________________
o૮
परमात्मपञ्चविंशतिका
જન્મ-જરા વગેરે જે જે ઉપાધિજનિત ભાવો છે તેમનો તેમનો નિષેધ કરવાથી પરમાત્મરૂપની સિદ્ધિ થાય છે.
પરમાત્મા જન્મરહિત છે, જરારહિત છે, મરણ રહિત છે, રોગ રહિત છે... આમ કર્યજનિત ઉપાધિઓનો પ્રતિષેધ કરીએ એટલે પરમાત્માનું સ્વરૂપ સ્વયં સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- આ રીતે કાંઈ રૂપની સિદ્ધિ થતી હશે ? જન્મ નથી, જરા નથી, આવું બધું તો વધ્યાપુરમાં પણ ઘટી શકે. આ નથી ને તે નથી એવું ગોળ-ગોળ કહેવાને બદલે જે છે તે જ કહો ને ?
ઉત્તર :- જે અનુભવગમ્ય છે, તેને વચનથી શી રીતે કહી શકાય ? આ વાત પૂર્વે સ્પષ્ટ કરેલી જ છે. આમ છતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ તમારા અનુગ્રહ માટે ફરીથી અન્ય પ્રકારે સમાધાન કરે છે –
अतद्व्यावृत्तितो भीतं, सिद्धान्ताः कथयन्ति तम् । वस्तुतस्तु न निर्वाच्यं, तस्य रूपं कथञ्चन ।।१९।।
સિદ્ધાન્તો ભયપૂર્વક તેને અતધ્યાવૃત્તિથી કહે છે. વાસ્તવમાં તો તેના સ્વરૂપનું નિર્વચન કોઈ રીતે શક્ય નથી.
જે વચનને અગોચર છે, તર્વાતીત છે, મનનો પણ અવિષય છે. તેના વિષે કાંઈ કહેવું તે પણ એક સાહસ છે. આમ છતાં જિજ્ઞાસુઓની આકાંક્ષાઓને સંતોષવા માટે સારો એ વિષયમાં શક્ય પ્રયાસ કરે છે. અને જાણે ડરતાં ડરતાં એક અનોખી શૈલીથી તેનું નિરુપણ કરે છે. એ શૈલી એટેલ જ અતવ્યાવૃત્તિ.
તદ્ = પરમાત્મા, અતદ્ = પરમાત્મરૂપથી વ્યતિરિક્ત વસ્તુ, તેનાથી વ્યાવૃત્તિ = વ્યતિરેક, જેમ કે પરમાત્માથી વ્યતિરિક્ત વસ્તુ = જન્મ = અત. તેનાથી વ્યતિરિક્ત એટલે કે જન્મરહિત. એવા પરમાત્મા છે. પરમાત્માના પરિચયનો આ એક પ્રયાસમાઝ છે. જેનાથી પરમાત્માનો પૂર્ણપરિચય પ્રાપ્ત થઈ શકતો નથી જ. કારણ
-પરમોપનિષદ્ર કે વાસ્તવમાં તો પરમાત્મસ્વરૂપને જણાવવું કોઈ પણ રીતે શક્ય નથી. કારણ કે તે અનુભવૈકગમ્ય છે. આ વિષયમાં પૂર્વે કહ્યું પણ હતું કે પરમાત્માના કેવળજ્ઞાન, વીતરાગપણું વગેરે ગુણો સર્વ નયોનો વિષય બનતા નથી. હવે આ જ વાત પરમાત્માના ‘સુખ'ને વિષે કહે છે –
जानन्नपि यथा म्लेच्छो, न शक्नोति पुरीगुणान् । प्रवक्तुमुपमाभावात् तथा, सिद्धसखं जनः ।।२०।।
જેમ પ્લેચ્છ જાણતો હોવા છતાં પણ નગરના ગુણોને કહી શકતો નથી, કારણ કે ઉપમાનો અભાવ છે, તેમ લોક સિદ્ધસુખને પણ કહી શકતો નથી.
એક રાજા જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો આમતેમ ભટકતો હતો. કોઈ ભીલે તેને આશ્વાસન આપ્યું. પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. ખવડાવું-પીવડાવ્યું અને પ્રેમથી નગરનો રસ્તો બતાવી દીધો. નગરમાં ગયા બાદ રાજાએ કૃતજ્ઞતાથી તેને ત્યાં બોલાવ્યો. ઊંચી મહેમાનગિરિ કરી. પેલો તો જાણે દિવ્યલોકમાં પહોંચી ગયો. થોડા દિવસો થયા અને પેલાને સ્વજનો યાદ આવ્યા. વિદાય લીધી. જંગલમાં પહોંચ્યો, ઘરે ગયો. અને ત્યાં તેને સ્વજનો વીંટળાઈ વળ્યા. તેઓએ કદી નગરને જોયું ન હતું. બધા જાતજાતના પ્રશ્નો પૂછવા લાગ્યા... નગર કેવું હતું ? ત્યાંના લોકો કેવા ? ત્યાંના ઘરો કેવા ? ત્યાંના ખાન-પાન કેવા ? ત્યાંનું સુખ કેવું ? વગેરે... - પેલા ભીલને બધી ખબર છે. પણ તે ઉત્તર આપી શકતો નથી. કારણ કે નગરના ગણોની બરાબરી કરે એવી કોઈ ઉપમા જંગલમાં નથી. તે જ રીતે કેવળજ્ઞાની કે શ્રુતકેવલી આદિ વિશિષ્ટ જ્ઞાની જનને કોઈ પ્રશ્ન કરે કે સિદ્ધનું સુખ કેવું ? તો તે જાણતા હોવા ૧. અયિત - પુરિ | % - પુરી | ૨, ૪ - ગિન: |