Book Title: Prachin Upnishadona Pratishthit Prakashano Par Prakash
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 5
________________ શાસ્ત્રગ્રંથની નકલ કરતી વખતે - તે શાસ્ત્રગ્રંથ આલેખતી વખતે- આવા દોષોનું કે દોષિત પાઠોનું પુનરાવર્તન થતું રહે છે. ૨. કોઈવાર લહિયાઓ જાણી જોઈને મૂળ આદર્શ હસ્તપ્રતના પાઠોને પોતાની હસ્તપ્રતોમાં સુધારા-વધારા. સાથે આલેખે છે. ૩. કેટલાક લહિયાઓના અક્ષરો (orthography) કોઈવાર મૂળ પાઠ કરતાં કાંઈ જુદો જ પાઠ હોવાની સંભાવના ઊભી કરે છે. આવાં કારણોથી પણ લક્ષ્ય શાસ્ત્રગ્રંથના મૌલિક પાઠો વિષે સ્પષ્ટ નિર્ણય લઈ શકાતો નથી કે કયો પાઠ, કઈ હસ્તપ્રતમાં, કયા લહિયા(ઓ)ના દોષોને લીધે અશુદ્ધ થયો છે, અને કયો પાઠ મૂળથી જ અશુદ્ધ જેવો ચાલ્યો આવે છે (જુઓ આગળ ૬૨-૫-૨). [૬૨-૪-૨] વળી, શાસ્ત્રગ્રંથને સમજવા તે ઉપરનાં ભાષ્યોનાં અધ્યયન કરવાથી પણ ભાગ્યે જ કોઈ સંતોષકારક ઉકેલ મળી શકે છે; જેમકે : ૧. ભાષ્યકારોનો મુખ્ય આશય કાંઈક જુદો હોય છે. તેઓ તેમના મતના સિદ્ધાંતો/વિચારો શાસ્ત્ર-સંમત મનાવવા કે દર્શાવવા અને તે તે સિદ્ધાંતોનાં સમર્થન કરવા શાસ્ત્રના વિધાનોને પણ તેમના મતના ઢાંચામાં ઢાળે છે, તથા શાસ્ત્રના વિધાનોનો યોગ્ય અર્થ ભાગ્યે જ દર્શાવતા હોય છે. ટૂંકમાં, ભાષ્યકારોનાં ભાષ્યો કે પેટાભાષ્યો ભાષ્ય રચનાની આવી રૂઢ પરંપરા મુજબ જ રચાતાં રહ્યાં છે. ઘણીવાર પ્રાચીન શાસ્ત્રગ્રંથોના “અસ્તિત્વના” સમયથી તે, તે ઉપરના ભાગો રચનારા ભાષ્યકારોના સમયની વચ્ચેના સમયગાળાની અનેક સદીઓ દરમિયાન શાસ્ત્રગ્રંથોના વિવરણના (અર્થ કે જ્ઞાનના) વિતરણની મૌખિક પરંપરા તૂટી ગઈ હોય કે તે સળંગ જળવાઈ ન હોય એવું પણ સંભવી શકે છે. આથી આ ભાષ્યકારો તે તે શાસ્ત્રગ્રંથને યથાર્થ સમજીને તેનું યોગ્ય વિવરણ કરવામાં ભાગ્યે જ ફળીભૂત થઈ શક્યા હોય છે. . આમ છતાં, કોઈપણ હસ્તપ્રતમાં કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરવાનો અધિકાર પ્રકાશક-વિદ્વાનને કોઈપણ સંજોગોમાં મળી શકતો જ નથી. [૬૨-૫] કેટલાંક સૂચનો અને પ્રત્યાઘાતો: શાસ્ત્રગ્રંથો, જેમ કે : ઉપનિષદો ઉપરનાં જે અન્ય ભાષ્યો મળી આવે છે તે, ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો જેટલાં પુરાણાં નહીં હોવાથી તેમના વિષે કશું ન જણાવતાં અહીં ખાસ ઉપનિષદોને તથા તે પરનાં આદિ શંકરનાં ભાષ્યોને વિશેષ મહત્ત્વ આપી- તે દૃષ્ટિબિંદુથી - હસ્તપ્રત પ્રકાશન વિષે વિવેચન કરવામાં આવે છે. ૧. કેટલાંક ઉષનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યો ( શંકરભાષ્યો) તે તે ઉપનિષદોની મળી આવતી હસ્તપ્રતો કરતાંય સમયની દૃષ્ટિએ પુરાણાં છે એ ઉપર જણાવ્યું છે (૬૨-૨). આ ઉપરથી માક્સ મ્યુલરે એવી આશા વ્યક્ત કરી કે; જો આપણે શાંકરભાષ્યોમાં આદિ શંકરે પાયાના આધાર તરીકે ઉપયોગમાં લીધેલાં ઉપનિષદો વિષે કાંઈ નિર્ણય પર આવી શકીએ તો ઉપનિષદોની સમીક્ષાત્મક આવૃત્તિ વિષે આપણે કાંઈ નક્કર પરિણામ સાધી શકીએ (જુઓ, ૧૮૭૯ : પા. lxxi). રાઉએ બૃહદારણ્યક ઉપનિષદની કાવ-શાખા વિષે પણ કાંઈક આવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે (જુઓ ૧૯૬૦ : ૨૯૯; ૨૦૦૨ : ભટ્ટ). અલબત્ત, ઉપનિષદો ઉપરનાં આદિ શંકરનાં ભાષ્યોનું આ દૃષ્ટિએ ઘણું મૂલ્યાંકન આંકી શકાય. પરંતુ, જેમ શાંકરભાષ્યોમાં, તેમ હસ્તપ્રતોની પરંપરામાં પણ, તે તે ઉપનિષદશાસ્ત્રના વિતરણની જે કોઈ રીત ૨૪] [ સામીપ્ય : એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૦૩

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32