Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009615/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ मोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૧૫ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત પરમજ્યોતિપંચવિંશતિકા-પરમાત્મપંચવિંશતિકા, શ્રી જિનપ્રભાચાર્યકૃત પરમસુખદ્વાત્રિંશિકા, અજ્ઞાતકર્તૃક પરમાનંદપંચવિંશતિકા પર ગુર્જર વૃત્તિ તથા અજ્ઞાતકર્તૃક પરમાત્મદ્વાત્રિંશિકા પર અનુવાદ રૂપ પરમોપનિષદ્ મૂળકૃતિસંશોધન + ગુર્જરવૃત્તિનવસર્જન + અનુવાદ + સંપાદન છે ૫.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમરાન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ जाग्रत्यात्मनि ते नित्यं उदासते परद्रव्ये बहिर्भावेषु शेरते | लीयन्ते स्वगुणामृते ॥ પરમકૃતિઓની પાવન પંચવટી છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રબંધનું નામ : પરમોપનિષદ્ • મૂળકૃતિઓ-૫ : (૧) પરમજ્યોતિપંચવિંશતિકા (૨) પરમાત્મપંચવિંશતિકા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય લઘુહરિભદ્ર કૂચલી સરસ્વતી મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા કૃત (૩) પરમસુખદ્વાત્રિંશિકા - શ્રીજિનપ્રભાચાર્યકૃત. (૪) પરમાનંદપંચવિંતિકા - અજ્ઞાતકર્તૃક. (૫) (મહાવીર) પરમાત્મદ્વાત્રિંશિકા - અજ્ઞાતકર્તૃક. • મૂળકૃતિઓનું હસ્તાદર્શો દ્વારા સંશોધન + પ્રથમ ચાર કૃતિઓ પર ગુર્જર વૃત્તિ નવસર્જન + અંતિમકૃતિનો ગુર્જર અનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : અધ્યાત્મ. • વિશેષતા : • જ્ઞાનનય - નિશ્ચયનય - શુદ્ઘનય - સૂક્ષ્મનયથી અધ્યાત્મવિશ્વની અદ્ભુત સમૃદ્ધિનો આવિષ્કાર. સહજ સમતા અને પ્રસન્નતા પામવા, જીવન્મુક્તિનો આનંદ પામવા પૂર્વાચાર્યોએ આપેલું એક સુંદર આલંબન. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા. • આવૃત્તિ : પ્રથમ • પ્રકાશન વર્ષ : વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ Page #2 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका परमज्योतिषे नमः પરમોપનિષદ્ર • મૂળ કૃતિના સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્શોને પરિચય : * રીનો શિકાર કામમાં માત્ર ' નવા જનાજાનારા નામના મકાન " અકાળ મrt = મન થાક કામ કર તમામ કા મ 11, મામા , * નરેન કે માત્ર કથા arallખ્યમ નામનો ન કરવા વિન્ડમ મારા મરાનપાન પામવાની મજા જ કા કીમhક નામમાત મણી માં કામકાજામ, વાળ જ ગ્યામ 4 મી નવવિક ખમાજમાથમિકા માનિ જાથરમારામામામચરિયામા ઘર સાવ વાઘમઘૂમખાવામથી મઘમ, પણ વકમ લવેનું કામ કા મ મ માયા પણ જાતના કયા માપના જોયાં. નીનામા, માયાભifWifમારી છે જાઉંffપર કામrls | માળા ડાયરા મા , લાજ મા જ કાન કાપા પા ,, રામ # કે જા | ના કાકા કપનrt trt ના timali 2 [ - (પરમતિ ) શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) હસ્તાદર્શ નં. ૪૪૨]. વ્યવહારમાં પ્રાણ પૂરે ક્રિયાઓને જીવંત બનાવે મોક્ષલક્ષને સદા જાગૃત રાખે સંકલેશોથી સર્વથા મુક્ત રાખે સુખસાગરમાં નિમગ્ન કરે પરમાનંદની અનુભૂતિ કરાવે એવી પૂ. ઉપાધ્યાયજી મહારાજની પરમજ્યોતિપંચવિંશતિકા, પરમાત્મપંચવિંશતિકા, શ્રીજિનપ્રભાચાર્યકૃત પરમસુખાવિંશિકા, અજ્ઞાતકણ્વક પરમાનંદ પંચવિંશતિકા અને મહાવીર) પરમાત્મદ્વાáિશિકા.. આ પરમ કૃતિઓમાં પૂર્વાચાર્યોએ પોતાના જ્ઞાનસાગરનો અર્ક આપી દીધો છે. લાખો શાસ્ત્રોનું નવનીત પીરસી દીધું છે. આત્મગુણોના અનુભવની અભિવ્યક્તિ કરી છે. ન્યાય-તર્ક-ખંડન-મંડન-વાદ વગેરેના જટિલ વનમાંથી પસાર થઈને છેવટે તો આ જ ‘પરમ’ના ઉપવનમાં વિચરવાનું છે એવો ગર્ભિત સંકેત પૂર્વાચાર્યોએ કર્યો છે. આ કૃતિઓના પ્રત્યેક શ્લોક પર અનુપેક્ષા કરીએ તો કદાચ વર્ષોના વર્ષો પણ ઓછા પડે, સાથે સાથે રાગાદિ દોષોના પડળોનું પ્રક્ષાલન થતું જાય, આત્મિક ગુણોનો આવિર્ભાવ થતો જાય અને પરમાનંદના ઝરણાઓ સ્વયંભૂરૂપે ઝરવા લાગે. એ અનુપ્રેક્ષાની દિશામાં યત્કિંચિદુ દિગ્દર્શન એટલે જ ‘પરમોપનિષદ’ ગુર્જર ટીકા. આ ટીકામાં મૂળ કૃતિઓના રહસ્યો સમાઈ જતા નથી. આ તો હમણાં જ કહ્યું તેમ દિગ્માત્ર છે. ‘પરમ’ એ તો “પરમ” જ છે. અનુભૂતિ વિના અગમ્ય છે. એ અનુભૂતિના સ્તરની સૌને પ્રાપ્તિ થાય એ જ આ ટીકાના સર્જનનું ફળ ઈચ્છું છું. વિરે મામા ઘમિ રીરિકામકારા મામા નુ મમરાક્રમઃutifમા || માળામા+++avયવલિયમૂકાવાવ | "ામwઉથhujMa મfaijaniku [ક્ષા યથા યા ક યા || મારા કામમાં મૂકને નમવા મvnખમિન કાબુમાર શqfમામmesh thirijn Bhil | મu{/jય, વિના 141 મનીયો ri Aiાયા એકમ Fit11sa I am/ समसामायिायामशकungो मिनीशीवाशादिरूपाण्यात Fામ ગેરા પર્થઃ મોઈનના ધાર્મિધમાં ચા નેતiાણવાઈન નીપુરા =કી 11 તિMિાક નવા પાપકામ+in+T-1,91 ,માગમાકુનૈતિના કા,riયાનપક્ષી ઘનિધિ, this નામા નાયબ us whથાિ ગયા ૧૧મા નગામારાનું કામ પૂbhathtપૈ15.11 " F57: કthબર માસ, માધવ રામ ધા નામ મામાદાર કા | / \ \ કમિશanuel M, REો ૧ ૨ ગ્રામ કા નાથ ય vળોમ || ક્રિ - (પરમાત્મ૦) શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) હસ્તાદર્શ નું, ૪૪૨] નગુનામ્રિાસાયરવિ સંદરપાકકાશ્મનાબાળાના મરોડા પ ા.% =====fધારામારીના ધારિત:imaginatisfacરેરક - માં 3 મh૫૨ કિ રાત્રે ++રામિ નિમર'મમમમમ ઘાં; એ જે मज्योतियाविरजनासरीपाविलासितज्योतिक निर्मपतमीतिनिरकमा યાત્રીર્મીનાaraj, kr/ifra GIક ત્રિમંIિ પ્રાંતનોકિ सशस्लोरेसने यथासकरस्पत्तिासर्यकास्थिलोनापसनपनिक જિમમvm મોરિજિનનિ નિ ન લાગા નાવિ વરણ:/ળવિ નમ: તને કમ 1 વ મ નમન કરવા જતન મ મન 1 રિમજીવા મતt F = iTs[H FIમાdhધમકુમાર* કે, નિગમી ને કાર્યાનિ થariા મનમૈત્રના 11 વર્ષની સિકન બી नक्षना.सदानन्यानासनगीविनिशियाममितियाभरपेवर्षपयोयान पतिपरमारनाम નીટે નૈ િifનિક પ્રશ્નાdiaMQ1મળસિનિnii Tran infમુfમ) [ણ - (રમ ચોતિ) શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) હસ્તાદર્શ નં.૨૨૫૭૪] Page #3 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका પરમોપનિષદ્ર કે Ouuneमाधम्र्मातरमना जीवा जीवानिवधित ज्ञास्यमियदात्माननदाातपरम NAA सवर ठिबास्नीवासीवादिकनवनाशवधर्मवनयधर्मयात. यात्मानस्वरुपतासिविवादपशिखामियदादिमावरिया लियालुवतदिष्यसि मयादिशाबनायजदाण२ विवादरमिवादिनावना तव्यकामदंसामानक्रपान यावेन मिनिबा/2/नायामम्रपाना या विश्वविश्वासनामिनी सत्यवशामिल मादित्यानावहिवाशनविश्वनावि शासनाशाजनारमिधाज्ञावान वानप्रसनमानाग्यानीमन्य। सिनियरथाहापरिज्ञायायदानलास्वमि यादवराय 28नियाईपनीपादानीasीवाराHasकायायाम यादी सनालई सि निवास छायदासमी मनात मिसुनानविनव्यामा वयवतरवानित्य ना विवाहप्रaasविषाक्यमनामपदारुपमशननित्यादि मामितवाय यादामहाविदयानिधनधान्यादिवयवारयज्ञयाग्न दा लवादशनधनवान्यादिकययनाविषयनिरिक्षनागमयवियरकपयवस पाश्रीविनायनमनपरमानंदमयनानिविकारंभिराममानानानयश्यतिमिजदेवावम्बित भूनतमुरवमयत्रज्ञानाशतपयोधमनतबाधमयनादर्शनपरमात्मनःशिकारनिराधा १२.मेगविवक्षितपरमानक्षमयनादवेत्त्यन्यलकपनमा स्यात्मविताविनाम ध्यमा प्रधमाकामचिनायधिशाधमासमाधनिकित्त्यमस्य मामासायाधिवकमे ननिरूत्वातपिनियस्विनस्यमयामंदमय माधयानामानिमयविनामवनितारमाने समनिश्काशमनिन्यायाथानीय.शिश ननितिमा अयमात्यायनावमादेवन एनिमबंदाव्यकर्मविनिमुनानायक रिवर्तित नोकरक्षितविििनव" शमिशनत्रयाणामानिमा व्यवस्निानदीमामयस्यशिजायला वनारकर यानकियातनाव्यानिकर्म विलीयतात्दास्यविमरकान क्षए। यधर्मशीलानयाधानाकदीनामियामनवनिमशाग्यप्रिपरमानन aतिमाचिक्षमकामशयानदमपएरमात्मामचममम्मकल्यविकल्पक बना बनानाशिवमनिनियामानापियामास्वयामवंतवश्वचिदानंदमयदंपरायायनिराम यानतपुरवमयनामर्वमंगविवwिan-खाकमाचप्रमाणादिनिश्वायनधिमंशय व्या [क - (परमानायविंशति) श्री भयन्द्रायार्थ शानदर - पाटा, .२४६, अन्य-१२२२८] [क - (परमसुमदानिशEL) श्री मयन्द्रायाय शानभाहर - पाट, SL. २१७, अन्य-१०११०] assकायमविकसकसsymnasamamaterisatavaadavuntainायामा सपरिपकारव यनिसमाविकीपगनियामागकामकादियिकीमा ani सवायंकशनपवनामादकीयकाHamanen.एलयामयिनिसमापयाविarehi सारामासारखाmaAYRIGanimisuavuqishejdastamarvasnamad सागसबनिसक्तियावसायमा वयामायानगयासकामगाtmealaimaiसप्रसन समसsawaamaIAसमसामानIRanानासाहिवनयामRASHANT romasummedadainaingurulinanालयमापनयमिmanARATTeamel समसामनासवियनाराd00पालमायामामागावर Romumanmwarupanisunnileonममगार . यावाखBIDHIANAVRRIORNIROपवारमा मिकromentaminatioमसंवायाha .airtenmasuriyasinitSHRA IHAromansamaniaminenimyaकामना समtinyms MARAT H IMIMARATHधानाutaamanmainanापyalayan CHORIdAndhemantremelinaतिरिकासिमासनमायकवायmareAEMADAANAR PRAISAROOMA amananemierRIBEmainamaimotion N ORaduinimbuwanamusana-MAI लाया Fammeनश्कामाTAITRIRAIL amritw al anieuwarIRRIGran MarMarianRETIMAH asinghanisuantumlentitinuinnesed AR mmmmmmmmmromanानवयासनाamansam arpanNew JamniwHORITAIनवनाnomiveshan taminatanARISTMaraland masmirmwamongtimraineemalenimameramentarien d ly mumtaaTRATIDARASHTRA AmAIYAAR mmunnamamalenimchyaareerintenkaterinainmenhamamtainmeAR I NEERAcense JAIPURNDHIRAININDM C ARPARTEReminatangare rabytmeniligminegmegaummigraminoringaronlinene munaaniya m ota amagunmitu dmininem A Aamdaryarainianjarmnimadimaniainmetauda PAH INisentmeten amam [ख - (परमसुमदानिशs1) MisIR5२न्स्टीट्युट - पूना, अंथ-२१७] [ख - (परमानायविंशति51) श्री भयन्द्रायार्थ शानमार - पाटा, si. 234, अन्य-११०२७] autumbaiमालीचालीवादिनवित्रजापनिवदाम्बामातदानयम गठिानतीयाडीयानि कनवानाaviane यामानारूपवादमानियाaReautaल्याक्तिलाम डियाबुबनवियमिामिवादिनाचनानव्या जवाना तिवादमिकादिनावमा विणकलेसागरामरजादाबामविननापानमयान विवासनामिनामवामिदमागत्यानावलिमcotaनानि शासनानगामनादानिशमशान बनामानापनकायसवर सि- तिपथावाय.mननासमियरामवतम विवादयविस्मीटावालानमय यसपनाकासमपान्यायरी पिनालsसिनियतामामामानात मनाविरयामावलवनमानानिय विवारवायतन विनामधवाकयननयमित निमामिना यावासचिवम्यागादिवस बारपश्यदानमा सजवायनमसनमामादिकवान विषयनिनिधनाबानायकापस Insungीकिनावामानवम निरनिरामयाबीनानपनि निदेशविनम्नडनमय कामसमराना मयसीनयरममा काशिदरार सार्वविवाहित मानवमा सुचनबनकण ३ समाचात्यजितामा यौनविनावमा समाजाभितम्या सविधाis a निकलनयन्य नियमकरम पंकिक मानिया मितपबिगामदार यसमनिमनिता ममेलेनिमामान परमानेरकारनजिन्यावयानी नितिशतिमर्वदा नायनामाम्दनानिदिवितिनिर्मित सकार्यशनिमामि विनिति नियमविया सानsaima अमित बामनीमानयमिक आजमाकर नावाकियातन मनी बसविनायी कपनमनिननमकासको धर्मनीमानयवानावर माभिवमननिमेशवराम बनिमशानिकमा खानेटस्यमा ममनमक विकासमाबजीनधि मतिभि कामनिटामीमायक्षमा निराकार निरामयातमुखमय ममाविवक्षिकमात्रमा यिनदिममय मवादमानविकीनन । बरतिम Hymnalana विBिA REETसमा सवपरवनमानिकांगमयरममावपरमप्रारमनातिनावपरनामस्वपरमारaare अनावमाकल्या.yranaवियuvaiभि६.प्रावयार्क वापरमवन्य मान पजाबादच slatiमामानिमोनि:18कासहित समित्यादि मिस युगाने निकानिरामय मानिमामा परमानन का भवन निमा मात्र बोजामानिमितः स पापति बनाए वियतनामधारी जातिमानिनिमानामाननवरे निनिनि सानानिवार सम्बनिनिधनमाविमा परमेयमाबने इनिधीची भामेशमनम्त्याएनन [ग - (परमसुमहाशिs1) EिLAसी ईभयन्द्रायार्थ ज्ञानमंदिर (पाट) હસ્તાદર્શ નં.૧૦૧ ૬૦ (આ પ્રતિમાં બાલાવબોધ પણ આપેલ છે.)] [ग - (परमानध्ययविंशति51) श्री भयन्द्राया ज्ञानमंदिर - पाटा, .२४६, अन्य-१२२२८] Page #4 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - 7 ન | vaitiar Rrady Ras માતાજીને વિદ્યુત સદા દેખાવને નાકને પી શાય નદઢ /રા તા.રો*Filiaritihat tીને, તે ઘN ગણિી 4 || कमांजनेतपर्वाऽमहिनापजामषदकामधनकलनिवारश्रीगुरुमिदाबा विचनीकर्षकदिनऽधकही जाननातीर्थकरनामावस्याविरूपमनमनाग| A Trail21stfuપ1િ111 :11. " T વઘવાની તમામriઘન, ઘરમ-11e8 મા વાપરીāha] પરનાક થી મારંવાળallમકામras | एमासम बनवना अनि , !ાકિનીનHI/ પરમાનં માના માં વીમા કંપાઉના પાગરણનું હstવાઘ મારાથય મમતાસંગ્રાૐા નિયતા છે કી ધ્યાનમા Maliી #ય #1 | a 4. કાપ ના પ્રા જામFરનામામાના ઘણાયati મયમાઘવી ઘમઘનu|| 55 A[મના hitતેવા નિત છે + નેનાવતા | | પપપપ % ન!!! મન ન પમના પરમists મ ના નમુના -મામ મા છે ! =ીલ માજમ રાત 1 નુ દબાણ મને કામ d girlf a માને 1 વાગે A ને તેમાં +1 મા નો માનy : વીના જ મનનને જાનવરને પાન #પવામાં મા તમામ કે સાઇ દીક 1 -પરમોપનિષદ ઈન્ચાર્જ પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહના અમે આભારી છીએ. શ્રી વિમલભાઈ દ્વારા ટાઈપસેટિંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. પ્રાન્ત, પ્રસ્તુત સર્જનના માધ્યમે સ્વ-પરને પરમપદની પ્રાપ્તિ થાય એ શુભાભિલાષા સહ, બહુશ્રુતોને સંશોધન કરવાની નેમ વિનંતિ સાથે, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ [ ધ - (પરમાનંદપંચવિંશતિકા) શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણ, (બાલાવબોધ સાથે) Sા. ૨૪૧, ગ્રન્થ -૧૧ ૩૬૫] યમ નાં મારા કાન કરવાનો વાઘ કામ કરે છે, મહા માસમાં કામ જ ય નવ મજા માણવા માટે માં તમામ કામ કરે કામ કરવાની કમલે કમલા મા કામ કરવાના કામ માં નવા નાકના 4 બાદ જેમ તમારા પર એક પર _મ ા ક મ ર મ ય ર 141 એક કાં કામ ક છે કે ન ગમે ? મી ક ન ક મ - મ મ મ મ મ મ મ મ મ મ ય ર કાના - પ ક ન ક ક કામ કરે છે ? જનક નામના નમૂના પાકા મકર રમવાની મક જ ના કરે તે કામ કરવા મ ક ન ક નનન ન કરે - - - - - - - - - મમરામત કકક htat વાત કરવા માંગતા - - - - - - - - જય મ ક ા મ ય ર કાં ક - ર ક કા કા કલમકાન ના કે કn rી [ (પરમાત્મકાત્રિશિકા) શ્રી હૅમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણ, s, ૨૪૯, ગ્રન્થ-૧૨૩૭૪ ] ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામિના શાસનમાં પરમકૃપાળુ શ્રી સંભવનાથદાદાના પાવન સાન્નિધ્યમાં ભીમભવોદધિતારક ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાદૃષ્ટિથી આ પ્રબંધ સંપન્ન થયેલ છે. સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્શ જ્યાંથી પ્રાપ્ત થયા તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) ના પ્રેરક પ.પૂ. રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા તથા એલ.ડી. ઈન્ડોલોજીના Page #5 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका || ાથ પરમબ્યોતિ: વવિશતિજ્ઞ || ऐन्द्रं तत्परमं ज्योति - रुपाधिरहितं स्तुमः । उदिते दंशेऽपि सन्निधौ निधयो नव ।।१।। ઐન્દ્ર આત્મસમ્બન્ધિ એવી, રાગ-દ્વેષ-સંકલ્પ-વિકલ્પ વગેરે ઉપાધિથી રહિત એવી તે પરમજ્યોતિની અમે સ્મ્રુતિ કરીએ છીએ કે જેના અંશનો પણ ઉદય થાય, એટલે નવ નિધિઓ સાન્નિધ્યમાં આવી જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિનું ચિહ્ન કહો, પ્રસાદ પ્રસરાવતા મા સરસ્વતી પ્રત્યે તેમની કૃતજ્ઞતા કહો કે પછી સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય આત્મગુણોની પ્રાપ્તિ કરવા વિષે જ છે, એમ કહો, કૃતિની શરૂઆતમાં જ છું” કાર અથવા ‘ન્ર’ શબ્દનું વાંચન કરતાની સાથે ઉપરોક્ત વિકલ્પોની સ્મૃતિ થાય અને રોમરાજી વિકસ્વર થયા વિના રહેતી નથી. પૂજ્યશ્રી આત્મસંબંધિ પરમ જ્યોતિની સ્તવના કરે છે. પણ એ જ્યોતિ તો જીવમાત્રમાં રહેલી જ છે, તો શું તેઓ બધા જીવોની સ્તુતિ કરે છે ? અહીં સમાધાન છે હા, એ જ્યોતિ ભારેકર્મી જીવમાં પણ છે, દૂરભવ્ય જીવમાં પણ છે, અને અભવ્ય જીવમાં પણ છે. આમ છતાં પણ તેની સ્તવના કરે છે. અને તો પણ તેમની સ્તુતિ અનુચિત નથી, કારણ કે ન્યાયવિશારદ પૂજ્યશ્રી તે પરમ જ્યોતિને એક વિશેષણ લગાડી દે છે - જે છે ઉપાધિરહિત. જીવમાં રાગદ્વેષરૂપ ભાવમલ હોય તે ઉપાધિ છે. ૩પ-સમીપમ્, ગાયીયત ડ્યુપાધિ: આત્માના શુદ્ધ સ્વરૂપને આવરી લે તેનું નામ ઉપાધિ. આત્મોપનિષદ્ નામના જૈનેતર ગ્રંથમાં કહ્યું છે ઉપાધિનાશાત્ બ્રૌવાારા १. हस्तादर्श प्रारम्भे आत्मज्योतिःस्वरूपपञ्चविंशतिका इत्यभिधानान्तरमस्याः । ૨. સ્વ - તુમ । રૂ. સ दंसे । ४. ख વન । - -પરોપનિષદ્ ઉપાધિનો નાશ થાય એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જ અવશિષ્ટ રહે છે. મુક્તિપિનિષમાં કહ્યું છે - frffનનું વટાળાનું પરિપૂર્ણતા૰ ઘટ એ આકાશ માટે ઉપાધિ છે. ઘટમાં રહેલો અવકાશ એ ઘટાકાશ છે, એ ઘડામાં રહેલું આકાશ સીમિત છે - અપૂર્ણ છે અને જ્યારે ઘડાનો નાશ થાય ત્યારે આકાશ અનંત અને પરિપૂર્ણ બની જાય છે, તેમ રાગાદિ ઉપાધિનો વિલય થાય એટલે આત્મા પણ પરિપૂર્ણ બની જાય છે. એ પરિપૂર્ણ આત્મા-પરિશુદ્ધ આત્મા એ જ પરમજ્યોતિ. અમે તેની જ સ્તુતિ કરીએ છીએ. એવું ઉપાધ્યાયજી મહારાજ કહે છે. ૨ આશય એ છે કે જીવમાત્ર પરમાત્મસ્વરૂપ છે. પછી તે શુદ્ધ છે કે અશુદ્ધ એ બીજી વાત છે. સોનાની લગડી કાદવમાં પડી જાય તો પણ એ સોનું જ કહેવાય છે, કાદવ નહી, એની કિંમત એની મહત્તા ઘટી જતી નથી. કારણ કે વ્યક્તિના મનમાં તેનું શુદ્ધ સ્વરૂપ જ ભાસે છે. તેમ જ્ઞાનીઓની દૃષ્ટિમાં પ્રત્યેક આત્મા શુદ્ધસ્વરૂપે જ ભાસે છે. કાદવસ્થાનીય એવી ઉપાધિને તેઓ ગણકારતા નથી. અને તેથી જ સર્વત્ર તેમની સમતા અસ્ખલિતરૂપે પ્રવર્તે છે. તેથી જ ભગવદ્ગીતામાં કહ્યું છે - विद्याविनयसम्पन्ने, ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च, पण्डीताः समदर्शिनः ।।५- १८ ।। વિધા-વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે પછી ચાંડાળ હોય, તે બધામાં પંડિત જનોને સમદૃષ્ટિ હોય છે. આ એક નય છે. સમભાવને કેળવવા, દ્વેષ-મત્સર વગેરે દોષોને દૂર કરવા માટે તેનું પરિભાવન કરવું આવશ્યક છે. જેવું સિદ્ધભગવંતોનું આત્મસ્વરૂપ છે તેવું જ મારું પણ છે. તેવું જ Page #6 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका બીજાનું પણ છે. યાવત્ ક્ષુદ્રમાં ય ક્ષુદ્ર જીવનું પણ છે. અને અમે તે પ્રત્યેકની સ્તુતિ કરીએ છીએ. સિદ્ધ અને અસિદ્ધ એ બંનેમાં તફાવત એટલો જ છે કે એકે પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણપણે પ્રગટ કર્યું છે. અને બીજા નથી કર્યું, તેનું આત્મસ્વરૂપ અપ્રગટ છે, તેની જ્યોતિ આવૃત છે, પણ જો એ જ્યોતિનો અંશ પણ ઉદય પામે - પ્રગટ થાય, તો અદ્ભુત પરિણામોની પ્રાપ્તિ થાય છે. બાહ્ય અને આભ્યન્તર લક્ષ્મી સ્વયંવરા થઈને વરમાળા પહેરાવે છે. કુદરત પણ તેને વશ થાય છે. મનમાં જે વિચાર આવે તેની સિદ્ધિ થયા વિના રહેતી નથી. જેની ઈચ્છા થાય તે વસ્તુ સ્વયં હાજર થયા વિના રહેતી નથી. અંતરમાં સહજ આનંદની સરવાણીઓ ફૂટે છે. વૈશ્વિક સમૃદ્ધિઓ અત્યંત તુચ્છ ભાસે છે. આ સર્વ વસ્તુઓને ટૂંકમાં જણાવતા અહીં કહ્યું છે કે ત્યારે નવે નિધિઓ સેવામાં હાજર થાય છે. લોકમાં નવનિધિઓ પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ માહિતી સ્થાનાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે - एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स नवमहानिहीओ पण्णत्ताओ, तं जहा- नेसप्पे पंडुए पिंगले य सव्वरयणे महापउमे । काले य महाकाले माणवग महानिही संखे ।।