________________
૫. તો મદ ૩થે પ્રતિષ્ઠાં દૃષ્ટવા પૃત્યા થી નરિતોડત્યસ્ત્રાક્ષ: (કઠ ઉપ. ૨.૧૧; ૩૮૨,
૬૦૫)
“હે નચિકેતા, મોટા વિશાળ પ્રશંસામય આધારને જોઈને, ધીર (તે) મક્કમતાથી (ડગ્યા વગર તેને) ત્યજી દીધો.”
આ છંદને નિયમિત કરવા બોહતલિંગે તેમાંથી તૃષ્ટવા પદ દૂર કર્યું. (૧૮૯૦: ૧૪૨), પણ આલ્સટોર્સે (૧૯૫૦ : ૬૨૮) ટૂછવા પદ રાખીને ધૃત્ય પદ દૂર કર્યું : ઉપરનાં ૪-૫ ઉદાહરણોમાં છંદ-ભંગ દૂર કરવા મૂળ ગ્રંથમાંથી- છંદમાંથી - કોઈ મૂળ પાઠ (જેમકે તવૈવ કે ન કે કૂદવા કે ધૃત્ય, ઇત્યાદિ) કાઢી નાખવાથી એક એવો ભ્રમ ઊપજે છે કે જાણે કે તે મૂળગ્રંથમાં જ - છંદમાં જ - પ્રથમથી તે તે કાઢી નાખેલા પાઠો નહોતા ! આવો સુધારા-વધારા કરવાનો સ્વરછંદ ટાળવો જોઈએ (૬૨-૫.૪ અને ૨.૬).
વળી, કેટલાક વિદ્વાનો સોળુ જેવા પાઠને સૌણ પાઠમાં સુધારવામાં ગ્રંથ-પાઠ બદલાતો નથી એવું માને છે. પણ, આવો સોથ પાઠ દરેક હસ્તપ્રતમાં અને પ્રાચીન ઉપનિષદોમાં પણ મળી આવતો હોય તો તેને બદલવાની જરૂર પણ નથી.
વાજસનેયિ-સંહિતાના ૫૦મા અધ્યાયરૂપે રહેલા ઈશ ઉપનિષદમાં આવતા ત્રણ (૧૨-૧૩-૧૪) છંદભંગ કરતા છંદો તે જ ઈશ-ઉપનિષદની માધ્યદિન શાખામાં અને કાવ-શાખામાં પણ (બંને ય શાખામાં) જરાપણ ફેરફાર વગર સમાન પુનરાવર્તન પામ્યા છે; તે તે સ્થળોએ પણ તે જાણે કે છંદભંગ કરતા હોય એ રીતે આલિખિત રહ્યા છે. આવા પ્રસંગોમાં છંદપાઠ સુધારવામાં સાહસ છે (સરખાવો થીમ. ૧૯૬૫ : ૯૮), પ્રાચીન છંદોના નીતિનિયમો કે તેમની માત્રા વિષે (scanning) કે રચના વિષે તથા તે સમયના ભાષા-લોકભાષાના ઉચ્ચારણ વિષે કોઈ નિર્ણય લીધા વિના છંદ-ભંગ લાગતા છંદો નિયમિત કરવા માટે તેમને સુધારવા-બદલવાનું યોગ્ય નથી. મુંડક ઉપનિષદની હેર્ટીલની (૧૯૨૪) આવૃત્તિમાં તથા શ્વેતાશ્વતર ઉપનિષદની હાઉશિલ્ડની (૧૯૨૭) આવૃત્તિમાં છંદ નિયમિત કરવાના બહાને થયેલા સુધારા-વધારા અન્ય વાચક વિદ્વાનોને ભ્રમમાં નાખે તેવા રહ્યા છે ! [૬૪.૩] ઉપનિષદોમાં અપાણિનીય પાઠો :
સેલોમને મુંડક ઉપનિષદની (૧૯૮૧) અને પ્રશ્ન ઉપનિષદની (૧૯૯૧) ભાષાનાં અધ્યયન કરી ઉપનિષદ-કાલીન લોકભાષા પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. તે મુજબ ઉપનિષદોના અપ્રમાણભૂત કે અપાણિનીય લાગતા પાઠ મૂળે તે લૌકિક સંસ્કૃત કે પ્રાકૃત લોકભાષાના પાઠ છે, તે નિશ્ચિત થાય છે. ઉપનિષદોના પાઠ પ્રથમ દૃષ્ટિએ અશુદ્ધ જણાય તો પણ આદિ શંકરે ઉપનિષદો ઉપરનાં તેનાં ભાષ્યોમાં તેવા અશુદ્ધ જણાતા પાઠ સુધારવાનો પ્રયાસ કર્યા વિના તેમને છાસ કે પ્રમવશ જણાવીને પણ મૂળપાઠને કાયમ રાખીને જ- તેમનાં વફાદારીપૂર્વક વિવરણ કર્યા છે અને લહિયાઓએ પણ તેવા પાઠ સુધાર્યા નથી (૨.૫.૩). સેલોમનના આવા ઉત્તમ સંશોધનના પરિણામે મુંડક ઉપનિષદમાં અને પ્રશ્ન ઉપનિષદમાં પ્રાચીન કાળના ક્ષત્રિય વર્ગમાં બોલાતી પ્રાકૃત-લોકભાષામાં સંસ્કૃતના છૂટાછવાયા રહી ગયેલા સંકેતોનાં દર્શન થાય છે. અશુદ્ધ કે અપાણિનીય લાગતા પાઠો પણ સુધારવામાં કેવું સાહસ રહ્યું છે તે નીચે જણાવવામાં આવે છે : ૧. ... તમિશ્ર પ્રતિષ્ઠાને સર્વ ઇવ પ્રતિકને ! (પ્રશ્ન ઉપ. ૨-૪; ૪૬૦, ૬૩૮)
“... અને તે સ્થિર થતાં- આધાર તે - બધા જ આધાર લે છે.”
મૂળ પાઠ : પ્રતિકને , પણ વ્યાકરણ શુદ્ધ પાઠ પ્રતિક. અહીં પ્રતિષ્ઠત્તે પાઠ લહિયાઓના લેખન-દોષનું પરિણામ “લેખન-લાઘવ” (haplography : લખવામાં સરળ રહે તે રીતે મૂળ પાઠને કાંઈ જુદી રીતે આલેખવો, તે) નથી, પરંતુ તે પાઠ આ ઉપનિષદના રચનારા(ઓ)ની મૌલિક લોકભાષામાંથી ઉદ્ભવેલો
૩૬ ]
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