Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 15
________________ (ડૉયસને) સુધારો કર્યા વિના તેની પાદ-ટિપ્પણમાં અને મૂળ પાઠના બદલે છા૫ પાઠનું સૂચન કર્યું. (ામ = “bitte" please, ૧૮૯૭, ૧૨૪. પાંદટિપ્પણ ૧). સેનાŽ વ્યોહતલિંગનો સુધારો તો ના સ્વીકાર્યો, પરંતુ, મૂળ પાઠ વાગે અને ડૉયસને સૂચવેલો પાઠ મં; તે બંને વિષે તે કોઈ નિર્ણય પણ ન કરી શક્યો (૧૯૩૦ : ૫૩) (૩) લિમયે-વાડેકરે ૧૯૫૮માં પ્રકાશિત અઢાર ઉપનિષદોની એક આવૃત્તિમાં બધા પાઠાંતરો મોટે ભાગે ઉપનિષદોની અન્ય પ્રકાશિત આવૃત્તિઓમાંથી અથવા તો તે તે આવૃત્તિઓમાં પ્રકાશકોએ કરેલાં સૂચનોસુધારા ઉપરથી દર્શાવ્યા છે. આ બંને પ્રકાશકોએ છા.ઉપ. ૪-૯-૨માં આવતો #ામે મૂળ પાઠ તો સ્વીકાર્યો, પણ એમ લાગે છે કે ડૉયસને સૂચવેલો ગ્રામ પાઠ કોઈ હસ્તપ્રતનો એક સાચેસાચ પાઠાંતર હોય તે રીતે તેમણે તે વારં પાઠને પાદ-ટિપ્પણીમાં રજૂ કર્યો. ઉપરાંત, તેમણે વ્યોહતલિંગના કાલ્પનિક પાઠને પણ મહત્ત્વ આપ્યું ! લિમયે-વાડેકરે નોંધેલા કેટલાય પાઠાંતરો વેબરમાં (૧૯૬૪) મળતા નથી અને વ્યોહતલિંગની (૧૮૮૯/૧, ૧૮૮૯)૨) આવૃત્તિઓમાં પણ મળતા નથી; ઉદાહરણ તરીકે ખૂ.ઉપ. ૪.૫.૪ ઉપરાંત, બૃ.ઉપ. (માધ્યદિનશાખા) : ૪.૪-૨૩-૨૫ અને ૫.૫.૧ જેવા પાઠાંતરો (જુઓ ૧૯૯૮/૨. xvii નોંધ : ૫-૬). (૪) બેડેકર-પળસળેએ ૧૯૮૦માં સાઈઠ ઉપનિષદોના જર્મન-ભાષામાં થયેલા ડૉયસનના અનુવાદને (૧૮૯૭) અંગ્રેજીમાં ભાષાંતરરૂપે એક આવૃત્તિમાં પ્રકાશિત કર્યા. તેમાં તેમણે (૧૯૮૦.૧૨૬) ડૉયસને સૂચવેલો + પાઠ (છા.ઉપ.૪-૯.૨) પાદ-ટિપ્પણીમાં એ રીતે નોંધ્યો કે જાણે કે તે = પાઠ કોઈ હસ્તપ્રતમાં સાચેસાચ પાઠાંતર તરીકે મળ્યો હોય ! આ એ પાઠ ડૉયસનનું સૂચન-માત્ર છે; કોઈ પાઠાંતર નથી; એ સ્પષ્ટ કરવાની અહીં જરુર નથી. અહીં તો મુખ્ય મુદ્દો એ છે કે એક વિદ્વાનના ગ્રંથ-પ્રકાશનમાં થયેલી ભૂલ અન્ય વિદ્વાનોનાં પ્રકાશનોમાં પણ કેવી ભ્રામક પરંપરા જન્માવે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે ! વર્ષ પાઠ, સૂચન મટીને પાઠાંતર થઈ ગયો ! [૬૪.૨] ઉપનિષદોમાં છંદ-ભંગ : આલ્સટોર્સે તેના ૧૯૫૦માં પ્રકાશિત કઠ ઉપનિષદની છંદ-રચના વિષેના લેખમાં એવી આશા વ્યક્ત કરી કે કઠ-ઉપનિષદના છંદોના મૂળ પરંપરાગત પાઠ પાદ-ટિપ્પણીમાં દર્શાવી તે તે છંદોની પુનઃરચનાવાળી કોઈ આધુનિક આવૃત્તિ તૈયાર થવી જોઈએ (૧૯૫૦-૬૨૦; નોંધ ૧). પરંતુ માકસ ચૂલરે તો છંદમાં પણ કોઈપણ જાતના સુધારા-વધારાનો વિરોધ કર્યો છે (૧૮૭૯ - xxii), જ્યારે કેટલાક વિદ્વાનો છંદબદ્ધ ઉપનિષદોમાં આવતા છંદોમાં કોઈવાર છંદભંગ કરતા પાઠ (metri-causa) નિયમિત છંદમાં બદલવાનું સાહસ પણ કરે છે. પદ્યમય ઉપનિષદો સમયની દૃષ્ટિએ ગદ્યમય ઉપનિષદ જેટલાં પ્રાચીન ગણાતાં નથી. આવાં પદ્યમય ઉપનિષદોમાં આવતા છંદો કોઈ જુદા જ નીતિ-નિયમોનું અનુસરણ કરતા હોય છે. તેમાં કોઈક પાઠ: આલિખિત છતાં તે પાઠના ઉચ્ચાર પ્રાકૃતમાં-લોકભાષામાં-થતા હોય છે. આæદોર્ડે આ વિષય પર મહત્ત્વનું સંશોધન કર્યું છે. તેણે જણાવ્યું કે છંદમાં આવતા મવત જેવા સંસ્કૃતમાં આલિખિત પાઠોને, છંદભંગ જેવું લાગતાં, ત્યાં અવતના બદલે બોતિ જેવું પ્રાકૃત-લોકભાષીય ઉચ્ચારણ કરવાથી છંદબદ્ધતા જળવાઈ રહે છે. આમ કરવાથી મૂળ ગ્રંથ-પાઠના બદલે બીજો પાઠ સુધારી દેવાની પ્રવૃત્તિ ટાળી શકાઈ (૧૯૯૮/૨. Xvi). આમ છંદદોષ જેવું જણાતાં તેને છંદ-બદ્ધ કરવા પ્રાકૃત-લોકભાષાના ઉચ્ચારણ સંબંધી નીચે મુજબ તારવણી કાઢી શકાય : સંસ્કૃતમાં આલેખેલા પદનો પ્રાકૃતમાં ઉચ્ચાર . - વ .. .. .. ‘વ ૨. - તિ ... .. .. 'તિ રૂ. - મવતિ .. .. .. બોતિ આ બાબતે કેટલાંક ઉદાહરણો જોવાથી વધારે સ્પષ્ટતા થશે. ૩૪]. [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32