________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ધર્મોની વાંછા નથી તે બહારમાં સંસાર-દેહ-ભોગની વાંછા વડે વા પરમતની વાંછા વડે વ્યવહારમોક્ષમાર્ગથી ડગતો નથી અને તે નિઃકાંક્ષિતપણું છે.
પ્રશ્ન- જ્ઞાનીને શંકા, કાંક્ષા આદિ હોય છે ને?
સમાધાન- હા, હોય છે. જ્ઞાનીને અતિચારરૂપે તે દોષ હોય છે પણ અનાચારરૂપે નથી હોતા. જરી અસ્થિરતાનો એવો અલ્પ રાગ તેને હોય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી.
૩. “અપવિત્ર, દુર્ગધવાળી-એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે.”
૪. “દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ ઈત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે.”
અહા ! પરમતમાં પણ સાચા દેવ, સાચા ગુરુ, સાચાં શાસ્ત્રો હશે એવી મૂઢતા ન કરવી. અહા ! અન્યધર્મને મોટા મોટા રાજાઓ ને ધનપતિઓ માને છે માટે તેમાં કાંઇક માલ હશે એવી મુંઝવણ ન કરવી. ભાઈ ! જૈનદર્શનના અંતરસ્વરૂપ સિવાય બીજે ક્યાંય સત્ય માર્ગ છે નહિ–એમ યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે.
હા, પણ એમ તો દરેક પોતાના મત-ધર્મને સત્ય કહે છે?
સમાધાન- એ તો કહે જ ને? સૌ કોઈ પોતાનું સત્ય છે એમ તો કહે પણ જે સત્ય છે તે સત્ય છે ને તે એક જ છે. ભાઈ ! અસત્યને કોઇ સત્ય માને તેથી કાંઇ તે સત્ય થઈ જાય? ન થાય.
જાઓ, નિશ્ચય ને વ્યવહાર બન્ને સાથે હોય છે. પરંતુ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એ તો જૈનમતને છોડીને પરમતમાં ભળ્યો છે. અહા ! વીતરાગનો મારગ બાપુ! બહુ જુદો છે. અહીં! વીતરાગસ્વભાવી પૂરણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે વીતરાગ પરિણતિ પ્રગટ થાય અને તેનો પૂર્ણ આશ્રય થતાં અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિરૂપ જે પૂર્ણ મોક્ષદશા પ્રગટ થાય એ જ બાપુ! ધર્મ છે અને એ સિવાય બીજો કોઇ મારગ છે જ નહિ. અહા ! વીતરાગભાવથી ધર્મ માનવાને બદલે રાગથીપણથી ધર્મ થવાનું માને એ તો અન્યમત છે ભાઈ ! એ વીતરાગ માર્ગ નહિ બ જ્ઞાનીને વ્યવહાર આવે ખરો પણ એમાં તે મૂઢપણું ન રાખે, એનાથી ધર્મ થાય છે એમ તે ન માને.
પ્રશ્ન:- પણ વિઘટન છે તેનું સંગઠન કરવું જોઇએ.
ઉત્તર:- હા, પણ કઇ રીતે? શું કોઇની સાથે મેળ કરવા માટે સત્યાર્થ ધર્મને છોડી દેવો એમ? અહા ! શું અજ્ઞાનીઓ માને છે તે પ્રમાણે માનવું? અરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com