नवमस्थाने ।। પ્રત્યેક ચક્રવર્તીના નવ મહાનિધિઓ કહ્યા છે. તે આ મુજબ - નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવક, અને શંખ. આ નિધિઓ ધન, રત્ન વગેરેના સંચયથી સમૃદ્ધ હોય છે. ચક્રવર્તીના પુણ્યોદયથી તેને નવ નિધિઓ વશ થાય છે. નવ નિધિઓ વશ થવાથી જે ફળ મળે તેનાથી પણ વધુ ફળ આત્માની પરમ જ્યોતિના અંશનો ઉદય થવાથી થાય છે. માટે અહીં નવ નિધિઓ સાન્નિધ્ય કરે છે, એમ જે કહ્યું છે એ સ્થૂલથી કહ્યું છે, -પરમોપનિષદ બાળ જીવને સમજાવવા માટે કહ્યું છે, વાસ્તવમાં તો એ પરમ જ્યોતિના અંશના પણ ચમકારાની પાસે નવ નિધિઓ પણ તૃણ સમાન છે. પ્રશ્ન :- પરમજ્યોતિના માત્ર અંશનો ઉદય થાય તેનું આટલું બધું ફળ કેવી રીતે હોઈ શકે ? ઉત્તર :- અગ્નિનો કણ પણ ઘાસની ગંજીને ભસ્મીભૂત કરી દેવા માટે સક્ષમ છે. નાનકડો દીવડો પણ અંધકારોને ઉલેચી નાખે છે. તે જ રીતે પમરજ્યોતિનો અંશ પણ અદ્ભુત ચમત્કારોનું સર્જન કરે છે એમ સમજવું જોઈએ. - આ પણ ઉપમામગ જ છે. માટે પરમજ્યોતિ એટલે દીવડો આવી ગેરસમજ ન રાખવી, પરમજ્યોતિ તો સૂરજ અને ચન્દ્ર કરતાં પણ અનંતગુણો પ્રકાશમાન છે. આ જ વાત જણાવતા કહે છે - प्रभा चन्द्रार्कभादीनां, मितक्षेत्रप्रकाशिका । आत्मनस्तु परं ज्योति-र्लोकालोकप्रकाशकम् ।।२।। ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્ર વગેરેની પ્રભા પરિમિત ક્ષેત્રની પ્રકાશક છે. જ્યારે આત્માની પરમજ્યોતિ લોકાલોકની પ્રકાશક છે. સૂર્યનો પ્રકાશ ઉર્ધ્વદિશામાં ૧૦૦ યોજન સુધી જાય છે. અધો દિશામાં ૮૦૦ યોજન સુધી જાય છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં ૮૭,૨૬૩ ૭/૨૦ યોજન જેટલો તેમના કિરણોનો વિસ્તાર છે. અને ઉત્તરદક્ષિણ દિશામાં મેરુ પર્વત તરફ ૪૪,૮૨૦ યોજન અને સમુદ્ર તરફ 33,333 ૧/૩ યોજન સુધી સમુદ્રમાં અને ૧૮૦ યોજન દ્વીપમાં હોય છે. આ સ્થિતિ જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં હોય, ત્યારની છે. શેષ મંડલોમાં તો તેનાથી પણ ઓછો પ્રકાશ-વિસ્તાર હોય છે. આ જબૂદ્વીપના સૂર્યોના વિષયમાં સમજવાનું છે. અન્ય દ્વીપ-સમુદ્રોમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका આ વિસ્તાર વધે છે. મનુષ્યલોકની બહારના સૂર્ય-ચન્દ્રનો પ્રકાશવિસ્તાર પહોળાઈમાં એક લાખ યોજન અને લંબાઈમાં અનેક લાખ યોજન હોય છે. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ આગમોમાં પ્રસ્તુત વિષયમાં વધુ માહિતી છે. આત્માની પરમજ્યોતિનો પ્રકાશ તો સૂર્ય વગેરે કરતાં પણ વધુ છે. કારણ કે સૂર્ય વગેરે વધુમાં વધુ અનેક લાખ યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રકાશે છે, અર્થાત્ સંખ્યાતા યોજન પ્રમાણ-પરિમિત ક્ષેત્રને જ પ્રકાશે છે. જ્યારે આત્માની પરમજ્યોતિ તો સંપૂર્ણ લોકને પ્રકાશે છે. જે સૂર્ય વગેરેના પ્રકાશવિસ્તાર કરતાં અસંખ્યગણો છે. એટલું જ નહીં, એ પરમજ્યોતિ અનંત અલોકને પણ પ્રકાશે છે, કે જે સૂર્ય વગેરેના પ્રકાશવિસ્તાર કરતાં અનંત ગણો છે. માટે જ અપરિમિત છે. માટે આત્માની પરમજ્યોતિનો પ્રકાશ સૂર્ય વગેરે કરતાં અનંતગણી ભાસ્વર છે, એ સ્પષ્ટ જ છે. માટે જ સમરાદિત્યચરિત્રમાં પણ કહ્યું છે - ચિત્રભાનુ - સુધામાનુ चण्डभानुप्रभाधिकम् । शाश्वतं जयति ज्योतिः परमं परमङ्गलम् II અર્થાત્ અગ્નિ, રાન્દ્ર અને સૂર્યની પ્રભાથી ય અધિક, પરમમંગલ અને શાશ્વત એવી પરમજ્યોતિ જય પામે છે. અહીં લોકાલોક કહ્યું, તેનાથી માત્ર એટલું ક્ષેત્ર નથી સમજવાનું, તેમાં રહેલા જીવ-અજીવાદિ પ્રત્યેક દ્રવ્યો અને તેના ત્રૈકાલિક અનંત પર્યાયો પણ સમજવાના છે. આ રીતે આત્માની પરમજ્યોતિનું પ્રકાશ પાથરવાનું સામર્થ્ય કહ્યું. હવે એ જ પરમજ્યોતિનું સ્વરૂપ કહે છે - निरालम्बं निराकारं, निर्विकल्पं निरामयम् । ગાભન: પરમં યોતિ-નિરુપાધિનિંગ્ઝનમ્ ।।રૂ। આત્માની પરમ જ્યોતિ નિરાલમ્બ છે, નિરાકાર છે, નિર્વિકલ્પ છે, નિરામય છે, નિરુપાધિ છે અને નિરંજન છે. -પરોપનિષદ્ કોઈને અવલંબિત હોવુ એ પરાધીનતા છે. દીવામાં જ્યોતિ તો હોય છે પણ એ તેલ, વાટ વગેરેને આધીન હોય છે. જ્યારે આત્માની પરમજ્યોતિ નિરાલમ્બ છે, કોઈને આધીન નથી. આત્મામાંથી સ્વયં સ્કુરાયમાન થાય છે. માટે જ એ સ્ફુરણા ઈન્દ્રિયોને અવલંબિત પરોક્ષ નહીં, પણ સાક્ષાત્ આત્મામાંથી ઉદ્ભવ પામતી = પ્રત્યક્ષ હોય છે. ६ = તથા આ પરમજ્યોતિ નિરાકાર છે. આકાર એટલે સંસ્થાન. સિદ્ધ જીવોના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રકારો કહે છે – અળિયંત્યસંતાને જેવા પ્રકારનું સંસ્થાન પાર્થિવ શરીરનું કે દૃશ્યમાન પૌદ્ગલિક પદાર્થોનું હોય છે, એવું સંસ્થાન સિદ્ધનું હોતું નથી. પણ લોકપ્રસિદ્ધ આકારની બુદ્ધિને અગોચર એવું તેનું સંસ્થાન હોય છે. માટે શુદ્ધ આત્મસ્વરૂપને નિરાકાર કહેવાય છે. આગમિક વ્યાખ્યાકાર પરમર્ષિઓ ફરમાવે છે કે પ્રસ્તુત પદથી એમ ન સમજવું કે ‘સિદ્ધોને સંસ્થાન જ હોતું નથી.’ કારણકે જો સર્વથા સંસ્થાન - આકાર હોય જ નહીં તો અસત્ થઈ જવાની આપત્તિ આવે - વંધ્યાપુત્ર વગેરેની જેમ તેનો અભાવ માનવો પડે. માટે અહીં પ્રાકૃત જનોને જે આકાર પરિચિત છે, એવા પ્રકારના આકારથી તે પરમજ્યોતિ રહિત છે માટે નિરાકાર છે, એમ સમજવું જોઈએ. તથા એ પરમજ્યોતિ નિર્વિકલ્પક છે. જેમ પવન ન હોય તો સાગરમાં તરંગો સંભવિત નથી, તે જ રીતે પરપરિણામના અભાવે શદ્ધ આત્મસ્વરૂપમાં વિકલ્પો પણ સંભવિત નથી. સુખ અને દુઃખના નિમિત્તો હાજર હોવા છતાં જ્યાં સુખ-દુઃખનું સંવેદન થતું નથી, ત્યાં પુદ્ગલના સંયોગથી જન્ય બીજા વિકલ્પોનો તો અવકાશ જ ક્યાં રહ્યો ? પરમજ્યોતિનો કેવો લોકોત્તર મહિમા ! કેવી અદ્ભુત નિર્વિકલ્પતા ! આ દશાને પામવાનો એક જ ઉપાય છે, સતત એક મંત્રનું રટણ કરવું જોઈએ કે પુદ્ગલજનિત ભાવો ભિન્ન છે, અને હું Page #8 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका તેનાથી ભિન્ન છું. હું જ્ઞાનમાત્ર છું. હું પરમજ્યોતિસ્વરૂ૫ છું. આ એક શુદ્ધ વિકલ્પ છે, કે જે નિર્વિકલ સમાધિને જન્મ આપે છે. પરમજ્યોતિની આ જ નિર્વિકલ્પતાને ઉપાધ્યાયજી મહારાજે ધર્મપરીક્ષા નામના ગ્રંથમાં વર્ણવી છે - जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे व वियप्पा तया हुंति ।। का अरती आणंदे के व त्ति वियपणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियपा पुग्गलसंजोगजा कत्तो ? ।। अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो, अविअप्पसमाहिसंजणगो ।।९७-९९।। અન્યત્વ ભાવનાનો આ વિકલા શુદ્ધ આત્મ તત્વને પામવાનો રામબાણ ઉપાય છે. આ જ વિકલ્પ પછી ‘સ્પર્શ'- સંવેદનમાં પરિણમે છે અને એ સંવેદનમાં તો ‘અભ્ય’ માત્ર નિવૃત થઈ જાય છે. સમગ્ર વિશ્વ પરમજ્યોતિમય ભાસે છે. અને સમતા સોળે કળાએ ખીલી ઉઠે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે એક અદ્ભુત ગ્રંથ રચ્યો છે, જેનું નામ છે અધ્યાત્મોપનિષદ્, તેમાં આ જ વાત કરતા તેઓ કહે છે – शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । यदान्यबुद्धिं विनिवर्तयन्ति, तदा समत्वं प्रथतेऽवशिष्टम् ।।७।। પ્રશ્ન :- તમારી વાતો તો મજાની છે. આમાં નથી કેરીનો રસ છોડવાનો કે નથી દેવ-ગુરુની ભક્તિ કરવાની. આ પરમજ્યોતિ તો એશ-આરામ અને જલસાબાજીમાં પણ મળી શકે, બસ... નિર્વિકલ્પતા રાખવાની, બરાબર ને ? ઉત્તર :- ના, વિષયત્યાગ-દેવગુરુભક્તિ-સામાયિક-પૌષધ-વ્યથાશક્તિ વિરતિ આદિ ગુણોના વિશિષ્ટ અભ્યાસથી જેનું જ્ઞાન અત્યંત પરિપક્વ થયું હોય, તે જ નિર્વિકલ્પ દશાને યોગ્ય છે. માટે વિષયત્યાગાદિ તો પાયાની આવશ્યકતા છે. માટે જ અયોગ્યને પરમોપનિષદ્ર નિર્વિકલપક સમાધિનો ઉપદેશ આપવાનો પણ નિષેધ કરાયો છે. જૈનેતર વિદ્વાનોએ પણ કહ્યું છે કે જેને ઉપશમ, ઈન્દ્રિયદમન આદિની શિક્ષા મળી છે, પછી જ એને ‘સર્વમ્ બ્રહ્મ” ઈત્યાદિ ઉપદેશ આપવો. જે આ વિધિની દરકાર કરતા નથી એ અજ્ઞાની જીવને વિપતિપત્તિ કરાવવા દ્વારા મહાનરકમાં ઘકેલે છે. આ જ વાત કરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે - अत्यन्तपक्वबोधाय, समाधिनिर्विकल्पकः । वाच्योऽयं नार्धविज्ञस्य, तथा चोक्तं परैरपि ।। आदौ शमदमप्रायै - र्गुणैः शिष्यं प्रबोधयेत् । पश्चात् सर्वमिदं ब्रह्म, शुद्धस्त्वमिति बोधयेत् । अज्ञस्यार्धप्रबुद्धस्य, सर्वं ब्रह्मेति यो वदेत् । महानरकजालेषु, स तेन विनियोजितः ।। (અધ્યાત્મપનિષત્ ૨/૪૮-e) (જૈનેતરોનું વચન મહોપનિષદ્ નામના ગ્રંથમાં છે.) માટે સૌ પ્રથમ વ્રત-નિયમ વગેરે શુભ વિકલ્પોથી ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ, કારણ કે દોષોનો નાશ તેના પ્રતિપક્ષી ગુણથી જ થઈ શકે છે. પ્રશ્ન :- પણ આપણે તો નિર્વિકલ્પ દશામાં જવું છે ને ? તો પછી વિકલ્પોનું શું કામ છે ? ઉત્તર :- નિર્વિકલ્પ દશામાં જવા માટે વિકલ્પોનો નાશ કરવો જરૂરી છે, અને એ નાશ પણ પ્રશસ્ત વિકલ્પોથી જ શક્ય છે. માટે જ પરદર્શનીઓએ પણ કહ્યું છે કે, ઉત્તમ એવી અવિધાથી જ વિધાની પ્રાપ્તિ થાય છે. પછી તો વિઘા જ સર્વ દોષોને દૂર કરી દે છે અને અવિધા તો સ્વયં નષ્ટ થઈ જાય છે. પ્રશ્ન :- પણ જેનો નાશ કરવો છે, એ જ ઉપાદેય શી રીતે બને ? તમારી વાતો અલૌકિક નથી ? Page #9 -------------------------------------------------------------------------- ________________ 9o परमज्योतिः पञ्चविंशतिका - ઉત્તર :- ના, લોકમાં પણ એવું જોવાયું છે કે શસ્ત્રનું વારણ શરૂથી જ થાય છે, મલથી જ મલનું ક્ષાલન થાય છે, વિષથી જ વિષ શમી જાય છે અને શત્રુથી જ શત્રુ હણાય છે. જુઓ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જ સાંભળો – तेनादौ शोधयेच्चित्तं, सद्विकल्पैतादिभिः । यत्कामादिविकाराणां, प्रतिसङ्ख्याननाश्यता ।। विकल्परूपा मायेयं, विकल्पेनैव नाश्यते । अवस्थान्तरभेदेन, तथा चोक्तं परैरपि ।। अविद्ययैवोत्तमया, स्वात्मनाशोधमोत्थया । विद्या सम्प्राप्यते राम !, सर्वदोषापहारिणी ।। शाम्यति ह्यस्त्रमस्त्रेण, मलेन क्षाल्यते मलः । शमं विषं विषेणैति, रिपुणा हन्यते रिपुः ।। (મધ્યાત્મોપનિષત્ ૨/૬-૪, પરદર્શનીનું વચન મહોપનિષદ્ ૫-૧૦૯ માં છે.) અને પછી તો જેમ અગ્નિ ઈંધણને બાળીને ઈંધણ બળી જતાં પોતે પણ નાશ પામે છે. એમ પ્રશસ્ત વિકલ્પો અપ્રશસ્ત વિકલ્પોનો નાશ કરીને પોતે પણ નષ્ટ થઈ જાય છે. અને અંતે એ દશાનો સહજ પ્રાદુર્ભાવ થાય છે કે જ્યાં આ ધ્યાન - આ ધ્યેય - આ ધ્યાતા અને આ તેનું ફળ- આવા વિકલ્પોનો પણ અવકાશ રહેતો નથી. એ નિર્વિકલ્પ દશાની ઉત્કૃષ્ટ કક્ષાએ બિરાજમાન પરમ જ્યોતિને પ્રણામ કરતાં કહેવાયું છે – इदं ध्यानमिदं ध्येय - मयं ध्याता फलं च तत् ।। एभिर्विकल्पजालैर्य - निर्मुक्तं तन्नमाम्यहम् ।। नियमसारवृत्ति: १९३।। કોઈ એવું માને છે કે આ દશામાં અદ્વૈતની ભાવના ભાવવાની હોય છે. પણ આ પણ એક ભ્રમણા છે. દ્વૈત કે અદ્વૈતનો વિચાર એ પણ સવિકલ્પ અવસ્થા છે. નિર્વિકલ્પ સમાધિમાં તો જ્ઞાનાનન્દની -પરમોપનિષદ અનુભૂતિ સિવાય બીજું કશું જ હોતું નથી. માટે જ કહ્યું છે - निर्विकल्पे समाधौ यो, नित्यं तिष्ठति चिन्मये ।। द्वैताद्वैतविनिर्मुक्त-मात्मानं तं नमाम्यहम् ।। नियमसारवृत्तिः २०१।। હા, મારે અપ્રશસ્ત વિકલ્પોને છોડવા છે, જ્ઞાનાનન્દમાં મગ્ન થવું છે, આવી ભાવના-તમન્ના અને તેને અનુરૂપ પ્રયત્ન નિર્વિકલા દશાની પ્રાપ્તિ જરૂર કરાવી શકે, જેમ કે કહ્યું છે, अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः, सहजपरमचिच्चिन्तामणिनित्यशुद्धः । निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः, किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ।। તથા પરમ જ્યોતિ નિરામય છે. આમય એટલે રોગ. રોગ બે પ્રકારના છે, (૧) દ્રવ્ય (૨) ભાવ. પરમજ્યોતિ અરૂપી-અશરીરી હોવાથી તેમાં દ્રવ્યરોગ નથી અને રાગાદિ રહિત હોવાથી ભાવ રોગ પણ નથી. આત્માના આંતરસ્વરૂપનો વિચાર કરીએ તો માત્ર આ નિરામય પરમ જ્યોતિ જ છે. બાકીનું બધું જ બાહ્ય છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાની એક અમર કૃતિ છે યોગદૃષ્ટિસમુચ્ચય, તેમાં કહ્યું છે - अबाह्य केवलं ज्योति - निराबाधमनामयम् । અત્ર તત્ ા તત્ત્વ, શેષ: પુનરુપનવ: II૭ll કોઈ પણ જાતની આબાધાથી રહિત સર્વથા નીરોગી એવી જ્યોતિ જ અબાહ્ય છે. તે જ અહીં પરમ તત્વ છે, બાકીનું બધું જ ઉપપ્લવ છે. તથા એ જ્યોતિ નિરુપાધિ છે. ઉપાધિનું સ્વરૂપ આપણે પ્રથમ શ્લોકની ટીકામાં જોઈ ગયા. તથા પરમ જ્યોતિ નિરંજન હોય છે. રાગ-દ્વેષના લેપથી વિમુક્ત હોય છે. જેમ પુષ્કરપત્ર પાણીના સાહ્નિધ્યમાં પણ નિર્લેપ રહે Page #10 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका છે. તેમ પરમજ્યોતિ રાગાદિના નિમિત્તોની વચ્ચે પણ નિરંજન રહે છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં બીજા કોઈનો અવકાશ રહેતો નથી. આ જ વાસ્તવિકતાનું નિરૂપણ કરતા પરદર્શનીઓએ કહ્યું છે – परं ज्योतिः स्वप्रकाशमयो ब्रह्मानन्दमयो नित्यो निर्विकल्पो निरञ्जनो निराख्यातः शुद्धो देव एको नारायणः, न द्वितीयोऽस्ति कश्चित् ।। ત્રિપમૂતિમહાનારાયગોપનિષદ્ - ૨/૮) આ જ્યોતિ અન્ય જ્યોતિઓ કરતાં ઉત્કૃષ્ટ હોય, તો જ તેને પરમ જ્યોતિ કહી શકાય, તેથી તેની ઉત્કૃષ્ટતાને પૂરવાર કરે છે - दीपादि पुद्गलापेक्षं, समलं ज्योतिरक्षजम् । निर्मलं केवलं ज्योति - निरपेक्षमतीन्द्रियम् ।।४।। દીપક વગેરે જ્યોતિ પુદ્ગલસાપેક્ષ છે, ઈન્દ્રિયજનિત જ્યોતિ મલિન છે, જ્યારે કેવલ જ્યોતિ નિરપેક્ષ, અતીન્દ્રિય અને નિર્મળ છે.. દીવામાં જ્યોતિ છે, કબૂલ, એ જ્યોતિ પ્રકાશ રેલાવે છે, કબૂલ, પણ એ જ્યોતિ પરાધીન છે, તેને તેલ, વાટ વગેરેની સાપેક્ષતા છે - સાકાંક્ષતા છે. વિશ્વમાં જે વસ્તુ સાપેક્ષ હોય છે, તેની આવરદા લાંબી નથી, મોડા-વહેલા પણ અપેક્ષા તૂટે છે. જેની પાસેથી અપેક્ષા હોય છે, જે આધાર હોય છે, એ સ્વંય નિરાધાર બની જાય છે. અને તેનો આધાર રાખનાર હતા - ન હતા થઈ જાય છે. દીવાની જ્યોતિ તેલ વગેરેને સાપેક્ષ છે, એટલે તેલ ખૂટતા એ જ્યોતિનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. આખ્યત્તર જ્યોતિનો વિચાર કરીએ તો ઈન્દ્રિયોથી થતું જ્ઞાન એ પણ એક પ્રકાશ છે - જ્યોતિ છે. પણ એ જ્યોતિ મલયુક્ત છે - મલિન છે. ઈન્દ્રિયોની શક્તિ સીમિત છે, એમાં ભ્રાન્તિનો પૂરો -પરમોપનિષદ અવકાશ છે, ઈન્દ્રિયોથી થતા જ્ઞાનમાં સંશય (શંકા) રહે છે, કે મેં આ જોયું તો હતું, પણ મને દેખાયું તેવું જ હતું કે કાંઈ જુદું હતું ? કેટલીક વાર વિપર્યય થાય છે. ઈન્દ્રિયો દ્વારા જે નિશ્ચય કર્યો હોય, તેનાથી વિપરીત વાસ્તવિકતા હોય, જેમ કે સામે ઊભેલો ઘોડો જ છે એવો નિશ્ચય કર્યા બાદ નજીક જઈને જોતા ખ્યાલ આવે કે આ તો ગધેડો છે. ક્યારેક અનધ્યવસાય થાય છે. અર્થાત્ કાંઈક છે. એટલો જ ખ્યાલ આવે અથવા કાંઈ ખ્યાલ જ ન આવે, વસ્તસ્વરૂપનો નિશ્ચય જ ન થાય, જેમ કે સ્પર્શેન્દ્રિય દ્વારા મને કોઈક વસ્તુનો સ્પર્શ થયો આટલું જણાય, પણ તેનાથી વધુ કોઈ જ્ઞાન ન થાય, તે સમયે અનધ્યવસાય દશા કહેવાય. અહીં ઈન્દ્રિયજનિત જ્યોતિનું ઉદાહરણ આપ્યું તેનાથી બીજી પણ જ્યોતિ સમજી શકાય, જેમ કે અનુમાન વગેરેથી થતું જ્ઞાન. ગમે તેટલી ચોકસાઈ રાખીને પ્રયત્નપૂર્વક આ જ્ઞાન કરવામાં આવે, તો પણ તેમાં દોષની પૂરી શક્યતા રહે છે. વાક્યપદીય નામના ગ્રંથમાં કહ્યું છે – यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यै-रन्यथैवोपपाद्यते ।।१-३४।। કુશળ અનુમાતાઓ પ્રયત્નપૂર્વક પણ જે અર્થનું અનુમાન કરે, તે અર્થને તેમનાથી અધિક વિદ્વાનો બીજી જ રીતે સંગત કરી દેખાડે છે. અર્થાત્ પૂર્વે કરેલા અનુમાનને તત્ર વિપરીત પૂરવાર કરી આપે છે. વાસ્તવમાં તો અનુમાનાદિ પણ પ્રત્યક્ષપૂર્વક છે માટે પ્રત્યક્ષમાં જ વિપર્યાનો સંભવ હોવાથી અનુમાનાદિમાં પણ વિપર્યાસની શક્યતા છે જ. આ રીતે પ્રત્યક્ષાદિથી જ્ઞાન સમલ છે. સંશયાદિસ્વરૂપ મલિનતા ધરાવે છે. માત્ર કેવળજ્ઞાનરૂપી જ્યોતિ એવી છે કે જે પૂર્ણપણે નિર્મળ છે. તેમાં સંશયાદિની મલિનતા નથી. એ પરમજ્યોતિ વડે જે જ્ઞાન કરાય એ વિકાળાબાધિત હોય છે. એમાં લેશ પણ ફેરફારનો અવકાશ નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका – 93 વળી એ પરમજ્યોતિ નિરપેક્ષ છે. આત્મામાંથી સાક્ષાત્ સહજ ફરાયમાન થાય છે. તેને કોઈની અપેક્ષા નથી. કોઈની પરાધીનતા નથી. તેથી જ તે અતીન્દ્રિય છે. કેટલાંકના મતે જ્યાં સુધી શરીર વગેરે હાજર હોય, ત્યાં સુધી પરમ જ્યોતિ પ્રકાશમાન થઈ શકતી નથી. તેમના મતનો નિરાસ કરતા કહે છે - कर्मनोकर्मभावेषु, 'जागरूकेष्वपि प्रभुः । तमसानावृतः साक्षी, स्फुरति ज्योतिषा स्वयम् ।।५।। કર્મ-નોકર્મભાવો જાગૃત હોવા છતા પણ અંધકારથી અનાવૃત, સાક્ષી એવો પ્રભુ સ્વયં જ્યોતિથી સ્કુરાયમાન થાય છે. કર્મ એટલે જ્ઞાનાવરણીયાદિ અને નોકર્મ એટલે ઔદારિકાદિ શરીર, આ ભાવો જાગૃત હોય એટલે કે હજી આત્મપ્રદેશો સાથે સંબદ્ધ હોય તે સમયે છદ્મસ્થ અવસ્થામાં પણ પરમ જ્યોતિ પોતાનો પ્રભાવ બતાવે છે. જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમષષધિ વગેરે લબ્ધિઓ, અણિમાદિ સિદ્ધિઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. પ્રભુ એટલે કે આત્મા તે તે અંશે અજ્ઞાનાદિ કર્મોદયજનિત ભાવોથી મુક્ત થાય છે. સાક્ષાત્ રૂપે જ્ઞાનાદિ ગુણોનો અનુભવ કરે છે. ‘પ્રભુ” તરીકે આત્માનો જે ઉલ્લેખ કર્યો છે, તેમાં ગર્ભિત તાત્પર્ય એવું છે કે આત્મા સ્વયં પ્રભુતા ધરાવે છે, સહજ સામર્થ્યનો સ્વામિ છે. હા, કર્મ તેમાં પ્રતિબંધક બને છે, પણ આત્મશક્તિને પૂર્ણપણે પ્રતિબદ્ધ કરવા કર્મ પણ સમર્થ નથી. હજી નીચે ઉતરીને જોઈએ તો જીવમાત્રમાં ૮ આત્મપ્રદેશ તો સદાને માટે સર્વ કર્મોથી મુક્ત જ હોય છે. તેને આગૃત કરવા, એ કર્મોના ગજાના બહારની વાત છે. નિગોદના જીવોને પણ અક્ષરનો ૧૪ પરમોપનિષદ્ર અનંતમો ભાગ તો સદા અનાવૃત જ હોય છે. એ રીતે પણ અનાવૃતપણાની સિદ્ધિ થઈ શકે છે. બીજી દષ્ટિએ જોઈએ તો કર્મ-નોકર્મભાવો જાગૃત હોય તો પણ આત્મા સદા માટે પરમ જ્યોતિ સ્વરૂપ જ રહેવાનો છે. તેનું ચૈતન્ય સદા ય ઘબકતું જ રહેવાનું છે. ચેતન કદી પણ અચેતન બનવાનો નથી. જીવ કદી પણ જડ બનવાનો નથી. આ રીતે પણ સર્વ અવસ્થામાં પરમજ્યોતિના અસ્તિત્વની સિદ્ધિ થઈ શકે છે. કેવળજ્ઞાનના આવિર્ભાવસ્વરૂપ પરમજ્યોતિ પણ કર્મ-નોકર્મા સદ્ભાવમાં ઘટી શકે છે. કારણ કે વેદનીયાદિ અઘાતિ કર્મો અને દારિકાદિ શરીર ભવસ્થ કેવલીમાં વિધમાન હોય છે. કેવળજ્ઞાનરૂપી દીપક અનેક દીપકોને પ્રગટાવે છે, એ જણાવતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – परमज्योतिषः स्पर्शा - दपरं ज्योतिरेधते । यथा सूर्यकरस्पर्शात्, सूर्यकान्तस्थितोऽनलः ।।