Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 8
________________ વધી જાય. તે લક્ષ્ય ગ્રંથની, ધારો કે તે કુલ ત્રીસેક હસ્તપ્રતોથી વધારે હસ્તપ્રતો ક્યાંય ના હોય તો તે એકમ સંપૂર્ણ પ્રમાણભૂત થઈ શકે છે. (આવાં એકમમાં ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોમાંથી મોટાભાગની હસ્તપ્રતો પુનરાવર્તિત થતી હોય તો પ્રમાણભૂતતાની માત્રા વધી જતી નથી.) કાંઈક વિષયાન્તર થતું હોવા છતાં અહીં એક બાબતે વિદ્વાન પ્રકાશકોનું ધ્યાન દોરવું આવશ્યક થઈ પડે છે. ફોટોસ્ટેટ-ઝેરોક્સ (Photostat-Xerox) કે કોમ્યુટર જેવી આધુનિક વિજ્ઞાને આપેલી સગવડોમાં હસ્તપ્રતોની ફોટોસ્ટેટ-કોપીઓ (copies, નકલો) ઘેર બેઠાં પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આવી કોપીઓનો ઉપયોગ હસ્તપ્રતોમાં આલેખેલા પાઠોમાં ઘણીવાર શંકા ઉપજાવે છે. પ્રાચીન હસ્તપ્રતો ઘણીવાર ઉધેઈથી કે કોઈ જીવજંતુથી કંઈક ખવાઈ જતાં, તેમની કેટલીક પ્રતોમાં (folios) અનેક કાણાં પડી ગયાં હોય છે, જેથી તે હસ્તપ્રતોના કેટલાક પાઠ કે અક્ષરો સ્પષ્ટ વાંચી શકાતા નથી કે તે નાશ પામ્યા હોય છે. આવી પરિસ્થિતિમાં ફોટોસ્ટેટ-કોપીઓમાં તેવી હસ્તપ્રતોનાં મૂળે ઉધઈ વગેરેથી પડેલાં કાણાં કોઈ વિકૃત પાઠો - અનુસ્વાર કે વિસર્ગ જેવાં ચિહ્નો - હોય એવો ભ્રમ ઉપજાવે છે. આવો ભ્રમ દૂર કરવા હસ્તપ્રત-પ્રકાશકે ફોટોસ્ટેટ-કોપીઓની સાથે સાથે મૂળ હસ્તપ્રતોને પણ કાળજીથી તપાસી લેવી જોઈએ. નોંધ : અમે આ સંશોધન લેખમાં ઉપનિષદોના સંદર્ભો ૧૯૯૮/૨ (જુઓ : પરિશિષ્ટ ૫.૧)માંથી આપ્યા છે. તેનાં પાનાંની સંખ્યા બે વાર આવે છે; પ્રથમ મૂળ ઉપનિષદ-ગ્રંથના સંદર્ભ માટેની પાના-સંખ્યા અને પછી તે સંદર્ભ પર આવતાં વિવેચનના કે નોંધના પાનાની સંખ્યા. આ ૧૯૯૮/ર આવૃત્તિમાં ઉપનિષદો અને તે પરની નોંધો નીચેની તારવણી મુજબ આવે મૂળ ઉપનિષદ અને તેનો તે ઉપનિષદ ઉપર કેટલીક અંગ્રેજીમાં અનુવાદ વિવેચનાત્મક નોંધો પાનાં. પાનાં. બૃ. ઉપ. ૨૯-૧૬૫ ૪૮૭-૫૩૨ છા.ઉપ. ૧૬૬-૨૮૭ ૫૩૨-પ૭૧ તૈત્તિરીય ઉપ. ૨૮૮-૩૧૩ પ૭૧-૫૭૮ ઐતરેય ઉપ. ૩૧૪-૩૨૩ પ૭૮-પ૮૧ કૌષીતકિ ઉપ. ૩૨૪-૩૬૧ ૫૮૧-૫૯૬ કેન ઉપ. ૩૬૩-૩૭૧ પ૯૬-૫૯૯ કઠ ઉપ. ૩૭૨-૪૦૩ ૫૯૯-૬૧૧ ઈશ ઉપ. ૪૦૫-૪૧૧ ૬૧૧-૬૧૩ શ્વેતાશ્વતર ઉપ. ૪૧૩-૪૩૩ ૬૧૪-૬૨૮ મુંડક ઉપ. ૪૩૪-૪૫૫ ૬ ૨૯-૬૩૬ ૧૧. પ્રશ્ન ઉપ. ૪પ૬-૪૭૧ ૬૩૬-૬૪૧ ૧૨. માંડૂક્ય ઉપ. ૪૭૩-૪૭૭ ૬૪૧. આ પ્રમાણે અન્ય સંદર્ભ માટે પણ સમજવું કે પ્રથમ ગ્રંથ સંદર્ભ આપ્યા પછી તરત પાનાની સંખ્યા દર્શાવી છે]. [૬૩] ગ્રંથપાઠોની “કતલ”ની ઐતિહાસિક રૂપરેખા : કેટલાક પ્રકાશકો તેમના હસ્તપ્રત-પ્રકાશન માટે આવશ્યક અન્ય ગ્રંથોનું અને ભાષ્યોનું અધ્યયન કરતા “Bર ત્રિવૃિતં સ્વં યત્નન પ્રતિનિત '] [ ૨૭.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32