Book Title: Parv Mahima Author(s): Ravishankar Maharaj Publisher: Balgovind Kuberdas Co View full book textPage 6
________________ મે માલ રવિશંકર દાદાના પુસ્તક માટે મારે શું લખવાનું હાય ? ગુજરાતને રવિશ ંકર દાદાની એળખાણ આપું ? એમના અનુભવે। ઉપર મારી પંડિતાઇ ચલાવું ? એમની કાઠા-વિદ્યાને મારી પુસ્તકિયા ચાતુરીથી નવા એપ ચડાવું ? આ મારી મૂંઝવણુ. પશુ ‘એ ખેલ ’ લખી મારું ઋણ પણુ અદા કરી લઉં એમ મનમાં થયું, એટલે આ લખવાનું મેં સ્વીકાર્યું છે. '', આપણા સેવકે એ પ્રકારના છે; એક સ્વયંપ્રકાશ સેવા અને બીજા પરપ્રકાશ સેવકા.સ્વયં પ્રકાશ સેવકે પેાતાના જ તેજથી પ્રકાશે છે; તેમનું તેજ ઉગ્ર હા કે મંદ હા, તેમના તેજના રંગ ધેાળેા હૈ કે રંગિત હા, પણ તેમનુ તેજ તેમનું પેાતાનું તેજ છે. બીજા કાઈનું ઊછીનું લીધેલું તેજ નથી. ગગનમાં જેમ અનેક સ્વયંપ્રકાશ સૂર્યો પડ્યા છે, તેમજ દેશમાં આવા સ્વયંપ્રકાશ સેવકે પડ્યા છે. તેઓ પ્રકાશે છે, કારણ કે પ્રકાશવું એ એમના સ્વભાવ છે, એ એમનું જીવન છે. એમના પ્રકાશવાની પાછળ ખીજો કાઈ પણ ઉદ્દેશ હાતા નથી, એમના પ્રકાશથી ખીજાનુ કલ્યાણ થાય એ તા એમના અવાન્તર લાભ છે; એ પાત બીજાને લાભ કરવા માગે છે, એમ પણ નથી. પરપ્રકાશ સેવકા બીજાના તેજથી પ્રકાશે છે. તેમનું તેજ એ રીતે ઊછીનું લીધેલું છે. એમના જીવન પર જો બીજાનું તેજ ન પડે તેા એ જીવન અંધકારવાળું હાય. પણ બીજાના તેજને વધારે સૌમ્યરૂપમાં લેકાની પાસે ધરવું એ એમના ખાસ ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 134