________________
[ ૪૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૭ ]
પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને ”—એમ કહ્યું ને? ત્યાં વિષયો અર્થાત સામગ્રી તો પોતાના ઉપાદાનના કારણે પ્રાપ્ત થઈ આવી છે, પણ તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે પૂર્વસંચિત કર્મ. બસ, આ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહ્યું કે પૂર્વસંચિત કર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે. ખરેખર તો સામગ્રીના પરમાણુ તે કાળે સ્વતંત્ર રીતે પરિણમન-ગતિ કરીને સંયોગપણે આવ્યા છે. સમજાણું કાંઈ....?
ત્યારે અજ્ઞાનીને વાંધા ઊઠે છે કે કર્મના નિમિત્તથી કાર્ય થાય છે એમ ન માનો તો ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે ઇત્યાદિ વાત ઉડી જાય છે.
અરે ભાઈ ! ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. જેને પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે શુભભાવ થાય છે તેને ભગવાન નિમિત્ત છે બસ એટલું જ. શું ભગવાન શુભભાવ કરાવી દે છે? ના, એમ નથી. ભગવાન કર્તા અને તને શુભભાવ થાય તે કાર્ય એમ છે જ નહિ. અરે ભગવાન! શું થયું છે તને? માંડ સમજવાના ટાણાં આવ્યાં છે ત્યાં પીઠ ફેરવીને કેમ ઊભો છે?
સમ્યગ્દષ્ટિ પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિયોને સેવે છે અને છતાં અસેવક છે. ભાષા જોઈ ? વિષયો તો પોતપોતાના કારણે આવ્યા છે પણ તેમાં પૂર્વકર્મનો ઉદય નિમિત્ત છે તો પૂર્વકર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે એમ વ્યવહારથી કહ્યું. વળી તે વિષયોને સમ્યગ્દષ્ટિ સેવે છે એમ કહ્યું; તો શું પરને સેવી શકાય છે? કદીય નહિ. તો કહ્યું છે ને? ભાઈ ! એ પર વિષયો પ્રતિ થતા રાગને તે ખરેખર સેવે છે તો વિષયોને તે સેવે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો જ્ઞાની વિષયો તરફનો એને જે રાગાંશ થાય છે તેને સેવે છે, વિષયોને નહિ. (પર વિષયોને તો એ અડતોય નથી).
પણ અહીં બીજી વાત છે. અહીં તો કહે છે-જ્ઞાની વિષયોને સેવતો થકો અસેવક છે. ઝીણી વાત, ભાઈ ! જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જેણે ચિદાનંદરસસ્વરૂપ સચ્ચિદાનંદમય ભગવાન આત્માના આનંદના રસનો સ્વાદ ચાખ્યો છે એવા ધર્મી જીવને રાગના રસની રુચિ નથી તેથી તેને વિષયોનો સ્વાદ લુખ્ખો અને બેસ્વાદ-કડવો ઝેર જેવો લાગે છે. તેથી કહ્યું કે જ્ઞાની વિષયોને સેવે છે છતાં અસેવક છે. અજ્ઞાની જીવ અભિપ્રાયને સમજે નહિ, કયા નયનું કથન છે તે સમજે નહિ એટલે એને વાતે વાતે વાંધા ઊઠે છે. પરંતુ ભાઈ ! દરેક વાતમાં શબ્દાર્થ, આગમાર્થ, જયાર્થ ઇત્યાદિ પ્રકારે અર્થ કરી તેનું રહસ્ય અને તાત્પર્ય કાઢવું જોઈએ. ભાઈ ! “ઘીનો ઘડો'—એની માફક વ્યવહારથી સંક્ષેપમાં જે કથન કરેલાં હોય તેનો યથાસ્થિત અર્થ સમજવો જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com