Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash Author(s): Bansidhar Bhatt Publisher: Bansidhar Bhatt View full book textPage 2
________________ જો કે શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનની (etymological, philqgical) પ્રક્રિયા પૂર્વક ઉપનિષદોનો મૂળ પાઠ કયો હોઈ શકે એવા પ્રકારનાં વિવેચનોના આધારે ઘણા પ્રતિષ્ઠિત વિદ્વાનોએ કેટલાંક ઉપનિષદોની આવૃત્તિઓ હસ્તપ્રતોના કોઈ આધાર લીધા વિના પ્રસિદ્ધ કરી છે, અને તેમની તેવી આવૃત્તિઓને “સમીક્ષાત્મક” ગણાવીને વિદ્વાન-જગતમાં તેઓ એક પ્રકારનો એવો તો ભ્રમ ઊભો કરે છે કે જાણે કે તે ઉપનિષદોની આવૃત્તિઓ તેમણે હસ્તપ્રતોના આધારે પ્રકાશિત કરી હોય ! ' આ પ્રકારે પ્રકાશિત ઉપનિષદોની આવૃત્તિઓની તરફેણમાં એ વિદ્વાનો પોતાનાં મંતવ્યો અને વિવેચનો પણ રજૂ કરે છે, અને તેમનાં આવાં વિવેચનોના સમર્થન માટે તેઓ (૧) “મૌલિક સંદર્ભોનો”—મૂળ ગ્રંથમાંથી જ લીધેલા સંદર્ભોનો, કે (૨) “ગૌણ સંદર્ભોનો” – કોઈ અન્ય વિદ્વાનનાં સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી સીધે સીધા ઉઠાવી લીધેલા સંદર્ભોનો - પણ આધાર લે છે. તે નિોંધ : (૧) મૂળ શાસ્ત્રો કે કોઈ અન્ય કૃતિઓ તપાસી, તેમાંથી જ લીધેલા ઉલ્લેખો “મૌલિક” (original) અથવા “પ્રત્યક્ષ” (direct) ગણાય છે. આવા સંદર્ભો સંપૂર્ણ વિશ્વાસલાયક હોતાં, તે સંશોધનકારની વિદ્વત્તાની પુષ્ટિ કરે છે. (૨) અન્ય વિદ્વાનોનાં સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી સીધે સીધા કોઈ પોતાનાં સંશોધનોમાં તે સંદર્ભો લઈ લે તો તેવા સંદર્ભો “ગૌણ” (subordinate) કે “પરોક્ષ” (indirect) ગણાય છે. આવા પરોક્ષ/ગૌણ સંદર્ભો સંપૂર્ણ વિશ્વાસલાયક. ગણાતા નથી, તેથી તેવા સંદર્ભોથી સંશોધનકારની વિદ્વત્તા જોખમાય છે. કોઈ અનિવાર્ય સંજોગોમાં – મૂળ શાસ્ત્ર કે કોઈ કૃતિ તાત્કાલિક નહીં મળી આવતાં–જો કોઈને, અન્ય કૃતિમાં કે સંશોધનોમાં દર્શાવેલા સંદર્ભોમાંથી જ સીધેસીધા એક-બે સંદર્ભો લેવા પડે એવી પરિસ્થિતિ સર્જાય તો તેવા પ્રસંગે તે સંશોધનકારે ત્યાં તેના ગૌણ/પરોક્ષ સંદર્ભ સાથે સ્પષ્ટતા કરવી જોઈએ કે એ ગૌણ/પરોક્ષ સંદર્ભ તેણે ક્યાંથી અને શા માટે લીધો ? આવી સ્પષ્ટતાથી વિદ્વાનની પ્રતિષ્ઠા જળવાઈ રહે છે.] છતાં પણ, આવાં વિવેચનોના પ્રવાહમાં તણાઈ ગયા સિવાય, કે તેવી કોઈ આવૃત્તિ “સમીક્ષાત્મક આવૃત્તિ” છે એવું માની લીધા વિના, કે તે આવૃત્તિ પ્રતિષ્ઠિત વિદ્વાને પ્રકાશિત કરી છે તેવા અહોભાવથી દોરવાઈ ગયા વગર, કે પ્રતિષ્ઠિત વિદ્વાન દોષરહિત હોય એવો ભ્રમ સેવ્યા વિના, સમાન-સંશોધન-ક્ષેત્રના અન્ય વિદ્વાને ઉપર જણાવેલા વિદ્વાનોનાં વિવેચનો તથા તેમાં આપવામાં આવેલા મૌલિક કે ગૌણ સંદર્ભો સંપૂર્ણ રીતે તપાસી લેવા જોઈએ. આમ ન થતાં, આવા જાણીતા થયેલા વિદ્વાનોનું આંધળું અનુસરણ કરનાર સમાનસંશોધન-ક્ષેત્રના અન્ય વિદ્વાનોનાં સંશોધનોમાં ભૂલોની પરંપરા સર્જાય છે. આવી રીતે, ઉપર નિર્દેશ્યા મુજબની ઉપનિષદોની અનેક આવૃત્તિઓ “સમીક્ષાત્મક” છે એવી સર્જાયેલી ભ્રામકતાની પરંપરા પ્રકાશમાં લાવવાનો અમારો અહીં મુખ્ય આશય છે. [૬૨] હસ્તપ્રત પ્રકાશનની પ્રક્રિયા : જાણીતા વિદ્વાનોએ પ્રકાશિત કરેલી કેટલાંક ઉપનિષદોની જે આવૃત્તિઓ આજે મળી આવે છે તેમાં ભૂલોની પરંપરાનાં દર્શન થતાં રહે છે. ઉપનિષદોની આ આવૃત્તિઓ હસ્તપ્રતોના આધારે, દેશ-વિદેશના સર્વે વિદ્વાનોએ માન્ય ગ્રંથ-પ્રકાશનના આવશ્યક નીતિ-નિયમોના કે કોઈ એવા સિદ્ધાંતના પાલનપૂર્વક પ્રકાશિત થયેલી હોતી નથી. આવા ગ્રંથ-પ્રકાશનના સર્વમાન્ય નીતિ-નિયમોમાંથી કેટલાક મુખ્ય નીતિ-નિયમો અહીં સંક્ષેપમાં જણાવવામાં આવે છે. [નોંધ : “પ્રકાશન” (publication) =“ગ્રંથને છપાવીને જાહેરમાં પ્રકાશમાં લાવવાની ક્રિયા” અને “આવૃત્તિ” (edition)=“ગ્રંથને છપાવીને પુનરાવર્તન કરવાની ક્રિયા” જેવા શબ્દો અહીં “(છપાયેલો) ગ્રંથ”ના અર્થમાં પણ; અને તે પ્રમાણે “પ્રકાશક”=“(ગ્રંથ) પ્રકાશન કરનાર, મૂળ કારણભૂત વિદ્વાન” તથા “પ્રકાશિત” (વિશેષણ/ક્રિયા-વિશેષણ તરીકે)=“છપાયેલો (ગ્રંથ)”, કે “છપાયેલી (આવૃત્તિ)” કે “છપાયેલું (પ્રકાશન)” જેવા અર્થમાં યોજયા છે.] હેન ત્રિવિત પ્રચૅ યર પ્રતિપાત્રત ”] [ ૨૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 32