________________
ભરચક માહિતી રજૂ કરવામાં આવી છે. (ઓલિવેલેએ તેની ૧૯૯૬ની આવૃત્તિ ઉપરથી આ આવૃત્તિ વિસ્તૃત કરી છે.)
આ આવૃત્તિ કોઈપણ હસ્તપ્રતના આધારે તૈયાર નહીં કરી હોવાથી ઓલિવેલેએ જાતે જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેની આ આવૃત્તિ “સમીક્ષાત્મક” નથી (xv). વળી, મૂળ ઉપનિષદ-ગ્રંથના પાઠોમાં પણ સુધારા કર્યા નથી છતાં છંદ અને સ્વર-સંધિ વિષે તથા કૌષીતિક ઉપનિષદ વિષે તેણે જે કાંઈક નજીવા-નગણ્ય સુધારા કર્યા છે તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે (xvi, xviii). હસ્તપ્રતોના આધાર વગર, પણ ઉપનિષદ શાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાનોએ વ્યક્ત કરેલા ગહન સંશોધનાત્મક-વિચારોનાં આધારે પ્રકાશિત, છતાં ઉપનિષદોના પાઠ પાઠાંતરોને વફાદાર રહી તે પર વિશદ વિમર્શ સાથેની આ આવૃત્તિ રસ ધરાવનારા દરેક વિદ્વાને ઉપયોગમાં લેવા જેવી છે.
૩. ઉપનિષદોની પ્રકાશન પરંપરાનાં વિવિધ પાસાંનું અને તેના ઇતિહાસનું વિસ્તૃત વિવેચન આ લેખમાં શક્ય નથી. ઓલિવેલેએ તાજેતરમાં જ પ્રસ્તુત વિષય પર વિશેષ પ્રકાશ પાથરી, પ્રતિષ્ઠિત વિદ્વાનોએ ફેલાયેલી તેમનાં ઉપનિષદ-પ્રકાશનો સંબંધી “સમીક્ષાત્મકતાની' માયાજાળનું વિદ્વાનોને પરમ જ્ઞાન આપ્યું કે “તેવું રત્નત સમીક્ષાત્મમ્' આ ઉપનિષદ-પ્રકાશન સમીક્ષાત્મક-‘રજત” - નથી.” આવાં કેટલાંક અપ્રમાણભૂત ઉપનિષદ-પ્રકાશનોમાં દર્શાવેલા ગ્રંથો-પાઠો, વગેરેનું અહીં ઓલિવેલેના આધારે (૧૯૯૬, ૧૯૯૮/૧, ૧૯૯૮/ ૨) પણ વિશદતાથી વિવેચન કરવામાં આવે છે. (આના વિસ્તાર માટે ઓલિવેલેની ૧૯૯૮ની આવૃત્તિનું અધ્યયન કરવું જરૂરી છે.) અહીં ૧૯૯૮/૨ માંથી લીધેલા સંદર્ભો માટે જુઓ પરિશિષ્ટ ઃ ૫.૧. [§૪] ઉપનિષદ-પ્રકાશનોની માયાજાળ :
[F૪.૧] છા.ઉપ.ના મૂળ પાઠ સાથે છૂટછાટ
૧. બ્યોહતલિંગની ૧૮૮૯માં પ્રકાશિત o.ઉપ. (માધ્યદિન-શાખા)ની આવૃત્તિ કરતાં ય ખાસ તો તેની તે જ વર્ષે પ્રકાશિત છા. ઉપ.ની આવૃત્તિ ઉપનિષદોનાં અધ્યયન માટે એક આદર્શ આવૃત્તિ થઈ પડી (૧૯૯૮/૨. xvi), ગ્રંથ પ્રકાશનના સામાન્ય નિયમોની તદ્દન ઉપેક્ષા કરી છા.ઉપ.ના પ્રકાશનમાં બ્યોહતલિંગે ‘ઊલટી” રીતો અજમાવી ! તેને ગ્રંથના જે મૂળ પાઠો યોગ્ય ના લાગ્યા તે પાઠોના સ્થાને તેણે તેના કલ્પિત પાઠો મૂક્યા અને શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના આધારે કેટલાક સુધારા-વધારા પણ મૂળ ગ્રંથમાં જ રજૂ કર્યા, તથા ગ્રંથના તે તે મૂળ પાઠો તેણે પાદ-ટિપ્પણીઓમાં ( તે તે પાના પર જ નોંધ્યા), અથવા તો તે બધા પાઠો તે ગ્રંથ સંપૂર્ણ થઈ ગયા પછી- સામાન્ય રીતે કોઈ વાચક-વિદ્વાનને તરત દૃષ્ટિગોચર પણ ન થાય એવા સ્થળે તે આવૃત્તિના છેક અંતિમ સ્થાને નોંધરૂપે દર્શાવ્યા ! ઉપરાંત, છા.ઉપ.ના મૂળગ્રંથમાં ઠેક-ઠેકાણે તેણે સુધારા કર્યા; જેમકે :
(૨) પુતવાત્મ્યમ્ ના બદલે તદ્દાત્મ્યમ્ (સરખાવો ૧૯૮૬..., ૨૦૦૧. ૪૮),
(૨) સોમ્ય ના બદલે સૌમ્ય,
(૩) અધિવૈવતમ્ ના બદલે અધિવેવતમ્.
બ્યોહતલિંગ જણાવે છે કે તેને આવા પાઠ પ્રથમવાર મહાભારતાદિ ગ્રંથોમાં જ દૃષ્ટિગોચર થયા, તેથી તેણે તે અહીં રજૂ કર્યા ! પરંતુ બ્યોહતલિંગની આકરા શબ્દોમાં સમીક્ષા કરતાં વ્હિટનીએ (૧૮૯૦/સ. ૪૧૨) જણાવ્યું કે જો તેવા પાઠ ઉપનિષદોમાં ન મળતા હોય તો તે પાઠ ઉપનિષદોમાં રજૂ ન કરવા જોઈએ.
વળી, તેણે કોઈની ઉક્તિના સંદર્ભમાં આવતા રૂતિ જેવા શબ્દ-પ્રયોગ જે મૂળ ગ્રંથમાં જ્યાં જ્યાં આવતા હોય ત્યાંથી તેવા શબ્દપ્રયોગ કોઈવાર કાઢી નાખ્યા અને કોઈ વિષયનો ફકરો પૂરો થયાનું લાગતાં ત્યાં તેણે રૂતિ શબ્દ ઉમેર્યો. વ્હિટનીએ આ બાબતે પણ બ્યોહતલિંગની ટીકા કરી છે (૧૮૯૦/સ. ૪૦૯). જો કે આવા કૃતિ જેવા સુધારા-વધારાથી મૂળ ગ્રંથનો અર્થ ભાગ્યે જ વિકૃત થતો હોય. પરંતુ તેથી મૂળ ગ્રંથના પાઠો “જ્હન નિચ્છિત ગ્રન્થ યભેન પ્રતિપાતયેત્ ॥']
[ ૩૧