________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧-જીવત્વશક્તિ : ૧૧ અચેતન છે, કેમકે તે ભાવ ચૈતન્યની જાતિના નથી. અાહા..! અંતરંગમાં ચૈતન્ય મહાપદાર્થ જે છે તે તો પુણ્યપાપથી રહિત અનંત શક્તિઓનું સંગ્રહાલય-ગોદામ છે. અહા ! એ અનંત શક્તિઓમાં પ્રથમ અહીં જીવના જીવનરૂપ જીવત્વશક્તિથી પ્રારંભ કરે છે.
શું કહે છે? કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય–તે રૂપ જે શક્તિરૂપ ભાવપ્રાણ તેનું ધારણ કરવું જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે તે જીવત્વશક્તિ છે. જીવના જીવનરૂપ જીવત્વશક્તિ છે. આ જીવ જીવે છે કે નહિ? જીવે છે ને ! અનાદિઅનંત જીવ જીવે છે. અહા ! જેનાથી જીવ અનાદિઅનંત જીવ છે તે જીવત્વશક્તિ છે. ‘નીવો ચરિત્તવંસTM[હિરો' –એમ સમયસાર ગાથા-રમાં કહ્યું ને? એમાંથી આ જીવત્વશક્તિ આચાર્યદવે કાઢી છે. જુઓ, પહેલાં આચાર્યદેવે અનંત ગુણોથી અભેદ એક જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરાવ્યું, ને હવે તે અભેદ આત્માના લક્ષપૂર્વક આ શક્તિઓની ઓળખાણ કરાવે છે.
અરે ભાઈ ! તારા ઘરમાં શું શું ભર્યું છે તેની તને ખબર નથી. તારા વૈભવની તને ખબર નથી. તારા ઘરમાં તો અનંતશક્તિઓના વૈભવથી ભરેલો ભંડાર ભર્યો છે. તેમાં એક જીવત્વ શક્તિ છે. કેવી છે તે શક્તિ ? તો કહે છેઆત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ છે. અહીં ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું; કેમ કહ્યું? કેમકે ચૈતન્યભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે. જો ચૈતન્યમાત્ર ભાવ ન હોય તો જીવ જ સિદ્ધ ન થાય, ચૈતન્યભાવ વિના આત્મદ્રવ્ય જ ન હોઈ શકે. માટે ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કહ્યું છે. અહા ! આવા ચૈતન્યમાત્ર ભાવરૂપ ભાવપ્રાણને ધારણ કરી રાખવા તે જીવત્વશક્તિનું સ્વરૂપ છે. અહા ! આવી જીવત્વ શક્તિ જાણી, અનંત શક્તિનો ધરનારો શક્તિવાન જે એક જ્ઞાનમાત્ર આત્મા છે તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે, સમ્યજ્ઞાન થાય છે, ને જીવત્ર સહિત અનંતી શક્તિઓના ક્રમવર્તી નિર્મળ પરિણમનની દશા પ્રગટ થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- તો શક્તિનું લક્ષ કરે તો સમ્યગ્દર્શન થાય કે નહિ?
ઉત્તર:- ન થાય; કેમકે શક્તિ તો એક ગુણ છે. જેને ગુણભેદની દૃષ્ટિ છે તેને તો વિકલ્પ-રાગ જ થાય છે. ગુણભેદ કે ગુણ-ગુણીભેદમાં જે અટકે છે તેને સમ્યગ્દર્શન થતું નથી, કેમકે તે રાગમાં વિકલ્પમાં જ અટકયો છે. ' અરે ભાઈ ! તને તારા શાશ્વત શુદ્ધ ચૈતન્યપ્રાણમય ત્રિકાળી જીવનની ખબર ન મળે તો તું સાચું જીવન કેવી રીતે જીવીશ! આહાર-પાણી કે શરીરાદિ જડ પ્રાણોથી તું જીવવાનું માન પણ તે કાંઈ સાચું જીવન નથી. અહા! શરીર પોતે જ જડ મૃતક-કલેવર છે તો તે વડ તું કેમ જીવે? ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણો વડ જ તું ત્રિકાળ જીવે, અને શુદ્ધચૈતન્યમાત્રવસ્તુના આશ્રયે સિદ્ધપદને સાધીને સાદિ-અનંત પૂરણ આનંદમય જીવન જીવે એ જ જીવનું સાચું જીવન છે. અહાહા...! જો ને, આ સિદ્ધ ભગવંતો શરીરાદિ વિના જ પોતાના ચૈતન્યપ્રાણથી પરમ સુખમય જીવન જીવી રહ્યા છે. ભાઈ ! તારે સાચું જીવન જીવવું હોય તો, આ જીવત્વશક્તિ જેમાં ઊછળી રહી છે એવા તારા જ્ઞાનમાત્ર આત્મામાં દષ્ટિ કરી અને ત્યાં જ લીન થા. સ્તુતિમાં આવે છે ને કે
તારું જીવન ખરું તારું જીવન...
જીવી જાણ્યું નેમનાથે જીવન.. અહાહા...! ભગવાન કેવળી જે પૂરણ આનંદમય, પૂરણ વીતરાગતામય જીવન જીવે છે તે ખરું-સારું જીવન છે. બાકી અજ્ઞાનમય-રાગાદિમય જીવન જીવે તેને જીવનું જીવન કોણ કહે ? એ તો બાપુ! ભયંકર ભાવમરણ છે. શ્રીમદ્રમાં આવે છે ને કે
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો ! રાચી રહો?” બાપુ દેલ્થી ને રાગથી જીવન માને તેને તો સારું જીવન જીવતાં જ નથી આવડતું. તેને તો નિરંતર ભાવમરણ જ થયા કરે છે. સમજાણું કાંઈ....?
તો જીવને દશ પ્રાણ કહ્યા છે ને?
હા, સંસારી જીવને દશ પ્રાણ કહ્યા છે. તેમાં પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયા, આયુષ્ય અને શ્વાસોચ્છવાસએવા જે દશ દ્રવ્યપ્રાણ છે તે જડની દશા છે, જડરૂપ છે. જીવના સ્વરૂપમાં તેનો સર્વથા અભાવ છે. તેને જીવના પ્રાણ કહીએ તે અસદ્ભુત વ્યવહાર છે. તથા ક્ષયોપશમરૂપ ભાવેન્દ્રિયો, મન-વચન-કાયાના નિમિત્તે કંપન દશા, દેહમાં રહેવાની યોગ્યતા રૂપ આયુષ્ય અને શ્વાસોચ્છવાસ થવાની પર્યાયની યોગ્યતા-એમ જે દશ અશુદ્ધ ભાવપ્રાણ સંસારીઓને હોય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com