________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧૩
સમયસાર ગાથા-૨૩૩ ]
શું કહ્યું? જે અનંત શક્તિઓ–ગુણો છે તેનો અંશ તો સમ્યગ્દર્શનની સાથે પ્રગટ થયો છે અને હવે અંતર-એકાગ્રતા દ્વારા તે સર્વ આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તે ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે. પાઠમાં “હવIT'–ગોપવવું તે –એમ છે; પણ તેનું અહીં વળી “ઉપબૃહક' એટલે આત્મશક્તિનો વધારનાર-એમ લીધું છે.
જેમ પૈસાવાળો ધનથી રળે ને ઢગલા થાય તેમ અહીં જ્યાં અંદર આત્મધન (– સમકિત) પ્રગટયું છે ત્યાં તેનો અંતર-વ્યાપાર થતાં સર્વ શક્તિઓ વૃદ્ધિગત થાય છે એમ કહે છે. શું કહ્યું? કે ભગવાન આત્મામાં આકાશના (અનંતા) પ્રદેશ કરતાં અનંતગુણી શક્તિઓ છે. શક્તિઓ એટલે ગુણ. એક એક ગુણમાં અનંત શક્તિ (સામર્થ્ય) છે એ બીજી વાત છે. અહીં તો આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે એમ કહેવું છે. તો હવે તે શક્તિઓને (-પર્યાયમાં) અંતઃક્રિયા દ્વારા વધારે છે. જેમ ધન રળે ને ઢગલા થાય છે તેમ સમકિતીને અંતઃક્રિયા વડે શુદ્ધિની વૃદ્ધિના ઢગલા થાય છે એમ કહે છે.
જુઓ, ઉપવાસ કરીને શુદ્ધિ વધારતો જાય છે એમ નથી કહ્યું પરંતુ પોતાના એક જ્ઞાયકભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું છે. “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે ”—એમ કહ્યું છે કે નહિ? મતલબ કે દષ્ટિ એક જ્ઞાયકભાવ પર છે અને તેમાં જ સ્થિરતા પામતો થકો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અતિથી નિર્જરા છે, જ્યારે અશુદ્ધતાનું ટળી જવું ને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિર્જરા છે. ભગવાનનો આવો મારગ છે; ને આ વિના બધું (વ્રત, તપ ) થોથેથોથાં છે.
તો ઉપવાસ તે તપ છે ને તપથી નિર્જરા છે એમ કહ્યું છે ને?
ભાઈ ! એ ઉપવાસ એટલે કયો ઉપવાસ? “ઉપવસતિ ઇતિ ઉપવાસઃ” જે આત્માની સમીપમાં વસવું છે તે ઉપવાસ છે, અને તે તપ છે અને એનાથી નિર્જરા છે. અહા! આત્માની સમીપમાં વસવાનો અભ્યાસ કરતાં આત્મશક્તિ વધે છે અને તે નિર્જરા છે. ત્યાં શક્તિની પૂર્ણ વૃદ્ધિ થઈ જવી એનું નામ મોક્ષ છે. આવી વાત છે.
હવે કહે છે-“સમ્યગ્દષ્ટિ,... ઉપઍક અર્થાત્ આત્મશક્તિઓનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા
કહ્યું? કે સમ્યગ્દષ્ટિને, સમ્યગ્દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે, ને તેમાં અંતર-એકાગ્રતાના વેપાર દ્વારા તે વૃદ્ધિ કરે છે, અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. તેથી કહે છે, દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. અહા ! આત્મશક્તિનો વધારનાર હોવાથી તેને દુર્બળતાથી થતો બંધ થતો નથી. અહો ! અલૌકિક વાત છે ! આચાર્ય અમૃતચંદ્ર એકલાં અમૃત રેડયાં છે. અહા! કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com