Book Title: Parvatithi Charcha Sangrah
Author(s): Kalyanvijay Gani
Publisher: K V Shastra Sangrah Samiti Jalor

View full book text
Previous | Next

Page 5
________________ રૂઢિઓની અશાસ્ત્રીયતા પ્રકટ કરી એ કેટલાકને મને અણગમતું થયું છે, એમ આવતા ચર્ચા લેખેથી અને અહારા ઉપરનાં ગુમનામ પાથી અમને જણાયું છે, પણ અહારો નિર્ધાર સમાજમાં ચાલતી આવી અશાસ્ત્રીય અને નિરર્થક રૂઢિઓને ખુલ્લી પાડી સમાજના ધાર્મિક માર્ગને પરિસ્કૃત કરવાનો હોવાથી લોકેની એ ટીકાટિપ્પણિઓ અહારી પ્રવૃત્તિમાં મંદતા લાવી શકે તેમ નથી. અમો એ પણ સમજીયે છીયે કે આવી ચર્ચાઓને લંબાવવા કરતાં સમાધાનને માર્ગે આવવું વધારે લાભકારક છે, પણ સમાધાન માટે બંને પક્ષોની એકસરખી દરકારની જરૂર હોય છે, એક પક્ષ ગમે તેટલો આતુર હેય પણ બીજો પક્ષ તેની દરકાર ન કરે તો સમાધાન થઈ શકે નહિ, ચાલુ ચર્ચાને અંગે સમાધાન માટે અમો બધા પ્રયત્નો કરી ચુક્યા છીયે, છતાં સામા પક્ષની તત્પરતા વગર કંઈ પરિણામ આવ્યું નથી, કારણ એ છે કે તે પક્ષના ઘણા આચાર્યો તો “નૌને સથવાયત્તમ” એ નીતિને પકડીને બેસી રહ્યા છે, અને જેઓ લેખપત્રો દ્વારા ચર્ચા ચલાવે છે તેમની ઈચ્છા જ સમાધાન કરવાની નથી તો પછી સમાધાન કેવી રીતે થઈ શકે ?, ગયા વર્ષના રવિવાર અને આ વર્ષના ગુરૂવાર પક્ષના મુખ્ય પ્રચારક શ્રી સાગરાનન્દસૂરિજી હોવાથી અમોએ તેમને સમાધાન માટે અનેક પ્રાર્થનાઓ કીધી પણ પરિણામ શૂન્યમાં આવ્યું, છેવટે આજથી બરાબર દોઢ મહીના ઉપર અમેએ તેમને એક રજિસ્ટર્ડ પત્ર લખીને વસ્તુસ્થિતિ સમજાવવાની સાથે છેવટે બંને પક્ષના લેખિત પૂરાવાઓ દ્વારા સમાધાન ઉપર આવવાની પ્રાર્થના કરી હતી પણ અહારા તે પત્રને આજ સુધી તેમના તરફથી ઉત્તર જ નથી !, અમખ્વારા તે પત્રને શાસ્ત્રાર્થ સંબન્ધી છેલ્લો ભાગ નીચે આપીયે છીયે, વાચકગણ જેશે કે અમોએ સમાધાન માટે આટઆટલા માર્ગો સૂચવ્યા છતાં સામે પક્ષ તે તરફ બેદરકાર રહ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122