________________
ઉપયોગમાં લે છે. સેલોમનને મુંડક ઉપનિષદ અને પ્રશ્ન ઉપનિષદ ઉપરનાં પોતાનાં વિદ્વત્તાપૂર્ણ અધ્યયન અને સંશોધન માટે લિમયે-વાડેકરની આવી અસમીક્ષાત્મક આવૃત્તિ ઉપર આધાર રાખવો પડ્યો તે માટે સેલોમને ખેદની લાગણી પણ વ્યક્ત કરી છે (૧૯૯૧ : ૪૮).
૨. ફેંગે તેની ૧૯૬૯માં પ્રકાશિત થયેલી કૌષીતકિ ઉપનિષદની આવૃત્તિ માટે ટ્યૂબિંગનમાંથી (જર્મની) મળી આવેલી ફક્ત એક જ હસ્તપ્રતનો આધાર લીધો, પણ તે આવૃત્તિમાં દર્શાવેલા પાઠાંતરો તો તેની પૂર્વે છપાયેલી આ ઉપનિષદની કેટલીક આવૃત્તિઓમાંથી જ સીધા ઉઠાવ્યા !
૩. વૈદિક વામય અને ઉપનિષદૂ-શાસ્ત્રના જાણીતા જર્મન વિદ્વાન વિહેલ્મ રાઉના માર્ગદર્શન નીચે માઉએએ પોતાના શોધ-નિબંધ (doctoral thesis) તરીકે કાવ-શાખાના બૃહદારણ્યક ઉપનિષદના ફક્ત પ્રથમ અધ્યયનની, સ્વરાંકન (accents) સહિતની એક આવૃત્તિ (૧૯૭૬) માટે સૌથી વધારે હસ્તપ્રતોના આધાર લીધાનો દાવો કર્યો. પરંતુ તેણે ત્રણ હસ્તપ્રતો ભારતમાંથી અને બીજી ત્રણ હસ્તપ્રતો યૂરપમાંથી; એમ ફક્ત (કુલ) છ જ હસ્તપ્રતોની સાથે સાથે બીજી સાત છપાયેલી આવૃત્તિઓને પણ ઉપયોગમાં લીધી ! આ પ્રકાશનમાં સ્વરાંકનને મહત્ત્વ આપવા સ્વરાંકનો દર્શાવતી આ છ જ હસ્તપ્રતો મળી આવવાથી એણે ઇતર-સ્વરાંકન વગરની-હસ્તપ્રતોને ઉપયોગમાં લેવાનું યોગ્ય ન ગયું. આમ છતાં માઉએએ આવી-સ્વરાંકન વગરની હસ્તપ્રતોમાંથી ફક્ત પાઠાંતરો નોંધ્યા હોત તો આ આવૃત્તિ વિશેષ પ્રમાણભૂત થઈ શકી હોત ! (જુઓ ઓલિવેલે : ૧૯૯૮/૨ xv). , ૪. અપર્યાપ્ત હસ્તપ્રતોના આધારે પ્રકાશિત છતાં માઉએની ઉપર્યુક્ત આવૃત્તિને “સમીક્ષાત્મક” માની અમેરિકન વિદ્વાન પેરેઝ કૉફીએ ૧૯૯૪માં તેના શોધ-નિબંધ માટે કાવ-શાખાના બૃહદારણ્યક ઉપનિષદના ફક્ત બીજા અધ્યયનની સ્વરાંકનો સાથેની આવૃત્તિમાં, માઉએએ તેની આવૃત્તિમાં ઉપયોગમાં લીધેલી છે હસ્તપ્રતોને, તથા તે ઉપરાંત એક વધારાની હસ્તપ્રતને ઉપયોગમાં લીધી. આમ આ આવૃત્તિ પણ અપર્યાપ્ત ફક્ત સાત જ - હસ્તપ્રતોના આધારે તૈયાર થઈ.
માઉએએ તથા કૉફીએ બહદારણ્યક ઉપનિષદની તેમની આવી આવૃત્તિઓ માટે શક્ય એટલી અન્ય હસ્તપ્રતો ભારતમાંથી કે બીજાં સ્થળોમાંથી મેળવવા કોઈ પ્રયાસ આદર્યો હોય એમ લાગતું નથી.
૫માક્સ મ્યુલરે સો વર્ષ ઉપર જે બે હસ્તપ્રતો પોતાના પ્રકાશનમાં ઉપયોગમાં લીધી હતી તે બે, અને ફક્ત તે બે જ હસ્તપ્રતોના આધારે, પણ સૌથી વધારે પ્રમાણમાં તો તે ઉપનિષદની છપાયેલી અન્ય આવૃત્તિઓનો આધાર લઈ ઓબરલીઝે ૧૯૯૫માં શ્વેતાશ્વતર ઉપનિષદના પ્રથમ અધ્યાયની આવૃત્તિ પ્રકાશિત કરી. આવી આવૃત્તિ પ્રમાણભૂત ગણાય જ નહીં તે નિર્વિવાદ છે. [૬૪-૩] આવશ્યક સ્પષ્ટતા : ,
૧. ઓગણીસમી-વીસમી સદીનાં બધાં ઉપનિષદ-પ્રકાશનો સંપૂર્ણ અપ્રમાણભૂત હતાં તેવું તો ન જ માની શકાય. ઉદાહરણ તરીકે ઓટો શ્રાડરનું ૧૯૧૨માં પ્રકાશિત, કેટલાંક વીસ ઉપનિષદોના સંગ્રહનું પ્રકાશન સાચે જ સમીક્ષાત્મક | પ્રમાણભૂત ગણાવી શકાય.
૨. આજના પ્રતિષ્ઠિત વિદ્વાનોમાં જે કોઈની ઉપનિષદોની આવૃત્તિઓ તાજેતરમાં પ્રકાશિત થઈ હોય એમાં, ઉપનિષદ-શાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન પેટ્રિક ઓલિવેલેની ૧૯૯૮માં પ્રસિદ્ધ થયેલી બાર પ્રાચીન ઉપનિષદોના સમૂહની આવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. આ આવૃત્તિમાં દરેક ઉપનિષદનું પ્રસ્તાવના તરીકે વિદ્વત્તાપૂર્વક વિવરણ, પછી એક પાના પર તે ઉપનિષદ-ગ્રંથ અને તેની સામેના (જમણી-બાજુના) પાના પર અંગ્રેજીમાં તેનો શબ્દશઃ અનુવાદ; આમ બાર ઉપનિષદોના ગ્રંથ અને અનુવાદ આપી દીધા પછી, અંતે તે તે ઉપનિષદો સંબંધી જયાં ત્યાં પાદ-ટિપ્પણીઓ તથા લગભગ બધા પ્રતિષ્ઠિત ભારતીય કે પાશ્ચાત્ય-વિદ્વાનોનાં લગભગ બધાં પ્રકાશનોમાંથી તથા સંશોધન-લેખોમાંથી આવશ્યક પાઠાંતરો, ભાષાંતરો, ઇત્યાદિ ઉપર વિદ્વત્તાપૂર્ણ સમીક્ષાત્મક નોંધો સાથે ૩૦].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