Book Title: Pravachana Kiranavali Pistalisa agam Rahasya
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ॥ ओ ही अहं नमः श्रीशंखेश्वरपार्श्वनाथाय ।। | પ્રસ્તાવના | सिरिसंखेसरपासं, वंदिय कप्पद्दमाहिइट्ठदयं ।। विग्घुवसमसंतिदयं, जिणवयणं संघसरणिज्ज ।। १ ।। जइणप्पवयणकिरणा-वलीइ पत्थावणं रएमि मुया ।। णज्जइ जीए सारो, सिग्धं गंथस्स भव्वेहि ॥ २ ॥ અર્થ–પુરુષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત ક૯૫વૃક્ષથી પણ ચઢીયાતા છે. કારણ કે કલ્પવૃક્ષ તે સંસારી જીના આ ચાલુ ભવના જ ક્ષણભંગુર મને રથને જ પૂરે છે અને આ પ્રભુ તો ભવ્ય જીવોના આ ભવના મનોરથોને પૂરવા ઉપરાંત પરભવના પણ મનોરથોને જલદી પૂરે છે, એટલે ભવાંતરમાં સુલભધિપણું અને મોક્ષ માર્ગની આરાધના કરાવનાર અસાધારણ કારણેની પ્રાપ્તિ વગેરે પ્રકારના મનોરથોને પૂરવામાં કલ્પવૃક્ષ વગેરે પદાર્થો પણ અસમર્થ જ છે. માટે જ કહ્યું છે કે-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કલ્પવૃક્ષથી પણ ચઢીયાતા છે અને તમામ વિદ્ધોને નાશ કરીને શાંતિને દેનારા પણ તેજ પ્રભુ છે. તેમજ શ્રી જિનેધર દેવોના વચને પણ તેવાજ પરમ પ્રભાવશાલી છે એટલે તમામ વિવોને દૂર કરીને પરમ શાંતિને દેનારા છે. ચતુર્વિધ સંઘ આ બંનેને (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અને જિન વચનને) નિરંતર બહુમાનથી યાદ કરે છે. તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને અને શ્રી જિન વચનને વંદના કરીને ભવ્ય જીવોને ગ્રંથને સાર જલદી જણાવવાના ઇરાદાથી હું શ્રી જૈન પ્રવચન કિરણાવલી ગ્રંથની પ્રસ્તાવનાને રચું છું ૧-૨, શ્રી જૈનેન્દ્ર પ્રવચન પ્રાપ્તિરસિક બંધુઓ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની સમુદિત આરાધના કરવા રૂપ મોક્ષમાર્ગને યથાર્થ સ્વરૂપે જણાવનારા દરેક શાસ્ત્રોની કે ગ્રંથોની શરૂઆતમાં પ્રસ્તાવનાને યોગ્ય સ્થાન આપેલું જણાય છે. તે પ્રમાણે કરવામાં મુખ્ય મુદ્દો એ છે કે-પ્રસ્તાવના એ શાસ્ત્રનું કે ગ્રંથનું અંગ છે, એટલે પ્રસ્તાવના ભવ્ય જીવોને શાસ્ત્રને કે ગ્રંથને ભણવામાં અને ભણાવવામાં પ્રવૃત્તિ કરાવનારી છે. આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને શ્રીઅનુગદ્વાર સૂત્રના રચનારા પરમ ગીતાર્થ સ્થવિર ભગવંતે (૧) ઉપમ, (૨) નિક્ષેપ, (૩) અનુગમ, (૪) નય. આ અનુગના જણાવેલા ચાર ભેદમાં શરૂઆતમાં ઉપક્રમને જ કહ્યો છે. તેનું કારણ એ છે કે જે શાસ્ત્રનો ઉપક્રમ દર્શાવ્યો હોય, તે (શાસ) માંજ નિક્ષેપાદિનું સ્વરૂપ ઘટાવી શકાય, (૧) ઉપમ, (૨) ઉપદુઘાત, (૩) પ્રસ્તાવના, (૪) પ્રસ્તાવ, આ ચાર શબ્દો એક સરખા અર્થને જ જણાવનારા છે, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટકા વગેરેની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 750