________________ परमात्मपञ्चविंशतिका - 83 જે રાગાદિથી મોહિતનું ધ્યાન કરે, તે રાગાદિથી વિવશ થાય છે. જેમ કે કામિનીનું ધ્યાન કરતો કામુક કામવિહ્વળ થાય છે. જે વીતરાગનું ધ્યાન કરે તે જીવ વીતરાગ થાય છે. જેમ કે ભમરીથી ડરેલી ઈલિકા ભમરીનું ધ્યાન કરે છે, તેથી ભમરી બને છે. આશય એ છે કે જીવ જેના ગુણોનું પરિભાવન કરી તેમાં તન્મયતા પામે ત્યારે તે પણું” પ્રાપ્ત કરે છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે - तद्गुणग्रामसंलीन-मानसस्तद्गताशयः / तद्भावभावितो योगी, तन्मयत्वं प्रपद्यते / / यदाभ्यासवशात्तस्य, तन्मयत्वं प्रजायते / તવાભિાન સૌ જ્ઞાની, સર્વજ્ઞમૂત ? Il36/42-42aa. જેનું મન પરમાત્માના ગુણસમૂહમાં અત્યંત લીન છે, જેનો આશય પરમાત્મામાં પરોવાઈ ગયો છે, જે પરમાત્મભાવથી ભાવિત છે, તે યોગી તન્મયપણું પામે છે. જ્યારે અભ્યાસથી તે તન્મય થાય છે, ત્યારે તે જ્ઞાની પોતાના આત્માને સર્વજ્ઞરૂપે થયેલો જુએ છે. માટે પરમાત્માના ગુણોનું ધ્યાન કરવું જોઈએ. અહીં પ્રેક્ષાવાવૃત્તિ થાય તે માટે ફરી તેના ફળનો નિર્દેશ કરી ઉપસંહાર કરે છે - परमात्मगुणानेवं, ये ध्यायन्ति समाहिताः / लभन्ते निभृतानन्दा-स्ते यशोविजयश्रियम् / / 25 / / આ રીતે જેઓ સમાધિપૂર્વક પરમાત્માના ગુણોનું ધ્યાન કરે છે, તેઓ અત્યંત આનંદયુક્ત થઈને યશોવિજયલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. પરમાત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન વગેરે ગણો કથંચિદુ પરમાત્માથી અભિન્ન છે. માટે તે ગુણોનું ધ્યાન પણ પરમાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સમાધિપૂર્વક કરવાનું છે. સમ્ = ભાવ: એકાગ્રભાવમાં મનનું આદાન કરવું તેનું નામ સમાધિ. પરમાત્માનું ધ્યાન એકાગ્રચિત્તે કરવું જોઈએ. જેઓ આ રીતે ધ્યાન કરે તેઓ 84 -પરમોપનિષદ સ્વયં પરમાત્મા બની જાય છે. પરમ આત્મા - સર્વશ્રેષ્ઠ આત્મા ઈત્યાદિ યશને પ્રાપ્ત કરે છે અને આંતરબુઓ પર વિજય મેળવે છે. આ રીતે યશ અને વિજયરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મહારાજે ગર્ભિતરીતે ‘યશોવિજય’ એવા સ્વનામનો ઉલ્લેખ કર્યો છે. समाप्तेयं न्यायविशारद्-न्यायाचार्य-महोपाध्यायश्रीयशोविजयविरचिता परमात्मपञ्चविंशतिका આ રીતે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહોપાધ્યાયશ્રીયશોવિજયજી કૃત પરમાત્મપંચવિંશતિકા સમાપ્ત થઈ. ઈત ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામિશાસને પરમકૃપાળુ શ્રીસંભવનાથદાદાપાવનસાન્નિધ્ય વીર સંવત ૨૫૩૫માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયોમ-ભુવનભાનુ-પાહેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય-આચાર્યકલ્યાણબોધિસૂરિસંવર્ણિતા પરમજ્યોતિપંચવિંશતિકા તથા પરમાત્મપંચવિંશતિકા પર ગુર્જર-ટીકા-રૂપા પરમોપનિષદ્