Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 200
________________ ભવ્યાત્માને અર્પિત શ્રદ્ધાંજલિઓ (મહામાનવ, કર્મયોગી, ધ્યાનયોગી આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના મહાપ્રસ્થાન પ્રસંગે વિવિધ શ્રમાગ સમુદાયના ગચ્છાધિપતિઓ, મહારાજશ્રીઓ, મુનિરાજ, સાધ્વીશ્રી મહારાજ તથા દેશ-વિદેશમાં વરતા પંડિતો વિદ્વાન સંશોધનશીલ વ્યક્તિઓએ તેમના વિશે અનેક શ્રદ્ધાંજલિઓ મોકલાવી હતી, પરંતુ સ્થળ-સંકોચના કારાગે અને એ બધી શ્રધ્ધાંજલિઓ પૈકી કેટલીક શ્રદ્ધાંજલિઓ પ્રસ્તુત છે કરીએ છીએ. - રશ્મિકાન્ત એચ. જોષી - પાલનપુર) પૂજ્ય શ્રમણ-સમુદાયના પત્રોમાંથી પૂ. આ.ભ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ : આ સમાચારથી આપાગને તો શું પરંતુ સૌ કોઈ સાંભળનારને મહાદુઃખ થયા વિના ન રહે. એઓશ્રીજીની ખોટ પૂરી શકાય એમ નથી. આપણા સમુદાયમાં નહિ પરંતુ જૈન સમાજના એ મહાન વિદ્વાન મહાપુરુષ હતા. એઓશ્રીજીનું અધૂરું રહેલું કાર્ય કોઈ પૂરું કરી શકે એમ નથી, પણ કાળની આગળ કોઈનું કાંઈ પણ ચાલતું નથી. એઓશ્રીજીના વિરહમાં અમો સંવેદના પ્રગટ કરીએ છીએ. આજે ચતુર્વિધ શ્રીસંઘ સાથે દવવંદન કર્યું અને અફાઈ મહોત્સવ કરાવવાનું નકકી કર્યું. આવતી કાલે શોકસભા રાખી છે. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકરો તથા શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા ઉપરના પત્રમાંથી. પૂના, તા. ૧૫-૬-૭૧) સ્વયં પ્રખર પ્રૌઢ વિદ્વાન હોવા છતાં વિવેકશીલ, નમ્રતા અને વિવેક આદિ ઘણા ગુણો જોવા મળ્યા. દીક્ષા પર્યાયમાં મારા કરતાં બે વર્ષ મોટા હતા અને ગુણોના ભંડાર હતા, છતાં મારું માન બરાબર સાચવતા હતા. જ્યાં બિરાજતા હતા ત્યાંથી હું નીકળે તો તરત જ હાથ જોડી ઊભા થઈ જતા હતા અને હું પણ આવી જ રીતે એમનું માન સાચવતો હતો. ખાસ જરૂરત પડે તો તેઓશ્રીજીની સલાહ પણ લેતો હતો અને એઓશ્રીજી ઉદાર દિલે સલાહ આપતા હતા. ગુરુદેવની જન્મશતાબ્દી પ્રસંગે સારો સહકાર આપ્યો હતો. ગુરુદેવના પ્રત્યે તો એમાં બહુમાન અને ભાવભક્તિ હતી. એઓશ્રીજીની તબિયત નાદુરસ્ત રહેવા છતાં શાસ્ત્રસંશોધનનું કામ તો સતત કર્યા જ કરતા હતા. આગમસંશોધનના કાર્યમાં એવા તો મસ્ત રહેતા કે આહાર, પાણી વગેરેનો ખ્યાલ પણ ન રહે. અમદાવાદમાં સંવત ૧૯૯૦માં વિશાળ મુનિસંમેલન થયું હતું તેમાં પણ તેઓ અગ્રગણ્ય ભાગ લેતા હતા. ભાયખલામાં એક કચ્છી બહેનની દીક્ષા થઈ હતી, ત્યારે તેઓશ્રી પધાર્યા હતા ને સાધ્વીઓના વ્યાખ્યાન સંબંધી સુંદર મહત્ત્વશાળી વ્યાખ્યાન આપ્યું હતું. ભાયખલાથી અમો બંને ઉપાશ્રય બહાર નીકળ્યા અને હું દેરાસરમાં દર્શન કરવા ગયો અને એઓશ્રી મારી વાટ જોતા ત્યાં બિરાજી રહ્યા; પછી રસ્તો પલટાતાં અમો બંનેએ પરસ્પર સ્નેહભાવથી મળી સુખશાતા પૂછી. એઓએ વાલકેશ્વર તરફ વિહાર કર્યો ને મેં પૂના તરફ વિહાર કર્યો. અમાં બંને જુદા પડ્યા ત્યારે બન્નેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પણ કોને ખબર હતી કે અમે બન્ને હંમેશને માટે જુદા પડી રહ્યા છીએ! એઓશ્રીજી વિનય, વિવેક, ગંભીરતા, વિશાળતા, ઉદારતા, સમયજ્ઞતા, વિદ્વત્તા આદિ ગુણોથી શ્રી પુણ્યચરિત્રમ્ 173 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252