Book Title: Pravachana Ratnakar 07
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 574
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૮ ] ચિન રત્નાકર ભાગ-૭ “સમ્યકાંત મહંત સદા સમભાવ રહૈ દુ:ખ સંકટ આયે, કર્મ નવીન બંધ ન તવૈ અર પૂરવ બંધ ઝડે વિન ભાવે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢ નિજ પાયે, યો શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.” જુઓ, આમાં આખા નિર્જરા અધિકારનો સાર કહ્યો. “સમ્યકાંત મહંત' અહા ! જેને અંદર પોતાના ચિદાનંદઘન સ્વરૂપ આત્માનું ભાન થયું છે તે મહંત કહેતાં મહાન આત્મા છે. અહા ! સમકિતી પુરુષ મહંત છે. રાગને આત્મા માનનારો બહિરાત્મા દુરાત્મા છે અને સમકિતી મહા આત્મા છે, મહંત છે. આ લોકોમાં મહંત કહેવાય છે તે મહંત નહિ, આ તો અંદર ચૈતન્યમહાપ્રભુ પડ્યો છે તેની જેને નિર્મળ પ્રતીતિ થઇ છે તે સમકિતી મહંત છે એમ વાત છે. સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આવે.' અહાહા...! શું કહે છે? કે દુઃખ નામ પ્રતિકૂળતાના સંયોગોના ઢગલામાં હોય તોપણ જ્ઞાની ધર્મી પુરુષ તો સમભાવમાં રહે છે. જ્ઞાની છે ને? તો પ્રતિકૂળતાના કાળે જે દ્વિષ થતો તે અનુકૂળતાના કાળે જે રાગ થતો તે વાત હવે રહી નથી કેમકે હુવે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ નથી. અહીં ! સમ્યફવંત નામ સત્-દષ્ટિવંત મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. “સદા સમભાવ રહે” –જોયું? “સદા સમભાવ રહે” –એમ કહ્યું છે. મતલબ કે સમકિતીને કોઇ વખતે પણ વિષમભાવ છે નહિ. એ તો સદા જ્ઞાતાદિષ્ટાભાવે સમપણે જ પરિણમે છે. તો શું બે ભાઈઓ (ભરત, બાહુબલી) લડયા હતા તોય તેમને સમભાવ હતો? હા, તેમને અંતરમાં તો સમભાવ જ હતો. ભરત ને બાહુબલી બે લડયા-એ તો ઉપરથી ચારિત્રની અસ્થિરતાનો દોષ છે. અંતરમાં તો રાગ-રોષનો અભિપ્રાય છૂટી ગયેલો છે. તેમને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છૂટી ગયેલો છે. કિંચિત્ અલ્પ દ્વષ થયો છે તો તે પ્રતિકૂળતાને કારણે થયો છે એમ નથી પણ પોતાની નબળાઇને લઇને કિંચિત્ દ્વેષ ઉત્પન્ન થયો છે. તેને પણ સમકિતી તો ય જાણે છે અને સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે અલ્પકાળમાં તેનો નાશ કરી દે છે. અહા! કહે છે- “સમભાવ રહે, દુઃખ સંકટ આયે' -સંકટ નામ અનેક પ્રકારે બિહારમાં પ્રતિકૂળતા આવે તો પણ સમકિતી સમભાવ રાખે છે, જાણવા-દેખવાના ભાવે પરિણમે છે. ૨૦ વર્ષનો જુવાન દીકરો અવસાન પામી જાય તોય સમકિતીને ત્યાં સમભાવ છે. જેમ ઘેર મહેમાન આવ્યા હોય તે થોડો વખત રહી ચાલ્યા જાય તેમ કુટુંબીજનો પણ થોડો કાળ રહી મુદત પાકી જતાં ચાલ્યા જાય છે; સંયોગનું સ્વરૂપ જ આવું છે એમ જ્ઞાની જાણે છે. તેને કિંચિત્ રાગાદિ થાય તોપણ તે સંયોગના કારણે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577