६।। પરમ જ્યોતિના સ્પર્શથી અન્ય જ્યોતિ પ્રગટ થાય છે, જેમ કે સૂર્યના કિરણોના સ્પર્શથી સૂર્યકાનમાં રહેલા અગ્નિ પ્રગટ થાય છે. અગ્નિને પ્રગટ કરવાની યોગ્યતા સૂર્યકાન્ત મણિમાં રહેલી જ છે. તેને સૂર્યકિરણરૂપી સહકારી કારણ મળે છે અને અગ્નિ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. આ જ દૃષ્ટાન્તને ધ્યાનમાં લઈને વિચાર કરીએ તો જે પુણ્યાત્મામાં પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે - દેશથી કે સર્વથી આત્મગુણોનું પ્રાકટ્ય થયું છે, તે પુણ્યાત્માના પ્રભાવે અન્ય જીવોમાં પણ જ્યોતિ ઝળહળી ઉઠે છે. જેમ કે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોને પ્રભુ વીરસ્વરૂપ પરમજ્યોતિ મળી અને તેઓ પણ જ્યોતિસ્વરૂપ બની ૧. ‘- ના... | Page #12 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका ગયાં. પ્રદેશી રાજાને કેશીસ્વામિ મળી ગયા, શય્યભવ બ્રાહ્મણને પ્રભવસ્વામિ મળી ગયા, આમ રાજાને બપ્પભટ્ટસૂરિજી મળી ગયા, વિક્રમરાજાને સિદ્ધસેનદિવાકરસૂરિ મળી ગયા, કુમારપાળ રાજાને કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મળી ગયા. અને એ મહાપુરુષોના પ્રભાવે તેમની જ્યોતિ પણ ઝળહળી ઉઠી. આવા અનેક દૃષ્ટાન્તોથી સિદ્ધ થાય છે કે પરમજ્યોતિના સ્પર્શથી, અન્ય જ્યોતિ આવિર્ભાવ પામે છે. પ્રશ્ન :- શું દરેક જ્યોતિના આવિર્ભાવમાં પરમજ્યોતિનો સ્પર્શ આવશ્યક છે. કે તેના વિના પણ જ્યોતિનું પ્રાકટ્ય સંભવિત છે ? ઉત્તર :- ના, તે સંભવિત નથી. કદાચ બાહ્યરૂપે એમ લાગે કે કોઈ આત્મા વલ્કલચીરી વગેરેની જેમ સ્વયં બોધ પામ્યો- સ્વયં જ્યોતિર્મય થયો, પણ વાસ્તવમાં તો ત્યાં પણ પરમાત્મસ્વરૂપ પરમજ્યોતિનો પ્રભાવ કારણભૂત છે જ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા લલિતવિસ્તરામાં ફરમાવે છે वायं भगवदनुग्रमन्तरेण विचिचहेतुप्रभवत्वेऽपि महानुभाव प्राधान्यात् । भवत्येतदासन्नस्य भगवति बहुमान:, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः, इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचारात् धर्मं ददतीति ધર્મ: । - 98 - પરમાત્માના અનુગ્રહ વિના ધર્મ સંભવિત નથી. ભલે અનેક હેતુઓ દ્વારા ધર્મનો ઉદ્ભવ થતો દેખાય, પણ સૌથી મોટો પ્રભાવ પરમાત્માનો જ હોવાથી પરમાત્માની જ પ્રધાનતા છે. જે જીવ ધર્મપ્રાપ્તિની સમીપ હોય તેને ભગવાન પર બહુમાન જાગે છે, તેનાથી તેનામાં સદેશનાની યોગ્યતા પ્રગટે છે, અને તેનાથી અવશ્યપણે ધર્મનો ઉદ્ભવ થાય છે. માટે તે ઉભયસ્વભાવપણે પરમાત્માનું ધર્મસંબંધિ આધિપત્ય સિદ્ધ થાય છે. પ્રશ્ન :- ધર્મ એ ક્ષાયિકાદિ ભાવોરૂપ છે. તે ભાવો તો १६ -પરોપનિષદ્ આત્મપરિણામરૂપ હોવાથી સ્વયં આત્મા જ છે. તેની પ્રાપ્તિ પ્રભુ દ્વારા શી રીતે થઈ શકે ? ઉત્તર :- તમારી વાત સાચી છે. પણ એ આત્મપરિણામની ઉત્પત્તિમાં પરમાત્મા નિમિત્તકારણ બનતા હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેમને ધર્મદાતા કહેવાય છે. પ્રશ્ન :- વલ્કલચીરી જેવા દૃષ્ટાન્તોમાં તો દેશના વગેરે હતું જ નહીં. તો ત્યાં પરમાત્મા નિમિત્તકારણ પણ શી રીતે ? ઉત્તર :- બાહ્ય દૃષ્ટિએ ભલે ત્યાં દેશના વગેરે ન હતું. પણ દેશનાપ્રાપ્તિ, દેશનાશ્રવણ આદિની વિશિષ્ટ યોગ્યતા ત્યાં પણ હાજર હતી. પરમાત્મા પ્રત્યેનો બહુમાનભાવ પણ જાગૃત હતો. સમ્યક્ત્વ કે ચારિત્રનો પરિણામ પણ જિનાજ્ઞાના બહુમાનરૂપ હોવાથી, વલ્કલચીરી આદિને પણ પરમાત્મા પ્રત્યેનો બહુમાન હતો જ એમ નિશ્ચિત થાય છે. આ રીતે પરમ જ્યોતિના સ્પર્શથી અન્ય જ્યોતિ પ્રગટ થાય છે એવું નિરપવાદરૂપે સિદ્ધ થાય છે. આ પરમ જ્યોતિ લક્ષ્ય રૂપે ન રહે એ જ પતન છે અને એ લક્ષ્યરૂપે હોય એ જ ઉત્થાન છે. એ સમજાવતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે पश्यन्न परमं ज्योति - विवेकाद्रेः पतत्यद्यः । परमं ज्योतिरन्विच्छन्नाविवेके निमज्जति ||७|| જે પરમ જ્યોતિના દર્શન કરતો નથી એ વિવેકગિરિથી નીચે પડી જાય છે. જે પરમ જ્યોતિનું અવલોકન કરે છે, એ અવિવેકમાં નિમગ્ન થતો નથી. વ્યક્તિને ધનાર્જનની લગની લાગે છે. ત્યારે તે ઠંડી, ગરમી, ભૂખ, તરસ, અનુકૂળતા, પ્રતિકૂળતા કશું જ ગણકારતી નથી. તેની દૃષ્ટિમાં સતત ધન રમણ કરે છે. અથાગ પરિશ્રમ કરવા છતાં પણ Page #13 -------------------------------------------------------------------------- ________________ 9૮ परमज्योतिः पञ्चविंशतिका 90 તેને થાકનો અનુભવ થતો નથી. ચિત્તમાં ખેદ ઉદ્ભવતો નથી. તે સમજે છે કે, જો ધન મળતું હોય તો તેના બદલામાં આ પરિશ્રમ આદિ કશું જ નથી. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, વધું કશું જ નહીં, માત્ર પરમજ્યોતિને તમારા લક્ષ્યબિંદુ તરીકે પ્રતિષ્ઠિત કરી દો. તમારા માટે કોઈ સાધના દુષ્કર નહી રહે, પરમજ્યોતિને પ્રાપ્ત કરવામાં તમને કોઈ અંતરાય નહીં નડે. પણ જો પરમજ્યોતિનું વિસ્મરણ થઈ ગયું તો આત્માનું અધ:પતન નિશ્ચિત છે. કારણ કે પરમજ્યોતિના વિમરણની સાથે જ વિવેક જતો રહે છે. વિવેક એક પાયાનો ગુણ છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનનો પ્રાણ છે. અનેક દુર્ગુણોને સદ્ગણોમાં ફેરવી નાખવાની ચમત્કારિક શક્તિ વિવેકમાં છે. - અહીં વિવેકને એક પર્વતની ઉપમા આપી છે. પર્વત જેવી વિરાટતા, મહાનતા અને ઉચ્ચતા વિવેકમાં હોય છે. વિવેક એક અપૂર્વ ઉમદા વૃત્તિનો જનક બને છે. ઘનાર્જનમાં પ્રવૃત્ત વ્યક્તિ કદી એમ નથી વિચારતી કે અમુક માણસ કેમ પૈસા કમાતો નથી ? તે બરાબર સમજે છે કે એ નથી કમાતો તો એ દુઃખી થશે. મારા પરિશ્રમથી હું સુખી જ થવાનો છું. આખી દુનિયા આળસુ થઈને બેસી રહે તો ય હું તનતોડ મહેનત કરતા અચકાઈશ નહીં, કારણ કે મને તેનાથી સુખ મળવાનું છે. તે જ રીતે અધ્યાત્મસાધનાના ક્ષેત્રમાં પણ આત્મા કદી એમ ન વિચારે કે કોઈ ગ્લાનાદિની સેવા નથી કરતું તો હું કેમ કરું ? કોઈ તપ-ત્યાગ નથી કરતું તો હું કેમ કરું ? કારણ કે તે બરાબર સમજે છે કે અવસરોચિત અનુષ્ઠાનથી જ મને પરમજ્યોતિની પ્રાપ્તિ થવાની છે. આ સેવાથી જ મને મુક્તિના મેવા મળવાના છે. આ તપ-ત્યાગાદિથી જો પરમજ્યોતિની પ્રાપ્તિ થતી હોય, તો તેના બદલામાં જે કષ્ટ પડે છે, તે કશું જ નથી. કારણ કે એનાથી તો -પરમોપનિષદ મને પરમજ્યોતિર્મય શાશ્વત અને નિરુપમ સુખ મળવાનું છે. આનું નામ વિવેક. આ વિવેકગિરિની ઉચ્ચ વૃત્તિમાં ક્ષુદ્રતા ને તુચ્છતાનો અવકાશ નથી. “મારે જ કરવાનું ?' આ પ્રશ્ન અવિવેકનો સૂચક છે. ભરત ચક્રવર્તી અને બાહુબલિજીને પૂર્વજન્મમાં લક્ષ્યબિંદુ તરીકે પરમ જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ, વિવેકરનની પ્રાપ્તિ થઈ, બંને પુણ્યાત્માઓ એકલે હાથે ૫૦૦-૫૦૦ મહાત્માઓની વૈયાવચ્ચ કરતાં. જરા વિચાર કરીએ, બંનેને અતિ દીર્ઘ પર્યાયમાં પણ કદી એટલો વિચાર પણ નહીં આવ્યો હોય કે “અમારે એકલાએ ૫oo મહાત્માની સેવા કરવાની ?’ તેઓ તીર્થકરના પ્રશિષ્યો હતાં. તેમના સમકાલીન-ગુરુભાઈઓ જેવા – પ્રાયઃ ૧ અબજ મહાત્માઓ હશે. આટલા મહાત્માઓ હોવા છતાં એકલાએ ૫૦૦ ની સેવા ? એ પણ એકાદ દિવસ નહીં પણ પ્રતિદિન ? તે ય અનુકૂળતા-પ્રતિકૂળતા કશું જોયા વિના ? - ના, આવો ક્ષુદ્ર વિચાર તેમને સ્પર્શી પણ શક્યો નથી. તેઓ તો સદા વર્ધમાન ભાવે ઉછળતા ઉલ્લાસ - પરમ પ્રસન્નતાની સાથેઉત્તરોત્તર વિશુદ્ધ ભાવોથી મન મૂકીને સેવામાં તત્પર બન્યા હતાં. સર્વાર્થસિદ્ધ વિમાન, તીર્થકર કુળ, ચકવર્તીની ઋદ્ધિ, છ ખંડના સામ્રાજ્ય સાથે ય જ્વલંત વૈરાગ્ય અને આરીસાભુવનમાં કેવળજ્ઞાન... આ બધાના મૂળમાં હતી એ અનુપમ સેવા,... હજી ઊંડે જઈએ, આ બધાના મૂળમાં હતો વિવેક... હજી ઊંડા ઉતરીએ.. આ બધાના મૂળમાં હતી લક્ષ્યબિંદુ તરીકે પ્રતિષ્ઠિત પરમ જ્યોતિ. પરમજ્યોતિ અને વિવેકના આ અદ્ભુત ચમત્કારો છે. એક વાર આ ગુણો ક્રિયાશીલ બને એટલે અપૂર્વ અભ્યદયોને જન્મ આપે છે. કારણ કે અભ્યદયોની કારણભૂત સાધનાઓ આ ગુણોના પ્રભાવે સહજસિદ્ધ બની જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે એક Page #14 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका 99 પ્રકરણની રચના કરી છે, જેનું નામ છે સામાચારી. તેમાં તેઓશ્રી જણાવે છે કે – ___मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावनम् । तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेमहाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः सम्भवति ।।६३- वृत्तिः ।। સાધના અવિચ્છિન્ન બને છે, કારણ કે મોક્ષના ઉપાયની ઈચ્છા અવિચ્છિન્ન છે. મોક્ષોપાયની ઈચ્છા અવિચ્છિન્ન બને છે, કારણ કે મોક્ષની ઈચ્છા અવિચ્છિન્ન છે. મોક્ષની ઈચ્છા અવિચ્છિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાથી તેનો પ્રતિબંધ નથી થયો અને અપ્રમાદ વિદ્યમાન છે. સાંસારિક ઈચ્છા અને પ્રમાદનો પરિહાર થયો છે, કારણ કે વિવેક જાગૃત છે. અને વિવેક જાગૃત છે, કારણ કે નિરંતર પ્રભુવચનનું પરિભાવન કરાય છે. અને પ્રભુવયનનું નિરંતર પરિભાવન તો તે જ કરી શકે, કે જેને ક્ષયોપશમવિશેષથી આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે, જેનું હૃદય વિશાળ હોય - ક્ષુદ્ર ન હોય અને જેણે ભવસાગરને ગોષ્પદ (ગાયના પગલા) જેવો કરી દીધો હોય. પરમ જ્યોતિની ઝંખના એટલે જ મોક્ષની ઈચ્છા. આ ઝંખના સાધનાના થનગનતા ઉલ્લાસથી વ્યક્ત થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સામાચાર પ્રકરણમાં આગળ ફરમાવે છે – छुहियस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा । -પરમોપનિષદ્ર કે एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जम्मि ।।६५।। જેમ ક્ષધાથી પીડિત વ્યક્તિને એક ક્ષણ માટે પણ ભોજનની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી, તેમ મોક્ષના અર્થીઓને સાધનાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી. આ રીતે પરમ જ્યોતિની પિપાસા સાધનાભિલાષને સતત જીવંત રાખે છે. ભવતૃણા અને પ્રમાદનો નાશ કરતો વિવેક તેનાથી જાગૃત થાય છે. પરમજ્યોતિના પ્રભાવે ઉદ્ભવ પામતો વિવેક જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે શરીર અને આત્માના ભેદભાવનો સાક્ષાત્કાર થાય છે. વિષયાનુભવથી શૂન્ય બની જવાની અદ્ભુત સાધનો આંત્મસાત્ થાય છે. આવી પરમપ્રભાવી પરમ જ્યોતિને પૂ. ઉપાધ્યાયજી મહારાજ નમસ્કાર કરતા કહે છે – तस्मै विश्वप्रकाशाय, परमज्योतिषे नमः । केवलं नैव तमसः, प्रकाशादपि यत्परम् ।।८।। વિશ્વપ્રકાશક એવી તે પરમ જ્યોતિને નમસ્કાર થાઓ, કે જે માત્ર અંધકારથી જ નહીં, પણ પ્રકાશથી પણ અતીત છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રમાં એક સૂક્તિ છે - उदिते हि सहस्रांशी, न तेजांसि तमांसि च । સૂર્યનો ઉદય થાય પછી અંઘકારો તો નથી જ રહેતા, પ્રકાશકો પણ અદૃશ્ય થઈ જાય છે. ટગમગતા તારલાઓ દષ્ટિને અગોચર થઈ જાય છે. ચન્દ્ર તો સફેદ વાદળાના ટુકડા જેવો લાગે છે. અર્થાત્ પ્રકાશકરૂપે તો ચન્દ્ર પણ નામશેષ થઈ જાય છે. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહેવા માંગે છે કે પરમજ્યોતિ અંધકારની તો પેલે પાર છે જ, પણ પ્રકાશકને પણ ઓળંગી જાય Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૨ परमज्योतिः पञ्चविंशतिका - છે. અંઘકારનું ઉલ્લંઘન તો કદાચ નાનકડા દીવડાથી પણ સંભવિત છે. જ્યારે પ્રકાશનો અતિક્રમ કરવો, એ સૂર્ય વિના બીજા કોઈના પણ ગજાની બહારની વાત છે. પણ પરમજ્યોતિ તો સૂર્યથી પણ અતિશાયિની છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા પરમજ્યોતિની સ્તુતિ કરતા કહે છે - कुलिशेन सहस्रलोचनः, सविता चांशसहस्रलोचनः । न विदारयितुं यदीश्वरो, जगतस्तद् भवता हतं तमः ।। (સિદ્ધસેની કૂત્રશિક્ષિત ૪-૩) ઈન્દ્ર પોતાના દેદીપ્યમાન વજથી જે અંધકારને દૂર કરવા સમર્થ નથી, સૂર્ય પોતાના હજાર કિરણોરૂપી આંખોથી પણ જે અંધકારને પરાસ્ત કરવા અસમર્થ છે, વિશ્વનો તે અંધકાર આપે દૂર કર્યો છે. સમગ્ર વિશ્વમાં અજવાળા પાથરનારી તે પરમ જ્યોતિને નમસ્કાર થાઓ. ભગવદ્ગીતામાં પરમજ્યોતિનું વર્ણન કરતાં કહ્યું છે - ज्योतिषामपि यज्ज्योतिः ।।१३-१८॥ જ્યોતિઓની પણ જે જ્યોતિ છે. પરમજ્યોતિનો કેવો મહિમા- શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કો'ક ભક્ત કહ્યું છે - “કોટિ આભૂષણનું એ ભૂષણ.’ કરોડો આભૂષણો શ્રીકૃષ્ણને પહેરાવવામાં આવે, અને એ આભૂષણો માટે શ્રીકૃષ્ણ સ્વયં આભૂષણ બની જાય. શ્રીકૃષ્ણથી એ આભૂષણો શોભાયમાન થાય. છે ને મજાની વાત ! જ્યોતિઓને પણ અજવાળતી ઓ પરમ જ્યોતિ ! તને લાખ લાખ નમસ્કાર છે. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય, કે પરમ જ્યોતિ તો સિદ્ધાવસ્થામાં અથવા બહુ બહુ તો કેવલી અવસ્થામાં આવી શકે. અત્યારે એની ચર્ચાથી શું લાભ ? આ તો ઘણી ઉપરની ભૂમિકાની વાત છે. તો તેને પ્રતિબોધ કરતાં અહીં કહે છે - -પરમોપનિષદ્ ज्ञानदर्शनसम्यक्त्व-चारित्रसुखवीर्यभूः। परमात्मप्रकाशो मे, सर्वोत्तमकलामयः ।।९।। જ્ઞાન, દર્શન, સમ્યક્ત, ચાસ્ટિ, સુખ અને વીર્યની ભૂમિકા, સર્વોતમ કલામય એવો મારો પરમાત્માકાશ છે. ચિત્રના નિર્માણ પૂર્વે તેની ભૂમિકાનું નિર્માણ આવશ્યક હોય છે. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ તેના આઘારને સાપેક્ષ હોય છે. મૂળ વિનાનું વૃક્ષ અસંભવિત છે. તે જ રીતે જ્ઞાનાદિ ગુણોની પૃષ્ઠભૂમિ હોવી જરૂરી છે. આ ભૂમિ એટલે જ પરમજ્યોતિ. આશય એ છે કે પરમજ્યોતિ પ્રકૃષ્ટ કક્ષામાં જ હોય છે એવું નથી. પરમજ્યોતિ અધ્યાત્મવિશ્વનું પ્રાણભૂત તત્વ છે. એના ચમકારાનો સ્પર્શ થયા વિના સાધાનાજગતમાં પ્રવેશ મળવો પણ શક્ય નથી. યોગબિંદુ ગ્રન્થમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે – भिन्नग्रन्थेस्तु यत्यायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह, योगो योगो हि भावतः ।।२०३।। જેને ગ્રન્થિભેદ થયો છે, તેનું ચિત પ્રાય મોક્ષમાં હોય છે અને માત્ર શરીર જ સંસારમાં હોય છે. તેથી તેની સર્વ પ્રવૃત્તિ નિશ્ચયથી તો યોગ જ બની જાય છે. આ છે પરમ જ્યોતિનો પ્રગટ પ્રભાવ - ચારિત્રી પણ જઘન્યથી વૈમાનિક દેવલોકમાં જાય છે, તો સમ્યકત્વી પણ જઘન્યથી વૈમાનિક દેવલોકમાં જાય છે. પરમ જ્યોતિની હાજરીમાં વૈમાનિકથી નિમ્ન ગતિ સંભવિત જ નથી. એ પરમ જ્યોતિનું એક ગંભીર વિશેષણ અહીં કહ્યું છે તે છે - સર્વોત્તમકલામય. કલાના બે અર્થ થાય છે - (૧) સંગીતાદિ કળા (૨) અંશ. ગૌતમ કુલકમાં કહ્યું છે - મળા ના થHવારના ના ધર્મકળા બાકીની બધી કળાને જીતી લે છે. સ્ત્રી-પુરુષોની ૬૪ અને ૭૨ કળાઓના પારગામી પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૩ परमज्योतिः पञ्चविंशतिका જો ઘર્મકળા ન જાણે તો તેમની બધી કળા નિષ્ફળ થાય છે. પરમ જ્યોતિ એ ધર્મની પરિણતિથી ઉદભવ પામતી હોવાથી ધર્મકળારૂપ છે. તેથી અહીં તેને સર્વોત્તમકલામય કહી છે. બીજો અર્થ લઈએ તો પરમજ્યોતિ સર્વશ્રેષ્ઠ અંશોથી બનેલી છે, માટે સર્વોત્તમ કલામય છે. કોઈ વસ્તુ અત્યંત સુંદર હોય ત્યારે કવિઓ એવી કલ્પના કરે છે, કે ત્રણ લોકના ઉત્કૃષ્ટ અંશો લઈને વિધાતાએ તેનું નિર્માણ કર્યું છે. પરમ જ્યોતિ તૈલોક્યનું સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે. માટે તેને સર્વોત્તમકલામય કહી તે ઉચિત જ છે. આવો મારો પરમાત્મપ્રકાશ એટલે કે પરમજ્યોતિ છે. પ્રત્યેક જીવમાં આવા સ્વરૂપની પરમજ્યોતિ છે, તેથી મારો આત્મા પણ પરમજ્યોતિર્મય છે. આ જ સર્વોત્તમ કલાનું સમર્થન કરતા કહે છે – यां विना निष्फलाः सर्वाः, कला गुणबलाधिकाः। आत्मधामकलामेकां, तां वयं समुपास्महे ।।१०।। જેના વિના ગુણ અને બળથી અધિક એવી સર્વ કળાઓ નિષ્ફળ બને છે, તેવી આત્મતેજરૂપી એક કળાની અમે ઉપાસના કરીએ છીએ. આત્મતેજ એટલે જ પરમ જ્યોતિ. આ એક એવી કળા છે, કે જેના વિના સર્વ કળાઓ વ્યર્થ બને છે. અને તે કળા હોય તો શેષ કળાઓ સાર્થક થાય છે. મૂલશુદ્ધિ પ્રકરણમાં મૂલદેવ નામના એક કલાધર પુરુષનું દષ્ટાન્ત આવે છે. તે સર્વ કળાઓમાં પ્રવીણ હતો. સંગીતથી માંડીને તૈલમર્દન સુધીની પ્રત્યેક કળાઓમાં તેણે પ્રકૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. પણ તે ધૃત, વેશ્યાગમન આદિ પાપોમાં પરાયણ રહેતો હતો. તેથી તે પદભ્રષ્ટ થયો, અપમાનોને સહન કર્યા, અને તેને પશુની જેમ વનમાં ભટકવું પડ્યું. આ રીતે તેની સર્વ કળાઓ ધર્મકળા વિના એળે ગઈ. પરમોપનિષદ ભિખારીની દશામાં મૂલદેવ ભટકી રહ્યો હતો. કો'ક ગામમાંથી માંગી માંગીને તેણે થોડા કુભાષ મેળવ્યા, કેટલીય લાંઘણોનું જાણે પારણું થવાનું હતું, એવામાં તેને મહાત્માનો યોગ થયો, અપૂર્વોલ્લાસથી તેણે સુપાત્રદાન કર્યું અને તેના પ્રભાવે તે જ ભવમાં ભિખારી મટીને રાજા થયો. ખરેખર, પરમજ્યોતિની કળા સર્વકળાઓમાં શિરમોર છે. તેના વિના શેષ સર્વ નિષ્ફળ છે. તેથી અમે તેની જ ઉપાસના કરીએ છીએ. કદાચ કોઈ પ્રશ્ન કરે કે મૂળદેવને તો તે જ ભવમાં રાજ્ય મળ્યું. પણ તમને પરમજ્યોતિની ઉપાસનાનું શું ફળ મળ્યું ? પૂ. ઉપાધ્યાયજી મહારાજ બહુ ખુમારીથી તેનો ઉત્તર આપી રહ્યા છે – निधिभिनवभी रत्नै-श्चतुर्दशभिरप्यहो । न तेजश्चक्रिणां यत्स्यात्, तदात्माधीनमेव नः ।।११।। નવ નિધિઓ અને ચૌદ રત્નોથી પણ ચકવર્તીઓનું જે તેજ ન થાય, તે અમારે સ્વાધીન જ છે. ચકવર્તીની પાસે નવ નિધિઓ હોય છે, જેનું વર્ણન આપણે પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં જોયું. ચક્રવર્તીના ચૌદ રત્નો આગમમાં આ મુજબ જણાવ્યા છે – एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवद्रिस्स चउद्दस रयणा पण्णत्ता, तं जहा - इत्थीरयणे सेणावइरयणे गाहावइरयणे पुरोहियरयणे वडइरयणे आसरयणे हस्थिरयणे असिरयणे दंडरयणे चक्करयणे छत्तरयणे चम्मरयणे मणिरयणे कागिणिरयणे ।। समवायाङ्गसूत्रे ।।३१।।। પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાના ૧૪ રત્નો કહ્યા છે – (૧) શ્રી રત્ન (૨) સેનાપતિ રત્ન (3) ગાથાપતિ રત્ન (૪) પુરોહિત રત્ન (૫) વર્ધકી રત્ન (૬) અશ્વ રત્ન (૭) હસ્તિ રત્ન (૮) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ परमज्योतिः पञ्चविंशतिका અતિ રત્ન (૯) દંડ રત્ન (૧૦) ચક્ર રત્ન (૧૧) છત્ર રત્ન (૧૨) ચર્મ રત્ન (૧૩) મણિ રત્ન (૧૪) કાકિણી રત્ન. જે સ્વજાતિમાં સર્વોત્કૃષ્ટ હોય તેને રત્ન કહેવાય. અહીં શ્રીરત્ન વગેરે પ્રથમ સાત પંચેન્દ્રિયરત્નો છે અને અસિરત્ન વગેરે સાત એકેન્દ્રિય રત્નો છે. આ બધી સામગ્રીથી ચક્રવર્તીનું જે તેજ ન થઈ શકે તે તેજ - પરમજ્યોતિ અમારે આધીન જ છે. આવું પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે. તેજનો એક અર્થ છે પ્રભાવ. ભૌતિક વિશ્વની ઉત્કૃષ્ટ સાધનસામગ્રીના સ્વામિનો પણ જે પ્રભાવ નથી એ પ્રભાવ અમારા ચરણોમાં આળોટે છે. પહેલી દષ્ટિએ તો આ વાત મનમાં બેસે તેવી નથી. ક્યાં ચક્રવર્તી, જ્યાં તેનું છ ખંડનું સામ્રાજ્ય, ક્યાં ચોસઠ હજાર રાણીઓ, ક્યાં તેનું ‘કલ્યાણ’ નામનું દિવ્ય ભોજન, ક્યાં સોળ હજાર દેવોનું સદાતન સાન્નિધ્ય અને ક્યાં મલિન શરીર, જીર્ણ વો, મુંડિત મરતક અને ઉઘાડા પગ સાથે ઘરે ઘરે ભિક્ષા માંગીને જીવતો શ્રમણ... પણ હવે જરા વિચાર કરીએ, તેજ એટલે પ્રકાશ કહો કે પ્રભાવ કહો. છેવટે તો તે સર્વનો ઉપયોગ શું ? તેની સાર્થકતા શેમાં ? જીવને સુખ આપવામાં જ ને ? એટલે જ શ્રીભગવતીસૂત્રમાં તેજલેશ્યાનો પ્રયોગ પણ સુખાસિકાના અર્થમાં કર્યો છે. અને સુખનો વિચાર કરીએ, તો વધુ સુખ કોને ? પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર પ્રકરણમાં કહે છે – सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो !। