________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
નવરૈવેયક પણ અનંતવાર ગયો. પણ ભાઈ ! સંસાર અને દુઃખ તો માથે ઊભાં જ રહ્યાં. છહુઢાલામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.”
એ છ કાયના જીવોની અનુકંપા અને મહાવ્રતાદિના પરિણામ પણ દુઃખરૂપ છે ભાઈ ! એ દુ:ખના-આકુળતાના પરિણામથી સુખસ્વરૂપની પ્રાપ્તિ કદીય ન થાય. પોતાની અંતર્મુખાકાર આનંદની પરિણતિ વડે સુખસ્વરૂપની પ્રાપ્તિ થાય. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય ? માર્ગ જ આવો છે, ભાઈ !
અનુકંપા, મંદ કષાય, ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ બધો શુભરાગ છે. શ્રવણ કરવું, ઉપદેશ દેવો એ બધો શુભરાગ છે. એ બધો છબસ્થદશામાં હો, પણ એ શુભ પરિણામોના નિમિત્તે (શુભ) કર્મ થાય છે. કોઈ કર્મનિમિત્તે થાય છે” એમ શબ્દ છે ને? એટલે કે શુભરાગના નિમિત્તે શુભ કર્મબંધન થાય છે. તેથી શુભ-ભલું છે એવો અજ્ઞાનીનો પક્ષ છે. હવે કહે છે
અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે. આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.” જુઓ, શુભ પરિણામના નિમિત્તે પુણ્યકર્મ અને અશુભ પરિણામના નિમિત્તે પાપકર્મ બંધાય છે માટે હેતુભેદ હોવાથી કર્મના પણ શુભ અને અશુભ એમ બે ભેદ છે એમ અજ્ઞાનીની દલીલ છે.
વળી તે કહે છે-કર્મની પ્રકૃતિ-સ્વભાવમાં શુભ અને અશુભ એવા બે ભેદ છે. જેમકે શાતાદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (પ્રકૃતિ વગેરે- )માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભઆયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે)માં ભેદ છે.' આ અજ્ઞાનીનો ભેદનો પક્ષ છે. એકમાં શાતા બંધાય તો એકમાં અશાતા બંધાય, એકમાં ઉચ્ચ (સ્વર્ગાદિ) આયુષ્ય બંધાય તો એકમાં નીચ (નરકાદિ) આયુષ્ય બંધાય, એકમાં યશકીર્તિ બંધાય તો એકમાં અપયશકીર્તિ બંધાય-ઇત્યાદિ કર્મની પ્રકૃતિના સ્વભાવમાં ભેદ હોવાથી કર્મમાં શુભ અને અશુભ એમ બે ભેદ છે. વળી તે દલીલ કરે છે કે
કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.”
જુઓ, પુણ્યકર્મના ફળમાં સ્વર્ગ મળે, કરોડપતિ-ધૂળપતિ મોટો શેઠિયો થાય અને પાપકર્મના ફળમાં સાતમી નરકે અત્યંત દુઃખ અને વેદનાના સંયોગમાં પડે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com