Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 1
________________ ઋણેન નિરિવર્ત પ્રત્યં યભેન પ્રતિપાત્રયેત્ ” (પ્રાચીન ઉપનિષદોનાં પ્રતિષ્ઠિત પ્રકાશનો પર પ્રકાશ) બંસીધર ભટ્ટ (યુન્સર, જર્મની) વિષય ક્રમ ૬૧. પ્રસ્તાવના ૬૨. હસ્તપ્રત પ્રકાશનની પ્રક્રિયા. * $૨.૧ હસ્તપ્રત પ્રકાશનના નીતિ નિયમો - (૧-૫) ૬૨.૨ હસ્તપ્રતો અને મૂળ શાસ્ત્રગ્રંથ. ૬૨.૩ ઇતર આવશ્યક સામગ્રી. (૧-૪). $૨.૪ મુશ્કેલીઓ અને મર્યાદાઓ ૬૨.૪.૧. : (૧-૩) ૬૨.૪.૧. : (૧-૨) ૬૨.૫. કેટલાંક સૂચનો અને પ્રત્યાઘાતો (૧-૨) ૬૩. ગ્રંથપાઠોની “કતલ”ની ઐતિહાસિક રૂપરેખા Ú૩.૧ ઓગણીસમી સદી : ઉત્તરાર્ધ * $૩.૨ વીસમી સદી : પૂર્વાર્ધ. $૩.૩. વીસમી સદી : ઉત્તરાર્ધ (૧-૫). $૩.૪. આવશ્યક સ્પષ્ટતા (૧-૩) ૬૪. ઉપનિષદ-પ્રકાશનોની માયાજાળ. 6૪.૧ છા.ઉપ.ના મૂળ પાઠ સાથે છૂટછાટ. (૧: ૧-૩) (૨ઃ ૧-૨) $૪. ૨ ઉપનિષદોમાં છંદ-ભંગ, (૧-૫) ૭૪.૩ ઉપનિષદોમાં અપાણિનીય પાઠો. (૧-૬) છુપ. ઉપસંહાર. (૧-૨) ઉપ.૧. પ્રકાશનમાં અપેક્ષિત પ્રતિજ્ઞા-વચન (૧-૪). પરિશિષ્ટ ૧. , ઉપનિષદો : “સમીક્ષાત્મક” આવૃત્તિનો ભ્રમ (૧-૨), વે (૧-૨) ૨. ઉપનિષદો : અ (૧-૨) બ (૧-૩) ૩. સંદર્ભો ૧. મૂળ ગ્રંથના પાઠ વગર ૨. મૂળ ગ્રંથના પાઠ સાથે ૪. વિશિષ્ટ-શબ્દો ૧. અંગ્રેજી ૨. ગુજરાતી ૫. ઉપયોગમાં લીધેલાં સંશોધનો. સંકેતો ૧. સંશોધન ગ્રંથો (પ્રકાશન વર્ષ - ક્રમે) ૨. સંશોધન ગ્રંથો (શબ્દ-સંકેત-ક્રમે). (૭: ૧-૪) $૧. પ્રસ્તાવના આપણા ભારતનાં પ્રાચીન વૈદિક, બૌદ્ધ અને જૈન શાસ્ત્રોના ઘણા અગત્યના ગ્રંથો હસ્તપ્રતોના આધારે ઘણી આવૃત્તિઓમાં પ્રકાશિત થયેલા આજે મળી રહે છે. પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાન માટે આવશ્યક આધારભૂત ગણાતાં પ્રાચીન મુખ્ય મુખ્ય ઉપનિષદોની, તેમ જ તે તે ઉપનિષદો પર મળી આવતાં પુરાણાં કે આવશ્યક ભાષ્યોની હસ્તપ્રતોના આધારે કોઈ એક પણ સમીક્ષાત્મક આધારભૂત આવૃત્તિ હજી પ્રકાશિત થયેલી જોવામાં આવતી નથી તે ખૂબ ખેદની વાત છે. આજે ઉપનિષદોની અને તે પરનાં ભાષ્યોની જે કોઈ આવૃત્તિઓ મળી આવે છે તે બધી આવૃત્તિઓ જૂની, અસમીક્ષાત્મક પ્રકાશિત ઉપનિષદોના આધારે, અથવા તો તે તે ઉપનિષદોનાં મળી આવતાં અસમીક્ષાત્મક પ્રકાશિત ભાષ્યોના આધારે છપાયેલી હોય છે. ૨૦]. [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32