Book Title: Parvatithi Charcha Sangrah Author(s): Kalyanvijay Gani Publisher: K V Shastra Sangrah Samiti Jalor View full book textPage 7
________________ ૨. બે શનિવાર પક્ષના અને બે રવિવાર પક્ષના આચાર્યો અથવા અનુભવી વૃદ્ધ ગીતાર્થો પંચ નીમવા, જેમાં શનિવાર પક્ષના બે નામે તહારે આપવા અને રવિવાર પક્ષના હારે. આમ અન્યોન્ય નામ સૂચવવાનું કારણ એટલું જ છે કે–એવી રીતે નિરાગ્રહી અને મધ્યસ્થ બુદ્ધિના પંચો નીમાશે અને ફેંસલે જલ્દી થશે. અન્યોન્ય પક્ષના બે બે પંચ સ્થાપીને પૂર્વની માફક પોતપોતાના પ્રમાણે, પોતપોતાના એક એક અથવા બે બે ગૃહસ્થ પ્રતિનિધિઓને આપીને પંચેની પાસે મોકલવા અને જુદે જુદે સ્થળે જઈને પ્રતિનિધિઓ પંચેની પાસે સર્વસંમત જે ફેંસલ કરાવી લાવે તે આપણે કબૂલ મંજુર કરો. કદાચિત ૪ ગીતાર્થ પંચ એકમત ન થાય તે બંને પ્રતિનિધિઓ કઈ મધ્યસ્થ વિદ્વાનને સરપંચ કાયમ કરીને તેમની પાસે ફેંસલો કરાવી લાવે. જે તમને કમીટી નીમવાને જ આગ્રહ હોય તે સમાન મત–બળવાળી ગૃહસ્થોની એક કમીટી નીમવી, તેમાં પોતપિતાના મેમ્બરોના નામ પોતપોતાના તરફથી સૂચવવા. તે કમીટીને બંને પક્ષના પુરાવા લખી આપવા. કમીટી પિતાને યોગ્ય લાગે તે રીતે પંડિતો દ્વારા, પંચ દ્વારા કે સરપંચ દ્વારા ફેસલો કરાવી લાવે તે બન્નેએ કબૂલ કર. જે તમારે શ્રી નેમસૂરિજીયે જ બનાવેલી કમીટીને વળગી રહેવાને આગ્રહ હોય અને એટલા ખાતર શાસ્ત્રાર્થને માર્ગ બંધ પડતો હોય તો તે કમીટીને પણ માનવાને હું તૈયાર છું પણ શરત એટલી જ છે કે કમીટી જે પંડિતો અથવા સરપંચ નીમે તે સર્વ સંમતિથી નીમે. શાસ્ત્રાર્થ માટે ઉપર સૂચવેલા ૪ માર્ગો પૈકી આપને જે પસંદ પડે તે એકનો સ્વીકાર કરીને ખબર આપે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122