Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash Author(s): Bansidhar Bhatt Publisher: Bansidhar Bhatt View full book textPage 6
________________ જળવાઈ રહી હશે, તે શાંકરભાષ્યો કરતાંય પુરાણી હશે. ઉપરાંત, સામાન્ય દૃષ્ટિએ પુરાણી ન લાગતી હોય એવી હસ્તપ્રતોમાં પણ અત્યંત પ્રાચીન ગણાતા કેટલાક પાઠોનું નિદર્શન મળી રહે છે. વળી, ઉપનિષદો પરનાં શાંકરભાષ્યોની હજી સમીક્ષાત્મક આવૃત્તિઓ પ્રકાશમાં આવી નથી, અને ઉપનિષદો ઉપરનાં બધાં જ શાંકરભાષ્યો આદિ શંકરની રચના છે કે નહીં તે વિષે વિદ્વાનોમાં હજી મતભેદ પ્રવર્તે છે. આ બધું તારવતાં, ઉપનિષદોના પ્રકાશન માટે શાંકરભાષ્યો કરતાં હસ્તપ્રતોનું મૂલ્યાંકન ઓછું ન આંકી શકાય. ગદ્યપ્રચુર ઉપનિષદો ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાચીન ગણાય છે. જ્યારે છંદ-રચનાવાળાં ઉપનિષદોનો રચના-કાળ ગદ્યપ્રચુર ઉપનિષદોની પછી આવે છે. ગદ્યમય કે છંદમય ઉપનિષદોમાં કોઈ કોઈ વાર આવતા છંદોમાં છંદભંગ જેવા પ્રસંગો ઉપસ્થિત થતાં, હસ્તપ્રત-પ્રકાશકો અને સંશોધનકારો ઘણીવાર મુંઝાઈ જાય છે. સ્વાભાવિક રીતે એમ મનાય છે કે, તે તે ઉપનિષદોમાં શરૂઆતમાં રચાયેલા છંદો, છંદશાસ્ત્રના નિયમોના ઉલ્લંઘન કરીને તો ન જ રચાયા હોય. આ કારણે, હસ્તપ્રત-પ્રકાશક કોઈ હસ્તપ્રતમાં આવતા, છંદભંગ કરતા પાઠોને હસ્તપ્રતમાંથી દૂર કરી, તેની જગાએ છંદરચનાના નિયમોના આધારે કોઈ યોગ્ય છંદબદ્ધ થાય એવો પાઠ જો અન્ય હસ્તપ્રતમાંથી મળી આવે તો તે પાઠ સ્વીકારી લે છે અને આવો યોગ્ય છંદબદ્ધ થાય તેવો પાઠ ક્યાંય ન મળે તો પણ આ પ્રકાશકો છંદરચનાના નિયમોના ' ઓથા હેઠળ કેટલાંક ઉપનિષદોમાં આવતી, પણ દોષિત જણાતી છંદભંગ કરતી હોય એવી- છંદરચનામાં પણ સુધારા-વધારા કરે છે ! છંદભંગ થતો હોય ત્યાં છંદમેળ માટે સુધારા-વધારા કરવાનું સરળ અને આવશ્યક છે એવું સ્વાભાવિક રીતે લાગે, છતાં તેવા સુધારા-વધારા કર્યા પહેલાં પ્રકાશકે ખૂબ સંયમ રાખવો જરૂરી છે. દરેક પ્રકાશકે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે, ભારતીય વિદ્વાન પંડિત લહિયાઓને કે ભાષ્યકારોને આવા છંદભંગ દર્શાવતા છંદો સુધારવાની આવશ્યકતા જણાઈ હોત તો તેમણે જાતે જ તે છંદો ક્યારના યે સુધારી લીધા હોત. એટલે કે, હસ્તપ્રતના પાઠોને સંપૂર્ણ વફાદાર રહી આ પંડિત લહિયાઓએ કે ભાષ્યકારોએ તેવા દોષિત છંદોને પણ સુધારવાનો સ્વચ્છેદ દાખવ્યો નથી. (સરખાવો; માક્સ મ્યુલર૧૮૭૯ : hxxii). એ પણ અહીં નોંધવું જરૂરી છે કે કેટલાક છંદો તેમની ઉત્પત્તિની કે વિકાસની દિશામાં હોતાં તે તેમની પરિપૂર્ણ દશા કરતાં જુદા પડે છે. ૩. કેટલીક વાર હસ્તપ્રતોમાં વ્યાકરણની દૃષ્ટિએ કેટલાક પાઠ અશુદ્ધ લાગે છે, પરંતુ આ બાબતે એ ધ્યાનમાં લેવું જોઈએ કે પાશ્ચાત્ય વિદ્વાનો કરતાં સામાન્ય રીતે ભારતીય પંડિત લહિયાઓ કે ભાષ્યકારો પાણિનિનું (સંસ્કૃત) વ્યાકરણ કંઈક વધારે સારી રીતે સમજતા હોય છે. આ લહિયાઓએ/ભાષ્યકારોએ હસ્તપ્રતોમાં આવતા અપાણિનીય-સંસ્કૃત વ્યાકરણની દૃષ્ટિએ અશુદ્ધ-લાગતા પાઠોને શુદ્ધ પાઠોમાં સુધારવા પ્રયાસ કર્યા જ હોત. આ ઉપરાંત, આપણે સૌ એ પણ અનુભવીએ છીએ કે પ્રાચીન ભારતીય ભાષ્યકારોએ કોઈ પણ રીતે હસ્તપ્રતોમાં આવતા આવા કેટલાક અપાણિનીય પાઠો સુધારી લેવાનો સ્વરછંદ આદર્યો નથી. ઊલટું, તેઓ તો હમેશાં હસ્તપ્રતોમાં આલિખિત શુદ્ધ કે અશુદ્ધ પાઠને વફાદાર રહ્યા છે. તે રીતે લહિયાઓનું પણ સમજવું. આ સંદર્ભમાં કેટલીક બાબતો અમે ઉપર (થુર-૪-૧) જણાવી છે. વૈદિક/ઉપનિષદ સાહિત્યમાં કેટલાં યે સંસ્કૃત રૂપો તે તે સ્થળ અને સમયની લોકભાષામાંથી આવતાં હોવાથી તે વ્યાકરણની દૃષ્ટિએ અસામાન્ય કે અશુદ્ધ લાગે, તથા તે પાણિનિના નિયમોથી સહેજે અપ્રમાણિત ગણાય. રિચર્ડ સેલોમને (૧૯૮૧, ૧૯૯૧) અને માધવ દેશપાંડેએ (૧૯૯૩) આ વિષય ઉપર વિદ્વત્તાપૂર્ણ પ્રકાશ પાથર્યો છે. વૈદિક સાહિત્યથી પરિચિત ભારતીય ભાષ્યકારો હસ્તપ્રતોમાં આવતા વ્યાકરણ-વિરુદ્ધ પાઠોને સામાન્ય રીતે છીન્દસ કે વૈદિક-રૂપ તરીકે જણાવે છે. ઉપરાંત, આ ભાષ્યકારો પણ મૌખિક વિતરણ થયેલા “જન નિશ્વિત ગ્રન્થ યન પ્રતિપાત્રત '1 [ ૨૫Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32