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥१०-८।। ઈન્દ્ર, વાસુદેવ અને ચક્રવર્તી પણ સુખી નથી કારણ કે તેઓ વિષયોથી અતૃપ્ત છે. સમગ્ર વિશ્વમાં કોઈ સુખી હોય, તો એક માત્ર ભિક્ષ જ છે. કારણ કે તે જ્ઞાનતૃપ્ત છે અને નિરંજન હોવાથી -પરમોપનિષદ્ર કે રાગાદિના સંક્લેશોથી મુક્ત છે. કેવી માર્મિક વાત ! ૬૦,૦૦૦ વર્ષના યુદ્ધો પછી પ્રાપ્ત થતું છ ખંડનું સામ્રાજ્ય, જેની પ્રાતિના પ્રયત્નોની સાથે જ ક્લેશોની પરંપરાઓ અને સંક્લેશોની વણઝારો ચાલુ થઈ જાય, તેમાં વળી સુખ કેવું ? બ્રહાદત ચક્રવર્તીએ સમગ્ર જીવન વિષયોના ભોગવટામાં પસાર કર્યું. શું તે સુખી થયો ? તેને તૃપ્તિ થઈ ? તેની છેલ્લી ઘડીએ કોઈએ પૂછ્યું હોત કે તમને તૃતિ કેટલી ? તો બ્રહાદત ચક્રવર્તીએ જવાબ આપ્યો હોત કે હજી એવો ને એવો તરસ્યો છું. અરે, તેણે તો પોતાની વાણી અને વર્તનથી આ જવાબ આપ્યો પણ હતો, બ્રાદતના ચરિત્રનો અંતિમ શ્લોક ધ્રુજાવી દે એવો છે – यातेषु जन्मदिनतोऽथ समाशतेषु, सप्तस्वसौ कुरुमतीत्यसकृद् ब्रुवाणः । हिंसानुबन्धिपरिणामफलानुरूपां, તાં સપ્તક નરવતોમુવં નીમ | જન્મ દિવસથી માંડીને ૭૦૦ વર્ષ પૂરા થયા હતાં. તે સમયે કુરુમતી.. કુરુમતી... એવી ચીસો પાડતો બ્રહાદત હિંસાનુબંધી રૌદ્રપરિણામના ફળને અનુરૂપ એવી સાતમી નરકમાં પહોંચી ગયો. ચક્રવર્તીની કેવી દયનીય દશા ! કદાચ પ્રશ્ન થાય કે આ તો બહાદત અને સુભૂમ - બે જ ચકી પૂરતી વાત છે. ભરતચક્રી વગેરે તો સુખી જ હતા ને ? તેનો જવાબ એ છે કે, તેઓમાં સુખ હોય પણ, તો ય તે ચક્રવર્તીપણાને કારણે નહીં પણ યત્કિંચિત્ ગુણોને કારણે. પૂ. કનકરત્નવિજયજી મહારાજે સઝાયમાં લલકાર્યું છે - મનમે હી વૈરાગી ભરતજી, મનમે હી વૈરાગી ચૌસઠ સહસ અંતઉરી જાકે તો ભી ના હુઆ અનુરાગી... Page #18 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका તેથી જ્યાં પારમાર્થિક સુખ છે, ત્યાં તેનું કારણ ગુણો છે એમ માનવું જ પડશે. અકરાંતિયા બનીને ભોગો પર તૂટી પડવાથી તો ભોગતૃષ્ણા વધે છે અને દુઃખ પણ વધે છે. પછી તો ૬૪૦૦૦ સ્ત્રીઓ કેમ ન હોય ! ઝાઝે ગુમડે ઝાઝી પીડા... માટે જો ચક્રવર્તીઓના જીવનમાંથી પણ ગુણો ચાલ્યા જાય તો તેમની સ્થિતિ બ્રહ્મદત્ત જેવી જ થઈ જાય. ૨૦ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અહીં ચક્રવર્તીઓથી પણ ચઢિયાતી દશાનું વર્ણન કરે છે, તેમાં તેમના ભૌતિકસુખ સાથે સરખામણી કરવાની છે. ચક્રવર્તીઓ તો દીક્ષા પણ લે છે અને ચારિત્રની સાધના પણ કરે છે, અને તેના દ્વારા પરમ સુખનો પણ અનુભવ કરે છે, પણ એ સુખ અહીં લેવાનું નથી- હૃદયપ્રદીપ ષત્રિંશિકામાં કહ્યું છે न देवराजस्य न चक्रवर्तिन स्तन्नो सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म- 1-નિષ્ઠસ્ય ચિત્તે સ્થિરતાં પ્રયાતિ પ્રા સદા ય આત્મામાં રમણ કરનારા, રાગાદિ સંક્લેશોથી વિમુક્ત એવા મુનિના ચિત્તમાં જે સુખ પ્રતિષ્ઠિત થાય છે, તે સુખને દેવેન્દ્ર અને ચક્રવર્તી પણ પામી શકતા નથી એવું હું માનું છું. પૂ. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારમાં ફરમાવે છે भूशय्या भैक्षमशनं, जीर्णवासो वनं गृहम् । તથાપિ નિ:સ્પૃહસ્યારો, વોિઽધિ, મુહમ્ ।।૨-શા જમીન પર શયન છે, ભોજનમાં ભિક્ષાચર્યાથી મેળવેલ તુચ્છ વસ્તુ છે, વસ્ત્ર જીર્ણ છે, વન એ જ નિવાસસ્થાન છે, છતાં પણ સ્પૃહાશૂન્ય એવા મુનિને ચક્રવર્તી કરતા પણ અધિક સુખ હોય છે. ઉપલક દૃષ્ટિએ કદાચ આમાં આશ્ચર્ય લાગે, પણ વાસ્તવમાં આમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. તૃષ્ણા એ જ તો દુઃખસ્વરૂપ છે. ચક્રીને ભોગતૃષ્ણા છે માટે એ દુઃખી છે. અને મુનિને કોઈ સ્પૃહા -પરોપનિષદ્ નથી માટે એ પરમ સુખી છે. સુખનું રહસ્ય હોય તો એ છે સમતા, અને સ્પૃહાના ત્યાગથી આત્માના પ્રત્યેક પ્રદેશે સમતા પરિણત થયા વિના રહેતી નથી. રચ પ્રશ્ન :- બધી વાત સાચી, પણ આ વિહારો, કેશલંચનો, ટાઢતડકા, ઘરે-ઘરે ભિક્ષાચર્યા આમાં ક્યાંય અમને સુખના દર્શન થતા નથી. તો પછી ચક્રવર્તીથી પણ અધિક સુખ હોવાનો તો ક્યાં અવકાશ જ રહ્યો ? ઉત્તર :- ભોગનું સુખ કેવું હોય એ કુંવારી વ્યક્તિ જાણી શકતી નથી. કોઈ ગમે તેટલી ઉપમાથી સમજાવે તો ય એ સમજી શકતી નથી. એ તો માત્ર અનુભવકર્તા જ સમજી શકે છે. બસ, આ જ રીતે સમતા અને સમાધિના અનુભવ વિના લોકો પણ શ્રમણના પ્રશમ સુખને સમજી શકતા નથી. આ સુખ પણ અનુભવગમ્ય જ છે. આ જ વાતને પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જોઈએ प्राणप्रियप्रेमसुखं न भोगा -ऽऽस्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैव, न वेत्ति लोकः शमशर्म साधोः ।। ।। समाधिसाम्यद्वात्रिंशिका હજી આ વાસ્તવિકતાને પૂર્ણરૂપે જોવા માટે એક સ્તુતિનો અંશ જોઈએ. સ્તુતિકાર છે, પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા. તેઓએ પરમાત્માને કહ્યું છે દી - न्यूनोऽपि ते नास्ति कुतः समानः ? પ્રભુ ! તારાથી ચઢિયાતી વ્યક્તિ તો વિશ્વમાં છે જ નહીં. અને જો કોઈ મને કહે કે અમુક વ્યક્તિ તારી સમાન છે. તો હું બેઘડકરૂપે કહેવા માંગુ છું કે- તારાથી તો ન્યૂન પણ કોઈ નથી, તો સમાનની તો વાત જ ક્યાં રહીં ? બહુ મજાની વાત છે, પરમાત્માથી ન્યૂન પણ કાંઈ નથી. એમ કહેવામાં આશય એ છે કે બે મોટા ઉદ્યોગપતિઓ હોય એમની Page #19 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - ૨e સરખામણી કરીને એમ કહેવાય, કે આ તેનાથી ઉતરતો છે - જૂન છે. પણ એક ઉદ્યોગપતિથી એક ભિખારી ઉતરતો છે આવું કહેવાય ખરું ? ભિખારી ઉતરતો હોવા છતાં આવો વ્યપદેશ - આવી સરખામણી જ ન થઈ શકે. તે જ રીતે પરમાત્મા તો નિરુપમ ગુણોથી અલંકૃત છે. અનંત જ્ઞાન-દર્શન-સુખના સ્વામી છે. તેમની સાથે ગુણદરિદ્ર એવા બીજાની શી સરખામણી થઈ શકે ? માટે અહીં સ્તુતિકારે ઉચિત જ કહ્યું છે કે આપનાથી કોઈ ધૂન પણ નથી, તો સમાનની તો વાત જ ક્યાં રહી ? અહીં આ જ રીતે મુનિ અને ચક્રવર્તીની સરખામણીમાં પણ સમજવું જોઈએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત શ્લોકમાં એક વિશિષ્ટ સ્થાને “a” કાર મુક્યો છે. ચક્રી પાસે જે નથી, એ અમને સ્વાધીન જ છે. આવું કહેવામાં એ આશય છે કે ચક્રી કદી જન્મથી ચકી નથી થતો. પૂર્વે કેટકેટલા ક્લેશોને વેઠીને મહાપ્રયાસો કરીને ચક્રવર્તીપણું મેળવે છે. અને એ ચકવર્તીપણાનો મોટો કારોબાર, વ્યવસ્થાતંત્ર, એ બધાના બદલામાં વિશિષ્ટ સુખની સ્પૃહા, ભોગતૃષ્ણા અને વળતર તરીકે આભિમાનિક, તુચ્છ, કાદાયિક સુખ અને ફરી ક્લેશ પરંપરા. પારમાર્થિક સુખને તો એ પામી શકતો જ નથી, જે સુખ પહેલાથી જ અમને પ્રાપ્ત થયું છે. શ્રમણમાત્રમાં આ સુખ સહજસિદ્ધ હોય છે. છે ને કમાલ નાનકડા ‘ઇવે કારમાં ગર્ભિત રીતે થામણ્યના શિખરનું ય દર્શન કરાવી દીધું અને ચક્રવર્તીની અત્યંત અધોદશા પણ પ્રદર્શિત કરી દીધી. આગમસૂત્ર પણ અહીં સાક્ષી પૂરે છે – तणसंथारनिसन्नो वि, मुणिवरो भट्टरागगयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ।। (સંસ્કાર પ્રવીf - ૪૮). જેનો રાગ નષ્ટ થયો છે, જેનો મોહ જતો રહ્યો છે, એવો 3o -પરમોપનિષદ મુનિવર ભલેને તૃણના સંથારા પર બેઠા હોય, પણ તે જે જીવન્મુક્તિના આનંદની અનુભૂતિ કરે છે, તે તો ચક્રવર્તી પણ ક્યાંથી કરી શકે ? હવે ચકવર્તીથી ય આગળ વધીને પરમજ્યોતિનો મહિમા જણાવે છે – दम्भपर्वतदम्भोलि-ज्ञानध्यानधनाः सदा । मुनयो वासवेभ्योऽपि, विशिष्टं धाम बिभ्रति ।।१२।। દંભરૂપી પર્વતને ભેદવા વજ સમાન એવા જ્ઞાન-ધ્યાનરૂપી ધનના ધારક મુનિઓ હંમેશા ઈન્દ્રોથી પણ વધુ તેજને ધરાવે છે. લૌકિક જગતમાં અત્યંત વિરાટ અને અભેધ સ્વરૂપ ધરાવનાર કોઈ હોય તો એ છે પર્વત. પણ એમ કહેવાય છે કે ઈન્દ્રનું વજ પર્વતને પણ ભેદી નાખે છે. એક લોકવાયકા એવી છે કે પહેલા બધા પર્વતોને પાંખો હતી. તેનાથી તેઓ યથેચ્છપણે ઉડતા હતાં. પછી ઈન્દ્ર પોતાના વજથી તેમની પાંખો કાપી નાખી તેથી તેઓ નિષ્ક્રિયપણે સ્થિર થઈ ગયાં. આ વાતોને ધ્યાનમાં લઈને અહીં મુનિવર અને દેવેન્દ્રની તુલના કરી છે. લોકોત્તર વિશ્વમાં દુષ્પરિહાર્ય દોષ છે દંભ - માયા. એ જાણે અભેધ પર્વત સમાન છે. તેને ભેદવા માટે વજસમાન સામર્થ્યશાળી શસ્ત્ર હોય તો એ છે જ્ઞાન-ધ્યાન, પ્રશ્ન :- જ્ઞાન-ધ્યાનથી વળી દંભ શી રીતે જતો રહે ? ઉત્તર :- પ્રત્યેક દોષોનો વિનાશ કરવાનું અને ગુણોની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય જ્ઞાન ધ્યાનમાં રહેલું છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે - णाणाइलाभओ च्चिय दोसा हायति वडए चरणम् । (पञ्चवस्तुके) જ્ઞાનાદિના લાભથી જ દોષો હાનિ પામે છે, અને ચારિત્રની વૃદ્ધિ થાય છે. ૧. ૨૩ - મુનની વાસવૈ | Page #20 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका ३१ પ્રશ્ન :- પણ એવું ય જોવા મળે છે કે જ્ઞાની-ધ્યાની વ્યક્તિ પણ દંભી હોય. ત્યારે શું સમજવું ? ઉત્તર :- સંજ્વલન કક્ષાના કષાયોની વ્યવહારથી કષાય તરીકે વિવક્ષા નથી થતી. માટે જ શ્રીજીવાભિગમ આગમસૂત્રમાં કહ્યું છે કે વ્યવહારથી મુનિ દશે સંજ્ઞાથી અત્યંત મુક્ત હોય છે. માટે સંજ્વલન કક્ષાની માયા જ્ઞાનીમાં પણ સંભવે છે. પણ તેનાથી તેમને દંભી ન કહી શકાય. આ રીતે અન્ય કષાયોની બાબતમાં પણ સમજવું જોઈએ. એવો ન્યાય છે કે પ્રધાનાચવેશ: પ્રઘાનથી વ્યપદેશ થાય, એટલે વિશિષ્ટ ક્રોધાદિ કષાયો હોય તો ‘આ ક્રોધી છે’ એવો વ્યપદેશ થઈ શકે, અન્યથા નહીં. વળી સંજ્વલન કક્ષાની માયા પણ અનંતાનુબંધી માયા જેવી, અપ્રત્યાખ્યાનીય માયા જેવી તથા પ્રત્યાખ્યાનીય માયા જેવી થાય છે. તેથી જ કષાયોના (૪ ૪ ૪ ૪ ૪ = ૬૪) ચોસઠ ભેદો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ રીતે સંજ્વલન કષાયની પણ તીવ્રતા - મંદતા સંભવે છે, જે જ્ઞાની એવા પણ છદ્મસ્થમાં હોઈ શકે છે. પણ એટલા માત્રથી જ્ઞાનથી દંભ દૂર ન થયો એમ ન કહી શકાય. કારણ કે વીતરાગપણાની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી સંજ્વલન કષાયો તો રહેવાના જ છે. વળી અજ્ઞાની જીવોની અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનીઓ વીતરાગપ્રાયઃ હોય છે. અજ્ઞાનીઓ કરતાં તેમના કષાયો અત્યંત મંદ કક્ષાના હોય છે. માટે અહીં જે કહ્યું કે દંભપર્વતને ભેદવા જ્ઞાન-ધ્યાન વજ્ર સમાન છે - - એ ઉચિત જ કહ્યું છે. હા, તીવ્ર સંક્લેશમય કષાયો વિધમાન હોય તેનો તો એ જ અર્થ છે કે હજી પારમાર્થીક જ્ઞાનની પ્રાપ્તિ જ થઈ નથી. અર્થાત્ એ વ્યક્તિ નિશ્ચયથી જ્ઞાની જ નથી માટે જ શાસ્ત્રકારો કહે છે – तज्ज्ञानमेव न भवति यस्मिन् सति विद्यते रागादिगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ? । -પરોપનિષદ્ જેની હાજરીમાં રાગાદિ ગણ વિધમાન હોય, તે જ્ઞાન જ નથી. અર્થાત્ જ્ઞાન હાજર હોય અને રાગાદિ દોષોનો વિલય ન થઈ જાય એ સંભવિત જ નથી. સૂરજના કિરણોની સામે ઉભા રહેવાની અંધકારની શક્તિ ક્યાંથી હોય ? સૂરજ ઊગે અને અંધકાર દૂર થાય જ, એમ જ્ઞાનનો ઉદય થતાની સાથે દોષોનો નાશ થાય જ. આવા મહાપ્રભાવક જ્ઞાન-ધ્યાન એ જ જેમનું ધન છે - સર્વસ્વ છે એવા મુનિઓ ઈન્દ્રો કરતાં પણ વધુ તેજ ધરાવે છે. પ્રશ્ન :- ભરત ચક્રવર્તીએ એક વાર ઈન્દ્ર મહારાજાને વિનંતિ કરી હતી કે, ‘તમારા મૂળ રૂપના મને દર્શન કરાવો.' અને ત્યારે ઈન્દ્ર મહારાજાએ કહ્યું હતું કે, ‘અમારું મૂળરૂપ તો મનુષ્યો જોઈ પણ ન શકે એટલું તેજસ્વી હોય છે. આમ છતાં તમારી પ્રાર્થના વ્યર્થ ન થાય એટલા માટે મારી એક આંગળીના મૂળ રૂપના દર્શન કરાવું છું.’ આમ કહીને તેમણે માત્ર એક આંગળીના મૂળરૂપે દર્શન કરાવી ભરય ચક્રવર્તીને સંતોષ આપ્યો હતો. આવું ઈન્દ્રનું તેજ હોય છે. હવે મુનિનો વિચાર કરીએ તો તેમને બધા જોઈ શકે છે, એટલું જ નહીં, તેમનો તપકૃશ દેહ વધુ નિસ્તેજ લાગે છે. તેથી જ આગમોમાં તપસ્વી મુનિ ભગવંતોનું વર્ણન કરતાં કહ્યું છે જીવ મુશ્કે જીવન્તે । (જ્ઞાતાધમંથા --૪૦) નીરસશરીર હોવાથી શુષ્ક, અત્યંત બુભુક્ષાથી વ્યાપ્ત, અત્યંત ઋક્ષ. આવા શરીરમાં ઈન્દ્રથી વધુ તેજ શી રીતે સંભવે ? ઉત્તર :- અહીં આત્મગુણોના આવિર્ભાવરૂપ પરમ જ્યોતિનું પ્રકરણ છે. તેથી ‘તેજ’ શબ્દથી તે પરમ જ્યોતિ લેવાની છે. અને આ તેજ તો ઈન્દ્રો કરતાં પણ મુનિવરમાં અધિક છે એ સ્પષ્ટ જ છે. વળી, તપ આદિના પ્રભાવે મુનિઓને જે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે દેવોને પણ દુર્લભ હોય છે. તેથી ઈન્દ્રથી પણ વધુ તેજ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય મુનિવરોમાં હોય છે. તેથી લૌકિક તેજની ૩૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - ૩૩ અપેક્ષાએ પણ મુનિવરોને ઈન્દ્રોથી વધુ તેજ સંભવે છે. તથા તપસ્વીનું વર્ણન કરતા આગમોમાં જે શબ્દો કહ્યા છે, તે વિકૃષ્ટ તપસ્વીઓની અપેક્ષાએ છે. દરેક મુનિભગવંત એવા જ હોય એવું નથી. વળ ગણધર ભગવંતો તો અનુતર દેવો કરતાં ય અનંતગુણ રૂપવાન હોય છે. તેથી તેમનું વર્ણન કરતાં આગમોમાં – - મોર્યાસી તેયંશી વળ્યું એવો ઉલ્લેખ કર્યો છે. જે બીજા મુનિવરોમાં પણ યથાસંભવ ઘટે છે. પ્રશ્ન :- ઠીક છે, મુનિવરોમાં તેજ છે, એટલું માની લઈએ. પણ જેને મનુષ્યો જોઈ પણ ન શકે એવા ઈન્દ્રના તેજથી વધુ તેજ તો તે ન જ હોઈ શકે ને ? ઉત્તર :- આનો ઉત્તર પૂર્વે આપ્યો જ છે કે - આ વિધાન આત્મિક પરમજ્યોતિની અપેક્ષાએ છે. અહીં તો માત્ર પ્રાસંગિક તેજની વિચારણા કરી છે. વળી બાહ્ય તેજમણ મહત્તાનું ચિહ્ન નથી. કારણ કે એ તેજ તો એકેન્દ્રિય જીવોમાં પણ સંભવે છે. સૂર્યનું વિમાન જે એકેન્દ્રિય જીવોનું બનેલું છે, તે જીવોનું તેજ પણ આપણે જોઈ શકતા નથી. પણ એવા તેજથી આત્માને કોઈ લાભ થતો નથી. તેથી પ્રકરણાગત પરમ જ્યોતિરૂપ તેજને જ ઉપાદેય રૂપે તથા મુખ્યરૂપે દૃષ્ટિગોચર કરવું જોઈએ. કારણ કે એ જ સાચું તેજ છે. અને આ તેજ તો મુનિમાં ઈન્દ્ર કરતાં અધિક છે, તેમાં કોઈ શંકા નથી. પૂર્વના શ્લોકની જેમ તેનો અર્થ સુખાસિકા પણ કરી શકાય. મુનિને ઈન્દ્રથી પણ વધુ સુખ હોય. એ તો પૂર્વે સ્પષ્ટ કર્યું જ છે. સૌધર્મેન્દ્રનો વિચાર કરીએ તો તેનું આયુષ્ય ૨ સાગરોપમ હોય છે. અને તેના સમગ્ર આયુષ્યમાં કરોડો વાર તેની પ્રાણપ્રિયાનું ચ્યવન (મૃત્યુ) થાય છે. દિવ્યપ્રેમ અત્યંત ગાઢ બંધનવાળો હોય છે. અસંખ્ય વર્ષો સુધી જેની સાથે સ્નેહના તાંતણે બંધાયો હોય, જેની 38 પરમોપનિષદ્ર સાથે હજારો વર્ષો સુધી નાટકો જોયા, લયલીન થઈને જલક્રીડાઓ કરી, જેના રિસામણાના મનામણા કરવામાં કોઈ કસર ન રાખી, જંબુદ્વીપપ્રમાણ ભોગભૂમિની વિદુર્વણા કરીને જેની સાથે દિવ્યભોગો ભોગવ્યા, એ પ્રાણપ્રિયા અકલ્પિતપણે - અણધારી ઘડીએ - અકસ્માત, એકાએક ચ્યવી જાય, અને ઈન્દ્ર જે વિલાપ કરે... જો એ વિલાપએ રુદન - એ આક્રંદ સામાન્ય મનુષ્ય કરે તો એનું હૃદય ફાટી ગયા વિના ન રહે, ઈન્દ્ર જે રીતે માથુ પટકી પટકીને પોતાના શોકાગ્નિને વ્યક્ત કરે છે, એ રીતે જો કોઈ સામાન્ય માનવ માથું પટકે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેના માથાના ચૂરેચૂરા થઈ જાય. કેવી દયનીય દશા ! દેવેન્દ્રની પણ કેવી કરુણાપાન અવસ્થા ! આવું તો તેના જીવનમાં એકાદ વાર નહીં, કરોડો કરોડો વાર થાય છે. આ તો એક ઈન્દ્રાણીના ચ્યવનની વાત થઈ. આવી તો આઠ - આઠ ઈન્દ્રાણી છે. અને પ્રત્યેક ઈન્દ્રાણી વ્યવે અને ઈન્દ્ર ગોઝારો વિલાપ કરે, તેના સ્થાને બીજી ઈન્દ્રાણી ઉત્પન્ન થાય, એ યવે ને ત્રીજી, ચોથી... આમ કરોડો કરોડો ઈન્દ્રાણીઓ ઉત્પન્ન થાય અને ચ્યવે. અને પ્રત્યેક ચ્યવને ઈન્દ્ર બહાવરો થઈ જાય, એ અધીરો થઈ જાય, લાચારીની પરાકાષ્ઠાના એમાં દર્શન થાય. એ જાણે સાવ અસહાય થઈ જાય, અને હૃદયદ્રાવક આઝંદો ને રુદનો કરે. ફ્ટ રે વિધિ ! આ તો એના જેવું છે કે પતિનું આયુષ્ય સો વર્ષ અને પત્નીનું આયુષ્ય ૧ મિનિટ પણ નહીં. બિચારો ઈન્દ્ર... જ્યારે ઈન્દ્રાણીની હાજરી હોય, ત્યારે પણ રિસામણાને મનામણામાં ફેરવવા માટે - ભોગતૃષ્ણાને સંતોષવા માટે લાખો વિમાનો ને અસંખ્ય દેવોનો સ્વામિ દેવેન્દ્ર ઈન્દ્રાણીના પગમાં ય પડે.... રે વિડંબના, ખરેખર મુનિઓ ઈન્દ્ર કરતા વધુ તેજ ધરાવે છે. એવું જે કહ્યું તે સત્ય જ કહ્યું છે. કારણ કે મુનિવરોના સુખની પાસે ઈન્દ્રનું સુખ કોઈ વિસાતમાં નથી. અરે, ઈન્દ્ર તો સુખી જ ક્યાં છે ? એ Page #22 -------------------------------------------------------------------------- ________________ 3 દેવ परमज्योतिः पञ्चविंशतिका 3 તો મહાદુઃખી છે. તેનું દુ:ખ જોઈને જ પૂ. ઉપાધ્યાયજી મહારાજના મુખેથી શબ્દો સરી પડ્યા છે – ઘટતે તત્ર સુ થતિઃ ? (મધ્યાત્મસાર: ૭-૧૧) આ પરિસ્થિતિમાં સુખનું અવસ્થાન શી રીતે ઘટે ? એ તદ્દન અસંભવિત છે. હવે ઉપાધ્યાયજી મહારાજ ચક્રવર્તી અને ઈન્દ્રોથી આગળ વધીને શ્રમણસુખની પરાકાષ્ઠાનો સાક્ષાત્કાર કરાવે છે – श्रामण्ये वर्षपर्यायात्, प्राप्ते परमशुक्लताम् । सर्वार्थसिद्धदेवेभ्यो-ऽप्यधिकं ज्योतिरुल्लसेत् ।।१३।। શ્રામણ્યમાં એક વર્ષના પર્યાયથી પરમ શુક્લતાની પ્રાપ્તિ થાય, ત્યારે સર્વાર્થસિદ્ધના દેવો કરતાં પણ અધિક જ્યોતિ ઉલ્લસિત થાય છે. ભૌતિક વિશ્વની ઉત્કૃષ્ટ દશા એટલે સર્વાર્થસિદ્ધ વિમાન. ઉત્તરોત્તર સર્વ દેવો અને દેવેન્દ્રો કરતાં પણ અનંતગુણ સુખ આ સ્થાને રહેલા દેવોને હોય છે. શ્રમણને એક વર્ષનો પર્યાય થાય ત્યારે તેમનાથી પણ વધુ જ્યોતિની પ્રાપ્તિ થાય છે, તેને શ્રીભગવતીસૂત્રમાં આ મુજબ કહી છે – जे इमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा एते णं कस्स तेउलेसं वीतिवयंति ? गोयमा ! मासपरियाए समणे णिग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयइ। एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जिआणं भवणवासीणं देवाणं तेउलेसं वीतीवयति । तिमासपरियाए समणे णिग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतीवयति । चउमासपरियाए समणे णिग्गंथे गहगणणक्खत्त-तारारूवाणं जोतिसियाणं तेउलेसं वीतीवयति। पंचमासपरियाए समणे णिग्गंथे चंदिमसूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीतीवयति । छम्मासपरियाए समणे णिग्गंथे सोहम्मीसाणाणं देवाणं -પરમોપનિષદ્ર तेउलेसं वीतीवयति । सत्तमासपरियाए समणे णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीतीवयति। अट्ठमासपरियाए समणे णिग्गंथे बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीतीवयति । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीतिवयति । दसमासपरियाए समणे णिग्गंथे आणय-पाणय-आरणऽच्चुयाणं देवाणं तेउलेस्सं वीतीवयति । एक्कारसमासपरियाए समणे णिग्गंथे गेविज्जाणं देवाणं तेउलेसं वीतिवयति। बारसमासपरियाए अणुत्तरोववातियाणं देवाणं तेउलेसं वीतीवयति । (श्रीव्याख्याप्रज्ञप्तिसूत्रम् १४-९-५३७) જેમ જેમ શ્રમણનો પર્યાય વૃદ્ધિ પામે તેમ તેમ તે ઉત્તરોત્તર વ્યત્તરાદિ દેવોની તેજોલેશ્યાને ઓળંગતો જાય. (અહીં તેજલેશ્યાનો અર્થ છે ચિત્તસુખની પ્રાપ્તિ.) જેનો ક્રમ આ મુજબ છે – પર્યાય (માસ) વાણવ્યંતર અસુરેન્દ્ર સિવાયના દેવો અસુરકુમારેન્દ્રો ગ્રહ-ગણ-નક્ષત્ર-તારા જ્યોતિષિઓ ચન્દ્ર- સૂર્ય જ્યોતિષેન્દ્રો સૌધર્મ - ઈશાનના દેવો સનકુમાર-માટેન્દ્રના દેવો બ્રહાલોક - લાતંકના દેવો મહાશુક - સહસ્ત્રારના દેવો આનત-પ્રાણત-આરણ-અર્ચ્યુતના દેવો રૈવેયકના દેવો ૧૨ અનુતરોપપાતિક દેવો વાણવ્યંતર આદિ દેવોનું સુખ ઉત્તરોત્તર અનંત-અનંત ગુણ હોય છે. અનુત્તર દેવોનું, તેમાં પણ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું Page #23 -------------------------------------------------------------------------- ________________ 3o परमज्योतिः पञ्चविंशतिका સુખ સર્વોત્કૃષ્ટ હોય છે. એ સુખ કરતા પણ એક વર્ષના પર્યાયના સાધુનું સુખ વધી જાય છે. પ્રશ્ન :- પર્યાય તો વર્ષોનો થઈ ગયો છે. છતાં એવો અનુભવ થતો નથી તો શું સમજવું ? ઉત્તર :- અનંતજ્ઞાનીઓએ કહેલ આગમવયન મિથ્યા ન હોય. અને આગમવચન તો સાષ્ટરૂપે ઉપલબ્ધ થાય જ છે, જે અહીં જણાવેલ છે, તેથી જો એવા સુખનો અનુભવ ન થતો હોય તો સમજવું પડે કે વાસ્તવમાં હજી ૧ વર્ષનો પર્યાય થયો નથી. વેષબાહ્યાચાર આ બધું તો વ્યવહાર છે. ચારિત્રની પરિણતિ એ નિશ્ચય છે. માત્ર દિવસો જાય એને પર્યાય ન કહેવાય. ઉપદેશમાલાકાર તો સાષ્ટરૂપે ફરમાવે છે - न तहिं दिवसा पक्खा, વરસા વિ સંપન્નતા जे मूलउत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ।।