________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા રર૪ થી ૨૨૭ ]
[ ૪૩૧ તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહાર-વિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે.'
જોયું? શું કહે છે? કે ચોથે ગુણસ્થાનથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ છે. કોઈ વળી કહે છે કે ઉપરના ગુણસ્થાને જાય ત્યારે જ્ઞાની થાય, નીચે તો ધર્મી છે. પણ તે બરાબર નથી. હુજી જેને અવિરત ભાવ છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની સમજવા એમ કહે છે.
તેમાં, ચોથાવાળો અવિરત સમ્યગ્દષ્ટિ, પાંચમાં ગુણસ્થાનવાળો દેશવિરતી અને આહાર-વિહાર કરતા મુનિઓને કહે છે, બાહ્ય ક્રિયા-કર્મ અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ક્રિયાકર્મ પ્રવર્તે છે તોપણ નિશ્ચયથી તેઓ તેના કર્તા નથી. કેમ? કારણ કે તેઓ જ્ઞાનસ્વભાવમાં જ અચલિત છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યના અનુભવથી તેઓ ચલિત થતા નથી; રાગાદિ ક્રિયા થાય છે તોપણ તેઓ જ્ઞાનના અનુભવથી ખસતા નથી માટે તેઓ રાગના કર્તા નથી પણ જ્ઞાનના જ કર્તા છે. અહાહા...! ધર્મી તો આત્માની જ્ઞાનમય વીતરાગી પરિણતિના જ કર્તા છે.
હવે વિશેષ કહે છે-“અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ (–જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને જાણતા નથી.'
જોયું ? અંદર પોતાના ભગવાનને ભાળ્યો છે તેને અંતરંગ મિથ્યાત્વનો અભાવ છે, ભ્રાન્તિનો અભાવ છે. તો અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા ભૂમિકા પ્રમાણે કષાયનો અભાવ વર્તતો હોવાથી યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામો ઉજ્વળ છે. લ્યો, ચોથે ગુણસ્થાને પરિણામ ઉજ્વળ છે એમ કહે છે. ચોથે પણ નિર્મળ સમ્યગ્દર્શન ને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે ને? તો ચોથે ગુણસ્થાને પણ પરિણામ ઉજ્વળ છે. તથા આગળ-આગળના ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન આદિ કષાયનો જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ પરિણામ વિશેષ ઉજ્વળ-નિર્મળ હોય છે.
પ્રશ્ન:- ચોવીસે કલાક નિર્મળ હોય છે?
ઉત્તર:- હા, નિર્મળ હોય છે. સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય ત્યારે પણ જે મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાય ટળ્યાં છે તેટલા પ્રમાણમાં પરિણામ તો તેના નિર્મળ શુદ્ધ પરિણતિરૂપે ઉજ્વળ જ છે. ઝીણી વાત છે ભાઈ ! મિથ્યાદષ્ટિ રાગની મંદતાની ક્રિયામાં હો, અરે ! છઠ્ઠા ગુણસ્થાનની બહારની ક્રિયામાં હો, (છઠ્ઠા ગુણસ્થાનમાં નહિ હોં) તોપણ તેના પરિણામ મલિન છે અને લડાઈમાં ઊભેલા સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્મળ છે. કેમ? કેમકે સમ્યગ્દષ્ટિએ પડખું ફેરવી નાખ્યું છે. રાગના પડખેથી ખસીને તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com