________________
૧. સમિવ મર્ત્ય: પચ્યતે સંસ્થમિવાનાયતે પુનઃ ।
(કઠ ઉ૫. ૧-૬ : ૩૭૪, ૬૦૦)
“મરણશીલ (મનુષ્ય) અનાજની જેમ પાકે છે (અને) અનાજની જેમ ફરીથી જન્મે છે.” અહીં આ અનુષ્ટુલ્ છંદના બંને પાદમાં એક-એક અક્ષર વધારે છે; બંનેમાં આઠ-આઠના બદલે નવ-નવ અક્ષરો છે. પણ આ બંને પાદમાં આવતા સંસ્કૃત વ પાઠનો પ્રાકૃત વ ઉચ્ચાર કરવાથી આ છંદ નિયમિત બની રહે છે, (૧૯૫૧ : આલ્સદોર્ફ : ૬૨૫); જેમકે :
सस्यं व मर्त्यः पच्यते, सस्यं वाजायते पुनः ।
૨. યસ્ત્વવિજ્ઞાનવાદ્ ભવતિ.... (કઠ ઉપ. ૩.૫ : ૩૮૮, ૬૦૭)
“જે વિજ્ઞાનવાન્ હોય છે.’
આ અનુષ્ટુભ છંદના પાદમાં એક અક્ષર વધારે છે; આઠના બદલે નવ છે; પણ ભવતિ સંસ્કૃત પદનું પ્રાકૃતમાં -મોતિ-ઉચ્ચારણ કરવાથી આ છંદ નિયમબદ્ધ બને છે : (૧૯૫૧ : આલ્સદોર્ફ : ૬૨૬, ૬૩૪); જેમકે :
यस्त्वविज्ञानवान् भोति;
રૂ. વળી, આલ્સદોર્ડે (૧૯૫૦ : ૬૨૩) જણાવ્યું કે : કેટલીક અનિયમિત છંદ-રચનામાં આવતી બાહ્ય સંધિથી જોડાયેલાં પદોને છૂટાં પાડીને - તેમનો વિગ્રહ કરીને - સંધિ વગર જ ઉચ્ચાર કરવાથી આવા છંદો નિયમિત કરી શકાય છે; આવું ઉચ્ચારણ પણ પ્રાકૃત-લોકભાષામય ગણાય છે; જેમકે :
वैश्वानरः प्रविशत्यतिथिर्ब्राह्मणो गृहान् ।
(કઠ ઉ૫. ૧-૭ : ૩૭૪, ૬૦૧)
“બ્રાહ્મણ અતિથિ (સર્વે પુરુષોમાં) અગ્નિ જેમ ગૃહોમાં પ્રવેશે છે.”
આ અનુષ્ટુન્ના પ્રથમ પાદમાં નિયમિત આઠ અક્ષરોના બદલે સાત અક્ષરો આવે છે. આવતાં બે પદોનો – પ્રવિશત્યતિથિનો- સંધિ વગર ઉચ્ચાર કરવાથી તે નિયમિત છંદ બની રહે છે, वैश्वानरः प्रविशति, अतिथिर्ब्राह्मणो गृहान् ।
પણ તેમાં જેમકે :
(નોંધ : હસ્તપ્રતોના લહિયાઓ પણ ઘણીવાર સંધિના પ્રયોગો સ્વતંત્ર રીતે કરે છે, અથવા સંધિના નિયમોનું કડક પાલન કર્યા વગર આલેખન કરે છે.)
૪. ખાસ કરીને ઉપરનાં ૧-૩ ઉદાહરણોમાં-અનુષ્ટુલ્ છંદોમાં આલ્સદોર્યનાં સૂચનો ઉપયોગી નીવડે છે. પરંતુ અન્ય પ્રકારના છંદો અનિયમિત જણાતાં, તેમને નિયમિત કરવાની મુશ્કેલી ભાગ્યે જ દૂર થઈ શકે છે. (૧૯૫૧, ૬૨૭); જેમકે :
एतमग्नि तवैव प्रवक्ष्यन्ति जनासः ॥ (કઠ ઉપ. ૧.૧૯ : ૩૭૮, ૬૦૨) “લોકો તારા (પોતાના નામે) જ આ અગ્નિને જણાવશે (ઓળખશે).’’
આ છંદના પાદમાં અગિયાર અક્ષરોના બદલે ચૌદ અક્ષરો આવ્યા છે. આવી પરિસ્થિતિ “સુધારવા” માકસ મ્યુલરે (૧૯૮૪), બ્યોહતલિંગે (૧૮૯૦ : ૧૩૪) અને શાર્પેન્ટિઅરે (૧૯૨૯) : આ પાદમાં આવતા તવૈવ પાઠને પ્રક્ષિપ્ત માન્યો; પણ ગાર્બેએ (૧૯૦૯ : ૪૭, ૩૯૯) અને આલ્સદોર્ફે તવૈવ પદને મૂળપાઠ તરીકે સ્વીકાર્યુંઃ તેમાં આલ્સદોર્ફ રાઉને (૧૯૭૧ : ૧૭૩) અનુસરીને અત્તિ અને (તલૈવ માંથી) વ પદોને પ્રક્ષિપ્ત માની દૂર કર્યાં; અને આ છંદને નિયમિત કર્યો.
“દેન તિષ્ઠિત પ્રત્યં યત્નન પ્રતિપાયેત્ ॥']
...
[ ૩૫