________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૩ કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર.
અહાહા...! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો ! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે ક્ય ય (પુણ્ય-પાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદવે શબ્દ શબ્દ ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે.
કોઈને વળી થાય કે વેપાર-ધંધામાંથી નીકળીને આવું જાણવું એના કરતાં વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ કરીએ તો?
અરે ભાઈ ! એમાં (વ્રતાદિમાં) શું છે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે અને તે અપદ છે, અસ્થાન છે. વળી એના ફળમાં પ્રાણ શરીર, ધન-સંપત્તિ, રાજપદ, દેવપદ આદિ સર્વ અપદ છે, દુઃખનાં સ્થાન છે. સમજાણું કાંઈ...? દુઃખનાં નિમિત્ત છે તેથી દુઃખનાં સ્થાન છે એમ ઉપચારથી કહેવાય છે.
બાપુ! આ પાંચમહાવ્રતના વિકલ્પ પણ અપદ છે, અસ્થાન છે. તેમાં રહેવા યોગ્ય તે સ્થાન નથી. તારું રહેવાનું સ્થાન તો પ્રભુ! જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે આત્મા છે. ભાઈ ! દયા, દાન, વ્રત આદિ પરિણામ તો રાગ છે; એનાથી તારી ચીજ તો ભિન્ન છે. ચૈતન્યરસથી ભરેલી તારી ચીજને તો એ (વ્રતાદિના વિકલ્પ) અડતાય નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. અહાહા...! એમાં એકલા આનંદનો સાગર ઉછળી રહ્યો છે; એમાં આવ ને પ્રભુ! અહો ! સંતોની-મુનિવરોની કરુણા તો જુઓ!
આત્મા “સ્વર–ભરત:' નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા...! અનંત-ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડયો છે; અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રીપુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવાવાળો છે, કાયમ રહેવાવાળો છે. અહો ! બહુ સરસ શ્લોક આવી ગયો છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com