની ચિરવિદાયથી જૈન શ્રમાગસંઘમાં અને ગુજરાતના વિદ્રદજગતમાં જે અસાધારણ ખોટ પડી છે તેને પૂરી કરવા માટે કંઈક અસાધારણ પ્રયત્ન કર્યા વિના ખાલી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢીને સંતોષ માની ન લેવાય એ જરૂરી છે. સ્વર્ગસ્થના આત્માને અત્યંત પ્રિય એવું મહાન કાર્ય હતું પરમ પવિત્ર શ્રી જૈનાગમોની શુદ્ધતમ વાચના (ઉપલબ્ધ સર્વ સામગ્રીના આધારે) તૈયાર કરવાનું. એમનું એ અધૂરું રહેલું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ માટે સતત જાગ્રત રહીને પ્રયત્ન કરવાની જેમની જવાબદારી છે તે સહુ પોતાની એ જવાબદારીને અદા કરી એ કાર્યને પૂર્ણતાને આરે પહોંચાડી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ સમર્પણ કર્યાનું સદભાગ્ય માગે એમ હું અંતરથી ઈચ્છું છું. વધુ તો શું લખું? શ્રી પુણ્યચરિત્રમ્ 182 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252