Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 9
________________ નથી, અથવા તો મૂળ ગ્રંથ અને તે પરનાં ભાષ્યોમાં મળતા પાઠાંતરોનું યોગ્ય અધ્યયન કે વિવેચન કરવાનું ટાળે છે; અને હસ્તપ્રતોમાં મળતા પાઠોને સુધારી-વધારી તેમણે સ્વચ્છેદે કરેલા સુધારા-વધારાવાળા પાઠો સાથે જ તે ગ્રંથ-પ્રકાશનો પ્રકાશિત કરે છે. આવાં પ્રકાશનોમાં હસ્તપ્રત-ગ્રંથના કેટલાયે પાઠોની “કતલ” થઈ જાય છે. એક રીતે આ બધાં પ્રકાશનો “આધુનિક (ક્યાંય અસ્તિત્વ નહીં ધરાવતી એવી, આજના સ્વચ્છંદી પ્રકાશકની પોતાની કલ્પિત) હસ્તપ્રત”ના આધારે પ્રકાશિત થયેલ ગણી શકાય. આ પ્રકાશક અહીં “પ્રકાશક” મટીને તેની “આધુનિક હસ્તપ્રતનો” “(આધુનિક) લહિયો” બની બેસે છે. તેના આવા અપ્રમાણભૂત ગ્રંથના આધારે થતાં અન્ય વિદ્વાનોનાં સંશોધનો પણ પ્રમાણભૂત ગણાતાં નથી. આ પ્રકાશનો સંશોધનોમાં “રોગચાળાના વાયરસ” ફેલાવે છે અને ગ્રંથ-પાઠોની “કતલની” એક “અસ્વસ્થ” પરંપરાને જન્મ આપે છે. જો કે આવા પ્રકાશકે તેના ગ્રંથ-પ્રકાશનમાં કેટલાક પાઠોના સુધારા-વધારા કર્યા હોય તે નિમિત્તે તેની પ્રસ્તાવનામાં કે અન્ય ઠેકાણે ક્યાંય સ્પષ્ટતા કરી હોય તો પણ તેના ગ્રંથ-પ્રકાશન માટે સર્વમાન્ય નીતિ-નિયમોના ભંગ કર્યાના દોષ દૂર થતા નથી. ગ્રંથ-પ્રકાશનમાં આવી સ્પષ્ટતાથી મૂળ ગ્રંથના પાઠો સાથે ચેડાં કરવાની છૂટછાટ મળી જતી નથી. ક્યાંક સ્પષ્ટતાવાળું આવું પ્રકાશન પણ ઘણા વિદ્વાનોમાં ભ્રમ ઊભો કરે છે. આવી “માયા-જાળ” ઊભી કરવાનું દરેક પ્રકાશક-વિદ્વાન ટાળે તે જરૂરી છે. કેટલાક વિદ્વાન પ્રકાશકોએ ઉપનિષદોની હસ્તપ્રતોમાં મળતા કોઈ કોઈ “દૂષિત” પાઠોને (જુઓ ઉપર (૬૨૪-૧) ઉપનિષદ પ્રકાશનમાં અવરોધ-રૂપ ગણ્યા. સાથે સાથે ભાગ્યો કે ભાષ્યકારો વિરુદ્ધ (જુઓ હૃ૨-૪૨) પ્રવર્તતા પૂર્વગ્રહમાં તેઓ પીડાતા રહ્યા, અને આવા ભાષ્યકારોએ તેમનાં ભાષ્યોમાં ઉપનિષદોની મળતી હસ્તપ્રતોના પાઠો, સુધારો-વધારો કર્યા વિના જાળવી રાખીને જે માન ઉપજાવે એવી જવાબદારી દર્શાવી છે તેને આ વિદ્વાન પ્રકાશકો ઘડીભર ભૂલી ગયા, ઉપનિષદોનાં પ્રકાશનમાં તેઓ ભાષ્યોની અક્ષમ્ય અવગણના કરતા થયા. 1 ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રગ્રંથોમાં ઉપનિષદ-શાસ્ત્રનો ઊંચો દરજ્જો અને તેમાં વણાયેલી આધ્યાત્મિક, તત્ત્વજ્ઞાનપરક વિચારધારાનું મહત્ત્વ વિચારતાં, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને યૂરપના સંસ્કૃતજ્ઞ વિદ્વાનોએ કેટલાંક ઉપનિષદોના પ્રાચીન પાઠોને શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનથી તારવી કાઢીને તે તે ઉપનિષદોની “સમીક્ષાત્મક આવૃત્તિઓ” તૈયાર કરી, જે મૂળે અસમીક્ષાત્મક ગણી શકાય ! [૬૩-૧] ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ : આ પ્રકારે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રકાશિત કરનારા વિદ્વાનોમાં ડચ-જર્મન વિદ્વાન ઓટો બોહતલિંગનું (૧૮૭૫-૧૯૦૪) નામ માધ્યદિન-શાખાની બૃહદારણ્યક (=ઍ.) ઉપનિષદની (=ઉપ. ૧૮૮૯/૧૯) અને - છાન્દોગ્ય (છા.) ઉપ.ની (૧૮૮૯)૨) આવૃત્તિઓના પ્રકાશક તરીકે આગળ પડતું છે. | શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો આધાર લઈ બોલતલિંગે ૧૮૮૯માં બૃહદારણ્યક (માધ્યદિન-શાખા) અને છાન્દોગ્ય ઉપનિષદોની પ્રકાશિત કરેલી આવૃત્તિઓને “સમીક્ષાત્મક” તો જણાવી, પણ વિચિત્રતા તો એ છે કે તે “બંને આવૃત્તિઓમાં ૧. હસ્તપ્રત-પ્રકાશનના નીતિ-નિયમોને અનુસરીને કોઈપણ હસ્તપ્રતોનો આધાર લેવામાં આવ્યો નથી, ૨. દર્શાવેલા પાઠાંતરો માટે પ્રાપ્ત હસ્તપ્રતોનાં કાળજીપૂર્વકનાં પરીક્ષણનો આધાર કે શક્ય એટલી બધી હસ્તપ્રતોના સંકલનનો આધાર પણ લીધો નથી અને ૩. કોઈ હસ્તપ્રતો મેળવવા કંઈપણ પ્રયત્ન કર્યો નથી. હસ્તપ્રતોના આધારે “ગ્રંથ-પ્રકાશનની” માયા-જાળમાં અહીં વ્યોહતલિગે “ગ્રંથ-પુનઃરચનાનું” (textual-reconstruction) કાર્ય કર્યું છે. ગ્રંથ-પ્રકાશન તરીકે આ બે ઉપનિષદોની આવૃત્તિઓ પ્રમાણભૂત ગણાતી નથી. (ઓલિવેલે : ૧૯૯૮/૨ : XV). ૨૮] [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32