४७९।। ચારિત્રના પર્યાયમાં દિવસો, પક્ષો, મહિનાઓ અને વર્ષો નથી ગણાતા, પણ જે મૂલ - ઉત્તરગુણો અખ્ખલિત હોય તે ગણાય છે. આપણા નિશ્ચય પર્યાયની ક્ષણોનો સરવાળો કરીએ તો એ કેટલો સમય થતો હશે ? એવું પણ નથી કે - “સંઘયણહાનિ, દુઃષમાકાળ આદિ કારણોથી અત્યારે નિશ્ચયપર્યાય જ સંભવિત નથી - અપવાદોને કારણે મૂલ-ઉત્તરગુણોની અસ્મલિતતા જ સંભવિત નથી” - કારણ કે ઉત્સર્ગસાપેક્ષ અપવાદ એ પણ જિનાજ્ઞા જ છે ખલના નથી, આ વિષયમાં સત્વોપનિષમાં વધુ વિસ્તાર છે. ટૂંકમાં જિનાજ્ઞાનુરાગ અને યથાશક્તિ તત્પાલનથી આજે પણ નિશ્ચયપર્યાય અને અનુતરવાસી દેવને પણ ટપી જાય એવું સુખ સંભવિત છે. પરમોપનિષદ્ર પ્રશ્ન :- આગમવયનના પ્રારંભે જ ‘મન’ જે કહ્યું છે, તેનો અર્થ ‘વર્તમાનમાં’ એવો થાય છે. તેથી આ સૂત્ર ચોથા આરાના મહાત્માઓ માટે જ ઘટી શકે ને ? ઉત્તર :- ટીકાકારશ્રીએ ‘મનાઇ' પદના બે અર્થ કર્યા છે. (१) आर्यतया पापकर्मबहिर्भूततया (२) अधुनातनतया वर्तमानकालतया અહીં પ્રથમ જે અર્થ છે, તે આજે પણ ઘટી શકે છે. કારણકે અપવાદસેવન એ પાપકર્મ નથી. જિનાજ્ઞાસાપેક્ષપણે વિધિપૂર્વક અપવાદ સેવે એ નિર્દોષ છે, પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ વિષયમાં દેવધર્મપરીક્ષા નામના ગ્રંથમાં સ્પષ્ટીકરણ કર્યું છે, જેના પર મેં દેવધર્મોપનિષદ્ર ગુર્જર ટીકા લખી છે. એ જોવા ભલામણ કરું છું. વળી શ્રીભગવતીસૂત્રના ટીકાકારશ્રી ફરમાવે છે કે પર્યાયવૃદ્ધિ સાથે વાણવ્યન્તરાદિ દેવોની તેજોલેશ્યાના વ્યતિવજનનું જે વિઘાન છે, તેનો આશય એવો નથી કે પ્રત્યેક શ્રમણને આવું સુખ હોય. પણ શ્રમણવિશેષને આશ્રીને એવું કહ્યું છે. આ રીતે તો ચતુર્થઆરામાં પણ પ્રત્યેક શ્રમણને આવું સુખ હોય એવો નિયમ રહેતો નથી. કાળવિશેષની મર્યાદા વિના તથાવિધ શ્રમણવિશેષમાં તેવું સુખ સંભવે. અને તેવું સુખ ન અનુભવાય, તો ય શ્રમણ્યનો બાધ નથી એવું ફલિત થાય છે. જૈનેતર દર્શનમાં પણ એક વર્ષના પર્યાયે યોગી સિદ્ધિવિશેષસંપન્ન થાય છે એવું પ્રતિપાદન કરાયું છે. જેમ કે – ब्रह्मचारी मिताहारी, योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत्सिद्धो, માત્ર 1 વિવારના II ગ્રાનવન -૭૨ II બ્રહમચારી, મિતાહારી અને યોગમાં તત્પર એવો યોગી એક વર્ષ Page #24 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - રૂe પછી સિદ્ધ થાય છે, એમાં કોઈ વિચારણા (શંકા) ન કરવી. આ અવસ્થાવિશેષની પ્રાપ્તિ થયા બાદ તે શ્રમણ શુક્લ બને છે. અને ક્રમશઃ સિદ્ધિ પામે છે. અહીં આગમવચન સાક્ષી છે – तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झति ।। व्याख्याप्रज्ञप्तिः ૨૪-૧-રૂ૭ || ત્યાર બાદ શુક્લ અને શુક્લાભિજાત્ય થઈને સિદ્ધ થાય છે. શુક્લ એટલે વિશિષ્ટગુણોના પરિપાકને ઘરાવતો જીવ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પંચસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે શુક્લ જીવ (૧) અભિન્નવૃત હોય, અર્થાત્ અખંડિતયાત્રિનો ઘારક હોય, તેનું શીલ નિકલંક હોય. તે અત્યંત આચારયુક્ત હોય. (૨) અમત્સરી - બીજાના ઉત્કર્ષને સહન ન કરવો તેનું નામ મત્સર. તેનામાં આ દોષ ન હોય. ઉલ્યુ તે અત્યંત ગુણાનુરાગી હોય. (3) કૃતજ્ઞ - બીજાએ પોતાના પર કરેલા નાના પણ ઉપકારને તે જાણતો હોય. ઉપકારી પર પ્રત્યુપકાર કરવા માટે તત્પર હોય. ઉપકારી પર બહુમાન ધરાવતો હોય. (૪) સદારશ્મી - તે કદી દુષ્ટારંભ ન કરે. પોતે જેનો અધિકારી છે, જે કાલોચિત છે એવા પ્રશસ્ત અનુષ્ઠાનનો જ કર્તા બને. (૫) હિતાનુબંધ - તે જીવ કલ્યાણની પરંપરાનો સર્જક બને. એવું કાર્ય ન કરે કે જે આપાતમાગથી સુંદર ભાસે, પણ છેવટે તેનું અનિષ્ટ પરિણામ આવે. મહાભારતમાં કહ્યું છે - જ ક્ષય મહારાગ !, : ક્ષય વૃદ્ધિમાવત્ ક્ષય: સ વઢ મોં ,. यं लब्ध्वा बहु नाशयेत् ।। ૪૦ -પરમોપનિષદ હે મહારાજ ! જે ક્ષય વૃદ્ધિનું કારણ બને તે વાસ્તવમાં ક્ષય જ નથી. પણ જે લાભથી ઘણો વિનાશ થાય, તેને જ ક્ષય માનવો જોઈએ. તથાવિધ ક્ષયોપશમ, ભવસ્થિતિ પરિપાક, ઔચિત્ય અને વિવેકાદિના પ્રભાવે તે જીવ હિતાનુબંધી અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત થાય છે. શક્તિનો અતિક્રમ કરીને, ભવિષ્યમાં અનેક રીતે યોગહાનિ આદિ થાય તેવા અનુષ્ઠાનમાં તે પ્રવૃત્ત થતો નથી. અને ક્રમશઃ તે જીવ શુક્લાભિજાત્ય બને છે. અર્થાત્ શુક્લ જીવોમાં ઉત્કૃષ્ટ દશાની પ્રાપ્તિ કરે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પંચવસ્તકની વૃત્તિમાં શુક્લ અને શુક્લાભિજાત્યની ભિન્નરૂપે વ્યાખ્યા કરી છે – જીવન: વકર્મા, ગુવન્નાઈમનાય મીશના તે શ્રમણ આચારથી શુક્લ બને છે અને આશયથી પરમશુકલ બને છે. આવા જીવના કર્માનુબન્ધનો વિચ્છેદ થયો હોય છે. અર્થાત્ તેમને જે કર્મનો ઉદય થયો હોય, તથાવિધ અન્ય કર્મનો તેઓ બંધ કરતા નથી. આ પરમશુક્લ દશાની અભૂતપૂર્વ અનુભૂતિ કરતા મહાત્મા સર્વાર્થસિદ્ધના દેવોના સુખથી તો અધિક સુખ મેળવે જ છે, પણ હવે પૂ. ઉપાધ્યાયજી મહારાજ તેનાથી પણ આગળ વધીને કહે છે – विस्तारिपरमज्योति-ोतिताभ्यन्तराशयाः । जीवन्मुक्ता महात्मानो, जायन्ते विगतस्पृहाः ।।१४।। વિસ્તૃત પરમ જ્યોતિથી જેમનો આભ્યન્તર આશય પ્રકાશિત છે, એવા નિઃસ્પૃહ મહાત્માઓ જીવન્મુક્ત થાય છે. પરમજ્યોતિનું અહીં એક વિશેષણ કહ્યું છે વિસ્તૃત. જ્યાં તુચ્છતા અને ક્ષુદ્રતા છે, ત્યાં વિસ્તૃતતા નથી, વિસ્તૃતતા એટલે 9. મુદ્રિત - વિસ્તાર પરમ્ | Page #25 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - 89. વિશાળતા-ઉદારતા-ઉમદાપણું. આવા ગુણથી સંપન્ન એવી પરમજ્યોતિના યોગથી શ્રમણનું અંતર પ્રકાશિત બને એટલે તે અત્યંત ઉદાર અને ગંભીર આશયવાળો બન્યા વિના ન રહે. ક્ષુદ્રતા એ બહુ મોટો દોષ છે. યોગાચાર્યોએ ભારેકર્મી-દીર્ધસંસારી એવા ભવાભિનંદી જીવનો પહેલો દોષ એ બતાવ્યો છે કે એનામાં ક્ષુદ્રતા હોય, અહીં હળુકર્મી-આસન્નસિદ્ધિક જીવનો પ્રથમ ગુણ બતાવ્યો કે તેઓ ઉદાર આશયવાળા હોય. ઉદભરી ન હોય. માત્ર પોતાનું કરી લેવાની વૃત્તિ ન ધરાવતા હોય. ઓઘનિર્યુક્તિ આગમમાં કહ્યું છે કે મહાત્માઓ વાપરવા બેસે અને એ જ સમયે પ્રાથૂર્ણક મહાત્માઓ આવે ત્યારે તેમને વાપરવા બેસાડી તેમની પૂર્ણ ભક્તિ કરવી અને જરૂર પડે તો પોતાના માટે ફરી ગોચરી લેવા જવું. શાસ્ત્રકારોએ ફરમાવેલી કેવી ઉમદાવિધિ ! સામાચારીમાં બતાવ્યું કે ઉત્કૃષ્ટ કાર્ય વિના (શક્યપરિહાર હોય ત્યાં સુધી) કોઈ મહાત્માને પોતાનું કાર્ય ન સોંપવું. અને જ્યારે કોઈ મહાત્મા પોતાને કોઈ કાર્ય આપતા હોય, તે સમયે શક્ય હોય ત્યાં સુધી ના પાડવી નહીં. આ તો ઉપલક્ષણ છે. શાસ્ત્રકારોનો તો આશય છે કે હે શ્રમણ ! જીવ ચરમાવર્તમાં આવે, માર્ગાનુસારિતા આદિ ગુણોને પામે, ત્યારથી તેના ક્ષુદ્રતાદિ દોષોનો વિલય થતો જાય, ઉદારતાદિ ગુણોનું પ્રાકટ્ય થતું જાય, તું તો તેમની અપેક્ષાએ અત્યંત ઉચ્ચ ભૂમિકાને પામ્યો છે. તારા તો રોમે રોમે ઔદાર્યાદિ ગુણો રમતા હોય, તારું હૃદય તો આકાશ જેવું વિશાળ હોય, તારા આત્માના પ્રદેશ પ્રદેશે વિસ્તૃત પરમ જ્યોતિનો પ્રકાશ પથરાઈ રહ્યો હોય.’ ઉદારતા માત્ર બીજાની સેવા કરવામાં સમાપ્ત નથી થઈ જતી. મતભેદના સમયે પોતાની વાત જતી કરવી એ પણ ઉદારતા છે. બીજાના દોષોને ભૂલી જવા એ પણ ઉદારતા છે. બીજાના દોષોને ઢાંકી દેવા એ પણ ઉદારતા છે. અને આ કક્ષાની ઉદારતા અધિક ૪૨ -પરમોપનિષદ્ર મહત્ત્વની હોવા સાથે અધિક દુર્લભ પણ છે. અને આવી ઉદારતા જ્યારે આત્મસાત્ થાય છે, ત્યારે એ શ્રમણને ઉપસર્ગોની ઝડી વરસાવનાર પ્રત્યે પણ અભાવ જાગતો નથી. અરે, સદ્ભાવમાં ઓટ પણ આવતી નથી. શારીરિક સ્વાધ્યની - સુખાકારિતાની સ્પૃહા છે તો ઉપસર્ગ કરનાર પ્રત્યે અસદ્ભાવ જાગે છે. ધનની સ્પૃહા છે તો ચોર વગેરે પર અસદભાવ જાગે છે. ઉજ્વળ વસ્ત્રોની સ્પૃહા છે તો મેલ લાગતા મન બગડે છે. સ્વાદિષ્ટ ભોજનની સ્પૃહા છે તો બેસ્વાદ વસ્તુ આવતા કચવાટ થાય છે. પણ જેમને કોઈ સ્પૃહા જ નથી એવા મહાત્માને શાનું દુઃખ ? શ્રમણોનું અહીં અદ્ભુત વિશેષણ મૂકી દીધું છે. “વિયાતપૃદા:” જેમની સ્પૃહાનો વિલય થઈ ચૂક્યો છે. અને તેથી જ આ મહાત્માઓ જીવન્મુક્ત બને છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે – निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षो सुविहितानाम् ।।२३८।। મદ અને મદનને જીતી લેનારા વચન-કાયા-મનના વિકારથી રહિત અને પરસ્પૃહાથી વિનિવૃત એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે. આનું નામ જીભુક્તિ. વર્તમાનમાં જ મોક્ષના સુખનો અનુભવ, નિઃસ્પૃહતા એ સુખનું બીજું નામ છે. સ્પૃહા એ જ દુઃખ છે. પંચસૂત્રકાર કહે છે - ‘વિષ્ણા અTv’ અપેક્ષા એ જ દુઃખ છે. | સર્વ અપેક્ષાઓના વિલય થવાની સાથે જીમુક્તિની એ વચનાતીત અવસ્થાનો આનંદ માણતા મહાત્માઓ કેવા હશે ? તેઓ શું કરતા હશે ? આવી જિજ્ઞાસાઓ સહજરૂપે ઉદ્ભવ પામે છે, જેને સંતોષવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – 9. મુદ્રિત - ત્નિ તે | ૪ - નીયન્ત | - નીતે | Page #26 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते । उदासले परद्रव्ये, 'लियने स्वगुणामृते ।। १५ ।। . તેઓ હંમેશા આત્મામાં જાગૃત રહે છે, બહિર્ભાવોમાં શયન કરે છે, પરદ્રવ્ય પ્રત્યે ઉદાસીન રહે છે અને આત્મગુણોરૂપી અમૃતમાં લીન થઈ જાય છે. સાધનાજીવનનું પ્રાણભૂત તત્વ છે આત્મજાગૃતિ, ઉપદેશમાલામાં કહ્યું છે - जो न वि दिणे दिणे संकलेड़ के अज्ज अज्जियामि गुणा । अगुणे अन हु खलिओ कह सो उ करिज्ज अप्पहिअं ? ।।४८० ।। જે પ્રતિદિન એવી સંકલના નથી કરતો કે આજે મેં કાં ગુણોનું સર્જન કર્યું ? અને કયાં દોષોમાં સ્ખલના ન પામ્યો, તે આત્મહિત શી રીતે કરી શકે ? આશય સ્પષ્ટ છે, આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી. માટે જ દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે પ્રતિદિન ધર્મજાગરિકા કરતા આત્મકર્તવ્ય વગેરેનો વિચાર કરવાનો છે - કે મેં શું કર્યું ? મારે શું કરવાનું બાકી છે ? કયું શક્ય ધર્મકૃત્ય હું કરતો નથી ? ઈત્યાદિ. આનું નામ આત્મજાગૃતિ. અને આ જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એ કક્ષા આવે કે જ્યાં બહિર્ભાવોમાં પૂર્ણરૂપે સુષુપ્તિ હોય. કોણ આવ્યું-ગયું - શું ચાલે છે... ઈત્યાદિનું કોઈ ધ્યાન ન હોય, એટલું જ નહીં સ્વશરીરનો પણ અનુભવ ન થાય, ઈષ્ટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે - ૪૩ किमिदं कीदृशं कस्य, कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति, योगी योगपरायणः ||४२ ।। આ શું ? કેવું ? કોનું ? ક્યાંથી ? ક્યાં ? આવી કોઈ વિચારધારામાં યોગી લીન થતો નથી અને યોગપરાયણ બનેલો તે ४४ -પરોપનિષદ્ યોગી પોતાના શરીરને પણ જાણતો નથી. પ્રશ્ન :- આવું શી રીતે બની શકે કે વ્યક્તિ પોતાના શરીરને પણ ન જાણે ? ઉત્તર ઃ- આ સ્થિતિ લૌકિક જગતમાં પણ અનુભવસિદ્ધ છે. વ્યક્તિ એક કાર્યમાં એકાકાર બને એટલે તેને બીજી કોઈ વાતોનો ખ્યાલ રહેતો નથી. તે જ રીતે આત્મપ્રવૃત્તિની જાગૃતિમાં એકાગ્રચિત્ત બનેલ શ્રમણને બહિર્ભાવોનું સંવેદન ન થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. પ્રશ્ન :- શ્રમણને કોઈ મહાત્મા વગેરે કાંઈ પૂછે, ભિક્ષાચર્યા માટે જવાનું થાય, અનિવાર્યપણે ઓછા-વત્તા વ્યવહારો કરવા પડે, ત્યારે તો બહિર્ભાવોમાં પ્રવેશ કરવો જ પડશે ને ? ઉત્તર :- ના, જિનાજ્ઞાનુસારી પ્રત્યેક પ્રવૃત્તિ એ આત્મજાગૃતિની જ સાધક છે. તેમાં પ્રવૃત્ત થયેલ આત્મા બહિર્ભાવમાં વર્તે છે એવું ન કહી શકાય. જે અપ્રમત્ત છે, અવસરોચિત અનુષ્ઠાનને નિષ્ઠાપૂર્વક સાધે છે, તેની સર્વપ્રવૃત્તિ આત્મજાગૃતિ જ છે, બાહ્ય વ્યવહાર તેની આત્મજાગૃતિમાં બાધક બની શકતો નથી. ઈષ્ટોપદેશ ગ્રંથમાં કહ્યું છે - ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यनति ॥ ४१ ॥ જેણે આત્મતત્ત્વને સ્થિર કર્યું છે, તે બોલવા છતાં પણ બોલતો નથી, ચાલતો હોવા છતાં પણ ચાલતો નથી, અને જોતો હોવા છતાં જોતો નથી. પ્રશ્ન :- સ્વાધ્યાય-ધ્યાનાદિની પ્રધાનતા ધરાવતા શ્રમણ જે અંતર્મુખતા જાળવે છે, તેવી અંતર્મુખતા વૈયાવચ્ચ આદિની પ્રધાનતા ધરાવતા મહાત્મા જાળવી શકતા નથી, એવું જોવા મળે છે. તો વ્યવહાર આત્મપ્રવૃત્તિમાં બાધક થયો, એમ ન કહેવાય ? ઉત્તર :- ના, આ વિષયમાં સૂક્ષ્મ વિચારણાની જરૂર છે. કારણ Page #27 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका કે સ્વાધ્યાયી શ્રમણ એકાંતે અંતર્મુખ જ હોય અને વૈયાવચ્ચી શ્રમણ એકાંતે બહિર્મુખ જ હોય એવો કોઈ નિયમ નથી. ઉભયમ અનેકાંત પણ હોઈ શકે છે. ખ્યાતિ વગેરેના આશયથી સ્વાધ્યાયમાં મચી પડવું એ આત્મપ્રવૃત્તિ નથી. દુનિયા કદાય માની લે કે આ શ્રમણ અત્યંત અન્તર્મુખ છે, પણ જ્ઞાનીઓની દષ્ટિમાં તે બહિર્મુખ હોય છે. સંપૂર્ણ મૌન સાથે આખો દિવસ ખૂણામાં બેસીને જ્ઞાનસાધના કરે, પણ જે આશય મલિન છે, તો એ યોગ પણ મલિન જ છે, આત્મપ્રવૃત્તિ નથી. કારણ કે નિશ્ચયનય તો આશયને જ પ્રમાણ માને છે. અને વૈયાવચ્ચી શ્રમણ અનેક વાયિક-કાયિક વ્યવહારોમાં પ્રવૃત હોવા છતાં જો અપ્રમત છે, તો બહિર્ભાવોમાં પ્રવૃત નથી પણ આત્મપ્રવૃત જ છે. માટે જ આશવ્યકનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં વાચિકાદિ ધ્યાન પણ બતાવ્યું છે - एवंविहा गिरा मे वत्तव्वा एरिसी न वत्तव्वा । इय वेयालियवक्कस्स भासओ वाइगं झाणं ।। મારે આવી વાણી બોલવી જોઈએ, અને આવી ન બોલવી જોઈએ. આમ જે વિચારીને બોલે છે, તેને વાચિક ધ્યાન કહેવાય છે. सुसमाहियकरपायस्स अकज्जे कारणमि जयणाए । किरियाकरणं जं तं काइयझाणं भवे जइणो ।। કાર્ય ન હોય ત્યારે હસ્ત-ચરણ વગેરે સુસમાહિત રાખે અને કારણ આવે ત્યારે જયણાપૂર્વક ક્રિયા કરે તે યતિનું કાયિકધ્યાન છે. આ રીતે વૈયાવચ્ચી શ્રમણની જયણાપૂર્વકની પ્રવૃત્તિ કાયિકધ્યાન હોવાથી આત્મપ્રવૃત્તિ બને છે. તે જ રીતે વયવવિવેકપૂર્વક જિનાજ્ઞાસાપેક્ષ શ્રમણનું વચન પણ આત્મજાગૃતિમાં બાધક બનતું નથી. દશવૈકાલિકનિર્યુક્તિમાં કહ્યું છે – वयणविभत्तीकुसलो वओगयं बहुविहं वियाणंतो । दिवसंपि भासमाणो तहावि वयगुत्तयं पत्तो ।। ૪૬ -પરમોપનિષદ્ર શું બોલવા યોગ્ય છે અને શું બોલવા યોગ્ય નથી, તેમાં જે કુશળ છે અને વચનવિષયક ઉત્સર્ગાદિ બહુવિધ ભેદોને જાણે છે, તે સિદ્ધાન્તવિધિથી આખો દિવસ બોલે તો પણ તે વાગ્યુપ્ત જ છે. અહીં સાર એટલો જ છે કે શુદ્ધ આશય-જિનાજ્ઞાસાપેક્ષતા આદિ હાજર હોય તો કોઈ પણ પ્રવૃત્તિ આત્મજાગૃતિનું જ અંગ છે. અને તેના વિનાની મૌન વગેરેની પ્રવૃત્તિ પણ બાહ્યભાવ છે. હા, વૈયાવચ્ચ આદિના યોગોમાં પણ નિરર્થક વયન, સાવધ-કંદર્પાદિ વચન, નિરર્થક પ્રવૃત્તિ હોય તો એ બાહ્યભાવ છે, પણ તેમાં વૈયાવચ્ચ યોગનો દોષ નથી. એ પ્રવૃત્તિ વૈયાવચ્ચની અંતર્ભત પણ નથી. એ તો વ્યક્તિનો પોતાનો પ્રમાદ છે. આથી સર્વત્ર વિવેક આવશ્યક છે, પાંચ મિનિટના કાર્યમાં પંદર મિનિટ લાગે તો દશ મિનિટની નિરર્થક પ્રવૃત્તિ એ પ્રમાદમાં પર્યવસિત થાય છે. અને પછી જો એ શ્રમણ એમ કહે કે સેવા આદિના કારણે મારી અંતર્મુખતા, સ્વાધ્યાય વગેરે સચવાતા નથી, તો તે એક માયા-મૃષાવાદ બને છે. હા, પ્રસ્તુત વિષયના અજ્ઞાનથી પણ તેવી માન્યતા હોઈ શકે. પણ જે ગંભીર વિચારણા કરવામાં આવે તો જણાશે કે દોષ સેવાયોગનો નહીં પણ પોતાનો છે. જે અપ્રમત છે તેને સર્વ ક્ષેત્રોમાં સર્વાગીણ વિકાસ સાધવામાં કાંઈ પણ બાધક બની શકે તેમ નથી. અહીં યોગીઓના સ્વરૂપનું જે પ્રથમ વાક્ય છે - ‘નાગ્રત્યાનિ તે નિત્ય' તેનું અત્યંત મનન કરવું જોઈએ. જો દરેક સાધક સતત આત્મનિરીક્ષણ કરે, કે મારી ક્યાં ક્યાં ખલના થાય છે ?- હું ક્યારે ક્યારે એકાદ અક્ષર પણ વધુ બોલ્યો ? મેં ક્યારે નિરર્થક સ્પંદન-હાથ-પગ હલાવવાની ચેષ્ટા કરી ? મેં ક્યારે “કોણ આવ્યું - ગયું” એ જોવા માટે માથું ઊંચું કર્યું ? મેં ક્યારે મારી અધ્યાત્મસાધનાથી આડા ફંટાતા સાહિત્યમાં દષ્ટિપાત કર્યો ? મેં ક્યારે બાહ્યભાવપોષક વાતચીતો પ્રત્યે કાન સરવા કર્યા ? તો આવા Page #28 -------------------------------------------------------------------------- ________________ કo परमज्योतिः पञ्चविंशतिका આત્મનિરીક્ષણથી બાહ્યપ્રવૃત્તિનો ત્યાગ થતો રહે અને આત્મજાગૃતિનો સતત વિકાસ થતો જાય. પ્રશ્ન :- તમે પહેલા કહ્યું કે બાહ્ય વ્યવહાર આત્મજાગૃતિમાં બાધક નથી. તો હવે આત્મનિરીક્ષણ કરવા દ્વારા બાહ્ય વ્યવહારનો ત્યાગ કરવાનું કેમ કહો છો ? ઉત્તર :- બાહ્ય વ્યવહાર જો નિરર્થક ચેષ્ટારૂપ હોય તો એ આત્મજાગૃતિનો બાધક હોવાથી હેય જ છે. અને જો એ જિનાજ્ઞાનુસારી વિધિપૂર્વકની વૈયાવચ્યાદિ હોય તો તે આત્મજાગૃતિરૂપ જ હોવાથી ઉપાદેય જ છે. આ બંને વસ્તુ અહીં સ્પષ્ટ કરી જ છે. માટે અહીં કોઈ વિરોધ નથી. પ્રશ્ન :- અન્તર્ભાવ અને બહિર્ભાવ આ બંને માનસિક સ્તરની વસ્તુઓ છે. તેને વચન અને કાયાની પ્રવૃત્તિ સાથે શું લાગે-વળગે ? કે તમે આત્મનિરીક્ષણમાં તેના પર ભાર આપો છો ? ઉત્તર :- ભાવને વાચિક-કાયિક પ્રવૃત્તિ સાથે ગાઢ સંબંધ છે. જો તીવ્ર અંતર્મુખ સાધક પણ નિરર્થક વાતચીત આદિમાં પડશે, તો તેની અંતર્મુખતાનું આયુષ્ય ત્યાં જ સમાપ્ત થઈ જશે. બેઠા બેઠા પગ હલાવવાની પ્રવૃત્તિ પણ અંતર્મુખતાની બાધક છે. કારણ કે તે નિરર્થક છે, સાવધ છે અને પ્રમાદ છે. - જૈનેતરદર્શનો પણ માને છે કે નિરર્થક વચન અને ચેષ્ટાથી શરીરમાં સાંદનો ઉત્પન્ન થાય છે. અને તે સ્પંદનો ચિત્તવિભ્રમના જનક બને છે. જૈનદર્શનમાં પણ આ અને અન્ય કારણોથી ત્રણ ગુપ્તિનું પ્રતિપાદન કરાયું છે. ઉપદેશમાલામાં કહ્યું છે हत्थे पाए न निक्खिवे कायं चालिज्ज तं पि कज्जेणं । कुम्मो व्व सए अंगे अंगोवंगाई गोविज्जा ।।४८४।। विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ।।४८५।। ૪૮ - -પરમોપનિષદ્રક હાથ-પગોની વ્યર્થ ચેષ્ટા ન કરવી, કાયાની પ્રવૃત્તિ પણ આવશ્યક કાર્ય માટે જ કરવી. અને કાચબાની જેમ પોતાના શરીરમાં અંગોપાંગોને સંવૃત્ત કરીને રાખવા. વિકથા, હાસ્યકથા, કોઈ બોલતું હોય તેમાં વચ્ચે બોલવું, ન બોલવા યોગ્ય બોલવું, જે જેને અનિષ્ટ હોય તેવું બોલવું અને પોતાને પૂછયું ન હોય ત્યારે બોલવું, એવા ભાષણનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આવા પ્રકારના સંવરથી મનોગુપ્તિ, અંતર્મુખતા અને આત્મજાગૃતિ સુરક્ષિત રહી શકે છે. માટે આત્મજાગૃતિ માટે આ જરૂરી છે. ટૂંકમાં પરભાવો પ્રત્યેની તદ્દન સુષુપ્તિ એ જ આત્મજાગૃતિની પરિપૂર્ણતા છે. પ્રશ્ન :- ‘પર' પ્રત્યેનું કોઈ ધ્યાન ન હોવું. તેને તમે આત્મજાગૃતિ કહો છો, પણ બીજા પ્રત્યેની હિતબુદ્ધિથી તેમનું ધ્યાન રાખીએ, તેમાં શું દોષ છે ? ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર એક આગમમાં સુંદર રીતે આપેલો છે, જેનું નામ છે ઋષિભાષિતસૂત્ર. તેમાં કહ્યું છે – सए गेहे पलित्तम्मि किं धावसि परातकम् ? । सयं गेहं णिरित्ताणं ततो गच्छे परातकम् ।। आतढे जागरो होहि मा परट्टाभिधारए । आतट्ठो हायए तस्स जो परट्ठाभिधारए ।। जइ परो पडिसेवेज्ज पावियं पडिसेवणं । तुज्झ मोणं करेंतस्स के अटे परिहायति ? ।। आतट्ठो णिज्जरायंतो परट्ठो कम्मबंधणं । अत्ता समाहिकरणं अपण्णो य परस्स य ।। अण्णातयंमि अट्टालकम्मि किं जग्गिएण वीरस्स ? | fથમ નાયબ્રે ડ્રો શુ વદુરસ્તો નામ 1 (રૂ૫/૨૪-૨૮) સૂત્રકારનો ઉપદેશ છે કે - જ્યારે તારું પોતાનું ઘર ભડકે બળે Page #29 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका ૪૦ છે, ત્યારે બીજાના ઘરે કેમ દોડી જાય છે ? પહેલા તારું ઘર બુઝાવ અને પછી બીજે જા. તું તારા આત્માર્થ વિષે જાગૃત થા. પરાર્થશૂર ના બન. જે પરાર્થઘૂર બને છે, તેના આત્માર્થની હાનિ થાય છે. જો કોઈ પાપસેવન કરે તો એમાં તારું કાંઈ બગડી જતું નથી. શરત એટલી જ છે કે તું તારા મુનિભાવથી વિચલિત ન થાય. ટૂંકમાં કહું તો આત્માર્થથી કર્મનિર્જરા છે અને પરાર્થથી કર્મબંધ છે. અને આત્માર્થમાં નિમગ્ન યોગી સ્વ-પરનું કલ્યાણ કરે છે. જ્યારે પોતાના ગામમાં જ ઘણા ચોરો ફરે છે, તે સમયે બીજા ગામના કિલે ચોકીદારી કરવાથી શું લાભ ? પોતાના ગામમાં જ જાગૃતિપૂર્વક સુરક્ષા કરવી જોઈએ. પ્રશ્ન :- તો શું પરોપકાર હેય છે ? ઉત્તર :- જે અધિકારી નથી, તેની અપેક્ષાએ ઉપાદેય પ્રવૃત્તિ પણ હેય બને છે. અધિકારી વ્યક્તિ શાસ્ત્રમર્યાદાને વળગી રહીને સ્વ-પરનું હિત કરનારી પ્રવૃત્તિ કરે એ નિશ્ચિતપણે ઉપાદેય છે. પણ જે અધિકારી નથી, એકાંત કરુણાદષ્ટિનો ધારક નથી, દોષદષ્ટિઈર્ષ્યા-મત્સર-બહિર્ભાવ આદિ દોષોને આધીન છે, તેના માટે પ્રસ્તુત ઉપદેશ સમજવો. તેના માટે આત્માની ઉપેક્ષા કરીને બીજા પ્રત્યેની પ્રવૃત્તિ અનુચિત છે, એ સમજાય એવી વાત છે. વળી જે પોતે સુસ્થિત નથી એ બીજાનું સ્થિરીકરણ કરી શકે એવી શક્યતા પણ નહીવત્ છે. ઋષિભાષિત સૂત્રની વૃત્તિ આર્ષોપનિષદ્ધાં પ્રસ્તુત પદાર્થ વધુ સ્પષ્ટ કર્યો છે. તે તેમાંથી જાણી શકાય. પ્રશ્ન :- પ્રાથમિક ભૂમિકાના સાધકો માટે પરપ્રવૃત્તિ ઉચિત નથી, એટલું તો સમજાય છે, પણ પ્રસ્તુતમાં તો જીવન્મુક્ત યોગીઓ આત્મામાં નિત્ય જાગૃત રહે છે, અને બહિર્ભાવોમાં સુષુપ્ત રહે છે, એમ કહ્યું છે, તો શું સમજવું ? ઉત્તર :- જીવન્મુક્ત યોગીઓ પાત્રતા જોઈને સારણા, વારણા so -પરમોપનિષદ્ર વગેરે બધુ કરે, આમ છતાં એ તેમના માટે બહિર્ભાવ નથી. અધિકારીની સૂબાનુસારી પ્રત્યેક પ્રવૃત્તિ આત્મજાગૃતિ જ છે, એ પૂર્વે સ્પષ્ટ કર્યું જ છે. તે અહીં પણ સમજી શકાય. - આ યોગીઓ પરદ્રવ્ય માત્રમાં ઉદાસીન રહે છે. આત્મા સિવાયની બધી વસ્તુ પરદ્રવ્ય છે. તે સર્વમાં મધ્યસ્થચિત્તવૃત્તિ તેનું નામ ઉદાસીનતા. ઉદાસ શબ્દ વર્તમાનમાં ‘ગમગીન’ અર્થમાં પ્રવૃત્ત થયો છે. એ અર્થ પ્રસ્તુતમાં લેવાનો નથી. ઉદાસમાં બે અંશ છે. (૧) સત્ ઉપસર્ગ = ઉંચે (૨) કમ્ ધાતુથી બનેલ સામ્ શબ્દ = બેસવું, રહેવું. રાગદ્વેષની ક્ષુદ્રતાથી મુક્ત બનીને ઉચ્ચ ભૂમિકીએ રહેવું એનું નામ ઉદાસીનતા. પરવસ્તુમાં પ્રવૃત્તિ-વ્યવહામાત્રનો ત્યાગ એ ઉદાસીનતા નથી. કારણ કે આહારગ્રહણ આદિમાં એ વ્યવહાર તો થવાનો જ છે. પણ પરવસ્તુમાં રાગ-દ્વેષના પરિહારપૂર્વક મધ્યસ્થપણે રહેવું, તેનું નામ છે ઉદાસીનતા. આ ઉદાસીનભાવ આવે એટલે આત્મિકગુણોની અનુભૂતિ થાય. આ અનુભૂતિ જ એક અમૃતકુંડ સમાન છે, જેમાં જીવન્મુક્ત યોગીઓ લયલીન બની જાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ એક અન્ય ઉપમાં દ્વારા પણ તેમનો મહિમા કહે છે – यथैवाभ्युदितः सूर्यः, पिदधाति महान्तरम् । चारित्रपरमज्योति-ोतितात्मा तथा मुनिः ।।१६।। જેમ પૂર્ણરૂપે ઉદય પામેલ સૂર્ય મોટા અંતરને ઢાંકી દે છે. તેમ ચારિત્રરૂપી પરમજ્યોતિથી પ્રકાશિત મુનિ પણ મહાઅંતરને ઢાંકી દે છે. સૂર્યોદય થાય એટલે આકાશ અને ધરતી વરોનો વિરાટ અવકાશ સૂર્યકિરણોથી વ્યાપ્ત થઈ જાય છે, એ વિશાળ પોલાણ ને 9. મુદ્રિત - ૦૫રમં ચૌ૦ | Page #30 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका - 99 સૂર્ય પોતાના કિરણોથી ભરી દે છે, તે જ રીતે ચારિરૂપી પરમજ્યોતિથી મુનિ પ્રકાશિત બને અર્થાત્ મુનિનો પ્રત્યેક આત્મપ્રદેશ યાત્રિની પરિણતિ પામે. સંયમ રંગે રંગાઈ જાય. ત્યારે તે પણ મહાઅંતરને પૂરી દે છે. અંતરપૂરણની આ ઘટનાની સંગતિ અનેક રીતે થઈ શકે. (૧) યથાખ્યાત ચારિત્રના સ્વામિ મહાત્મા સમુઠ્ઠાતની અવસ્થામાં સમગ્ર લોકને પૂરી દે છે. તે લોકકાશનું પૂરણ અહીં ઘટી શકે. (૨) ચાત્રિના પ્રભાવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન લોકાલોકના પ્રત્યેક આકાશપ્રદેશને સ્વવિષય બનાવે છે. તે રીતે પણ મહાત્તરપૂરણ ઘટી શકે. (૩) ચારિત્રરૂપી પરમ જ્યોતિથી પ્રકાશિત જીવ આત્મા અને પરમાત્મા વચ્ચેના મોટા અંતર પૂરી દે છે. અર્થાત્ સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. (૪) ચારિત્રી આત્મા પોતાની પરમ જ્યોતિથી સુર, નર અને અસુરોથી ઉપલક્ષિત એવા ઉર્વ-મધ્ય-અધો લોકને અજવાળે છે. સુરાદિના મિથ્યાત્વાદિ અંધકારને દૂર કરે છે, તેથી પરમ જ્યોતિથી ત્રણે લોકને વ્યાપ્ત કરવા દ્વારા મહા અંતરને પૂરી દે છે. પ્રશ્ન :- પ્રારંભમાં જ આપે કહ્યું કે જીવમાત્રમાં પરમજ્યોતિ રહેલી છે. અને પછી તેના અદ્ભુત માહાભ્યનું પણ વર્ણન કર્યું. પણ એવો કોઈ અનુભવ કેમ થતો નથી ? અને એ અનુભવ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપી રહ્યા છે - प्रच्छन्नं परमं ज्योति-रात्मनोऽज्ञानभस्मना । क्षणादाविर्भवत्युग्र-ध्यानवातप्रचारतः ।।१७।। ૨ -પરમોપનિષદ અજ્ઞાનરૂપી ભસ્મથી ઢંકાયેલી આત્માની પરમ જ્યોતિ ઉગ્ર ધ્યાનરૂપી પવનના સંચારથી ક્ષણ વારમાં પ્રગટ થાય છે. પરમ જ્યોતિ તો પ્રત્યેક આત્મામાં અસ્તિત્વ ધરાવે જ છે. પણ તે અજ્ઞાનથી આવૃત્ત છે. જેમ અગ્નિ ભસ્મથી આવૃત થાય એટલે તેનું તેજ તિરોહિત બને છે. તેમ અજ્ઞાનરૂપી ભસ્મથી આત્મતેજ પણ તિરોહિત બને છે. આ જ કારણથી પરમજ્યોતિની અનુભૂતિ થતી નથી. પરમ જ્યોતિને પ્રગટ કરવાનો એ જ ઉપાય છે, કે ઉગ્ર ધ્યાનસાધના દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં આવે. ધ્યાન એ પવનના સ્થાને છે, જે અજ્ઞાનરૂપી ભસ્મના આવરણને દૂર કરે છે. પણ અજ્ઞાન તો અનાદિકાલીન છે. સુખેથી દૂર થાય એવું નથી. ભસ્મના થર ગાઢરૂપે બાઝેલા હોય તો તેને દૂર કરવા માટે પવન પણ તીવ્ર જોઈએ. તેમ ગાઢ અજ્ઞાનને દૂર કરવા માટે ધ્યાનાદિની સાધના પણ ઉગ્ર કોટિની જોઈએ. તેના વગર પરમજ્યોતિનું પ્રાકટ્ય અસંભવિત છે. જ્યારે પણ આ પ્રાકટ્ય થશે, ત્યારે ઉગ્ર ધ્યાનાદિની સાધનાથી જ થશે. માટે તેમાં પ્રમાદ ન કરવો જોઈએ. અને એ ઉગ્ર સાધનાનો તો એક જ ઉપાય છે, જેને પૂ. ઉપાધ્યાયજી મહારાજ રજુ કરી રહ્યા છે – परकीयप्रवृत्तौ ये, मूकान्धबधिरोपमाः । स्वगुणाजनसर्जाश्च, तैः परं ज्योतिराप्यते ।।१८।। જેઓ પરપ્રવૃત્તિમાં મૂંગા, આંધળા અને બહેરા જેવા છે, વગુણાર્જનમાં સજ્જ છે, તેઓ પરમજ્યોતિને પામે છે. એક રમણીય ઉદ્યાન હતું. ઉદ્યાનમાંથી એક મહામાર્ગ પસાર થતો હતો. તે માર્ગની પાસે જ એક મહાત્મા બિરાજમાન હતા. કો'કે તે મહાત્માને પ્રશ્ન કર્યો કે હમણા અહીંથી કોઈ ગયું ? મહાત્માએ . - સના | Page #31 -------------------------------------------------------------------------- ________________ રૂ परमज्योतिः पञ्चविंशतिका સૌમ્ય સ્વરે ઉત્તર આપ્યો કે “મને ખબર નથી.’ અને આ સાંભળતાની સાથે જ પ્રશ્નકર્તા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કારણ કે તે સ્વયં ઉત્તર જાણતો હતો અને મહાત્માની પરીક્ષા માટે જ પ્રશ્ન કર્યો હતો. વાત એવી બની હતી કે તે સમયે તે માર્ગ પરથી આખું ચક્રવર્તીનું સૈન્ય પસાર થયું હતું. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૩ કરોડ સૈનિકો, કેટકેટલા રણશિંગાઓ અને શંખનાદો, જોરશોરથી ગાજતી નોબતો, જાણે હજારો-લાખો વરઘોડાઓ એક સાથે પસાર થતા ન હોય, એવો એ દિવ્ય માહોલ હતો. જે મહાત્માની બરાબર બાજુમાંથી પસાર થઈ ગયો અને છતાં પણ મહાત્માને તેનો અણસાર પણ ન આવ્યો, કેવી અંતર્મુખતા ! જ્ઞાનાનંદમાં કેવી નિમગ્નતા ! પૂ. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મોપનિષદ્ ગ્રંથમાં કહ્યું છે – आत्मप्रवृत्तावतिजागरूकः, ઘરપ્રવૃત્તી ધરાવપૂર્વ: | सदा चिदानन्दपदोपयोगी, लोकोत्तरं साम्यमुपैति योगी ॥४-२।। જે આત્મપ્રવૃત્તિમાં અત્યંત જાગૃત છે, પરપ્રવૃત્તિમાં બધિર, અંધ અને મૂક સમાન છે એવો સદા જ્ઞાનાનન્દથી પરિપૂર્ણ પદમાં ઉપયુક્ત યોગી લોકોતર સમતાનો સ્વામી બને છે. - અત્યન્ત નિકટના કાળમાં જ મોક્ષે જવાના હોય તેવા આભામાં જ લોકોતર સામ્ય સંભવિત છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે એવા આત્માની અનુમોદના કરતાં કહ્યું છે - स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । मदमदनमोहमत्सर-रोषविषादैरधृष्यस्य ।। प्रशमाव्याबाधसुखाभिकाङ्क्षिणः सुस्थितस्य सद्धर्मे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ? ।। (પ્રણામતઃ ર૩ર-ર૩૬) ૪ પરમોપનિષદ્ર જેને એક માત્ર આત્મિક ગુણોના અભ્યાસમાં જ સ છે. પરવૃતાત વિષે જે મૂક, અબ્ધ અને બધિર છે. મદ, મદન, મોહ, મત્સર, રોષ અને વિષાદાદિ દોષો જેની કદર્થના કરી શકતા નથી, જેને પ્રશમના અવ્યાબાધ સુખની અભિલાષા છે, અને જે સદ્ધર્મમાં સુસ્થિત છે, તેવા મહાત્મા તો ખરેખર નિરુપમ છે, દેવો અને મનુષ્યો સહિત સમગ્ર વિશ્વમાં કોઈ તેમની તોલે આવી શકે તેમ નથી. પરપ્રવૃત્તિ કુતુહલવૃત્તિથી થાય છે. આ વૃત્તિને સંતોષીને પણ અંતે તો જીવને સુખની જ આકાંક્ષા છે. પણ બિચારા જીવને ખબર નથી, કે આવા તુચ્છ સુખને લાત મારીને જો હું પરપ્રવૃત્તિ માટે મૂક, અંધ અને બધિર બની જાઉં તો મને એવું સુખ મળશે કે જે સુખના સાગરની સમક્ષ સ્વર્ગના સુખો બિંદુમાત્ર પણ નહીં હોય. કો'ક વરઘોડા ને સરઘસને જોવા ગેલેરીમાં જતાં પૂર્વે, પેલા મહાત્માને યાદ કરીએ. ચક્રવર્તીની સેનાને જેમણે ગણકારી પણ ન હતી, અરે ! તેની નોંધ પણ લીધી ન હતી. માત્ર બે મિનિટ માટે ઈન્દ્રિયોને સતેજ કરી હોત, તો ય કેવું દિવ્ય દૃશ્ય જોવા મળત ! કેવા દિવ્ય શબ્દો સાંભળવા મળત ! પણ તેમની તત્વદૃષ્ટિમાં તે બધુ અસતપ્રાયઃ હતું, તેનાથી અનેક ગણા દિવ્ય ઈન્દ્રિયવિષયાતીત અનુપમ અનુભૂતિને તેઓ માણી રહ્યા હતાં. પરપ્રવૃત્તિ કરતો જીવ શું ગુમાવે છે ? અને શેના માટે ગુમાવે છે ? આટલો વિચાર કરીએ તો ય પરપ્રવૃત્તિમાં મૂક-અંધ-બધિરપણુ આત્મસાત્ થઈ જાય. એક મહાપુરુષ દીક્ષાર્થીને હિતશિક્ષા આપતા એક જ વાત કહેતા હતા, કે “દીક્ષા લઈને મૂંગો, બહેરો અને આંધળો બની જજે.' જે આ સાધના કરે છે તેઓ ભવિષ્યમાં પોતાના આત્માના અને હજારો-લાખોના તારણહાર થાય છે. પરપ્રવૃત્તિ પ્રત્યે મૂકાદિભાવને કેળવ્યા વિના સ્વગુણાભ્યાસ શક્ય જ નથી. અને જેણે સ્વગુણાભ્યાસ નથી કર્યો, તે સ્વ-પરનો તારક બને એવી કોઈ જ શક્યતા નથી. માટે ઉક્ત જીવો જ Page #32 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका સ્વગુણોનું ઉપાર્જન કરવામાં સજ્જ બનીને પરમજ્યોતિને પામી શકે છે. અને બીજી અનેક જ્યોતિઓને પ્રગટાવી શકે છે. પ્રશ્ન :- બીજાના દોષો ન જોવા જોઈએ = પરદોષદર્શન પ્રત્યે અંધ બનવું જોઈએ, એવું તો સમજાય છે. પણ પરપ્રવૃત્તિમાત્ર પ્રત્યે અંધ-મૂક-બધિર બનવાનું કહ્યું તેનું શું કારણ ? ઉત્તર :- આનું કારણ આપણે પૂ. ઉપાધ્યાયજી મહારાજના મુખે જ જાણીએ – परेषां गुणदोषेषु, दृष्टिस्ते विषदायिनी । VIનુમવાનો-દ: પીપffort II બીજાના ગુણ-દોષોમાં તારી દષ્ટિ વિષદાયિકા છે. આત્મીયગુણોના પ્રકાશમાં જે દૃષ્ટિ છે તે સુધાવર્ષિણી છે. જેમ પરદોષદર્શન હેય છે, તેમ દશાવિશેષે પરગુણદર્શન પણ હેય છે. શુભ અનુષ્ઠાન પણ અધિકારીવિશેષની અપેક્ષાએ અશુભ બને છે. જેમ કે શ્રમણ માટે જિનપૂજાનો યોગ અશુભ છે. તે જ રીતે જે ભૂમિકાએ એક માત્ર આંતરવિશ્વમાં ખોવાઈ જવાનું છે, જ્ઞાનાનંદમાં નિમગ્ન થવાનું છે, તે સમયે પર પ્રત્યેની કોઈ પણ જાતની પ્રવૃત્તિ હેય બને છે. બીજાના ગુણ કે દોષ કોઈ પણ વસ્તુ પ્રત્યે લેશ પણ લક્ષ્ય આપવું - એ તે સમયે અનુચિત કરે છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે – यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति ।। तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।। (प्रशमरतिः १८४) મન પરગુણ કે પરદોષના પરિકીર્તનમાં વ્યાવૃત થાય તેના કરતાં મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું શ્રેષ્ઠ છે. ભૂમિકાને અનનુરૂપ તમામ અનુષ્ઠાન હેય છે. તેથી જ અહીં wદ્દ પરમોપનિષદ પરગુણદોષમાં પ્રવૃત્ત દષ્ટિને બેધડકપણે વિષદાયિની કહી છે. અને તેનાથી વિપરીત સ્વગુણોની અનુભૂતિને અજવાળતી દૃષ્ટિને સુધાવર્ષિણી કહી છે. આ જ પદાર્થને હવે વધુ સ્પષ્ટ કરે છે – स्वरूपदर्शनं श्लाघ्यं, पररूपेक्षणं वृथा । एतावदेव विज्ञानं, परजोतिप्रकाशकम् ।।२०।। સ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરસ્પદર્શન વ્યર્થ છે. આટલું જ વિજ્ઞાન પરમ જ્યોતિનું પ્રકાશક છે. રૂપનો અર્થ અહીં વર્ણ નહી, પણ સ્વરૂપ છે. આશય એ જ છે. કે આત્મસ્વરૂપનું દર્શન એકાંત હિતકર છે. તેનાથી જ દોષોની ઉપરાત અને ગુણોનું ઉપાર્જન સંભવિત છે. આમ નિશ્ચયનયથી પર્યાલોચન કરીએ તો પરસ્વરૂપનું દર્શન નિરર્થક છે. આટલું જ વિજ્ઞાન પરમ જ્યોતિનું પ્રકાશક છે. પ્રશ્ન :- જ્ઞાનમાત્રથી પરમજ્યોતિનું પ્રકાશન શી રીતે થઈ જાય ? તેને અનુરૂપ ક્રિયા પણ કરવી પડે ને ? ઉત્તર :- હા, અહીં સક્રિય જ્ઞાનની જ વિવક્ષા છે, જેને ‘વિજ્ઞાન’ શબ્દથી સ્પષ્ટ કર્યું છે. વાસ્તવમાં તો નિશ્ચય નયથી જે જ્ઞાન સક્રિય હોય, તે જ જ્ઞાન તરીકે માન્ય છે. આચારાંગસૂત્રના આ પદાર્થનો અનુવાદ કરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે – લોકસાર અધ્યાયમાં સમકિત મુનિભાવે મુનિભાવે સમકિત કહ્યું નિજ શુદ્ધસ્વભાવે | (સવાસો ગાથાનું સ્તવન) સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અવશ્ય હોય છે. સમ્યજ્ઞાન એ જ મુનિભાવ (ચાસ્ત્રિ) છે. કારણ કે જ્ઞાનને અનુરૂપ ક્રિયા ન કરે તો એ વાસ્તવિક જ્ઞાન જ નથી માટે આચારાંગસૂત્રના લોકસાર 9. g - 4 TUIT૦ ૨. 4 - નીવI I ] - 1 || ૧, ૪ - સ્વરૂપો ૨. ૩ - HTTI રૂ. મુદ્રિત - પર જ્યોતિઃ પ્ર૦ | Page #33 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका અધ્યાયમાં કહ્યું છે કે જે ‘સમ્યત્ત્વ છે તે જ સાત્રિ છે. અને જે ચારિત્ર છે, તે જ સમ્યત્ત્વ છે.’ આ જ રીતે પ્રસ્તુતમાં પણ જ્યારે આત્માને એવું વિજ્ઞાન થશે, કે સ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે, પરરૂપદર્શન વ્યર્થ છે, ત્યારે તે તેને અનુરૂપ ક્રિયા કરશે જ. અર્થાત્ સ્વરૂપદર્શનમાં તે નિમગ્ન બનશે જ, અને પરરૂપદર્શનનો પરિહાર પણ કરશે જ, આ રીતે તે વિજ્ઞાન જ પરમ જ્યોતિનું પ્રકાશક બનશે. પ્રશ્ન :- તમે આંતર જ્યોતિનો અનેકવિધ મહિમા બતાવ્યો. પણ તે દિશામાં અમે પ્રયત્ન કરીએ તો કાંઈ લાભ થતો નથી - એ જ્યોતિની કોઈ અનુભૂતિ થતી નથી. જ્યારે બાહ્ય જગતમાં તો પ્રત્યક્ષપણે અનેક કાર્યો પાર પડે છે. તો પછી અમે બાહ્ય જગતમાં જ પ્રવૃત્તિ કરીએ એ જ ઉચિત નથી ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે – स्तोकमप्यात्मनो ज्योतिः, पश्यतो दीपवद्धितम् । अन्धस्य दीपशतवत्, परज्योतिर्न बह्वपि ।।२१।। જેમ દેખતાને દીપક હિતકર થાય છે, તેમ થોડી પણ આત્માની જ્યોતિ હિતકારક છે. અને જેમ આંધળાને સો દીપક પણ લાભકારી થતા નથી તેમ ઘણી પણ પરજ્યોતિ હિતકર નથી. ક્રિયામાત્રથી ફળ મળતું નથી. ક્રિયા યોગ્ય ક્ષેત્રમાં કરવી પણ જરૂરી હોય છે. આંબાના ફળની ઈચ્છાથી લીમડાને પાણી સીંચે તો તેનાથી અભિવાંછિત પરિણામની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેમ આત્મજ્યોતિને જ લક્ષ્યબિંદુ બનાવીને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એનાથી આત્માનું કલ્યાણ થવાનું છે. હા, અજ્ઞાનાવરણ જેટલું ગાઢ 9. g - દ્ધિતા ૮ -પરમોપનિષદ્ર હશે, તેમ તે જ્યોતિનો આવિર્ભાવ થવામાં વધુ સમય લાગશે. પ્રયત્ન અને ઘીરજ બંનેને ટકાવી રાખવા પડશે. અને એક ધન્ય ક્ષણે અજ્ઞાનરૂપી આવરણમાં એક નાનકડું છિદ્ર પડશે, આત્મજ્યોતિનું આંશિક પ્રાકટ્ય થશે, અને તેની સાથે જ પ્રસન્નતાનો સાગર હિલોળે ચઢશે, જ્ઞાનાનન્દના સુધાકુંડમાં આત્મા ગરકાવ બની જશે. અનેક ચમત્કારોનું સર્જન થશે. ધીમે ધીમે તે છિદ્ર મોટું થતું જશે, અજ્ઞાનાવરણ દૂર થતું જશે અને છેવટે આત્મજ્યોતિનું પૂર્ણપણે પ્રાકટ્ય થશે. જેના પ્રભાવે આત્મા સર્વકર્મોનો ક્ષય કરીને શાશ્વત આનંદનો સ્વામિ બનશે. આ રીતે થોડી પણ આત્મજ્યોતિ કલ્યાણકારી થાય છે. જેમકે દેખતી વ્યક્તિને દીપક હીતકર થાય છે. દીપકની જ્યોતિ અંધ વ્યક્તિને કોઈ લાભ કરતી નથી. ભલેને સો દીપકો ટગમગતા હોય, અંઘને તેનાથી ઈષ્ટ પરિણામની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમ પરજ્યોતિ ચાહે ગમે તેટલી હોય તે કલ્યાણકારી થતી નથી. સાર એટલો જ છે, કે બહાર ગમે તેટલું ભટકો, કલ્યાણ તો ત્યારે જ થઈ શકશે કે જ્યારે આંતરજગત તરફ વળીએ આભ્યન્તરજ્યોતિના આવિર્ભાવમાત્રને લક્ષ્યબિંદુ બનાવીએ અને તે સાધ્યને સિદ્ધ કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરીએ. પ્રશ્ન :- પુરુષાર્થ તો કરીએ છીએ, પણ ક્યાં સુધી પુરુષાર્થ કરવાનો ? વિહારયાત્રા લાંબી હોય તો ય એટલી જાણ હોય છે કે ૨૨ કિ.મી. નો વિહાર છે, ૧૮ થયા, ૪ બાકી છે... ઈત્યાદિ. અહીં તો કોઈ અંદાજ જ નથી આવતો કે આત્મજ્યોતિનું પ્રાકટ્ય ક્યારે થશે ? તો ધીરજ પણ શી રીતે રાખીએ ? આખરે એટલી તો જાણ હોવી જોઈએ ને ? કે આ અવસ્થાની પ્રાપ્તિ થાય એટલે આત્મજ્યોતિનું પ્રકાશન થશે. ઉત્તર :- સાચી વાત છે. હવે તે અવસ્થાને જ જણાવતા કહે છે – Page #34 -------------------------------------------------------------------------- ________________ દ परमज्योतिः पञ्चविंशतिका - we समताऽमृतमग्नानां, समाधिधूतपाप्मनाम् । रत्नत्रयमयं शुद्धं, परं ज्योतिः प्रकाशते ।।२२।। જેઓ સમતારૂપી અમૃતમાં મગ્ન છે, જેમણે સમાધિથી પોતાના પાપોને ખંખેરી નાખ્યા છે, એવા આત્માઓની રત્નત્રયમય શુદ્ધ આત્મજ્યોતિ પ્રકાશે છે. આત્મજ્યોતિના પ્રાકટ્યની પુરુષાર્થયાત્રા જેમ જેમ આગળ વધે, તેમ તેમ રાગ-દ્વેષ ઘટતા જાય અને સમતાની પ્રાપ્તિ થતી જાય, જેમ જેમ સમતાની વૃદ્ધિ થતી જાય તેમ તેમ સમાધિ આત્મસાત્ થતી જાય. જેમ જેમ સમાધિ આત્મસાત થતી જાય તેમ તેમ ક્લિષ્ટ કર્મોનો વિગમ થતો જાય... પુરુષાર્થયાત્રા પ્રગતિ કરે અને છેવટે સમતા અને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય. આત્મા સમતારૂપી અમૃતમાં નિમગ્ન બને. લાભાલાભ, સુખ-દુઃખ, નિંદક-સ્તુતિકાર, વાસી-ચંદન, તૃણ-કંચન... સર્વત્ર તેની સમતા અખલિત બને. અપૂર્વકરણરૂપ મહાસમાધિના સથવારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય અને માત્ર અંતર્મુહૂર્તમાં પરમજ્યોતિનો દેદીપ્યમાન પ્રકાશ ઝળહળી ઉઠે. આ રીતે જેમ જેમ સમતા અને સમાધિની વૃદ્ધિ થાય તેમ તેમ પરમજ્યોતિના આસન્નપણાનું જ્ઞાન થાય છે. રાગાદિ દોષોની હાનિ જ તેની સૂચક બને છે. ઈન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે – जह जह दोसा विरमइ जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विन्नायव्वं आसन्नं से अ परमपयं ।।९६।। જેમ જેમ દોષો ઉપરતિ પામે અને જેમ જેમ વિષયોથી વૈરાગ્ય થાય, તેમ તેમ પરમપદને સમીપ જાણવું. પરમજ્યોતિના અહી બે વિશેષણો કહ્યા છે. (૧) રત્નત્રયમય - દર્શન, જ્ઞાન અને ચારિત્ર - આ આત્મગુણો જ પરમજ્યોતિનું સ્વરૂપ -પરમોપનિષદ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તો સિદ્ધાવસ્થામાં હોય જ છે. સ્થિરતારૂપ ચારિત્ર પણ સિદ્ધોને હોય છે. એવું પ્રતિપાદન પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર આદિ ગ્રંથોમાં કર્યું છે. આ રીતે રત્નત્રયમય પરમજ્યોતિનું પ્રાકટ્ય સાદિ અનંત તરીકે સિદ્ધ થાય છે. (૨) શુદ્ધ - અશુદ્ધ કક્ષાનું રત્નત્રય તો પૂર્વાવસ્થામાં પણ ઘટે છે. જેમ કે અતિચારોથી કલુષિત યાત્રિ માટે અહીં ક્ષાયિક જ્ઞાનાદિની વિવક્ષાથી શુદ્ધ એવું વિશેષણ કહ્યું છે. આવા પ્રકારની પરમજ્યોતિ જ પ્રત્યેક મહાપુરુષોની જનની છે, એવા આશયથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – तीर्थङ्करा गणधरा, लब्धिसिद्धाश्च साधवः । અજ્ઞાતસ્વિનાવા:, પતિ :પ્રવાશત: ||રરૂા તીર્થકરો, ગણધરો અને લબ્રિસિદ્ધ સાધુઓ પરમજ્યોતિના પ્રકાશથી ત્રણ જગતને વંદનીય થયા હતાં. પરમજ્યોતિના અંશનું પણ એ સામર્થ્ય છે કે તેના પ્રભાવે બાહ્ય અને આભ્યન્તર અભ્યય થયા વિના ન રહે, જે પૂર્વે સ્પષ્ટ કરેલ જ છે. પ્રશ્ન :- પરમજ્યોતિનું માહાલ્ય અમે સ્વીકારીએ છીએ, તેને પામવાની અદમ્ય અભિલાષા પણ અમને જાગૃત થઈ છે. પણ હજી તેને પામવાનો ઉપાય સ્પષ્ટપણે જણાતો નથી, તો શું કરવું ? ઉત્તર :- જાણે આપના પ્રશ્નો ઉત્તર જ આપતા હોય, તેમ પૂ. ઉપાધ્યાયજી મહારાજ આગામી શ્લોક કહે છે – न रागं नापि च द्वेष, विषमेषु यदा व्रजेत् ।। औदासीन्यनिमग्नात्मा, तदाप्नोति परं महः ।।