________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સંતપુરુષોને સમાગમ. જીવનને સુધારવાની આ અદ્ભુત જડીબુટ્ટી છે; અને જેઓને એ પ્રાપ્ત થાય છે, તે ભાગ્યશાળી છે.
આ નાનું સરખું પુસ્તક “પાથેય” આવી જ જીવનના ઘડતરમાં ઉપયોગી બની રહે એવી જડીબુટ્ટીની સુંદર ભેટ લઈને આવે છે એ જોઈને આનંદ થાય છે.
હતાશ–નિરાશ બનેલ માનવીના અંતરમાં આશાને પ્રકાશ ફેલાવે ખોટે રસ્તે વળી ગયેલાને સાચો માર્ગ ચીંધે અને માનવતાના કે ધર્મના મહત્વને વીસરી ગયેલાને એને મહિમા સમજાવીને પિતાના જીવનને ઉજાળવા પ્રેરે એવી કેટલીક ઉપયોગી અને ઉપકારક વિચાર સામગ્રી જિજ્ઞાસુને આમાંથી મળી રહેશે એમાં શક નથી.
તત્વનું નિરૂપણ કરતી અને સ્વત્વનું ભાન કરાવતી આવી ચિંતન-સામગ્રી સરળ-સુગમ અને મીઠી-મધુર ભાષા, તથા રોચક અને આકર્ષક શૈલીમાં રજૂ થયેલી હોવાથી ઓછું ભણેલાં બાળકો, બહેને, પ્રૌઢા અને વૃદ્ધો સુદ્ધાં એને સમાન રસ અને ઉલાસથી લાભ લઈ શકશે અને જીવન સુધારણાની કંઈક ને કંઈક પણ પ્રેરણા મેળવી શકશે અને તેથી આ “પાથેય” કીમતી જીવન પાથેય બને રહેશે, એમ કહેવું જોઈએ.
જીવનયાત્રામાં અવારનવાર ઉપયોગી થઈ શકે એવા આ “પાથેય” ના સર્જક છે પૂજ્ય પંન્યાસજી મહારાજશ્રી પદ્મસાગરજી ગણી લેકકલ્યાણની પરગજુ વૃત્તિ અને વાત્સલ્યપૂર્વક સમગ્ર માનવસમાજને આવકારવાની ઉદાર દષ્ટિ ધરાવતા આ મુનિવર ઉપર માતા સરસ્વતી વાણીને વરદાનરૂપે કેટલા પ્રસન્ન છે અને એમણે વાણી ઉપર કેવું આહલાદકારી પ્રભુત્વ મેળવ્યું છે, એને કંઈ અણસાર આ પુસ્તક ઉપરથી પણ મળી રહે છે. એકાગ્રતા, શાંતિ અને સ્વસ્થતાપૂર્વક, નદીના નિર્મળ પ્રવાહની જેમ, અખંડ ધારાએ વહેતું એમનું પ્રવચન
For Private And Personal Use Only