________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૫ તેમના પ્રતિ અહોભાવ-ભક્તિભાવ જાગ્યો. (એમાં બીજા મુનિવરો પ્રતિ અભક્તિનો કયાં સવાલ છે?)
જુઓને, દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્ય શું લખ્યું છે? કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે ) બોધ ન આપ્યો હોત તો, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” લ્યો, આથી શું દેવસેનાચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો-મુનિવરો હતા જ નહિ એવો અર્થ થાય છે? એવો અર્થ ન થાય ભાઈ !
અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુંદકુંદાચાર્ય શ્રી સીમંધર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી. ત્યાંથી (શ્રી સીમંધર ભગવાન પાસેથી) વાણી લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત સાચી નથી એમ કોઈ કોઈ કહે છે. પણ ભાઈ ! આચાર્ય દેવસેન તો આ કહે છે કે-ભગવાન ! આપ સીમંધર પરમાત્મા પાસે જઈને આવી વાણી ન લાવ્યા હોત તો મુનિજનો સત્યાર્થ ધર્મ કેમ પામત? માટે યથાર્થ વાત સમજવી જોઈએ.
અહીં કહે છે-જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? ભાષા સાદી છે પણ ભાવ તો એણે સમજવો છે ને!
પણ આપ સમજાવો ત્યારે સમજીએ ને? એમ નથી ભાઈ ! જેની જ્યારે લાયકાત હોય ત્યારે તે સમજે છે. પણ એ તો આપે ઉપાદાનની વાત કરી.
વાત એમ જ છે પ્રભુ! “તું પ્રમાણ કરજે'—એમ (ગાથા ૫ માં) ન કહ્યું? મતલબ કે તું તારાથી (સ્વાનુભવથી) પ્રમાણ કરજે એમ કહ્યું છે. સમજાણું કાંઈ..?
વળી કહે છે અને જ્યારે વેદભાવ આવે છે, અર્થાત્ હવે જ્યારે બીજી વાંછાનો કાળ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે અર્થાત્ ત્યારે અનુભવનો કાળ હોતો નથી; તો પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે?
“આવી અવ્યવસ્થા જાણીને...” જોયું? ટીકામાં “અનવસ્થા' અર્થાત્ કયાંય મેળ ખાતો નથી-એમ હતું. અહીં બેમાં અવ્યવસ્થા છે એમ કહ્યું. અહાહા..! “આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.'
તો જ્ઞાનીને પણ ઇચ્છા તો થઈ આવે છે?
હાફ થઈ આવે છે, પણ “આ મને હજો,” “આને હું ભોગવું—એમ એકત્વ જ્ઞાનીને નથી. માત્ર સાધારણ વૃત્તિ ઉઠે છે અને તેના પણ તે જાણનાર જ છે. તે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com