Book Title: Prabuddha Jivan 2016 10
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 10
________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૧૦ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬ ગાંધીનો સાદ E સુદર્શન આયંગાર [ સુદર્શન આયંગાર ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર હતા, અર્થશાસ્ત્ર વિષયના નિષ્ણાત હોઈ ગાંધીવિચારણા, સામાજિક વિકાસમાં એન.જી.ઓ.ના ફાળા વગેરે વિશે તેમણે સંશોધન કર્યું છે. નર્મદા પ્રોજેક્ટના પીડિતોના પુનઃવસવાટ અને ધરતીકંપ રાહત જેવી અનેક સામાજિક સેવામાં તેમનું પ્રદાન અપ્રતીમ છે. ૬૫થી વધુ સંશોધનપત્રો અને સાત જેટલા પુસ્તકોના તેઓ લેખક { સંપાદક છે. ] ગાંધીજીના જાવનકાયની લગભગ દોઢ સદી બાદ તેમના વિશે કંઈ મૌલિક કહેવાનું અતિશય મુશ્કેલ છે કારણ ઘણું લખાયું અને બોલાયું છે. પણ સ્મૃતિયોગ્ય કાળ અને ગાંધીજી જેવા મહાન આત્મા વિશેની આપણી સહિયારી સમજણને સમયાંતરે વાોળતા રહીએ, તો સ્વસ્થ સમાજરચનાની અવિરત પ્રક્રિયાને સાચી દિશા મળે. વૈશ્વિકસ્તરે એવી સ્વીકૃતિ બની છે કે મનુષ્યપ્રજાતિએ પોતાના સમગ્ર અસ્તિત્વકાળમાં છેલ્લા શતકમાં દેહધર્મ માટે જેટલી ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે તે અજોડ કહી શકાય. આવી સુવિધાઓ ઊભી કરવામાં સક્ષમ સાબિત થયેલા વિજ્ઞાન અને ટેકનોલૉજી આવનાર સમયમાં દેહ અસ્તિત્વ પર આવી પડનારી તમામ મુશ્કેલીઓ પણ હલ કરી શકાશે તેવો અહંકાર વ્યાપક બન્યો છે. ક્રૂ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ઉપરાંત એ એહસાસ પણ તીવ્રતાથી કરાવાઈ રહ્યો છે કે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશના સ્તરે ભૌતિક સમૃદ્ધિ અને સુખાકારી હાંસલ કરવા માટે સાધનશુદ્ધિ આવશ્યક નથી. ૨૨-૧૦-૧૯૨૫ના ‘યંગઇન્ડિયા’ના અંકમાં ગાંધીજીએ ‘એક ગોરા મિત્ર'ના પત્રનો ઉલ્લેખ કરી, એ મહાનુભાવે ગણાવેલા સાત સામાજિક પાપો અંગે બુદ્ધિથી આગળ જઈ મનોમંથન ક૨વા વાચકોને સૂચવ્યું હતું. તે હતા – સિદ્ધાંતવિહીન રાજનીતિ, શ્રમવિહીન સંપત્તિ, નીતિવિહીન વ્યાપાર, ચરિત્રવિહીન શિક્ષણ માનવતાવિહીન વિજ્ઞાન, વિવેકવિહીન વિદ્યાસાનંદ અને ત્યાગવિહીન પૂજા. વિધિની વક્રતા એ છે કે આજે આ સાતૈય આ સામાજિક પાપો સમાજમાં પ્રચૂર માત્રામાં સામાજિક મંજૂરી સાથે આચરવામાં આવી રહ્યા છે. પરિણામે પામી ગયેલાઓનો નાનકડો વર્ગ અને રહી ગયેલાનો મોટો વર્ગ– એમ સંપૂર્ણ માનવતા ઝડપથી વહેંચાઈ છે. વિધાના એંધાણ છે. ગાંધીજીની જીવનયાત્રા દરમિયાન સામાજિક, આર્થિક અને રાજનૈતિક ક્ષેત્રોના વ્યવહારોમાં પથરાયેલા નીતિમત્તાના અને પારદર્શિતાના આભામંડળના તેજમાં સામાન્યમાં સામાન્ય માણસ પણ વ્યક્તિગત અને સામાજિક વ્યવહારોમાં અનીતિ કરતાં શરમાતો હતો. સમગ્ર સમાજમાં નીતિમત્તાનો સાર ઊંચી ગયો. પ્રબુદ્ધ જીવન તે આવતીકાલ ગાંધીજીની અનુપસ્થિતિમાં સંકોચ કે ક્ષોભ અનુભવ્યા વગર ગૌરવભેર તેમની વાતની અભિવ્યક્તિ અને તેને વ્યક્તિગત સ્તરે આચરણમાં લાવવાનો સંકલ્પ જ આપણને કર્તવ્યપરાયણ બનાવશે. ગાંધીજી વિશે જાણવા બહુ શોધખોળ કરવાની જરૂર નથી. ગાંધીજીની આત્મકથા, જેને તેમણે 'સત્યના પ્રોર્ગો' તરીકે ઓળખાવી છે, તેના આધારે કહી શકાય કે તેઓ એક સામાન્ય પુરુષ જ હતા. સંકલ્પ, તપ, સાધના સાથે અંગત અને જાહેરજીવનમાં સાધનશુદ્ધિ દ્વારા તેઓ અધ્યાત્મ અને સામાજિક ઊંચાઈ પર પહોંચ્યા. અસામાન્ય સિદ્ધિઓ છતાં પોતાની મર્યાદા વિશે સભાન હતા. આત્મકથાની પ્રસ્તાવનાઃ ‘મારા ભૂતકાળના જીવન ઉ૫૨ દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે. તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે...અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદ૨ ઝંપલાવવું પણ એજ વસ્તુને આધીન છે.' અંતમાં લખે છે, ‘જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઇચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતોતાના વિશે વાપરવું જોઈએ, તે પ્રમાણે હું અવશ્ય કહ્યું કે, मोसम कोन कुटिल खलकामी ? जिनतिनुदियोताहिबिसरायो एसो निमकहरामी ।' આ સામાન્ય પુરુષની અસામાન્યતા શું? ઇંગ્લેંડના અભ્યાસકાળથી જોયેલી પશ્ચિમની દુનિયાએ ત્યાંનો માનવી બુદ્ધિબળું વિજ્ઞાન અને ટેકનોલૉજીનો આશરો લઈ મુખ્યત્વે શારીરિક અને ભૌતિક સુખાકારી અને કલ્યાણની દિશામાં અગ્રેસર હોવાની પ્રતીતિ કરાવી. તેના નકારાત્મક પાસાઓ લોભ, કામ, મત્સર, અનુરાગ, કોંધમાં વધારાની સાથે હિંસક અને વિધ્વંસક બળો વધતાં માનવીય મૂલ્યનો થતો હ્રાસ છે. અહિંસક સમાજનું સ્વરૂપ જાણવાના હેતુથી ૧૯૦૯માં 'હિંદસ્વરાજ' લખ્યું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે `Change yourself -- you are in control.' હિંસા અને ધૃષ્ણાનાં વિષવમનના સ્થાને પ્રેમબળને બળવત્તર બનાવીએ. પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવત : : " : : દા નિરંતર : [F[pple-be-in : G[3]lc : PG lon | epy 13 : *||pple-e-Isil : ll : G ને આવતીકાલ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44