Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 20
________________ ૧. “મનાપૂર્તિા ” શબ્દ નિ + નારદ્ર + V1 + ઉતા + સૂર્ય + ૮ પુરાણોમાં નામોના આઘાક્ષર-સમૂહરૂપે યોજાયો છે ! ૨. “વિગ" શબ્દ સુર + વિનય + પમ્પ પીટકના આદ્યાક્ષરસમૂહરૂપે બૌદ્ધ સાહિત્યમાં જોવા મળે છે ! (૧૯૯૯ : ૧૬૦ ના આધારે). આધુનિક ભાષાઓમાં આવા આદ્યાક્ષરસમૂહ શબ્દો મળી રહે છે : જેમકે ૧. “અટિરા - Atira” શબ્દ Ahmedabad + Textile + Industrial + Research + Association ના આદ્ય અક્ષરોના સમૂહરૂપે યોજાયો છે. ૨. અંગ્રેજીમાં “રડાર-Radar” શબ્દ Radio + Detecting + And + Ranging શબ્દોના આદ્ય અક્ષરોનો સમૂહ છે.) છા. ઉપ. ૩.૧૪.૧ માં આવતો નનાન શબ્દ કદાચ આપણને “અર્થ-હીન” લાગવા છતાં તે કદાચ “આર્ષ” પણ હોય (hapax ?). મોર્ગનરોથે (૧૯૫૮) તેનું એક હસ્તપ્રતમાં તન્નતાનીતિ એવો પાઠાંતર નોંધ્યો છે. ડૉયસને (૧૮૯૭) છાન્દોગ્ય ઉપનિષદના આ વાક્યના ભાષાંતર દરમિયાન નોંધ્યું છે કે આવા “અર્થહીન” શબ્દોની કંઈક સ્પષ્ટતા - તેમનો કાંઈક અર્થ - તો ઉપનિષદોની તાત્ત્વિક વિચારસરણીના સંદર્ભમાં જ સંભવી શકે છે. નતાન ની જેમ; તિ (બુ.ઉપ., ૨-૩-૬ : ૬૬, ૫૦૧-૫૦૨), ૬ (બૃ.૧પ., ૫.૨ : ૧૩૨, ૫૨૩) વિરમ્ (બૃ.ઉપ,, ૫.૧૨ : ૧૩૬, પ૨૪), સંયદા (છા.ઉપ. ૪.૧૫.૨ : ૨૨૪, ૫૫૧), રૂદ્ર (ઐતરેય ઉપ., ૧-૩, ૧૪ : ૩૨૦, પ૭૯-૫૮૦), તદનમ્ (કન ઉપ. ૪-૬ : ૩૭૦, ૫૯૯) વગેરે શબ્દોનાં અર્થઘટન પણ મુશ્કેલ છે. ઉપનિષદોના સમયમાં આઘાક્ષરસમૂહ શબ્દોની યોજના હશે કે નહીં તે વિષે કોઈ સંશોધનના અભાવે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. [૬૫] ઉપસંહાર : ૧. ઉપર્યુક્ત (૪.૧-૬) વિવેચનના આધારે સ્પષ્ટ થાય છે કે ઉપનિષદોનાં પ્રકાશનોની બાબતમાં પાશ્ચાત્ય કે યૂરપના વિદ્વાન-પ્રકાશકો કરતાં તે તે ઉપનિષદોની હસ્તપ્રતોના પંડિત-લહિયાઓ અને તે તે ઉપનિષદોના ભાષ્યકારો (ખાસ : આદિ શંકર) ગ્રંથના મૂળપાઠને વધારે વફાદાર રહ્યા છે (૬૨.૩.૨). છતાં વિચિત્રતા તો એ છે કે પાશ્ચાત્ય વિદ્વાનો આ લહિયાઓની અને ભાષ્યકારોની આવી વફાદારીને શંકાથી મૂલવે છે અને તેમની આકરી ટીકા પણ કરે છે ! એ સાચું કે પાશ્ચાત્ય વિદ્વાનો શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો મુખ્ય આધાર લે છે, પણ અહીં- તેમનાં ઉપનિષદ-પ્રકાશનોમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો દોષ નથી; દોષ છે તે વિદ્વાનોના ગ્રંથ-પાઠ સુધારવામાં; ગ્રંથપ્રકાશનમાં શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો ઉપયોગ ન થવો જોઈએ; પણ તેના ઉપયોગના ઓથા હેઠળ મૂળ ગ્રંથ-પાઠ સુધારવામાં આ વિદ્વાનોએ મોટી ભૂલ આદરી છે. હસ્તપ્રતોના આધારે ગ્રંથ-પ્રકાશન સંપૂર્ણ થઈ ગયા પછી તે મૂળ ગ્રંથના અધ્યયન માટે, તેમાંથી આદિ કે મૂળ ગ્રંથની (ur-text, proto-text) ખોજ માટે શબ્દ-વ્યુત્પત્તિવિજ્ઞાનની અને ફક્ત શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની જ આવશ્યક્તા રહે છે. આલ્સટોર્સે કહ્યું છે કે (... dad die Indologie der festen Boden der Sanskrit-Philologie niemals verlassen darf - 1959-99) વિદ્વાનોએ સમગ્ર ભારતીય વિદ્યાઓનાં સંશોધનોમાં મૂળ પાયાની આધારશિલા ગણાતા શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની કોઈપણ સંજોગોમાં ઉપેક્ષા ન કરવી જોઈએ. મૂળ ગ્રંથ-પ્રકાશનમાં જ તે ગ્રંથના મૂળ પાઠોનો સુધારો-વધારો કરવા શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનનો કે અન્ય પ્રકારની વિદ્વત્તાનો ઉપયોગ તદ્દન અયોગ્ય છે. ગ્રંથ-પ્રકાશનમાં તો મૂળ પાઠને વફાદાર રહેવું જ જોઈએ; અને તેમાં પણ જે ક્લિષ્ટ, અશુદ્ધ લાગતા પાઠોને (lectio difficilior) તો કાયમ જ રાખવા, તથા તેવા ક્લિષ્ટ પાઠને બદલે ક્યાંય સરળ પાઠ (lectio facilior) મળી આવે તો પણ ક્લિષ્ટ પાઠને “થેન ત્રિવિત પળે યભેન પ્રતિપાનિત ”] [ ૩૯

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32