Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash Author(s): Bansidhar Bhatt Publisher: Bansidhar Bhatt View full book textPage 4
________________ છે (જુઓ આગળ ૨-૫). આ ઉપરથી એવું સૂચન મળે છે કે શાસ્ત્રગ્રંથોના પુરાણા ભાષ્યકારો પાસે તે તે શાસ્ત્રગ્રંથની ઓછામાં ઓછી એક, અથવા એકથી પણ વધારે હસ્તપ્રતો હોવી જોઈએ. પણ તે આપણને પ્રાપ્ત થઈ શકતી શકી નથી, કે તે વિષે આપણે કોઈ આધારભૂત નિર્ણય કરી શકતા નથી. નોંધ : આ લેખમાં “વૃત્તિ”, “વિવૃત્તિ”, “વ્યાખ્યા”, “ટીકા”, “ભાષ્ય”, વગેરે જેવી ભિન્ન ભિન્ન સંજ્ઞાઓના બદલે ફક્ત “ભાષ્ય” સંજ્ઞા જ યોજવામાં આવી છે, તેમાં બધા ભાષ્ય પ્રકારોનો સમાવેશ થઈ શકે છે.] [૬૨-૩] ઇતર આવશ્યક સામગ્રી : ઉપર જણાવ્યા પ્રમાણે પુરાણાં ભાગો ઉપરાંત, પ્રકાશન માટેના લક્ષ્ય શાસ્ત્રગ્રંથ ઉપરનાં – પુરાણાં હોય કે ન હોય એવાં બીજાં ભાષ્યો, તે ભાષ્યો પરનાં પેટા-ભાખ્યો તથા તે શાસ્ત્રગ્રંથને કેંદ્રમાં રાખી વિકસિત થયેલું અન્ય સાહિત્ય, અને ઈતર શાસ્ત્રગ્રંથો ઉપરનાં પણ ભાષ્યો, પેટાભાષ્યો, વગેરે સર્વ કાંઈ હસ્તપ્રત-પ્રકાશનમાં પાઠાંતર-સંકલનની આવશ્યક માહિતી પૂરી પાડી શકે છે. તે રીતે, અન્ય સાહિત્યના ગ્રંથો પણ પ્રસ્તુત કાર્ય માટે તપાસી જોવા જોઈએ, કારણ કે : ૧. તે શાસ્ત્ર ઉપરનાં ભાષ્યોમાં કે પેટાભાષ્યોમાં પ્રતિબિંબિત થતા, પૂર્વે ગુરુ-શિષ્યની પરંપરામાં ચાલ્યા આવતા શાસ્ત્રના અર્થ-જ્ઞાનનો | વિવરણનો કે તે શાસ્ત્રના શબ્દાર્થનો આધાર તે શાસ્ત્રગ્રંથને સમજવા કોઈવાર આવશ્યક થઈ પડે છે. આ મુદ્દામાં મૂળ શાસ્ત્રગ્રંથના પાઠાંતરો કરતાં વધારે તે શાસ્ત્રગ્રંથના અર્થનું વિવરણનું વિતરણ સંકળાયેલું છે; જે મહત્ત્વનું ગણાય છે (જુઓ આગળ ૬૨.૪.૨.૧-૨). પોતાનાં ભાષ્યો, પેટાભાષ્યો માટે ભાષ્યકારોએ ઉપયોગમાં લીધેલી લક્ષ્મ શાસ્ત્રગ્રંથની હસ્તપ્રતોમાંથી તેઓ કોઈવાર શાસ્ત્રગ્રંથનાં પ્રતીકો સાથે વિવિધ પાઠાંતરો પણ નોધે છે. આવાં પ્રતીકો અને પાઠાંતરો હસ્તપ્રતોનાં પરીક્ષણ અને સંકલન માટે આવશ્યક થઈ પડે છે. અહીં એ પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે, ભાષ્યકારો કોઈપણ જાતના ક્લિષ્ટ કે અપ્રમાણિત પાઠોમાં જરાપણ ફેરફાર કરતા નથી, અને તેમણે ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતને તેઓ હમેશાં વફાદાર રહેતા હોય છે. પુરાણાં ન હોય એવાં ભાષ્યો, પેટાભાષ્યોમાં મળતાં પ્રતીકો અને પાઠાંતરો પણ કોઈવાર કોઈ પુરાણા : ગ્રંથ “સંકલનમાંથી” (redactions માંથી) કે કોઈ પુરાણી ‘‘અનુકૃતિમાંથી” (versions માંથી) આવતાં હોય છે, તેથી આવાં પ્રતીકો અને પાઠાંતરો પણ આવશ્યક થઈ પડે છે. આ રીતે કોઈ ઇતર ગ્રંથમાં કે તેના ભાષ્ય પેટાભાષ્યમાં પ્રકાશન માટે લક્ષ્ય શાસ્ત્રગ્રંથના કોઈ ઉલ્લેખો કે આધાર લેવામાં આવ્યા હોય છે. આવા ઉલ્લેખો ઉપરથી પણ શાસ્ત્રગ્રંથના વિવિધ પાઠાંતરો મેળવી શકાય છે, અને તે હસ્તપ્રતના પ્રકાશનમાં ઉપયોગી થઈ પડે છે. [નોંધ : “ભાષ્યકારો” =ભાષ્યો કે પેટાભાષ્યો રચનારા.] હસ્તપ્રત-પ્રકાશનની પાદ-ટિપ્પણીઓમાં ઉપર ૧-૪માંથી મળી રહેતા પાઠાંતરો પણ અવશ્ય નોંધી લેવા જોઈએ. [૬ ૨.૪] મુશ્કેલીઓ અને મર્યાદાઓ : [$૨-૪-૧] કોઈ પણ શાસ્ત્રગ્રંથની હસ્તપ્રતો સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોના ભાગ્યે જ કોઈ સંતોષકારક ઉકેલ મળી શકે છે; જેમકે : ૧. કેટલીક વાર હસ્તપ્રતમાં આલેખેલા શાસ્ત્રના કેટલાક પાઠો કે અક્ષરો, લહિયાઓના પ્રમાદને લીધે કે કોઈ અન્ય કારણે યોગ્ય રીતે વાંચી શકાય એવા નથી હોતા. તેવી હસ્તપ્રથોમાંથી અન્ય હસ્તપ્રતોમાં તે “થેન ત્રિવિત અર્થે યત્રેન પ્રતિપાન '1 [ ૨૩Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32