________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૩ અને તે શ્રેષ્ઠ છે. અહીં પણ આ કહે છે કે-જ્ઞાન, દર્શન, આનંદ, ને વીર્ય તે જીવના ચૈતન્યભાવપ્રાણ છે અહા ! અંતર્દષ્ટિ કરી આવા શુદ્ધ ભાવપ્રાણથી જીવવું તેનું નામ જીવન છે અને તે શ્રેષ્ઠ છે. ચૈતન્યભાવપ્રાણથી જે જીવે છે, જીવતો હતો અને જીવશે તેને ભગવાને જીવ કહ્યો છે. માટે બહિર્લક્ષ મટાડી અંતર્મુખ થા, ને યથાર્થ જીવન પ્રગટ કર.
દશપ્રાણરૂપ જીવત્વ છે તે અશુદ્ધ છે. જડપ્રાણોથી જીવ જીવે છે એ તો વાત નહિ, પણ પાંચ ઇન્દ્રિયો (ભાવેન્દ્રિયો) ને મન, વચન, કાયા, આયુ ને શ્વાસોચ્છવાસ (અંદર જીવની યોગ્યતારૂપ) –એવા દશપ્રાણરૂપ જે અશુદ્ધ જીવત્વ તેનાથી જીવ જીવે છે–એ વાત પણ અહીં નથી લેવી. અહીં તો શક્તિઓના આ અધિકારમાં શુદ્ધ જીવત્વની વાત છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યભાવપ્રાણને ધારણ કરી રાખે છે એવી જીવત્વશક્તિ પ્રત્યેક આત્મામાં ત્રિકાળ છે અને સાધકને-ધર્મી પુરુષને અંતરમાં અભેદ એક જ્ઞાનમાત્રભાવનું જ પરિણમન થયું તેમાં ભેગી જીવત્વશક્તિ પણ નિર્મળ ઉછળે છે. અહા ! જેમાં શક્તિનું આવું શુદ્ધ જીવતરૂપ પરિણમન થાય છે એવું જ્ઞાનાનંદમય અનાકુળ શાંતિમય અને પ્રભુતામય જીવન સમકિતી જીવ જીવે તે જ વાસ્તવિક જીવન છે.
અહાહા...! જીવની જીવત્વશક્તિ એની અનંત શક્તિમાં વ્યાપક છે. શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો કે ભાવ કહો; તે એક ભાવ સર્વ ભાવોમાં વ્યાપક છે! શું કીધું? એક ભાવ અનંતમાં વ્યાપક છે. અહાહા..! જીવત્વશક્તિ દ્રવ્ય વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે ને શક્તિમાન ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપક થાય છે. અરે ! અનાદિથી અજ્ઞાની જીવને નિજ શક્તિનું ભાન નહિ હોવાથી એની પર્યાયમાં શક્તિ વ્યાપતી ન હતી, વિકાર વ્યાપતો હતો; તેને શક્તિનું ફળ–કાર્ય નહોતું; પણ જ્યાં શક્તિનો મહિમાં લાવી શક્તિમાન દ્રવ્યમાં દષ્ટિ દીધી ત્યાં પર્યાયમાં નિર્મળ જીવત્વ પ્રગટ થયું; એવું નિર્મળ જ્ઞાનાનંદમય જીવન પ્રગટયું કે હું દ્રવ્ય પ્રાણોથી ને અશુદ્ધ ભાવપ્રાણોથી જીવું છું એવી દષ્ટિ તત્કાલ છૂટી ગઈ; વ્યવહાર પ્રાણોનો આશ્રય છૂટી ગયો. આવી વાત ! સમજાણું કાંઈ..!
અહાહા...! કેવળી પરમાત્મા એમ કહે છે કે-ભાઈ ! તારી ચીજમાં એક જીવન નામની શક્તિ છે. અહાહા...! તે તારું નિજ સત્ત્વ છે. હવે ત્યાં શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડી અભેદ એક જ્ઞાનમાત્ર ભાવનું અંતરલક્ષ કરતાં તારી જીવન શક્તિ તત્કાલ પ્રગટ થાય છે. અહાહા...! તે દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા....! દ્રવ્યમાં જીવત્વ, ગુણોમાં જીવત અને પર્યાયમાં જીવત્વ પ્રગટ થાય છે; અર્થાત્ તારી જીવનશક્તિ ક્રમ નિર્મળ-નિર્મળ પરિણમે છે. જો,
-આ શરીરાદિ તારા આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એકેયમાં વ્યાપતા નથી, -આ પુણ્ય-પાપ આદિ વિકાર આત્માના દ્રવ્ય-ગુણમાં વ્યાપતા નથી, એક સમયની પર્યાયમાં તેઓ વ્યાપે છે,
તથાપિ સર્વ પર્યાયોમાં તેઓ વ્યાપતા નથી. જ્યારે-દ્રષ્ટિવંતને આ જીવત્વ શક્તિ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે.
અહાહા...! તેથી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં વ્યાપક એવી જીવત્વશક્તિથી ભગવાન ! તું જીવે તે યથાર્થ જીવન છે, ઉજ્વળ સુખમય જીવન છે. લ્યો, આ રીતે ક્રમવર્તી પર્યાયો ને એક્રમવર્તી ગુણોનો પિંડ તે હું આત્મા છું એમ (પ્રમાણ ) સિદ્ધ થાય છે. આ અનેકાન્ત છે. અહો ! વીતરાગ સિવાય આવી ચીજ વેદાંતાદિ બીજે કયાંય નથી, શ્વેતાંબરમાંય નથી; અમે તો શ્વેતાંબરના કરોડો શ્લોક જોયાછે.
અહાહા..! અહીં કહે છે–ચૈતન્યમાત્ર ભાવપ્રાણનું ધારણ કરવું જેનું સ્વરૂપ છે એવી જીવત નામની શક્તિ જ્ઞાનમાત્ર ભાવમાં એટલે અંદર આત્મામાં ઊછળે છે. એક જ્ઞાનમાત્ર ભાવ કીધો એમાં અંદર અંતર્લીન સર્વ અનંતી શક્તિઓ ઊછળે છે એમ વાત છે. અહાહા...! હું જ્ઞાનમાત્ર આત્મા છું એવો જ્યાં અંતર્લક્ષ અનુભવ થયો-અહાહા...! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં સાથે આનંદ, સુખ, વીર્ય, પ્રભુતા, જીવત્વ આદિ અનંત ગુણની ક્રમવર્તી નિર્મળ પર્યાયો ઊછળે છે. આવી સૂક્ષ્મ વાત સમજાય એટલી સમજો પ્રભુ ! આ તો
સહેજે સમુદ્ર ઉલસિયો, ને માંહી મોતી તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠીઓ ભરાય. અહાહા...! ભગવાન કહે છે–અતંદષ્ટિ કરતાં જ તારો ચૈતન્ય-દરિયો અનંત ગુણરત્નોથી પર્યાયમાં ઊછળ્યો છે–પ્રગટ થયો છે. માટે અહીં જ્ઞાનમાત્ર કીધો એમાં એકાન્ત ન સમજવું. વાસ્તવમાં જ્ઞાનમાત્ર આત્માની દૃષ્ટિ થતાં જ્ઞાન સાથે અનંત ગુણની કમવર્તી નિર્મળ-શુદ્ધ પર્યાયો ઉછળે છે. જુઓ, અહીં આ શક્તિના અધિકારમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com