________________
परमात्मपञ्चविंशतिका
oe છતાં પ્રત્યુત્તર ન આપી શકે કારણ કે સિદ્ધના સુખની તોલે આવે તેવી ત્રણે લોકમાં કોઈ ઉપમા જ નથી. માટે જ શાસ્ત્રકારો કહે છે -
स्वयं वेद्यं हि तद् ब्रह्म, कुमारी स्वीसुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ।।
કુંવારી કન્યા જેમ પરિણીતશ્રીનું સુખ ન જાણી શકે, જન્માંધ વ્યક્તિ જેમ ઘડાને ન જાણી શકે, તે જ રીતે અનંત સુખાત્મક સિદ્ધાત્માને અયોગી જાણી શકતો નથી. એ તો માત્ર અનુભવગમ્ય જ છે.
પ્રશ્ન :- જો સિદ્ધ થયા પછી જ તેનું જ્ઞાન થવાનું હોય, તો કોઈ સિદ્ધ જ નહીં થાય. કારણ કે સિદ્ધસુખનું જ્ઞાન થાય તો તેને મેળવવા પ્રયત્ન કરે અને તેને મેળવવા પ્રયત્ન કરી સિદ્ધ થાય તો સિદ્ધસુખનું જ્ઞાન થાય. આમ અન્યોન્યાશ્રય હોવાથી બેમાંથી એક પણ વસ્તુ નહીં થાય. બોલો, હવે તમે અનુભવગમ્યનો ઝંડો લઈને ફરો, એ અનુચિત નથી ?
ઉત્તર :- તમારી વાત સાચી છે. તેથી જ કારુણિક શાસ્ત્રકારોએ સિદ્ધસુખને સમજાવવા માટે આવું ઉદાહરણ આપ્યું છે –
निदसणमेत्तं तु नवरं, सव्वसत्तुक्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सव्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खु तं । (पञ्चसूत्रम् - ૯).
અહીં આવું નિદર્શનમાત્ર છે. કે સર્વત્રુઓનો ક્ષય થાય, સર્વ રોગોનો વિગમ થાય, સર્વાર્થસંયોગ થાય, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે જેવું સુખ થાય, તેનાથી અનંતગુણ સુખ સિદ્ધને હોય છે.
આ પણ બાળજીવોને સમજાવવા માટે દાક્તમાત્ર છે. કારણ કે વાસ્તવમાં તો સિદ્ધોનું સુખ મનુષ્યસુખથી જ નહીં, દેવોના સુખથી પણ અનંતગુણ હોય છે. આ જ વાતને પૂ. ઉપાધ્યાયજી મહારાજ વધુ સ્પષ્ટ કરે છે -
-પરમોપનિષદ્ર सुरासुराणां सर्वेषां, यत्सुखं पिण्डितं भवेत् । एकत्रापि हि सिद्धस्य, तदनन्ततमांशगम् ।।२१।।
સર્વ સુર-અસુરોનું સુખ ભેગું થાય, તે એક પણ સિદ્ધના સુખનો અનંતો ભાગ છે.
ઔપપાતિક નામના આગમસૂત્રમાં કહ્યું છે – जं देवाणं सोक्खं सव्वद्धापिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ।।४३-१४।। પ્રજ્ઞાપના નામનું આગમસૂત્ર જણાવે છે - सुरगणसुहं समत्तं सव्वद्धापिंडियं अणंतगुणं । णवि पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ॥२-१७१।।
આ શાસ્ત્રવચનોનું તાત્પર્ય છે કે સમગ્ર દેવોનું જે સુખ હોય, તેનો ત્રણે કાળના (અનંત) સમયોથી ગુણાકાર કરો. તેને પણ અનંતગુણ કરો. તેનો પણ અનંત વાર વર્ગ કરો, તો પણ તે સિદ્ધસુખની તોલે આવી શકે તેમ નથી. કારણ કે સિદ્ધસુખ તેના કરતા પણ અનંતગુણ છે. અને દેવોનું સમગ્ર સુખ તેનો અનંતમો ભાગ જ છે.
આ રીતે સિદ્ધ સુખની અનંતતાનો.. તેની નિરુપમતાનો.. તેની અનિર્વાયતાનો અને તેની અનુભવગમ્યતાનો અંદાજ આવી શકે છે. અને તેના માટેની અભિલાષા અને પ્રયત્ન પણ ઘટી શકે છે.
હવે સિદ્ધોના સ્વરૂપ પ્રત્યે પણ યત્કિંચિત્ દિગ્દર્શન કરે છે'अदेहा दर्शनज्ञानो-पयोगमयमूर्तयः ।
વાર્ત પરમાત્માને:, સિદ્ધા: સનિ નિરામયા: Jરરા लोकाग्रशिखरारूढाः, स्वभावसमवस्थिताः ।
भवप्रपञ्चनिर्मुक्ता, युक्तानन्तावगाहनाः ।।२३।। 9. મુદ્રિત - અદારનવાર, 8 - ભીનE | મુદ્રિત - મન: રૂ. * - નોકIA૦ |