Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ परमज्योतिः पञ्चविंशतिका આ વિસ્તાર વધે છે. મનુષ્યલોકની બહારના સૂર્ય-ચન્દ્રનો પ્રકાશવિસ્તાર પહોળાઈમાં એક લાખ યોજન અને લંબાઈમાં અનેક લાખ યોજન હોય છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ આગમોમાં પ્રસ્તુત વિષયમાં વધુ માહિતી છે. આત્માની પરમજ્યોતિનો પ્રકાશ તો સૂર્ય વગેરે કરતાં પણ વધુ છે. કારણ કે સૂર્ય વગેરે વધુમાં વધુ અનેક લાખ યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રકાશે છે, અર્થાત્ સંખ્યાતા યોજન પ્રમાણ-પરિમિત ક્ષેત્રને જ પ્રકાશે છે. જ્યારે આત્માની પરમજ્યોતિ તો સંપૂર્ણ લોકને પ્રકાશે છે. જે સૂર્ય વગેરેના પ્રકાશવિસ્તાર કરતાં અસંખ્યગણો છે. એટલું જ નહીં, એ પરમજ્યોતિ અનંત અલોકને પણ પ્રકાશે છે, કે જે સૂર્ય વગેરેના પ્રકાશવિસ્તાર કરતાં અનંત ગણો છે. માટે જ અપરિમિત છે. માટે આત્માની પરમજ્યોતિનો પ્રકાશ સૂર્ય વગેરે કરતાં અનંતગણી ભાસ્વર છે, એ સ્પષ્ટ જ છે. માટે જ સમરાદિત્યચરિત્રમાં પણ કહ્યું છે - ચિત્રભાનુ - સુધામાનુ चण्डभानुप्रभाधिकम् । शाश्वतं जयति ज्योतिः परमं परमङ्गलम् II અર્થાત્ અગ્નિ, રાન્દ્ર અને સૂર્યની પ્રભાથી ય અધિક, પરમમંગલ અને શાશ્વત એવી પરમજ્યોતિ જય પામે છે. અહીં લોકાલોક કહ્યું, તેનાથી માત્ર એટલું ક્ષેત્ર નથી સમજવાનું, તેમાં રહેલા જીવ-અજીવાદિ પ્રત્યેક દ્રવ્યો અને તેના ત્રૈકાલિક અનંત પર્યાયો પણ સમજવાના છે. આ રીતે આત્માની પરમજ્યોતિનું પ્રકાશ પાથરવાનું સામર્થ્ય કહ્યું. હવે એ જ પરમજ્યોતિનું સ્વરૂપ કહે છે - निरालम्बं निराकारं, निर्विकल्पं निरामयम् । ગાભન: પરમં યોતિ-નિરુપાધિનિંગ્ઝનમ્ ।।રૂ। આત્માની પરમ જ્યોતિ નિરાલમ્બ છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે, નિરામય છે, નિરુપાધિ છે અને નિરંજન છે. -પરોપનિષદ્ કોઈને અવલંબિત હોવુ એ પરાધીનતા છે. દીવામાં જ્યોતિ તો હોય છે પણ એ તેલ, વાટ વગેરેને આધીન હોય છે. જ્યારે આત્માની પરમજ્યોતિ નિરાલમ્બ છે, કોઈને આધીન નથી. આત્મામાંથી સ્વયં સ્કુરાયમાન થાય છે. માટે જ એ સ્ફુરણા ઈન્દ્રિયોને અવલંબિત પરોક્ષ નહીં, પણ સાક્ષાત્ આત્મામાંથી ઉદ્ભવ પામતી = પ્રત્યક્ષ હોય છે. ६ = તથા આ પરમજ્યોતિ નિરાકાર છે. આકાર એટલે સંસ્થાન. સિદ્ધ જીવોના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રકારો કહે છે – અળિયંત્યસંતાને જેવા પ્રકારનું સંસ્થાન પાર્થિવ શરીરનું કે દૃશ્યમાન પૌદ્ગલિક પદાર્થોનું હોય છે, એવું સંસ્થાન સિદ્ધનું હોતું નથી. પણ લોકપ્રસિદ્ધ આકારની બુદ્ધિને અગોચર એવું તેનું સંસ્થાન હોય છે. માટે શુદ્ધ આત્મસ્વરૂપને નિરાકાર કહેવાય છે. આગમિક વ્યાખ્યાકાર પરમર્ષિઓ ફરમાવે છે કે પ્રસ્તુત પદથી એમ ન સમજવું કે ‘સિદ્ધોને સંસ્થાન જ હોતું નથી.’ કારણકે જો સર્વથા સંસ્થાન - આકાર હોય જ નહીં તો અસત્ થઈ જવાની આપત્તિ આવે - વંધ્યાપુત્ર વગેરેની જેમ તેનો અભાવ માનવો પડે. માટે અહીં પ્રાકૃત જનોને જે આકાર પરિચિત છે, એવા પ્રકારના આકારથી તે પરમજ્યોતિ રહિત છે માટે નિરાકાર છે, એમ સમજવું જોઈએ. તથા એ પરમજ્યોતિ નિર્વિકલ્પક છે. જેમ પવન ન હોય તો સાગરમાં તરંગો સંભવિત નથી, તે જ રીતે પરપરિણામના અભાવે શદ્ધ આત્મસ્વરૂપમાં વિકલ્પો પણ સંભવિત નથી. સુખ અને દુઃખના નિમિત્તો હાજર હોવા છતાં જ્યાં સુખ-દુઃખનું સંવેદન થતું નથી, ત્યાં પુદ્ગલના સંયોગથી જન્ય બીજા વિકલ્પોનો તો અવકાશ જ ક્યાં રહ્યો ? પરમજ્યોતિનો કેવો લોકોત્તર મહિમા ! કેવી અદ્ભુત નિર્વિકલ્પતા ! આ દશાને પામવાનો એક જ ઉપાય છે, સતત એક મંત્રનું રટણ કરવું જોઈએ કે પુદ્ગલજનિત ભાવો ભિન્ન છે, અને હું

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46