२४।। જ્યારે વિષમોમાં પણ રાગ અને દ્વેષ ન પામે, ત્યારે તે ઔદાસીન્યનિમગ્ન આત્મા પરમ તેજને પામે છે. 9. પર જોતિ પ્ર | ૨. - વિષયેy/ 9. - ધુત૦ | Page #35 -------------------------------------------------------------------------- ________________ परमज्योतिः पञ्चविंशतिका ક્ષમાની પરીક્ષા ત્યારે જ થાય છે, જ્યારે કોઈ આપણા પર ક્રોધ કરે. સામાન્ય સંયોગોમાં તો બધા ક્ષમાશીલ રહી શકે. તેથી સમભાવની પરીક્ષા પણ વિષમસંયોગોમાં જ સંભવિત છે. જે વિષમ સંયોગોમાં પણ રાગ કે દ્વેષને વશ થતો નથી તે આત્મા પૂર્ણરૂપે ઉદાસીન - મધ્યસ્થભાવમાં મગ્ન બને છે. અને પરમ જ્યોતિને પામે છે. ઉપસંહાર કરતાં કહે છે विज्ञाय परमं ज्योति महात्यमिदमुत्तमम् । यः स्वयं याति लभते स यशोविजयश्रियम् ।। १५ ।। " इति परमज्योतिः पञ्चविंशतिका समाप्ता ।। જે પરમ જ્યોતિના આ અદ્ભુત માહાત્મ્યને જાણીને સ્વૈર્ય પામે છે, તે યશોવિજયશ્રીને પ્રાપ્ત કરે છે. આ પરમજ્યોતિ પંચવિંશતિકાની પ્રત્યેક પંક્તિ પરમજ્યોતિના મહિમાનું મધુર સંગીત રેલાવી રહી છે. પરમજ્યોતિને પામવાની અભિલાષા તો તેનાથી જન્મે જ છે, તેની પ્રાપ્તિના ઉપાયો પણ અહીં જણાવ્યા છે. આ ઉપાયોમાં જે સ્થિર થાય છે, સમતા વગેરેમાં પ્રતિષ્ઠિત થાય છે, તે પરમજ્યોતિને પામે છે. અને તેના દ્વારા તીર્થંકરપણા વગેરેનો યશ મેળવે છે અને આંતરશત્રુઓ પર વિજય મેળવે છે. આ રીતે તે યશ અને વિજયરૂપી લક્ષ્મીને પામે છે. અહીં ગર્ભિત રીતે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ‘યશોવિજય' એવા પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે. समाप्तेयं न्यायविशारद - न्यायायाचार्य महोपाध्यायश्रीयशोविजयविरचिता परमज्योतिष्पञ्चविंशतिका આ રીતે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહોપાધ્યાયશ્રીયશોવિજયજી કૃત પરમજ્યોતિ પંચવિંશતિકા સમાપ્ત થઈ. 1. મ महात्म० । દૂર // ાથ પરમાત્મપવિત્તિયા || હમણા જે પરમ જ્યોતિનો મહિમા કહ્યો તે પરમાત્મસ્વરૂપ છે એ જણાવવા કહે છે - परमात्मा परं ज्योतिः, परमेष्ठी निरञ्जनः । ', અજ્ઞ: સનાતન: શમ્મૂ:, સ્વયમ્પૂર્ણયતાનિ: શા પરમાત્મા, પરમ જ્યોતિ, પરમેષ્ઠી, નિરંજન, અજ, સનાતન, શમમ્, સ્વયંભૂ એવા જિન જય પામો. અહીં જિનના આઠ વિશેષણો કહ્યા છે. -પરોપનિષદ્ - (૧) પરમાત્મા વિશિષ્ટ તથાભવ્યત્વાથી વિશ્વમાં શ્રેષ્ઠ આત્મા. (૨) પરમ જ્યોતિ - ઉત્તમ રત્નત્રયમય વિશુદ્ધ તેજસ્વરૂપ. (૩) પરમેષ્ઠી - પરમ પદમાં સ્થિત. (પરમે પદ્દે તિષ્ઠતિ) (૪) નિરંજન રાગાદિ દોષોના ઉપલેપથી રહિત. (૫) અજ - કર્મરૂપી બીજનો ઉચ્છેદ કર્યો હોવાથી જન્મરહિત. (૬) સનાતન જન્મમરણથી મુક્ત હોવાથી નિત્ય. (૭) શમ્ભુ - કલ્યાણરૂપતાને પામનાર(શં જ્વાળરૂપતાં પ્રવતિ પ્રાપ્નોતિ) (૮) સ્વયમ્ તથાભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી સ્વયં બને, પરોપદેશથી નહીં. (સ્વયં મતિ) આવા શ્રી જિનેશ્વર ભગવંત જય પામો. = પ્રશ્ન :- આ રીતે તમે ભગવાનને જીતવાના આશીર્વાદ આપ્યા બરાબર ને ? ઉત્તર :- ના, પરમાત્માએ તો આંતરશત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો જ છે. પણ આપણા અંતરમાં બેઠેલા જે રાગાદિ શત્રુઓ છે તેના પર પ્રભુ વિજય મેળવી, તેમની આપણા અંતરમાંથી હકાલપટ્ટી કરે, અને આપણા હ્રદયસિંહાસન પર બિરાજમાન થાય એવી શુભ કામનાથી ઉક્ત પ્રયોગ થયો છે. અથવા તો આ ભક્તિથી બોલાયેલી અસત્યામૃષા ભાષા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका દરૂ જેમ ૩ વોહિત્નામં સમદિવસમુત્તમ કિંતુ આ વચન વાસ્તવમાં ઘટતું નથી. કારણ કે કૃતકૃત્ય પરમાત્મા સાક્ષાત્ આરોગ્યાદિના દાતા બનતા નથી. એમ પ્રસ્તુતમાં પણ સમજવું. એક સેવક રાજાનો જયજયકાર કરે, તેમ એક ભક્ત પણ અહીં પ્રભુનો જયકાર કરે છે. અહીં જિનના જે વિશેષણો કહ્યા છે તેમાં કેટલાક મિથ્યાત્વીદેવોના નામ તરીકે પ્રસિદ્ધ છે. (૧) અજ = બ્રહ્મા, વિષ્ણુ (૨) સનાતન = વિષ્ણુ (B) શમ્ભ = શંકર, બ્રહ્મા (૪) સ્વયંભૂ = બ્રહ્મા (૫) પરમેષ્ઠી = બ્રહા. આ નામોને અહીં વિશેષણ તરીકે મૂકીને એવો ગર્ભિત સંકેત કર્યો છે કે અજવ વગેરે ગુણો વાસ્તવમાં તો શ્રી જિનેશ્વર ભગવંતમાં જ ઘટે છે. બીજે તો નામમાત્ર જ છે. ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે ને - बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्, त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर ! शिवमार्गविधेर्विधानाद्, व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ।।२३।। પ્રભુ ! વિબુધોએ પણ આપના બુદ્ધિના બોધની અર્ચના કરી હતી, માટે આપ જ બુદ્ધ છો. ત્રણે ભુવનમાં સુખ કરનારા હોવાથી આપ જ શંકર છો. હે વીર ! મુક્તિમાર્ગની વિધિનું વિધાન કરવા દ્વારા આપ જ બ્રહ્મા છો. અને આપ જ પુરુષોત્તમ છો એ તો સ્પષ્ટ જ છે. પરમાત્મામાં ગુણોનો યોગ હોવાથી તેમનું પરમાત્મપણું પારમાર્થિક છે, એવું સમર્થન કરતા કહે છે – नित्यं विज्ञानमानन्दं, ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परात्मने ।।२।। જ્યાં નિત્ય વિજ્ઞાન આનન્દ બ્રહ્મ પ્રતિષ્ઠિત છે એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવી પરમાત્માને નમસ્કાર થાઓ. ૪ -પરમોપનિષદ્ર કે જૈનેત્તર દર્શનની એક કૃતિ છે - નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મા (વૃહદ્વાર થોપનિષદ્ રૂ-૧-૨૮) આ શ્રુતિ પણ પરમાત્મામાં જ ઘટે છે. કારણ કે પરમાત્મા નિત્ય છે, વિજ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, આવું બ્રહ્મ-આત્મા પરમાત્મામાં જ પ્રતિષ્ઠિત છે. વળી પરમાત્માની પ્રકૃતિ શુદ્ધ છે. જ્યાં વિજાતીય દ્રવ્યોનું મિશ્રણ ન હોય તેને શુદ્ધ કહેવાય છે. જેમ કે પાણીમાં કચરો ન હોય તો તેને શુદ્ધ કહેવાય છે. દૂધમાં પાણી ન નાખ્યું હોય તો તેને શુદ્ધ કહેવાય છે. તે જ રીતે આત્મદ્રવ્ય સાથે વિજાતીય એવી કાર્મણ-વર્ગણા આદિનું મિશ્રણ ન થયું હોય તે શુદ્ધ આત્મા કહેવાય છે. પરમાત્મા સિવાયના જીવો અશુદ્ધ છે. તેમના પ્રત્યેક આત્મપ્રદેશ પર અનંતી કર્મÍણાઓ રહેલી છે. એટલું જ નહીં, ઔદારિકાદિ શરીર સાથે પણ તેમનો આત્મા એકમેક થયો છે, હજી ઊંડો વિચાર કરીએ તો અનેક પ્રકારના સંકલ્પ-વિકલા-રાગ-દ્વેષ ના ઉપયોગમાં પ્રતિસમય તેમનો આત્મા પરિણત થાય છે. માટે એ અશુદ્ધાત્મા છે. શુદ્ધ આત્મસ્વરૂપ સિવાયની તમામ વસ્તુઓ વિજાતીય છે. જેમનું મિશ્રણ આત્માને અશુદ્ધ બનાવે છે, તે તમામ વસ્તુઓથી મુક્ત થયેલા એવા પરમાત્મા શુદ્ધ છે. એમ જે કહ્યું તે ઉચિત જ છે. પરમાત્માની પ્રકૃતિનું બીજું વિશેષણ છે બુદ્ધ = કેવળજ્ઞાનરૂપી પરમબોધથી યુક્ત એવા પરમાત્માને નમસ્કાર થાઓ. अविद्याजनितैः सर्वै-विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः ।।३।। અવિધાજનિત સર્વવિકારોથી અનુપદ્રુત, વ્યક્તિથી શિવપદસ્થિત અને શક્તિથી સર્વત્ર એવા પરમાત્મા જય પામે છે. અવિધા એટલે અજ્ઞાન, અજ્ઞાન અનેક દોષોને જન્મ આપે છે. તેથી જ શાસ્ત્રકારોએ અજ્ઞાનને સૌથી મોટો દોષ કહ્યો છે – Page #37 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका अज्ञानं खलु कष्टं रागादिभ्योऽपि सर्वपापेभ्यः । अर्थं हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ।। રાગાદિ સર્વ પાપો કરતા પણ અજ્ઞાન એ મોટું કષ્ટ છે. કારણ કે તેનાથી આવૃત લોક આ મારું હિતકર છે અને આ અહિતકર છે, એવું જાણી શકતો નથી. અજ્ઞાનજનિત અનેક રાગાદિ વિકારોથી જે ઉપદ્રવ નથી પામ્યા, તેથી અનુપદ્રુત છે. વળી, વ્યક્તિથી = આત્માના અવસ્થાનની દૃષ્ટિથી વિચારીએ તો તે મુક્તિપદમાં સ્થિત છે. સિદ્ધશિલાની ઉપર લોકાગ્રભાવે રહેલા છે. અને શક્તિ જ્ઞાનસામર્થ્યની અપેક્ષાએ પરમાત્મા સર્વત્ર રહેલા છે. લોકાલોકના પ્રત્યેક પ્રદેશને પરમાત્મા પોતાના જ્ઞાનનો વિષય બનાવે છે. માટે એ દૃષ્ટિએ પરમાત્મા સર્વગત છે. તેવા પરમાત્મા જય પામે છે. = &y અહીં વેદાંતીઓની બે માન્યતા પ્રત્યે સંકેત કર્યો છે. (૧) અવિધા (૨) સર્વગતતા. સમગ્ર વિશ્વ અવિધાને કારણે છે, મિથ્યા છે. વાસ્તવમાં નથી. માત્ર અવિધાને કારણે જગતનો પ્રતિભાસ થાય છે. અને અવિધાનો નાશ થતા મુક્તિ મળે છે. આવું તેમનું માનવું છે. વળી, તે અવિધાને તેઓ અસત્ માને છે. તેથી તેમના મત સમક્ષ એક મોટું પ્રશ્નાર્થચિહ્ન છે કે વન્ધ્યાપુત્ર જેવી અસત્ અવિધા આખું જગત કેવી રીતે ચલાવે છે. જે અવિધમાન છે તે વિશ્વપ્રપંચની જનની શી રીતે બની શકે ? - પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતા આદિ ગ્રંથોમાં તેમના મતનું વિસ્તૃત ખંડન કર્યુ છે. પ્રસ્તુતમાં તો ‘અવિધા’ ની માન્યતા જે રીતે સંગત થઈ શકે, તે રીતે તેનો ઉપયોગ કરી, તેના માટે ઉદાર દૃષ્ટિકોણ અપનાવ્યો છે. અવિધારૂપ અજ્ઞાન જ રાગાદિ દોષોનું કારણ બનવા દ્વારા સંસારનું કારણ બને છે, એ અવિધા અસત્ - અવિધમાન નથી પણ સત્ વિધમાન જ છે. સંસારી જીવોમાં હૃદ -પરોપનિષદ્ અજ્ઞાન રહેલું જ છે. અને તે અજ્ઞાન નો નાશ થતા જીવ અજ્ઞાનજનિત વિકારોરૂપી ઉપદ્રવોથી મુક્ત બને છે અને પરમ પદની પ્રાપ્તિ કરે છે. બીજી માન્યતા જે આત્માના સર્વગતપણાનું પ્રતિપાદન કરે છે. તે માન્યતાથી એવી આપત્તિ આવે છે કે જો આત્મા સર્વગત છે તો સંસાર કેવી રીતે થશે ? એક સ્થાન (ભવ) માંથી બીજા સ્થાનમાં જવું તેનું નામ સંસાર. પણ આત્માને સર્વગત માને તેના મતમાં આવી એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયા જ સંભવિત નથી. વળી જે વસ્તુના ગુણોની ઉપલબ્ધિ જ્યાં થાય, ત્યાં જ તે હોઈ શકે, જેમ કે ઘડાનો રક્ત વર્ણ જે સ્થાને ઉત્પન્ન થાય છે, ત્યાં જ ઘડો હોય છે. તેની સિવાયના સ્થાને નથી હોતો. તે જ રીતે આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઉપલંભ પણ શરીરમાં જ થાય છે. શરીરની બહાર નહીં. માટે શરીર સિવાયના દેશમાં આત્માનું અવસ્થાન સંભવિત નથી. આથી આત્માને સર્વગત માનવો ઉચિત નથી. સમન્વયદૃષ્ટિએ આત્માની સર્વગતતા સર્વગામી જ્ઞાનની અપેક્ષાએ ઘટી શકે છે. જેને અહીં જણાવી છે. પરમાત્માની કેટલીક વિશેષતાઓ આપણે જોઈ, તેમનું સંપૂર્ણ સ્વરૂપ તો વચન અને મનને પણ અગોચર છે. તેથી કહ્યું છે यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्यं तद्रूपं परमात्मनः ||४|| જ્યાંથી વાણીઓ પાછી ફરે છે, જ્યાં મનની ગતિ નથી. તેવું શુદ્ધાનુભવથી સંવેદનીય પરમાત્માનું રૂપ છે. આચારાંગસૂત્રમાં પરમાત્મરૂપનું વર્ણન કરતા કહ્યું છે – सव्वे सरा नियट्टंति तक्का जत्थ न विज्जइ - મરૂં તથ ન ગાઠિયા (-૬-૬) Page #38 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે, જ્યાં તર્કો વિદ્યમાન નથી, જ્યાં મતિ અવગાહન કરતી નથી. આ જે પરમાત્માનું શબ્દાતીત અને તર્કાતીત સ્વરૂપ કે જે મનથી પણ અગમ્ય છે. તેને માત્ર શુદ્ધ અનુભવથી જ જાણી શકાય છે. જે રાગાદિ શૂન્ય શુદ્ધ આત્મોપયોગ નો અનુભવ કરે તે જ પરમાત્મસ્વરૂપને જાણી શકે. અને તે અનુભવ તો પરમાત્મપદની પ્રાતિ વિના શક્ય જ નથી માટે એવું ફલિત થાય છે, કે પરમાત્મસ્વરૂપનું સંવેદન માત્ર પરમાત્મા જ કરી શકે. છદ્મસ્થ જીવ પાસે ઈન્દ્રિયોની સીમિત શક્તિ છે. જેનાથી તે પર્ણાદિનું જ્ઞાન કરી શકે. પણ પરમાત્મસ્વરૂપમાં તો પર્દાદિ જ નથી, તેથી તેનું જ્ઞાન કરવું શક્ય નથી. એ જણાવતા કહે છે – न स्पर्शो यस्य नो वर्णो, न गन्धो न रसश्छुतिः । शुद्धचिन्मात्रगुणवान्, परमात्मा स गीयते ।।५।। જેનો સ્પર્શ નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ તથા શબ્દ પણ નથી, જે માત્ર શુદ્ધ જ્ઞાનગુણને ધરાવે છે તે પરમાત્મા કહેવાય છે. પંચસૂત્રકારે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે – સે , ન સૂવે, ન સંધે, ન રણે, ન હારે, મવા સત્તા III તે શબ્દ નથી, રૂ૫ નથી, ગંધ નથી, રસ નથી, સપર્શ નથી. કારણ કે તે અરૂપી સત્તા છે. જ્યારે સ્પર્ધાદિ તો રૂપી પદાર્થોમાં જ હોય છે. પ્રશ્ન :- જ્યાં સ્પર્ધાદિ ન હોય તે ગુણરહિત હોવાથી અવિધમાન છે. જેમ કે વધ્યાપુઝ. આ રીતે પરમાત્માનો અભાવ સિદ્ધ થાય છે. ૧, ૨ - રસધૃતી | ६८ -પરમોપનિષદ ઉત્તર :- ના, પરમાત્મામાં સ્પર્ધાદિ નથી. આમ છતાં તેઓ ગુણરહિત નથી. કારણ કે શુદ્ધ જ્ઞાન એ તેમનો ગુણ છે. વધ્યાપુત્રમાં તો કોઈ જ ગુણ નથી. માટે પરમાત્મા તેની જેમ અસતું નથી પણ શુદ્ધજ્ઞાનરૂપી ગુણના સ્વામી હોવાથી વિદ્યમાન છે. પ્રશ્ન :- અરે, પણ જે શબ્દાતીત છે, જે દેખાતો નથી, એના અસ્તિત્વનો સ્વીકાર શી રીતે થઈ શકે ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો પ્રત્યુતર આપે છે – माधुर्यातिशयो यद्वा, गुणौघः परमात्मनः । तथाऽऽख्यातुं न शक्योऽपि, प्रत्याख्यातुं न शक्यते ।।६।। માધુર્યાતિશયની જેમ પરમાત્માનો ગુણસમૂહ કહી શકાય તેવો ન હોવા છતાં પણ તેનો નિષેધ થઈ શકે તેમ નથી. શેરડીના રસનું આકંઠ પાન કરીને તૃતિને અનુભવતા માનવને કોઈએ પૂછ્યું કે – શેરડીનો રસ કેવો હતો ? તેણે કહ્યું, ‘મીઠો', પેલાએ ફરી પ્રશ્ન કર્યો, મીઠો એટલે કેવો ? તેણે કહ્યું ‘બહુ મીઠો', પેલો કહે હા, પણ બહુ મીઠો એટલે શું તે તો કહે ? તે માનવ નિરુત્તર થઈ ગયો. તે કોઈ રીતે તેના પ્રશ્નનું સમાધન કરી શક્યો નહીં. બહુ મીઠાશ એટલે કે માધુર્યાતિશય. તેને ભલે સમજાવી શકાતી નથી, કહી શકાતી નથી, આમ છતાં તેના અસ્તિત્વનો નિષેઘ થઈ શકતો નથી. કારણ કે શેરડીનો રસ પીનાર વ્યક્તિને તે અનુભવસિદ્ધ છે. તે જ રીતે પરમાત્માના જ્ઞાનાદિગુણોનું વર્ણન અસંભવિત હોવા છતાં પણ તેનો પ્રતિષેધ થઈ શકતો નથી. કારણ કે પરમાત્માને તે અનુભવસિદ્ધ છે. વિશ્વમાં ભગવાનના અનેક નામો અને રૂપો પ્રસિદ્ધ છે. પણ વાસ્તવમાં તો તે એક જ પરમાત્મા છે. એ જણાવે છે – Page #39 -------------------------------------------------------------------------- ________________ (po परमात्मपञ्चविंशतिका - बुद्धो जिनो हृषीकेशः, शम्भुर्ब्रह्मादिपुरुषः । इत्यादि नामभेदेपि, नार्थतः स विभिद्यते ।।७।। બુદ્ધ, જિન, હૃષીકેશ, શમભુ, બ્રહ્મા, આદિપુરુષ ઈત્યાદિ નામભેદ હોવા છતાં પણ અર્થથી તેનો ભેદ થતો નથી. નદીમાં શેવાળ હોય છે તેથી તેને શૈવલિની કહેવાય છે. તેમાં તરંગો હોય છે માટે તેને તરંગિણી કહેવાય છે. તે સતત સરે છે (ગમન કરે છે, તેથી તેને સરિતા કહેવાય છે. તે નીયાણમાં ગતિ કરે છે તેથી તેને નિમ્નગા કહેવાય છે. તે સમુદ્ર તરફ ગતિ કરે છે. તેથી તેને જલધિગા કહેવાય છે. આ રીતે નદીના અનેક નામો હોવા છતાં પણ તે નામભેદોથી નદીનો ભેદ થતો નથી, નદી તો એક જ છે. તે જ રીતે પરમાત્મા કેવળજ્ઞાનરૂપી બોધથી યુક્ત છે, તેથી બુદ્ધ છે. આંતરશત્રુઓને જીતનારા છે તેથી જિન છે, ઈન્દ્રિયોને વશ કરનારા છે તેથી હૃષીકેશ છે. કલ્યાણરૂપતાને પામે છે તેથી શક્યુ છે. મહાન છે તથા આશ્રિતોના પોષક છે તેથી બ્રહમા છે અને શ્રેષ્ઠ છે. તેથી આદિપુરુષ છે. આ રીતે નામભેદો હોવા છતાં પણ પરમાત્મા તો એક જ છે. પ્રશ્ન :- પરમાત્મા બુદ્ધ છે. આ રીતે આપણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરી લીધું. તો પરમાત્મસ્વરૂપ અગમ્ય ક્યાં રહ્યું ? અને તેને શબ્દાતીત-તર્યાતીત પણ શી રીતે કહી શકાય ? ઉત્તર :- પરમાત્મા બુદ્ધ છે. આ પ્રતિપાદન એક નય છે. પરમાત્મસ્વરૂપના એક પાસાનો જ વિચાર છે, અને તે પણ અપૂર્ણ છે. પરમાત્મસ્વરૂપનું પૂર્ણ જ્ઞાન તો સર્વ નયોથી પણ સંભવિત નથી. તે જણાવતા કહે છે – -પરમોપનિષદ્રક धावन्तोऽपि नयानेके , तत्स्वरूपं स्पृशन्ति न । समुद्र इव कल्लोलाः, कृतप्रतिनिवृत्तयः ।।८।। સર્વ નયો દોડતા હોવા છતા પણ તેના સ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. જેમ સમુદ્રમાં કલ્લોલો દોડી દોડીને પણ પાછા ફરે. છે, તેમ નયો પણ પાછા ફરે છે. જેટલા વાણીના માર્ગો છે તેટલા જ ગયો છે. પ્રત્યેક નય પરમાત્મસ્વરૂપનો સ્પર્શ કરવા અનુપાવન કરે છે, એક નય કહે છે પરમાત્મા બુદ્ધ છે, બીજો કહે છે જિન છે, ત્રીજો કહે છે વીતરાગ છે, ચોથો કહે છે જ્યોતિ સ્વરૂપ છે, પાંચમો કહે છે આનંદમય છે, છઠ્ઠો કહે છે નિત્ય છે, સાતમો કહે છે બ્રહ્મસ્વરૂપ છે, આઠમો કહે છે સ્વયંભૂ છે, નવમો કહે છે કલ્યાણરૂપ છે.. આ રીતે નયોનો અંત આવતો નથી. પણ આ પ્રત્યેક નયો પરાત્માના વિરાટ સ્વરૂપમાંથી એક એક પાસાનો જ વિચાર કરે છે. તેથી પરમાત્માના પૂર્ણ સ્વરૂપને કોઈ કળી શકતા નથી. પ્રશ્ન :- ભલે પ્રત્યેક નય પૂર્ણસ્વરૂપને ન જાણી શકે પણ બધા નયો મળી ને તો જાણી શકશે ને ? તેથી પરમાત્માની અગમ્યતા ક્યાં રહી ? ઉત્તર :- ના, સર્વ નયો મળીને પણ પરમાત્મસ્વરૂપને નહીં જાણી શકે. કારણ કે પ્રત્યેક નય જે પાસાનું જ્ઞાન કરે છે, તે પાસાને પણ પૂર્ણપણે જાણી શકતો નથી. અર્થાત્ પ્રત્યેક પાસાનું આંશિક જ્ઞાન જ કરે છે. આશય એ છે કે પરમાત્મા બુદ્ધ છે, કેવળજ્ઞાની છે. આટલું જ્ઞાન તો આપણે કરી શકીએ છીએ. પણ ‘કેવળજ્ઞાની હોવું એટલે શું ? તેમાં કેટલું જ્ઞાન હોય ? એની આપણને જાણ નથી. 9. ૪ - નૈ% | ૨. વરુ - સમુદ્રા | Page #40 -------------------------------------------------------------------------- ________________ o2 परमात्मपञ्चविंशतिका સામાન્યથી એટલું કહી શકાય કે સર્વદ્રવ્યપર્યાયોનું વૈકાલિક જ્ઞાન એટલે કેવળજ્ઞાન, પણ આ પણ ઘણી સ્થૂળ વ્યાખ્યા છે. જેમ છઘસ્થ જીવ સામે રહેલા પદાર્થની પણ બાહ્ય સપાટીને જ જુએ છે. તેનું પૂર્ણપણે દર્શન કરી શકતો નથી. તેમ કેવળજ્ઞાનનું પૂર્ણસ્વરૂપ પણ આપણને અગોચર છે. આ રીતે સર્વ નયોની બાબતમાં સમજવું. આમ સાગરના તરંગો જેમ ઉછળી ઉછળીને દૂર-દૂર સુધી જઈને પણ પાછા ફરે છે. તેમ સર્વ નયો પણ દોડી દોડીને પાછા ફરે છે. પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને જાણી શકતા નથી. આ રીતે પરમાત્મસ્વરૂપ અનુભવગમ્ય જ છે. આ જ વાતના સમર્થનમાં અન્ય કારણ પણ રજુ કરે છે - शब्दोपरक्ततद्रूप-बोधकृन्नयपद्धतिः । निर्विकल्पन्तु तद्रूपं, गम्यं नानुभवं विना ।।९।। નયપદ્ધતિ શબ્દથી ઉપરક્ત એવા જ તેના રૂપનો બોધ કરે છે. તેનું જે નિર્વિકલ્પરૂપ છે, તે અનુભવ વિના ગમ્ય નથી. સાકર મીઠી છે... ખૂબ મીઠી છે. આ બધી વાતો સાકરના સ્વરૂપને નથી જણાવી શકતી. આ તો શબ્દમણ છે. સાકર માત્ર શબ્દમાં સમાઈ જતી નથી. તેનું સ્વરૂપ શબ્દાતીત છે, અનુભવગમ્ય -પરમોપનિષદ શામરૂપી ખીરનું અવગાહન તો કોની કલાનારૂપી ચમચી નથી કરતી ? પણ અનુભવરૂપી જીસ્વાથી તેના રસાસ્વાદને જાણનારા અલ્પ જ હોય છે. શારો ચાહે ગમે તેટલા ભણો. તેઓ માત્ર દિશાસૂચન કરે છે. શારોએ ચીંધેલી દિશામાં ખૂબ ખૂબ આગળ વધીએ ત્યારે શબ્દલોકને વટાવીને અશબ્દલોકમાં પ્રવેશ થાય છે. આ અશબ્દલોક એટલે જ અનુભવ. શાસ્ત્રોમાં ચાહે લાખો કરોડો શબ્દો ભર્યા હોય, તે બધાનું પણ તાત્પર્ય હોય તો એ છે અનુભવ, બુદ્ધિશાળી જીવો પોતાની કલપનારૂપી ચમચીના સહારે શાસ્ત્રરૂપી ખીરનું અવગાહન કરે છે. પણ તેનો રસાસ્વાદ જાણી શકતા નથી. કારણ કે એ રસાસ્વાદને માણવાની કલાનારૂપી ચમચીમાં શક્તિ જ નથી. એ સામર્થ્ય છે માત્ર અનુભવરૂપી જીવાનું અને તેના દ્વારા એ રસાસ્વાદને માણનારા જીવો અતિ અલ્પ હોય છે. આ અનુભવ જ અંતિમ લક્ષ્યબિંદુ છે. તે જ પરમાત્મસ્વરૂપની અધિગતિ છે. તેને જ પામવા માટે શાસ્ત્રાદિ પ્રપંચ છે. અને તેને પામવાના અનેક માર્ગો હોઈ શકે છે, એ આશયથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – जितेन्द्रिया जितक्रोधा, दान्तात्मनः शुभाशयाः । परमात्मगतिं यान्ति, विभिन्नैरपि वर्त्मभिः ।।