Book Title: Parvatithi Charcha Sangrah Author(s): Kalyanvijay Gani Publisher: K V Shastra Sangrah Samiti Jalor View full book textPage 8
________________ આગળ વિચારણું ચલાવાય અને જેમ બને તેમ જલદી ખૂલાસો કરી લેવાય. સૂચના-આપ રવિવાર પક્ષ તરફથી શાસ્ત્રાર્થ કરશો તો હું પણ શનિવાર પક્ષ તરફથી કરીશ, અને આ૫ વ્યક્તિગત રીતે કરશે તે હું પણ તેવી રીતે કરીશ. આપને જેવી અનુકૂળતા હોય તેમ કરશે, તે મહને કાંઈ વાંધો નથી. હું ખરેખર આશા રાખું છું કે ઉપર્યુક્ત મહારી ન્યાયી ભાગણીનો સંતોષકારક ઉત્તર આપીને સમાજમાં વધતા જતા ક્ષેશના વાતાવરણને શાંત કરવામાં સહાયક બનશે. આટલી હદની નમ્ર અને ઉચિત માગણને પણ જે આપ ઉડાઉ અને અતડો જવાબ આપશો તો મહને જ નહિં, સમસ્ત જૈનસંઘને માનવાનું કારણ મળશે કે આપનાં શાસ્ત્રાર્થનાં આવહાનોને કંઈ જ અર્થ ન હતો અને આવાં અર્થહીન આહાને ઉપેક્ષણય ગણાઈ ભવિષ્યમાં કોઈ પણ સહૃદય વ્યક્તિ તેવાં આહાને ઉપર લક્ષ્ય આપશે નહિ.” અમહારા એક જ પત્રને ઉપર્યુક્ત અંશ વાંચીને મધ્યસ્થ વાચકગણ સારી રીતે સમજી શકશે કે બુધવાર–પક્ષ તરફથી અમાએ સમાધાન માટે બધા શક્ય માર્ગો કબૂલ કર્યા હતા, છતાં ગુરૂવાર–પક્ષે તે તરફ લક્ષ્ય આપ્યું ન હતું, પરિણામે ચર્ચા આગલ ચાલી અને તેનું પરિણામ સમાજને ભોગવવું પડયું અને હજી ભોગવવું પડશે. આ પહેલા પરિચ્છેદમાં અમેએ જે કંઈ લખ્યું છે તે યથાસંભવ એતિહાસિક દૃષ્ટિએ તપાસીને લખ્યું છે અને એથી જ આનું નામ “પર્વતિથિનો ઈતિહાસ” રાખ્યું છે, છતાં આમાં કઈ અલના રહી હશે અથવા વિશેષ બલવાનું પ્રમાણુની પ્રાપ્તિથી કઈ વસ્તુ ભવિષ્યમાં અન્યથા પ્રમાણિત થશે તો લેખક તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122