________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વ્રત ને તપ કેવાં? કદાચિત રાગની મંદતા હોય તોપણ તે મિથ્યાત્વસહિત જ છે. એવાં વ્રત ને તપને ભગવાને બાળવ્રત ને બાળતા એટલે કે મૂર્ખાઈભર્યા વ્રત ને મૂર્ખાઈભર્યા તપ કહ્યાં છે. અહીં કહે છે-અતીન્દ્રિય આનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માના અનાકુળ આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે સમકિતીને કોઈ પણ પ્રકારના રાગમાં મીઠાશ નથી. તેને સર્વ રાગમાંથી રસ ઊડી ગયો છે.
અહાહા...! જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદષ્ટિ વિષય સેવનારો છે.” ઝીણી વાત છે પ્રભુ! આત્માનો સ્વભાવ જ વીતરાગસ્વરૂપ છે અને જૈનધર્મ પણ વીતરાગસ્વરૂપ છે. જેટલાં (આજ્ઞાનાં) કર્તવ્ય કહ્યાં છે તે બધાંય વીતરાગતાની જ પુષ્ટિરૂપે કહ્યાં છે, રાગના પોષણ માટે નહિ. રાગની વાત કહી છે પણ એ તો જ્ઞાનીને ક્રમશ: પ્રગટ થતી અને વૃદ્ધિ પામતી વીતરાગતાની સાથે સહકારી કેવો રાગ હોય છે તેનું કથન કર્યું છે, રાગની પુષ્ટિ માટે તેનું કથન કર્યું નથી. વ્રતાદિની વાત જ્યાં કરી છે ત્યાં રાગનું પોષણ કરાવવું નથી, પરંતુ ક્રમશ: થતા રાગના અભાવને જ પોષણ કરાવવું છે. તેથી અહીં કહ્યું કે-સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી કેમકે તેને વિષયમાં રસ નથી, રાગમાં આત્મબુદ્ધિ નથી.
“પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે જે રાગને પોતાનો માનીને સેવે છે તેને આત્મા ય તરીકે વર્તે છે અને જેને આત્મા ઉપાદેય તરીકે વર્તે છે તેને રાગ હેયપણે હોય છે. પ્રવચનસાર”ની ગાથા ર૩૬ માં આવે છે કે-કાયા તેમ જ કષાયને જે પોતાના માને છે તે, બાહ્યથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ છકાયની હિંસાનો કરનારો જ છે. તેવી રીતે અજ્ઞાની બહારથી વિષય ન સેવતો હોય તોપણ કાયાને અને કષાયને પોતાના માનતો હોવાથી કષાયનું ફળ જે વિષયવાસનાથી યુક્ત વિષયનો સેવનારો જ છે એમ અહીં કહે છે. અહાહા...! માર્ગ બહુ જુદી જાતનો છે, બાપા ! હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે –
* કળશ ૧૩૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સચEછે. નિયત જ્ઞાન–વૈરાશ્ય–શ9િ: ભવતિ' સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાનવૈરાગ્યની શક્તિ હોય છે.
શું કહ્યું? સમ્યક નામ સત્ એની દષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દષ્ટિ છે; અર્થાત્ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા તેનાં દષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા..! પોતાના ત્રિકાળી સત્ ભગવાન આત્માનો જેને સત્કાર અને સ્વીકાર થયો છે, જેને નિજ સ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com