Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપી દે છે. તેથી જાણે પત્ર દ્વારા તેઓ પોતે જ જીજ્ઞાસુ વાચકને ઉપદેશામૃત પાઈ રહ્યા હોય નહિ? એમ લાગે છે. આ પછી હમણું આ પત્રસદુપદેશ ભા. ૩ જે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુરૂમહારાજે પોતાના પટશિષ્ય આચાર્યમહારાજ શ્રીમદ્ અજિતસાગરસૂરિજી પર લખેલા પત્ર તથા ગુરૂભક્ત માણસાનિવાસી શ્રેષ્ટિવર્ય શ્રીયુત વીરચંદભાઈ કણાજ ઉપરના ઉપદેશક પત્રો તથા મહેસાણા નિવાસી ગુરૂભકત શ્રીયુત્ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ પરના પત્રો તેમજ અન્ય પત્રો જે પ્રસંગેપાત ઉપદેશ અ લખેલા તેને સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી અજિતસાગરસૂરિશ્વરજી સ્થાનકવાસી દિક્ષામાં હતા તે વખતના ગુરૂશ્રીના તેમના પરના પત્રો પણ આમાં લેવામાં આવ્યા છે. સ્થાનકવાસીમતના સાધુઓ પ્રતિ પણ ગુરૂશ્રીએ કેવી સહિષ્ણુતા રાખી ગુણાનુરાગ બતાવ્યું છે તે આથી પ્રતિત થાય છે, અને પિતાના ગુણાનુરાગના મહાન ગુણથી આકર્ષાઈનેજ સ્થા. પંથના સાધુ અમીધરજી રૂષિરાજ ગુરૂશ્રીના શિષ્ય બની આજે તેમના પટધર આચાર્ય તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. ર. જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા બી. એ. એલ. એલ. બી. (તે વડેદરાના પ્રસિદ્ધ હાઈર્ટ જજ શ્રીયુત્ દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાના ભત્રિજા અને જાણીતા સાક્ષરવર્ય-ગુર્જર સાહિત્ય પરિષદુના મૂળ ઉત્પાદક શ્રીયુત્ રણજીતરામ વાવાભાઈના જમાઈ) પરને એક પત્ર પ્રકટ કરવામાં આવ્યું છે. આ જયંતિલાલભાઈને ગુરૂશ્રી પર અનન્ય ભક્તિભાવ હતું. તેઓ જેન ન હેવા છતાં પણ એક વિદ્વાન અને તત્વજ્ઞાનના શોકીન, અને ગુરૂશ્રીના આધ્યાત્મજ્ઞાનના પૂર્ણ પ્રસંશક હતા ને છે. તેઓ પરના પત્રમાં એક આદર્શ ગ્રહસ્થના ઉચ્ચ જીવનના આદર્શો દર્શાવ્યા છે. જનેતર પ્રતિ પણ ગુરૂશ્રીના આવા સદુભાવનાં સહસાવધિ દષ્ટાંતે પકીનું આ એક છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102