________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૫૩ વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે.' જુઓ, દુકાનનું બધું જ કામકાજ નોકર કરે તોપણ તે વેપારી નથી કારણ કે તે નફા-નુકશાનનો સ્વામી નથી. તેથી ખરેખર તે વેપારના કાર્યનો માલિક-કરનારો નથી.
જ્યારે, ‘જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો ધણી હોવાથી તે જ વેપારી છે.' અહાહા...! દાખલો તો જુઓ! વેપારનું કાંઈ પણ કામ ન કરે તોપણ શેઠ વેપારનો કરનારો છે. હવે કહે છે- આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ ૫૨ ઘટાવી લેવું.'
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં અંતર્મુખ થઈ અનુભવ કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને આવો હું આનંદસ્વરૂપ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શન વિના જૈનધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. બાપુ! સમ્યગ્દર્શન એ જ ધર્મનું પહેલું પગથિયું છે અને આત્માનુભવની સ્થિરતા દઢતા થવી તે જૈનધર્મ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન
આદિ કાંઈ ધર્મ છે એમ નથી.
ભાવપાહુડની ગાથા ૮૩ માં આવે છે કે-પૂજા, વંદન, વૈયાવૃત્ય અને વ્રત એ જૈનધર્મ નથી; એ તો પુણ્ય છે. જુઓ ગાથા-ત્યાં શિષ્યે પ્રશ્ન કર્યો કે-“ ધર્મકા કયા સ્વરૂપ હૈ? ઉસકા સ્વરૂપ કહતે હૈં કિ ‘ધર્મ ’ ઇસ પ્રકાર હૈ”:
ગાથાર્થ:- “જિનશાસનમેં જિનેન્દ્રદેવને ઇસ પ્રકાર કહા હૈ કિ પૂજા આદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહ તો ‘પુણ્ય ’ હી હૈ તથા મોહ ક્ષોભસે રહિત જો આત્માકા પરિણામ વહુ ‘ધર્મ ’ હૈ.”
ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે“લૌકિકજન તથા અન્યમતી કઈ કહતે હૈં કિ પૂજા આદિક શુભ ક્રિયાઓમેં ઔર વ્રતક્રિયાસહિત હૈ વહુ જિનધર્મ હૈ, પરંતુ ઐસા નહિ હૈ. જિનમતમેં જિનભગવાનને ઇસ પ્રકાર કહા હૈ કિ-પૂજાદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહુ તો પુણ્ય હૈ. ઇસકા ફલ સ્વર્ગાદિક ભોગોંકી પ્રાપ્તિ હૈ.” આ વાત અજ્ઞાનીને આકરી લાગે છે, પણ શું થાય ? અનાદિનો માર્ગ જ આ છે. છેલ્લે ત્યાં ભાવાર્થમાં ખુલાસો કર્યો છે કે“ જો કેવલ શુભપરિણામહીકો ધર્મ માનકર સંતુષ્ટ હૈ ઉનકો ધર્મકી પ્રાપ્તિ નહીં હૈ, યહ જિનમતકા ઉપદેશ હૈ.”
જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ હોય છે, અશુભવંચનાર્થ શુભ હો; પણ છે તે પુણ્ય, ધર્મ નહીં. આ સાંભળી અજ્ઞાની રાડ પાડી ઊઠે છે કે-તમે અમારાં વ્રત ને તપનો લોપ કરી દો છો. પણ ભાઈ! તારે વ્રત ને તપ હતાં જ કે દિ’? અજ્ઞાનીને વળી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com