________________
પ્રથમ પસંદ કરવો જોઈએ; આવા ગ્રંથ-પ્રકાશનના મૂળ પાયાના સિદ્ધાંતનું (ડુ૨.૨.૫) કડક પ્રતિપાલન થવું જોઈએ. (જુઓ ૨.૪; અને ૨.૫.૧-૫). આવા પાયાના સિદ્ધાંતને નહીં અનુસરીને ઉપનિષદ-પ્રકાશકોએ જે ભ્રમજાળ ફેલાવી હતી તેની આછી રૂપરેખા ઉપર દર્શાવી છે.
૨. કેટલાક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ પ્રકાશિત કરેલાં, ઉપર જણાવ્યા મુજબનાં “સમીક્ષાત્મકતાનો” ભ્રમ સર્જનારાં ઉપનિષદ-પ્રકાશનો અન્ય વિદ્વાનોના સંશોધન માટે પૂરતાં પ્રમાણભૂત થતાં નથી, એ સાચું. પણ, આવી હકીકતથી એ બધાં પ્રકાશનોનું મૂલ્યાંકન ઓછું આંકવું ન જોઈએ. આ પ્રતિષ્ઠિત વિદ્વાનોની વિદ્વત્તાનાં ભારોભાર સૂચક મંતવ્યો, વિવેચનો, કેટલાક પાઠાંતરો, તેમનાં ભાષાંતરો, ઇત્યાદિમાં ભાવિ-સંશોધનોનાં અનેક દૃષ્ટિબિંદુનાં ઉદ્ભવ-સ્થાન સમાયેલાં છે તથા તેમાં વિદ્વત-ગમ્ય અનેરી દિશાનાં સૂચન પણ મળી રહે છે. દરેક વિદ્વાને આવાં પ્રકાશનોની કહેવાતી સમીક્ષાત્મકતાની માયાજાળમાં મુગ્ધ થયા વગર મુક્ત રહી- સ્વતંત્ર રીતે - તેમનાં પણ અધ્યયન કરવાં જ રહ્યાં. [૬પ.૧] પ્રકાશનમાં અપેક્ષિત પ્રતિજ્ઞા-વચન :
હસ્તપ્રત-પ્રકાશકે નીચે જણાવેલી મુખ્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખવી જોઈએ.
૧. મૌખિક પરંપરા દરમિયાન જેમ જે શાસ્ત્રગ્રંથ વિતરણ થતો ગયો, તે પ્રમાણે જ લહિયાઓએ પણ આદિથી અંત સુધી, સતત કાળજીપૂર્વક, કોઈપણ સુધારા-વધારા કર્યા વગર, વફાદારીથી, જેમ તે શાસગ્રંથનું હસ્તપ્રતોમાં આલેખન કર્યું, તે રીતે જ પ્રકાશકે પણ હસ્તપ્રતના સર્વે પાઠો જેમ હોય તેમ જ રાખીને, તેમાં કોઈપણ સુધારા-વધારા કર્યા વગર, આદિથી અંત સુધી સતત કાળજીપૂર્વક તે શાસ્ત્રગ્રંથનું (હસ્તપ્રતનું) પ્રકાશન કરી, તેણે તે શાસ્ત્રગ્રંથની ચાલી આવેલી મૌખિક વિતરણની પરંપરામાં અનુસ્મૃત વિશ્વસનીયતાનું માન, તથા તેવી પરંપરાથી જળવાઈ રહેલા અને લહિયાઓએ તેમને હસ્તપ્રતો-રૂપે આલેખેલા તે જ શાસ્ત્રગ્રંથના આલેખનની પરંપરામાં પણ જણાઈ આવતી વિશ્વસનીયતાનું માન પણ જાળવવું જોઈએ. પ્રકાશકે આવી અદ્દભુત પ્રક્રિયાના ફળસ્વરૂપ હસ્તપ્રતોને સંપૂર્ણ રીતે વફાદાર રહી, તેમાં આલિખિત શાસ્ત્રગ્રંથનું સંપૂર્ણ સંરક્ષણ કરવું જ રહ્યું !
