Book Title: Parv Mahima Author(s): Ravishankar Maharaj Publisher: Balgovind Kuberdas Co View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન પૂ. વિશ’કર મહારાજ કાઇ લેખ કે સાક્ષર નથી; પણુ તેમની જીભ પર સ્વયં સરસ્વતી વસે છે. તેઓ ભાગ્યેજ લખે છેઃ પણ તેઓ જે ખેાલે છે, તે ખરાખર ઉતારી શકાય તે એમાં કુશળ લેખકે લખેલા લેખને ચાગ્ય ભાવ, ભાષા કે છટાના જરાય નવા મેરા કરવાના રહેતા નથી. પૂ. રવિશંકર મહારાજની નિખાલસ, આંત†દ્ધ શુદ્ધ, પવિત્ર વાણીને સાંભળવાની ને વાંચવાની આજે જનતામાં ઈંતેજારી છે: એ વખતે ‘ પવ મહિમા ' નામનું આ પુસ્તક રજૂ કરતાં અમને ખરેખર આનંદ થાય છે. જો કે પુસ્તકનું સવ` શ્રેય પૂ. દાદાની પવિત્ર વાણીને ઝીલીને કામળમાં ઉતારનાર, વલ્લભવિદ્યાલય ખાચાસણના આચાય શ્રી શિવાભાઇને ફાળે જાય છે. વધુમાં આ પુસ્તકમાં સેાનામાં સુગંધ જેવા મેળ મળ્યા છે. સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી તે ચિંતક શ્રી. નાનાભાઈ ભટ્ટની પ્રસ્તાવના આ પુસ્તકને સાંપડી છે. એ માટે અમે તેઓશ્રીના પણ આભારી છીએ. આ પુસ્તકને પૂ. મહારાજશ્રીની પ્રસ્તાવના સાંપડી હાત તે? પશુ અત્યારની તેમની સેવા–પ્રવૃત્તિઓ વચ્ચે આ રીતે વિઘ્ન કરવાનું અમને ઉચિત ન લાગ્યું, છતાં વાચકે, આ પુસ્તકના પ્રથમ પ્રકરણ વિદ્યાર્થીની સાધના'ને પ્રસ્તાવ તરીકે સમજીને વાંચશે. 6 પૂજ્ય મહારાજશ્રી અમ ભાઈઓને મન પિતાતુલ્ય છે. પૂજ્ય મહારાજશ્રી તે પ્રેમમૂતિ છે. એમના સંબંધમાં આવનાર સૌની જેમ અમ ભાઈએ પણ એમના પૂનિત પ્રેમ અનુભવવા ભાગ્યશાળી બન્યા છીએ. શબ્દાદ્વારા એમના આભાર વ્યક્ત કરવા એ અમારા ગજા બહારની વાત છે. પુત્રા પિતાના આભાર શી રીતે માને? ક્રયા શબ્દામાં માને? આવા પવિત્ર પુસ્તકના પ્રકાશનની તક મળ્યા બદ્દલ અમે પરમકૃપાળુ પરમાત્માની અપૂર્વ કૃપા જ સમજીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat —પ્રકાશા www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 134