________________
३०१ (સૂચના :-દરેકના ભાવે પ્રયોગના કૃદન્તો ફક્ત નાન્યતર જાતિમાં
જ વાપરવા.) ૪. ક્રિયાતિપત્તિ અર્થના કૃદન્તો. ત્રણેય પ્રયોગો, ત્રણેય જાતિ
અને સાતેય વિભક્તિમાં. ૫. વિધ્યર્થ કૃદન્તો :-કોઈ વખત કર્તરિમાં અને ઘણે ભાગે કર્મણિ
તથા ભાવે પ્રયોગોમાં. ત્રણેય જાતિમાં અને સાતેય
વિભક્તિઓમાં. ૬. હેત્વર્થ કૃદન્તો- બન્ને, ઘણે ભાગે ભાવે પ્રયોગમાં જ
સંબંધક ભૂત કૃદન્તો :- અને અવ્યય તરીકે વપરાય છે. ૭. આ ઉપરાંત ત્રણેય પ્રયોગોમાં, ત્રણેય જાતિમાં શબ્દોરૂપ
અનેક જાતના કૃદન્તો બને છે. ને તેના સાતેય વિભક્તિમાં
રૂપો થાય છે. (અહીં માત્ર કેટલાક ઉપયોગી જ ગણાવીશું.) ૮. ઉપર જણાવેલી સાતેય રીતે સાધિત ધાતુઓના પણ દરેક પ્રયોગ,
દરેક જાતિ, અને દરેક વિભક્તિમાં કૃદન્તોનાં રૂપો થાય છે. ૯. પ્રયોગોની સામાન્ય સમજ . ૧. ક્રિયાપદનો મુખ્ય સંબંધ કર્તાપદ સાથે હોય તો તે કર્તરિ
પ્રયોગ. ૨. ક્રિયાપદનો મુખ્ય સંબંધ કર્યપદ સાથે હોય તો તે કર્મણિ
પ્રયોગ. ૩. ક્રિયાપદ કોઈ પણ બીજા પદ સાથે સંબંધ ન ધરાવતું હોય,
ફક્ત ક્રિયાનો જ અર્થ સૂચવતું હોય, ત્યારે ભાવે પ્રયોગ. ૪. કર્તરિ પ્રયોગોમાં કર્તાપદ પહેલીમાં અને એક કે બે કર્મ પદો,
બીજી વિભક્તિમાં આવે છે. ૫. કર્મણિ પ્રયોગોમાં :– ૧. સામાન્ય રીતે કર્મ પદ પહેલી વિભક્તિમાં અને કર્તાપદ
ત્રીજી વિભક્તિમાં આવે છે.
३०२ ૨. કેટલીક વાર બે કર્મપદવાળા ધાતુઓના ૧. કેટલાક ધાતુના ગૌણ કર્મપદ પહેલીમાં અને મુખ્ય કર્યપદ
બીજી વિભક્તિમાં હોય છે. ૨. અને કેટલાક ધાતુઓના મુખ્ય કર્મપદ પહેલીમાં અને ગૌણ કર્મપદ બીજી વિભક્તિમાં હોય છે. ભાવે પ્રયોગોમાં તો કર્તાપદ ત્રીજી વિભક્તિમાં જ આવે છે. પ્રેરક ભેદોમાં :૧. કેટલીક વાર કર્તરિ પ્રયોગોમાં મૂળ કર્તા પહેલીમાં આવે છે, અને કેટલીક વાર બીજી વિભક્તિમાં પણ આવે છે. ૨. ને કેટલીક વાર કર્મણિ પ્રયોગમાં ઉપરના નિયમો ધ્યાનમાં રાખી વિભક્તિઓ લગાડવી, તેના કેટલાક
બારીક નિયમો છે. ૧૦. વચન અને પુરુષો :
૧. મૂળ ભેદ તથા સાધિત ધાતુઓના ત્રણેય પ્રયોગોમાં બે
વચન તથા ત્રણેય પુરુષોમાં પાંચેય કાળ અને અર્થોના
પ્રયોગો થાય છે. ૨. પરંતુ ભાવે પ્રયોગોમાં માત્ર ત્રીજાપુરુષનાં એક વચનનું
રૂપ વપરાય છે. ૧૧. સાધિત ધાતુઓની સમજ :
૧. ક્રિયાપદમાં પ્રેરણાનો અર્થ હોય તો તે પ્રેરક ભેદ કહેવાય
૨. ઇચ્છાનો અર્થ હોય, તો તે ઇચ્છાદર્શક કહેવાય છે. ૩. સંસ્કૃત પ્રમાણે જુદા જુદા પ્રત્યય લગાડી, નામનો ધાતુ
બનાવ્યો હોય તો તે નામ ધાતુ કહેવાય છે. ૪. ક્રિયાપદમાં ધાતુ બેવડો કરી, વારંવાર કે અત્યન્ત અર્થ
જણાતો હોય, તો તે ચડજો કે વડલુબત્ત કહે છે.)
D:\mishralsadhu\prakrta.pm5/3rd proof