૨. હસ્તપ્રતોના આધારે, હસ્તપ્રતોના પાઠોને સંપૂર્ણ વફાદાર રહીને પ્રકાશિત કરેલા શાસ્ત્રગ્રંથની આવૃત્તિ સંપૂર્ણ વિશ્વાસલાયક ગણાય છે, અને તે શાસ્ત્રગ્રંથનાં સંશોધનો માટે આવા પ્રકારની આવૃત્તિ એકમાત્ર આવશ્યક આધાર થઈ પડે છે. આવું ગ્રંથ-પ્રકાશન સંશોધનો માટે એક પાયાની આધારશિલા બની રહે છે, તે સંશોધનો માટેનું પ્રથમ સોપાન છે. આવાં ગ્રંથ-પ્રકાશનો તે ગ્રંથનાં સંશોધનોની સફળતાનો આધાર છે. હસ્તપ્રતપ્રકાશનમાં આવશ્યક નીતિ-નિયમોનું થોડુંક પણ ઉલ્લંઘન, તે પ્રકાશનની સક્ષમતા અને વિદ્વાન સંશોધનકારોનો તે પ્રકાશન પ્રત્યેનો વિશ્વાસ ડગાવી દે છે. ગ્રંથ-પ્રકાશન વિશ્વાસલાયક મટી “વિશ્વાસઘાતક”ના બને તે તેના પ્રકાશકે વિચારવું રહ્યું !
૩. હસ્તપ્રતના લહિયાઓ અને ભાષ્યકારો મૂળ શાસ્ત્રગ્રંથના પાઠોને વફાદાર રહેવાની જેટલી ચીવટ અને જવાબદારી ધરાવતા હતા, તેના કરતાં પણ હજારો-ગણી વધારે ચીવટ અને જવાબદારી રાખી આજના વિદ્વાન પ્રકાશક ગ્રંથ-પ્રકાશનનું કાર્ય સફળ પાર પાડવું જોઈએ. આજના પ્રકાશકની જવાબદારી ઘણી વધી જાય છે. તેનું સમીક્ષાત્મક પ્રમાણભૂત ગ્રંથ-પ્રકાશન પ્રકાશિત થતાં, તે દેશ-વિદેશના હજારો વિદ્વાનોના હાથમાં “હસ્તપ્રતમાં આલેખેલા ગ્રંથ મુજબ જ, વફાદારીપૂર્વક પ્રકાશિત થયેલા” એક ગ્રંથ તરીકે જઈ પડે છે. હસ્તપ્રત પ્રકાશનના નીતિ-નિયમોના પ્રતિપાલન દ્વારા થયેલું ગ્રંથપ્રકાશન જ પ્રમાણભૂત ગણાય છે, હસ્તપ્રત-પ્રકાશક પોતાની જવાબદારી સમજે અને સુધારા-વધારાવાળું તેનું હસ્તપ્રત-પ્રકાશન “પ્રમાણભૂત” હોય એવા ભ્રમમાં અન્ય વિદ્વાનોને રાખવાના/રાખ્યાના દોષથી તે મુક્ત બને.
૪. ઉપનિષદો જેવાં શાસ્ત્રોના આધુનિક પ્રકાશકોએ લગભગ દરેક હસ્તપ્રતોના અંતે, લહિયાઓએ નોંધેલા (scribal-remarks), ભારતીય લહિયાઓની પરંપરામાં પ્રચલિત બે શ્લોકોને ધ્યાનમાં લેવા ઘટે. તેમાંના એક શ્લોકમાં લહિયો તેની વફાદારી સ્પષ્ટ કરે છે કે : તેણે મૂળ ગ્રંથમાં જેવું જોયું તેવું જ આ હસ્તપ્રતમાં ૪૦].
[ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