Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 203
________________ પૂ. ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ : ગઈકાલે તા. ૪-૭-૭૧ના, વાલકેશ્વર શ્રી આદિનાથ ભગવાનના દેરાસરમાં લઘુ શાન્તિસ્નાત્ર બહુ જ સારી રીતે ભાગાવાઈ ગઈ. સાધુ-સાધ્વીઓમાં આપણો સમુદાય તથા પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પં., ગણિ, મુનિરાજો તેમ જ શ્રી યશોવિજયજી મ. તરફથી મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી આવ્યા હતા. લોકોની સંખ્યા સારી હતી. શાન્તિસ્નાત્ર પૂજા ભગાવતી વખતે પણ પૂ. મહારાજશ્રીની અતિનિકટ પરિચિતોનાં હૃદયો ભરાઈ આવ્યાં હતાં. જેમને એમનો અલ્પ પણ પરિચય-કરવાનો પ્રસંગ સાંપડ્યો છે, તેમના દિલમાંથી તેમની યાદ વીસરાતી નથી. તેમની ઓરડામાં બેસવાની પાટ હજી સુધી એમ ને એમ સૂની પડેલી જોતાં જ ત્યાં પૂજ્યશ્રીજીની મનોહર મૂર્તિ આંખ સામે ખડી થાય છે. જાણે જીવનમાં વૈધવ્ય આવી ગયું હોય તેમ ભાસે છે. આજે અહીં દાદરમાં પણ ગુણાનુવાદ થઈ ગયો. લોકો ઠીક ઠીક હતા. (મુંબઈ, દાદર; તા. ૫-૭-૭૧) પૂ. મુ. શ્રી અભયસાગરજી મહારાજ ઃ કાલે સવારે ૬ વાગે મુંબઈથી આવેલા કોલથી વજ્રાઘાત જેવા સમાચાર મળ્યા કે પૂ. પુણ્યવિ. મ. સ્વર્ગત થયા. ઘડીભર સમાચાર સાચા ન માન્યા, કેમ કે મેં પૂજ્યશ્રીના ઓપરેશનની સુખશાતાનો પત્ર લખેલ, જેનો જવાબ તા. ૧૨-૬-૭૧નો લખેલ મળેલ, જેમાં તબિયત સારી છે, સુધારા પર છે. કલ્પના પણ નહીં, પણ ખરેખર સમાચાર સાચા નીકળ્યા, કેમકે ૭ વાગે પેપર હાથમાં આવ્યું, ‘જનસત્તા’માં, ‘ગુજરાત સમાચાર’માં ખૂબ વિગતથી સમાચાર હતા. હૈયું દ્રવી ગયું. તુર્ત સકલ સંઘ સાથે ૮ વાગે દેવવંદન કર્યું. શોકસભા કરી શ્રદ્ધાંજલિ અર્પી. બપોરે પૂજા રાખી. ખરેખર, હસ્તલિખિત સાહિત્યના સંશોધન ક્ષેત્રે તેજસ્વી સૂર્યનો અસ્ત થયો. પૂ. પુણ્યવિજયજી મ.શ્રીની મારા ઉપર ખૂબ કૃપાદૃષ્ટિ હતી. હું એક અદનો, સંશોધનકાર્યનો પાપા પગલી માંડતો, છતાં ખૂબ જ લાગણી, સહૃદયતા, સૌજન્યનાં દર્શન પૂજ્યશ્રીએ કરાવેલ. હું જ્યારે જતો ત્યારે કલાકો સુધી પોતાનાં મહત્ત્વનાં કાર્યો પડતાં મુકી મારી જિજ્ઞાસાઓ તૃપ્ત કરતા. શતશઃ હાર્દિક શ્રદ્ધાંજલિ. (કપડવંજ, તા. ૧૬-૬-૭૧). પૂ. પં. શ્રી નેમવિજયજી ગણિ તથા પૂ. પં. શ્રી ચંદનવિજયજી ગણિ : આ સમાચાર જાણીને ઘણું જ દુ:ખ થયું. તે હજી બી યાદ આવે છે ને હૃદયમાં ચિરાડ પડે છે. શ્રી આગમપ્રભાકર જોકે આપણા બધાની વચમાંથી પધારી ગયા એ મોટું દુઃખ થયું, પણ પંડિતમરણ થયું જાણી હું તો રાજી થયો. અંત વખતે કોઈ બી વેદના જ નહીં. બાકી આપણે બધાને પૂછવાનું, કોઈ બી નિર્ણય કરવા સલાહ-સૂચનનું સ્થાન ચાલી ગયું ! હમોને ઊઠે ચોમાસે મલવાની એમની ને હમારી ખૂબ જ ભાવના હતી અને મળવા માટે પત્રો બી આવેલ છે. પણ જ્ઞાની ભગવંતે આવું બનવાનું જ દેખેલ હશે. ભાવિ ભાવ આગળ આપણું કોઈનું ચાલતું નથી. (વડોદરા, તા. ૧૯-૬૩૧). શ્રો પુણ્યરિત્રમ્ Jain Education International For Private & Personal Use Only 76 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252