Book Title: Patanjal Yog Lakshan Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 4
________________ પરિશીલનની પૂર્વે... દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનને છોડીને અન્ય કોઈ પણ શાસનથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનું કારણ એ છે કે મોક્ષને પ્રાપ્ત કરાવનારાં સાધનોનો પારમાર્થિક ઉપદેશ માત્ર શ્રી તીર્થંકર પરમાત્માના શાસનમાં છે. અન્ય દર્શનકારોના શાસનમાં પરમાર્થથી મોક્ષનાં સાધનોનો ઉપદેશ જ નથી.'-આ વાત જ્યાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં મોક્ષસાધનોની સુદઢ પ્રતિપત્તિ શક્ય નથી. આ પૂર્વેની દશમી બત્રીશીમાં મોક્ષના કારણભૂત સઘળાય આત્મવ્યાપારને યોગ તરીકે વર્ણવીને આ બત્રીશીમાં પતંજલિ ઋષિએ યોગાનુશાસનમાં જે યોગનું લક્ષણ-સ્વરૂપ વર્ણવ્યું છે તેની વિચારણા કરી છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે' આ લક્ષણની નિર્દોષતાદિનો વિચાર કરતાં પૂર્વે શરૂઆતમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ તત્ત્વોનું સ્વરૂપ વર્ણવ્યું છે. સાંખ્યદર્શનની માન્યતા મુજબ પુરુષ અને પ્રકૃતિ આ બે મૂળભૂત તત્ત્વો છે. એમાં પુરુષ ચેતન છે. શુદ્ધ(નિરુપાલિક) સ્ફટિકાદિની જેમ શુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. ઉત્પન્ન નહીં થયેલો, ક્યારે ય નાશ નહીં પામનારો અને સદાને માટે સ્થિર એક સ્વભાવવાળો એવો ફૂટસ્થ નિત્ય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ જેમાં પરિવર્તન આવતું નથી, એવો તે અપરિણામી નિત્ય છે. પ્રકૃતિ જડ છે. પરિણામી નિત્ય છે. તેનાથી બુદ્ધિ (ચિત્તમહત્ત્વ) ઉત્પન્ન થાય છે. તેનાથી અહંકાર(અસ્મિતા) ઉત્પન્ન થાય છે. તેથી અગિયાર ઈન્દ્રિયો અને રૂપાદિ પંચતન્માત્રા-આ સોળનો ગણ ઉત્પન્ન થાય છે અને તે બધાથી યથાયોગ્ય પાંચPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66