________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૯
સમયસાર ગાથા-૨૦૦ ]
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે સદાય જ્ઞાયકભાવે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે. તેનો જેમને પ્રેમ નથી, તેનો જેમને આશ્રય નથી, અવલંબન નથી અને જેઓ એકાંતે રાગનું અવલંબન લઈને બેઠા છે તેઓ, ભલે વ્રત પાળે, તપશ્ચર્યા કરે, મુનિપણાનો આચાર પાળે તોપણ મિથ્યાષ્ટિ જ છે. ભાઈ ! આ તો ભવના અભાવની વાત છે. જેનાથી ભવ મળે તે ભાવ આત્માનો નથી કેમકે ભગવાન આત્મા ભવ અને ભવના કારણના અભાવસ્વરૂપ છે. તેથી અહીં કહ્યું કે મિથ્યાત્વસહિત જે અનંતાનુબંધીનો રાગ છે તેને જ અહીં રાગ કહ્યો છે. રાગની રુચિ સહિત જે રાગ છે તે મિથ્યાત્વહિત છે અને તેને જ અહીં રાગ કહ્યો છે. ચરણાનુયોગની વાતો ઘણી સાંભળી હોય એટલે આવું આકરું લાગે પણ શું થાય? આવી જ વસ્તુસ્થિતિ છે.
પ્રશ્ન- તો શાસ્ત્રમાં આવે છે કે નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ કરવો વા નિશ્ચય ન સમજે તેને વ્યવહારનો ઉપદેશ કરવો. આ કેવી રીતે છે?
ઉત્તર:- ભાઈ ! એ તો ઉપદેશ શૈલીમાં રાગ ઘટાડવાની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો ભવના અભાવની વાત છે. ચરણાનુયોગમાં તો ત્યાં સુધી આવે કે તીવ્ર કષાય ઘટાડવા મંદ કષાય કરવો. પરંતુ એ તો વ્યવહારનું વચન છે જ્યારે અહીં પરમાર્થની વાત છે. વળી ચારેય અનુયોગમાં કષાય મટાડવાનું જ પ્રયોજન છે એમ સમજવું. ચારે અનુયોગનું તાત્પર્ય એક માત્ર વીતરાગતા જ છે, અને તે સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે. તથાપિ કોઈ રાગની રુચિ સહિત રાગના-પરદ્રવ્યના આશ્રયે જ પરિણમે છે તો તે મિથ્યાદષ્ટિ જ છે અને તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. સમજાણું કાંઈ ?
મિથ્યાત્વસહિત રાગને જ અહીં રાગ કહ્યો છે. વ્રતાદિના રાગને જ અને પરદ્રવ્યને જ શેય બનાવીને તેમાં જ જેણે ચિઘન પરમાત્મસ્વરૂપ ભગવાન જ્ઞાયકમૂર્તિને રોકી રાખ્યો છે તે મિથ્યાદષ્ટિ છે. તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. આકરી વાત પ્રભુ! દુનિયા સાથે મેળ મેળવવો મુશ્કેલ છે, પણ શું થાય?
હવે કહે છે-મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે.'
શું કહ્યું? સમકિતીને ચારિત્રમોહનો કિંચિત્ જરી રાગ છે તેને અહીં રાગ કહ્યો નથી. કિંચિત્જરી એટલે? ૯૬ હજાર સ્ત્રીના વિષયની વાસનાવાળો રાગ-ચારિત્રમોહનો અસ્થિરતાનો રાગ કિંચિત્ છે, જરી છે; કારણ કે તે રાગના ફળમાં અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ પડે છે. તેથી તે રાગને ગણવામાં આવ્યો નથી. અહાહા...! જે પરમપરિણામિકભાવસ્વરૂપ સહજાનંદમય ભગવાન શાયકમૂર્તિના પડખે ચઢયો અને તેનો અંતઃસ્પર્શ કરી વીતરાગ સમકિતને પ્રાપ્ત થયો તેને હજી રાગ તો છે પણ તે રાગને અહીં ગણવામાં આવ્યો નથી અર્થાત્ તેને ગૌણ ગણી કાઢી નાખ્યો છે. જ્યારે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com