________________
[૬૩-૨] વીસમી સદી : પૂર્વાર્ધ :
વ્યોહતલિંગની ૧૮૮૯માં ઉપર્યુક્ત બે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રકાશિત થઈ ત્યારથી ઉપનિષદોની કેટલીક પ્રકાશિત થતી આવૃત્તિઓમાં ઉત્તરોત્તર થતી ભૂલોની પરંપરાનો- ઉપનિષદોની પ્રકાશિત પૂર્વવર્તી આવૃત્તિઓ માટે કહેવાતી પ્રમાણભૂતતાની માયાજાળનો - પ્રારંભ થયો. છતાં આવાં બધાં પ્રકાશનોને સૌ પ્રકાશકોએ “સમીક્ષાત્મક” ગણાવ્યાં છે !
નિોંધ : પરિશિષ્ટ : ૫.૧માં દર્શાવેલાં ઉપનિષદ પ્રકાશનોનાં શીર્ષકોમાં યોજેલા “સમીક્ષાત્મક” શબ્દ ઉપરથી સ્પષ્ટ થશે કે તે તે આવૃત્તિઓના પ્રકાશકો જ તેમની આવૃત્તિઓને સમીક્ષાત્મક” ગણાવે છે ! આ સિવાય ઓટો શ્રાડરની, ઉપનિષદોના સમૂહની પ્રકાશિત
આવૃત્તિ (૧૯૧૨) સાચેસાચ સમીક્ષાત્મક ગણી શકાય એવી છે.] પરંતુ ઉપનિષદોની ઈતર આવૃત્તિઓ કરતાં વધારે તો વ્યોહતલિંગની ઉપર્યુક્ત બે આવૃત્તિઓમાં, તે રીતે હેર્ટીલની ૧૯૨૪માં પ્રકાશિત મુંડક ઉપનિષદની આવૃત્તિમાં અને હાઉશિલ્ડની ૧૯૨૭માં પ્રકાશિત કરેલી શ્વેતાશ્વતર ઉપનિષદની આવૃત્તિમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો આધાર લેવાતો ગયો. શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે પાઠાંતરોની કલ્પના તથા આયોજન, ગ્રંથ-અધ્યયન અને તે ગ્રંથની પુનઃરચના માટે આવશ્યક થઈ પડે છે, તે “મૂળ-ગ્રંથ” તૈયાર કરવાની એકમાત્ર પ્રક્રિયા છે. પરંતુ, તેવા પાઠાંતરોને ગ્રંથ-પ્રકાશનમાં દર્શાવવું અયોગ્ય “ ગણાય છે. શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે દર્શાવેલા પાઠાંતરો હસ્તપ્રતોમાં સમાંતર મળી આવતા હોય એવું ભાગ્યે જ હોય છે. આવા પાઠાંતરોને હસ્તપ્રતોના આધારે થતા ગ્રંથ-પ્રકાશનમાં સ્થાન આપતાં તે અનેક પ્રકારનો ભ્રમ ઊભો કરે છે કે, જાણે કે એ ગ્રંથ-પ્રકાશકની આવૃત્તિ હસ્તપ્રતોના આધારે જ અસ્તિત્વમાં આવી છે, જેથી અન્ય વિદ્વાનોમાં આવી આવૃત્તિઓની યોગ્યતા- અયોગ્યતા ચર્ચાસ્પદ થઈ જાય છે. કોઈ વાર એક પ્રકાશને આવા કલ્પી કાઢેલા, પાદ-ટિપ્પણીમાં સૂચવેલા, સ્વીકારવા યોગ્ય લાગતા વિદ્વત્તાપૂર્ણ પાઠાંતરને, બીજા કોઈ પ્રકાશકો, બેદરકારીપૂર્વક ભૂલથી એક “સ્વીકૃત” પાઠાંતર તરીકે પોતાના ગ્રંથ-પ્રકાશનમાં સમાવી લે છે. પરિણામે આવો કલ્પિત પાઠ પણ મૂળ ગ્રંથના પાઠ તરીકે ચાલુ થઈ જાય છે, અને તે ભૂલની પરંપરા સર્જે છે !
| શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના જાણીતા વિદ્વાન વ્હિટની પણ સ્પષ્ટ જણાવે છે કે : હસ્તપ્રતોના આધાર વિના ફક્ત શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના બળે મૂળ ગ્રંથની આવૃત્તિ જરાપણ વિશ્વાસ કરવા લાયક ઠરતી નથી (૧૮૮૯). ફક્ત સ્વીકૃત હસ્તપ્રતના આધારે અને બીજી હસ્તપ્રતોમાંથી પાઠાંતરો દર્શાવીને જ કે તેમાં ફેરફાર કર્યા વિના જ મૂળ ગ્રંથનું પ્રકાશન થવું જોઈએ (૨-૫). [૬૩-૩] વીસમી સદી : ઉત્તરાર્ધ
વીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ કેટલાંક ઉપનિષદોની છપાયેલી આવૃત્તિઓ પણ પ્રમાણભૂત તો નથી જ. તેમાંની કેટલીક આવૃત્તિઓ તો તેમની પૂર્વે છપાયેલી (ઉપનિષદોની) આવૃત્તિઓના આધારે, અને તે પણ છાપખાનામાં તેમને છાપતાં રહી ગયેલી ભૂલો (printing mistakes) અને તેમના પ્રકાશકોએ દર્શાવેલા નર્યા કાલ્પનિક પાઠાંતરો સહિત જ પ્રકાશિત થઈ છે ! તે નીચેનાં ઉદાહરણો ઉપરથી સ્પષ્ટ થશે.
૧. લિમયે અને વાડેકરે તેમની ૧૯૫૮માં અઢાર ઉપનિષદોના સમૂહ રૂપે પ્રકાશિત કરેલી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે : બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર ઉપનિષદોની પ્રાચીન હસ્તપ્રતો ઠેક-ઠેકાણે દૂષિત લાગતી હોય છે, પણ તે ઉપનિષદોની અન્ય છપાયેલી આવૃત્તિઓ તે હસ્તપ્રતો કરતાં સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી તેમનો આ આવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો (સરખાવો : ૧૯૫૮ : લિમયે-વાડેકર : vi) તેમ છતાં પણ આ પ્રકાશકોએ તે તે હસ્તપ્રતોમાં દૂષિત જણાતા પાઠાંતરો જો તેમની આ આવૃત્તિમાં નોંધ્યા હોત તો તે બધા અન્ય વિદ્વાનોને ખૂબ ઉપકારક થઈ પડત. પરંતુ આ પ્રકાશકોએ એમ કર્યું નથી એ જાણીને ખૂબ ખેદ થાય છે.
આજના વિદ્વાનો લિમયે-વાડેકરની આ આવૃત્તિ સામાન્ય રીતે એક પ્રમાણભૂત આવૃત્તિની જેમ
શેન ત્રિવિતં યત્રેન પ્રતિપાયે ”]
[૨૯