________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
જુઓ, શુભભાવ છે તે પોતે અજ્ઞાન છે; પણ અજ્ઞાન છે એટલે શુભભાવ મિથ્યાત્વ છે એમ અર્થ નથી. જો શુભભાવને ધર્મ (શુદ્ધ રત્નત્રયરૂપ) માને તો તે માન્યતા મિથ્યાત્વ છે. કેટલાક લોકો કહે છે કે અહીં (સોનગઢમાં ) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે એને મિથ્યાત્વ કહે છે તો તે વાત ખોટી છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા છે તે શુભરાગ છે, એ કાંઈ મિથ્યાત્વ નથી અને એ ધર્મ પણ નથી. તથાપિ એને ધર્મ માન વો એનાથી ( રાગથી ) ધર્મ થાય એમ માને તો તે માન્યતા વિપરીત હોવાથી મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ...? ભાઈ ! આ તો ન્યાય છે! ન્યાયમાં કિંચિત્ ફરક પડે તો બધું ફરી જાય, મોટો ફેર પડી જાય. શું કરીએ ? આ વસ્તુસ્થિતિનો હમણાં બહુ વિરોધ આવે છે તેથી વધુ સ્પષ્ટીકરણ થતું જાય છે. બાપુ! માર્ગ તો જેવો છે તેવો આ છે. અનંત સંતો અને તીર્થંકરોએ આ જ કહ્યું છે અને વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે.
અહાહા...! ભગવાન! તારું દ્રવ્ય ત્રણકાળમાં કદીય શુભાશુભભાવના વિકલ્પથી તન્મય નથી. હું શુભ છું, અશુભ છું-એમ તેં અજ્ઞાનવશ માન્યું છે પણ કદીય તું શુભાશુભભાવના સ્વભાવે થયો નથી. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે-આ ત્રિકાળી એક જ્ઞાયભાવ કદીય શુભાશુભભાવના સ્વભાવે થયો નથી, કેમકે જો તે-પણે થાય તો આત્મા જડ થઈ જાય; મતલબ કે શુભાશુભ ભાવમાં જાણપણાનો અંશ નહિ હોવાથી તેઓ જડ અચેતન છે, અજ્ઞાન છે, અજીવ છે. જ્યારે આત્મા અરૂપી ભગવાન શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ નિત્ય જ્ઞાયકપણે વિરાજમાન ચૈતન્યમહાપ્રભુ છે. અહાહા...! આવો પૂર્ણ સ્વભાવથી ભરેલો એક જ્ઞાયકસ્વભાવી આત્મા શુભાશુભભાવના સ્વભાવે કેમ થાય ? (ન જ થાય ).
પ્રભુ! તું ત્રિકાળ ભગવત-સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ દેવ છો. તને એની ખબર નથી પણ સ્વરૂપથી જ જો ભગવત-સ્વરૂપ ન હોય તો ભગવત્-સ્વરૂપ થશે કયાંથી? આ તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે ભાઈ! માટે જેને અહીં અને ગાથા છ માં પણ અજ્ઞાનમય ભાવ કહ્યા છે તે શુભાશુભભાવનું લક્ષ છોડી અંતર્દષ્ટિ કર, તેથી તને નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે, ધર્મ થશે.
બાપુ! તું શુભ અને અશુભ બેય ભાવ કરી કરીને મરી ગયો છે. (દુ:ખી થયો છે). આ દુનિયાની બહારની ચમકમાં અંજાઈને તું ભ્રમમાં પડયો છે. અનાદિથી પુણ્યનાં ફળ-સુંદર રૂપાળું શરીર, કરોડોની સાયબી, અને મનગમતાં બાયડી અને છોકરાં-એ બધામાં તું મુંઝાઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે. એ બધાં તને ઠીક લાગે પણ ભાઈ! એ બધાં હાડકાંની ફોસ્ફરસની ચમક જેવાં છે. આ બધાં અનુકૂળ જોઈને તું રાજીપો બતાવે અને કોઈ વાર પ્રતિકૂળ જાણીને તું નારાજ થાય, ખીજાય પણ ભાઈ! એ બધાં કયાં તારા સ્વરૂપમાં છે? ભગવાન! તને આ શું થયું? જો શુભાશુભભાવ તારા સ્વરૂપમાં નથી તો એનાં ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com