११।। જિતેન્દ્રિય, જિતકોધ, દાત્તાત્મા, શુભાશય એવા જીવો ભિન્ન માર્ગોથી પણ પરમાત્મગતિને પામે છે. જેમણે ઈન્દ્રિયોને જીતીને વશ કરી છે, તેથી જ તેઓ ઈન્દ્રિયોનો નિરોધ કરે છે, વિષયોના સંપર્કમાં આવવા છતાં રાગ-દ્વેષ પામતા નથી, તેઓ જિતેન્દ્રિય છે. જેઓ ક્રોધનો ઉદય ન થાય તેવા પ્રયત્ન સાથે તેનો વિરોધ કરે છે અને કથંચિત ઉદયપ્રાપ્ત ક્રોધનો નિગ્રહ કરે છે, તેઓ જિતક્રોધ છે. આ ઉપલક્ષણ છે. તેનાથી ચારે આ જ રીતે નયમાર્ગો પરમાત્માના સ્વરૂપને જાણવા ગમે તેટલો પ્રયત્ન કરે, તેમનું જ્ઞાન શાબ્દિક ઉપરાગ સહિત જ છે. શબ્દજનિત વિકલ્પોથી રહિત એવું પરમાત્માનું જ સ્વરૂપ છે તે નિર્વિકલ્પ રૂપ અનુભવ વિના જણાવું શક્ય નથી. માટે અનુભવ દ્વારા પરમાત્મસ્વરૂપના જ્ઞાતા વિરલ જ હોય છે, તે જણાવતા કહે છે - केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । स्तोकास्तत्त्वरसास्वाद-विदोऽनुभवजिह्वया ।।१०।। Page #41 -------------------------------------------------------------------------- ________________ . परमात्मपञ्चविंशतिका - 03 કષાયોનો વિજય કરનારા છે, એમ સમજી લેવું. આ રીતે પાંચે ઈન્દ્રિયો અને ત્યારે કષાયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ દાત્તાત્મા છે. અનાદિકાલીન કુસંસ્કારોથી વાસિત આત્માનું તેમણે દમન કર્યું છે. તેથી શુભ-પ્રશસ્ત આશયના તેઓ સ્વામિ છે. જેમ એક જ વગરના અનેક માર્ગો હોય છે. તેમ પરમાત્મપદને પામવાના પણ અનેક માર્ગો હોય છે. માટે ઉક્ત જીવો ભિન્ન માર્ગોથી પણ પરમાત્મગતિની પ્રાપ્તિ કરે છે. પ્રશ્ન :- એક નગરના જુદા જુદા માર્ગો સંભવે છે, એ વાત સાચી પણ ત્યાં ભિન્ન માર્ગે ચાલનારાઓનું પણ લક્ષ્યબિંદુ તો તે જ નગર હોય છે. પ્રસ્તુતમાં તો કોઈનું લક્ષ્યબિંદુ મહાવીરસ્વામિ છે, કોઈનું બુદ્ધ છે, તો કોઈનું શંકર વગેરે છે, તેથી તેમના માર્ગો તો ભિન્ન છે જ, લક્ષ્યબિંદુરથાનીય નગર પણ ભિન્ન છે, તો તે સર્વે એક જ પરમાત્મગતિને પામે છે, તેમ શી રીતે કહી શકાય, તે માટે તેઓ સર્વે એક જ પરમાત્માના ઉપાસક હોવા જરૂરી છે ને ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રનના અનુસંધાનમાં આગામી બ્લોક કહે છે – नूनं मुमुक्षवः सर्वे, परमेश्वरसेवकाः । दूरासन्नादिभेदस्तु, तभृत्यत्वं निहन्ति न ।।१२।। સર્વે મુમુક્ષુઓ નિશ્ચિતરૂપે પરમેશ્વરના સેવક છે. દૂર આસન્ન વગેરે ભેદ તેમના સેવકપણાનો વિઘાત કરતો નથી. ભિન્ન-ભિન્ન ધર્મમાં રહેલા મુમુક્ષુઓમાં કોઈ સર્વજ્ઞથી દૂર હોય છે અને કોઈ નજીક હોય છે. આમ છતાં સર્વજ્ઞસેવકપણું તો બધામાં રહેલું જ છે. સર્વજ્ઞથી દૂર હોય તે સેવક નહી અને અત્યંત નજીક હોય તે જ સેવક એવું હોતું નથી. જેમ અનેક પુરુષો એક રાજાની નોકરી કરવા દ્વારા એક રાજાનો આશ્રય કરે, તેમાં અમુક સેવકો રાજાથી દૂર રહીને તેની (૪ -પરમોપનિષદ્ર સેવા કરે, અમુક સેવકો નજીક રહીને સેવા કરે, આમ ભેદભાવ હોવા છતાં પણ તે બધા જ એક જ રાજાના સેવક ગણાય, તેમ પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધ વગેરે અનેક નામોથી વાચ્ય એક જ એવા પરમાત્મ પદની પ્રાપ્તિ માટે જેઓ પ્રયત્ન કરે છે તે સર્વે મુમુક્ષુઓ એક જ પરમેશ્વરના સેવક છે. નજીક-દૂરપણાનો ભેદ તેમના સેવકપણાનો બાધ કરી શકતો નથી. પ્રશ્ન :- અરે પણ બુદ્ધ એ બુદ્ધ જ છે, ને શંકર એ શંકર જ છે. આ બંને ઉત્તર-દક્ષિણ જેવો ભેદ ધરાવે છે એવું જગતમાં પ્રસિદ્ધ જ છે, તો પછી એ બંને એક છે એવું કેમ કહી શકાય ? ઉત્તર :- જગતમાં એવું પ્રસિદ્ધ છે એ વાત સાચી, પણ એ ભ્રમ છે, અને એમાં કદાગ્રહ ભળે એટલે તે દોષ વધુ ભયંકર બને છે. આ દોષને જેઓ આધીન છે, તેમને અનુલક્ષીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે - नाममात्रेण ये दृप्ता, ज्ञानमार्गविवर्जिताः । न पश्यन्ति परात्मानं, ते घूका इव भास्करम् ।।१३।। જેઓ નામમાત્રથી દર્યાવિષ્ટ છે, તે જ્ઞાનમાર્ગરહિત જીવો, જેમ ઘુવડો સૂર્યને ન જુએ, તેમ પરમાત્માને જોતા નથી. બુદ્ધ-જિન-શંકર ઈત્યાદિ નામમાત્રનો જ ભેદ છે. વાસ્તવમાં તો પરમાત્મા એક જ છે, આ વાત પૂર્વે સ્પષ્ટ કરી જ છે. આમ છતાં કોઈ નામમાત્રથી તેમના ભેદનો દુરાગ્રહ રાખે, બુદ્ધ જ સાચા, શંકર ખોટા ઈત્યાદિ અભિનિવેશ રાખે અને સ્વમત જ સાયો છે એવું અભિમાન રાખે તેઓ જ્ઞાનમાર્ગથી અત્યંત દૂર છે. સૂર્યનો પ્રકાશ અત્યંત ભાસ્વર હોવા છતાં પણ ઘુવડો તેને જોઈ શકતા નથી. તેમને તો સૂર્યમાં પણ અંધકાર જ દેખાય છે. તેમ નામમાત્રના ભેદથી દપવિષ્ટ થયેલ લોકોને પણ પરમાત્મામાં પરમાત્મસ્વરૂપનાં દર્શન થતા નથી, પણ પ્રતિપક્ષપણું જ દેખાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका પ્રશ્ન :- ભલે ને તેઓ પરમાત્માને ન જાણે, પોતપોતાના શાસ્ત્રોનો તેઓ કેટલો અભ્યાસ કરે છે ? તેનું ફળ તો તેઓને મળશે જ ને ? ઉત્તર ઃ આગામી શ્લોકમાં આ જ શંકાનું સમાધાન કરાયું છેश्रमः शास्त्राश्रयः सर्वो, यज्ज्ञानेन फलेग्रहिः । ध्यातव्योऽचमुपास्वोऽयं परमात्मा निरज्जनः ||१४|| " શાસ્ત્રમાં કરેલો સર્વ પરિશ્રમ જેમના જ્ઞાનથી સફળ થાય છે તે નિરંજન પરમાત્માનું ધ્યાન તથા તેમની ઉપાસના કરવી જોઈએ. 1. to. પરમાત્માને જે જાણતા નથી, તેમણે શાસ્ત્રમાં ચાહે ગમે તેટલો પરિશ્રમ કર્યો હોય, તે સર્વ નિષ્ફળ છે. શાસ્ત્રોનું પ્રયોજન એક માત્ર પરમાત્મપ્રાપ્તિ છે. શાસ્ત્રો દ્વારા પરમાત્માનો પરિચય થાય, તેના દ્વારા તેમના ગુણોની સ્પૃહા થાય, તે સ્પૃહાથી જ પરમાત્માના ધ્યાનઉપાસના આદિ સદુપાયોમાં પ્રવૃત્તિ થાય અને તેના પરિણામરૂપે પરમાત્મપ્રાપ્તિ થાય એ જ શાસ્ત્રશ્રમની સાર્થકતા છે. માટે નિરંજન એવા પરમાત્માનું ધ્યાન અને ઉપાસના કરવી જોઈએ. બાળજીવોના અનુગ્રહ માટે ધ્યાનાદિ શી રીતે કરવું તે અંગે પણ દિગ્દર્શન કરે છે - - नान्तराया न मिथ्यात्वं, हासो रत्यरती च न । ન મીર્થસ્ય ખુગુપ્સા નો, પરમાત્મા સ મે ગતિઃ ।।।। न शोको यस्य नो कामो, नाज्ञानाविरती तथा । नावकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः ।। १६ ।। रागद्वेषौ हतौ येन, जगत्त्रयभयङ्करौ । सत्राणं परमात्मा मे, स्वप्ने वा जागरेऽपि वा ।। १७ ।। ધાત -પરોપનિષદ્ જેને અંતરાયો, મિથ્યાત્વ, હાસ્ય, રતિ અને અરતિ નથી, ભય તથા જુગુપ્સા નથી, તે પરમાત્મા મને શરણ છે. જેને શોક નથી, કામ નથી, અજ્ઞાન તથા અવિરતિ નથી, જેને નિદ્રાનો પણ અવકાશ નથી, તે પરમાત્મા મને શરણ છે. ત્રણે જગતને ભય કરનારા એવા રાગદ્વેષને જેમણે હણી નાખ્યાં છે, તે પરમાત્મા મને સર્વદા શરણ છે. ચાહે હું સૂતો હોઉં કે જાગતો હોઉં. oc અઢાર પ્રકારના દોષો હોય છે. જેને અભિધાનચિંતામણિમાં આ રીતે કહ્યા છે– अन्तराया दानलाभ-वीर्यभोगोपभोगगाः । દાસો રચરતી ભીતિ-નુષ્કા શોળ ખ્વ = ।।૦૨।। कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेशश्च नो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥७३॥ પાંચ અંતરાયો દાનાંતરાય, લાભાંતરાય, વીઅંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હાસ્યમોહનીય, પદાર્થો પર પ્રીતિ, પદાર્થો પર અપ્રીતિ, ભય, ઘૃણા, વૈમનસ્ય, મદન, દર્શનમોહ, જડત્વ, ઊંઘ, અવિરતિ, રાગ અને દ્વેષ આ અઢારે દોષો અરિહંતોને હોતા નથી. સંપૂર્ણપણે દોષરહિત હોવાથી અરિહંત પરમાત્મા જ વિશ્વમાં ઉત્કૃષ્ટ છે. અને મારી સર્વ અવસ્થાઓમાં તે પરમાત્મા જ મારું શરણ છે. પરમાત્માની પર્વપાસના અને ધ્યાનની યાત્રા અસ્ખલિત રહે તે માટે પરમાત્માના વિરાટ સ્વરૂપને દૃષ્ટિગોચર કરવું આવશ્યક છે. માટે હવે તેનું દર્શન કરાવે છે . उपाधिजनिताभावा, ये ये जन्मजरादिकाः । तेषां तेषां निषेधेन, सिद्धं रूपं परात्मनः ।। १८ ।। Page #43 -------------------------------------------------------------------------- ________________ o૮ परमात्मपञ्चविंशतिका જન્મ-જરા વગેરે જે જે ઉપાધિજનિત ભાવો છે તેમનો તેમનો નિષેધ કરવાથી પરમાત્મરૂપની સિદ્ધિ થાય છે. પરમાત્મા જન્મરહિત છે, જરારહિત છે, મરણ રહિત છે, રોગ રહિત છે... આમ કર્યજનિત ઉપાધિઓનો પ્રતિષેધ કરીએ એટલે પરમાત્માનું સ્વરૂપ સ્વયં સિદ્ધ થાય છે. પ્રશ્ન :- આ રીતે કાંઈ રૂપની સિદ્ધિ થતી હશે ? જન્મ નથી, જરા નથી, આવું બધું તો વધ્યાપુરમાં પણ ઘટી શકે. આ નથી ને તે નથી એવું ગોળ-ગોળ કહેવાને બદલે જે છે તે જ કહો ને ? ઉત્તર :- જે અનુભવગમ્ય છે, તેને વચનથી શી રીતે કહી શકાય ? આ વાત પૂર્વે સ્પષ્ટ કરેલી જ છે. આમ છતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ તમારા અનુગ્રહ માટે ફરીથી અન્ય પ્રકારે સમાધાન કરે છે – अतद्व्यावृत्तितो भीतं, सिद्धान्ताः कथयन्ति तम् । वस्तुतस्तु न निर्वाच्यं, तस्य रूपं कथञ्चन ।।१९।। સિદ્ધાન્તો ભયપૂર્વક તેને અતધ્યાવૃત્તિથી કહે છે. વાસ્તવમાં તો તેના સ્વરૂપનું નિર્વચન કોઈ રીતે શક્ય નથી. જે વચનને અગોચર છે, તર્વાતીત છે, મનનો પણ અવિષય છે. તેના વિષે કાંઈ કહેવું તે પણ એક સાહસ છે. આમ છતાં જિજ્ઞાસુઓની આકાંક્ષાઓને સંતોષવા માટે સારો એ વિષયમાં શક્ય પ્રયાસ કરે છે. અને જાણે ડરતાં ડરતાં એક અનોખી શૈલીથી તેનું નિરુપણ કરે છે. એ શૈલી એટેલ જ અતવ્યાવૃત્તિ. તદ્ = પરમાત્મા, અતદ્ = પરમાત્મરૂપથી વ્યતિરિક્ત વસ્તુ, તેનાથી વ્યાવૃત્તિ = વ્યતિરેક, જેમ કે પરમાત્માથી વ્યતિરિક્ત વસ્તુ = જન્મ = અત. તેનાથી વ્યતિરિક્ત એટલે કે જન્મરહિત. એવા પરમાત્મા છે. પરમાત્માના પરિચયનો આ એક પ્રયાસમાઝ છે. જેનાથી પરમાત્માનો પૂર્ણપરિચય પ્રાપ્ત થઈ શકતો નથી જ. કારણ -પરમોપનિષદ્ર કે વાસ્તવમાં તો પરમાત્મસ્વરૂપને જણાવવું કોઈ પણ રીતે શક્ય નથી. કારણ કે તે અનુભવૈકગમ્ય છે. આ વિષયમાં પૂર્વે કહ્યું પણ હતું કે પરમાત્માના કેવળજ્ઞાન, વીતરાગપણું વગેરે ગુણો સર્વ નયોનો વિષય બનતા નથી. હવે આ જ વાત પરમાત્માના ‘સુખ'ને વિષે કહે છે – जानन्नपि यथा म्लेच्छो, न शक्नोति पुरीगुणान् । प्रवक्तुमुपमाभावात् तथा, सिद्धसखं जनः ।।२०।। જેમ પ્લેચ્છ જાણતો હોવા છતાં પણ નગરના ગુણોને કહી શકતો નથી, કારણ કે ઉપમાનો અભાવ છે, તેમ લોક સિદ્ધસુખને પણ કહી શકતો નથી. એક રાજા જંગલમાં ભૂલો પડ્યો, ભૂખ્યો તરસ્યો આમતેમ ભટકતો હતો. કોઈ ભીલે તેને આશ્વાસન આપ્યું. પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. ખવડાવું-પીવડાવ્યું અને પ્રેમથી નગરનો રસ્તો બતાવી દીધો. નગરમાં ગયા બાદ રાજાએ કૃતજ્ઞતાથી તેને ત્યાં બોલાવ્યો. ઊંચી મહેમાનગિરિ કરી. પેલો તો જાણે દિવ્યલોકમાં પહોંચી ગયો. થોડા દિવસો થયા અને પેલાને સ્વજનો યાદ આવ્યા. વિદાય લીધી. જંગલમાં પહોંચ્યો, ઘરે ગયો. અને ત્યાં તેને સ્વજનો વીંટળાઈ વળ્યા. તેઓએ કદી નગરને જોયું ન હતું. બધા જાતજાતના પ્રશ્નો પૂછવા લાગ્યા... નગર કેવું હતું ? ત્યાંના લોકો કેવા ? ત્યાંના ઘરો કેવા ? ત્યાંના ખાન-પાન કેવા ? ત્યાંનું સુખ કેવું ? વગેરે... - પેલા ભીલને બધી ખબર છે. પણ તે ઉત્તર આપી શકતો નથી. કારણ કે નગરના ગણોની બરાબરી કરે એવી કોઈ ઉપમા જંગલમાં નથી. તે જ રીતે કેવળજ્ઞાની કે શ્રુતકેવલી આદિ વિશિષ્ટ જ્ઞાની જનને કોઈ પ્રશ્ન કરે કે સિદ્ધનું સુખ કેવું ? તો તે જાણતા હોવા ૧. અયિત - પુરિ | % - પુરી | ૨, ૪ - ગિન: | Page #44 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका oe છતાં પ્રત્યુત્તર ન આપી શકે કારણ કે સિદ્ધના સુખની તોલે આવે તેવી ત્રણે લોકમાં કોઈ ઉપમા જ નથી. માટે જ શાસ્ત્રકારો કહે છે - स्वयं वेद्यं हि तद् ब्रह्म, कुमारी स्वीसुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ।। કુંવારી કન્યા જેમ પરિણીતશ્રીનું સુખ ન જાણી શકે, જન્માંધ વ્યક્તિ જેમ ઘડાને ન જાણી શકે, તે જ રીતે અનંત સુખાત્મક સિદ્ધાત્માને અયોગી જાણી શકતો નથી. એ તો માત્ર અનુભવગમ્ય જ છે. પ્રશ્ન :- જો સિદ્ધ થયા પછી જ તેનું જ્ઞાન થવાનું હોય, તો કોઈ સિદ્ધ જ નહીં થાય. કારણ કે સિદ્ધસુખનું જ્ઞાન થાય તો તેને મેળવવા પ્રયત્ન કરે અને તેને મેળવવા પ્રયત્ન કરી સિદ્ધ થાય તો સિદ્ધસુખનું જ્ઞાન થાય. આમ અન્યોન્યાશ્રય હોવાથી બેમાંથી એક પણ વસ્તુ નહીં થાય. બોલો, હવે તમે અનુભવગમ્યનો ઝંડો લઈને ફરો, એ અનુચિત નથી ? ઉત્તર :- તમારી વાત સાચી છે. તેથી જ કારુણિક શાસ્ત્રકારોએ સિદ્ધસુખને સમજાવવા માટે આવું ઉદાહરણ આપ્યું છે – निदसणमेत्तं तु नवरं, सव्वसत्तुक्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सव्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खु तं । (पञ्चसूत्रम् - ૯). અહીં આવું નિદર્શનમાત્ર છે. કે સર્વત્રુઓનો ક્ષય થાય, સર્વ રોગોનો વિગમ થાય, સર્વાર્થસંયોગ થાય, અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે જેવું સુખ થાય, તેનાથી અનંતગુણ સુખ સિદ્ધને હોય છે. આ પણ બાળજીવોને સમજાવવા માટે દાક્તમાત્ર છે. કારણ કે વાસ્તવમાં તો સિદ્ધોનું સુખ મનુષ્યસુખથી જ નહીં, દેવોના સુખથી પણ અનંતગુણ હોય છે. આ જ વાતને પૂ. ઉપાધ્યાયજી મહારાજ વધુ સ્પષ્ટ કરે છે - -પરમોપનિષદ્ર सुरासुराणां सर्वेषां, यत्सुखं पिण्डितं भवेत् । एकत्रापि हि सिद्धस्य, तदनन्ततमांशगम् ।।२१।। સર્વ સુર-અસુરોનું સુખ ભેગું થાય, તે એક પણ સિદ્ધના સુખનો અનંતો ભાગ છે. ઔપપાતિક નામના આગમસૂત્રમાં કહ્યું છે – जं देवाणं सोक्खं सव्वद्धापिंडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ।।४३-१४।। પ્રજ્ઞાપના નામનું આગમસૂત્ર જણાવે છે - सुरगणसुहं समत्तं सव्वद्धापिंडियं अणंतगुणं । णवि पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ॥२-१७१।। આ શાસ્ત્રવચનોનું તાત્પર્ય છે કે સમગ્ર દેવોનું જે સુખ હોય, તેનો ત્રણે કાળના (અનંત) સમયોથી ગુણાકાર કરો. તેને પણ અનંતગુણ કરો. તેનો પણ અનંત વાર વર્ગ કરો, તો પણ તે સિદ્ધસુખની તોલે આવી શકે તેમ નથી. કારણ કે સિદ્ધસુખ તેના કરતા પણ અનંતગુણ છે. અને દેવોનું સમગ્ર સુખ તેનો અનંતમો ભાગ જ છે. આ રીતે સિદ્ધ સુખની અનંતતાનો.. તેની નિરુપમતાનો.. તેની અનિર્વાયતાનો અને તેની અનુભવગમ્યતાનો અંદાજ આવી શકે છે. અને તેના માટેની અભિલાષા અને પ્રયત્ન પણ ઘટી શકે છે. હવે સિદ્ધોના સ્વરૂપ પ્રત્યે પણ યત્કિંચિત્ દિગ્દર્શન કરે છે'अदेहा दर्शनज्ञानो-पयोगमयमूर्तयः । વાર્ત પરમાત્માને:, સિદ્ધા: સનિ નિરામયા: Jરરા लोकाग्रशिखरारूढाः, स्वभावसमवस्थिताः । भवप्रपञ्चनिर्मुक्ता, युक्तानन्तावगाहनाः ।।२३।। 9. મુદ્રિત - અદારનવાર, 8 - ભીનE | મુદ્રિત - મન: રૂ. * - નોકIA૦ | Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮ परमात्मपञ्चविंशतिका સિદ્ધ પરમાત્માઓ સદાને માટે અશરીરી, દર્શનજ્ઞાનના ઉપયોગમયમૂર્તિવાળા અને નિરામય હોય છે. તથા સ્વભાવસમવસ્થિત, લોકાગ્રશિખરારુઢ, ભવપ્રપંચથી નિર્મુક્ત તથા અનંતાવગાહનથી યુક્ત છે. દુઃખની અનુભૂતિ શરીર વિના શક્ય નથી. સિદ્ધોને શરીર જ નથી માટે તેમને દુઃખ નથી.સિદ્ધ પરમાત્માઓને પ્રત્યેક સમયે ક્રમશઃ કેવળજ્ઞાન તથા કેવળદર્શનનો ઉપયોગ હોય છે. અર્થાત્ એક સમય કેવળજ્ઞાનનો ઉપયોગ તથા બીજા સમયે કેવળદર્શનનો ઉપયોગ હોય છે. તે તે ઉપયોગમાં તેઓ પરિણત થાય છે. માટે તે ઉપયોગ એ જ સિદ્ધોનું સ્વરૂપ છે. આ રીતે સિદ્ધો જ્ઞાનાનંદમાં નિમગ્ન હોય છે. તેમને દ્રવ્ય-ભાવ રોગો નથી. માટે તેઓ નિરામય હોય છે. સિદ્ધોની આ સ્થિતિ આકાળ એટલે કે પ્રવાહની અપેક્ષાએ અનાદિઅનંત અને એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત હોય છે. વળી તેઓ ચૌદ રાજલોકના અગ્ર ભાગે પ્રતિષ્ઠિત છે. તેથી જાણે લોકાગ્રરૂપી શિખર પર આરુઢ થયા છે. તેઓ માત્ર સ્વસ્વભાવમાં સમ્યક્મણે અવસ્થિત છે. કારણ કે તેઓ સર્વ વિભાવોથી મુક્ત છે. તથા ભવપ્રપંચથી અત્યંત મુક્ત છે. જન્મ-મરણોની પરંપરાથી અને ચાર ગતિના ફેરાથી તેમણે મુક્તિ મેળવી છે. અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, તથા અનંત વીર્ય આ અનંત અવગાહનાઓ સાથે તેમનું અનુસંધાન થયેલું છે. પ્રશ્ન :- સિદ્ધોના સ્વરૂપનું યત્કિંચિત્ જ્ઞાન તો અમને થયું, તેને પામવાની અભિલાષા પણ થઈ. પણ તેને શી રીતે પ્રાપ્ત કરવું ? ઉત્તર :- સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સિદ્ધોનું ધ્યાન અને તેમની ઉપાસના છે. એ પૂર્વે કહ્યું જ છે. આમ છતાં આ જ પદાર્થને હવે દષ્ટાન્ત સહિત જણાવે છે – -પરમોપનિષદ્ર કે इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ।।२४।। જેમ ઈયળ ભમરીના ધ્યાનથી ભમરીપણું પામે છે. તેમ પરમાત્માનું ધ્યાન કરે, તે પરમાત્મપણું પામે છે. ભમરી ક્યાંકથી ઈયળને પકડી લાવે છે. અને તેને દર જેવા સ્થાનમાં રાખી તેની આસપાસ ગુંજારવ કરે છે. ઈલિકા સતત ભમરીનું ધ્યાન કરે છે અને તેના દ્વારા તે સ્વયં ભમરી બની જાય છે, એ દષ્ટાંત પ્રસિદ્ધ છે. તે જ રીતે પરમાત્માના ધ્યાનથી પણ પરમાત્મપણાની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન :- ઈલિકા ભમરી બને એવું તો અમે જોયું નથી. વળી ઈલિકા બેઈન્દ્રિય હોવાથી ચઉરિન્દ્રિય ભમરી શી રીતે બને ? દષ્ટાન્ન તો ઉભયસમ્મત પ્રસિદ્ધ વસ્તુનું હોય તો જ એ વિવક્ષિત અર્થની સિદ્ધિ કરી શકે. માટે તે દૃષ્ટાંતથી પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું મળે તેવી સિદ્ધિ શી રીતે થઈ શકે ? ઉત્તર :- ઈલિકા ભમરી બને છે એવું લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. વળી તે બેઈન્દ્રિય હોવાથી ચઉરિન્દ્રિય શી રીતે બને - આ શંકાનું સમાધાન હીરપ્રશ્નમાં આ રીતે કરેલ છે કે, ‘તે ભમરીના ધ્યાનમાં મરી જાય અને પછી તે જ જીવ કે અન્ય જીવ તેમાં ભમરી તરીકે ઉત્પન્ન થાય છે. (આ રીતે બેઈન્દ્રિયને ચઉરિદ્રિય બનવાનો બાધ રહેતો નથી. કારણ કે અન્યજન્મમાં જાતિપરાવર્તન થઈ શકે છે.) આમ છતાં આ બનાવ તમે જોયો નથી, તેથી તમારા માટે અન્ય દષ્ટાન સાથે પ્રસ્તુત દૃષ્ટાન્તનું સમર્થન કરીએ છીએ – रागादिदूषितं ध्यायन्, रागादिविवशो भवेत् । कामुकः कामिनीं ध्यायन्, यथा कामैकविहवलः ।। वीतरागमतो ध्यायन्, वीतरागो भवेद् भवी । નવા પ્રીમીતા, સ્થાન્તિી મરી યથાવા(નોનસY: -૧/૪૩-૪૨) Page #46 -------------------------------------------------------------------------- ________________ परमात्मपञ्चविंशतिका - 83 જે રાગાદિથી મોહિતનું ધ્યાન કરે, તે રાગાદિથી વિવશ થાય છે. જેમ કે કામિનીનું ધ્યાન કરતો કામુક કામવિહ્વળ થાય છે. જે વીતરાગનું ધ્યાન કરે તે જીવ વીતરાગ થાય છે. જેમ કે ભમરીથી ડરેલી ઈલિકા ભમરીનું ધ્યાન કરે છે, તેથી ભમરી બને છે. આશય એ છે કે જીવ જેના ગુણોનું પરિભાવન કરી તેમાં તન્મયતા પામે ત્યારે તે પણું” પ્રાપ્ત કરે છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું છે - तद्गुणग्रामसंलीन-मानसस्तद्गताशयः / तद्भावभावितो योगी, तन्मयत्वं प्रपद्यते / / यदाभ्यासवशात्तस्य, तन्मयत्वं प्रजायते / તવાભિાન સૌ જ્ઞાની, સર્વજ્ઞમૂત ? Il36/42-42aa. જેનું મન પરમાત્માના ગુણસમૂહમાં અત્યંત લીન છે, જેનો આશય પરમાત્મામાં પરોવાઈ ગયો છે, જે પરમાત્મભાવથી ભાવિત છે, તે યોગી તન્મયપણું પામે છે. જ્યારે અભ્યાસથી તે તન્મય થાય છે, ત્યારે તે જ્ઞાની પોતાના આત્માને સર્વજ્ઞરૂપે થયેલો જુએ છે. માટે પરમાત્માના ગુણોનું ધ્યાન કરવું જોઈએ. અહીં પ્રેક્ષાવાવૃત્તિ થાય તે માટે ફરી તેના ફળનો નિર્દેશ કરી ઉપસંહાર કરે છે - परमात्मगुणानेवं, ये ध्यायन्ति समाहिताः / लभन्ते निभृतानन्दा-स्ते यशोविजयश्रियम् / / 25 / / આ રીતે જેઓ સમાધિપૂર્વક પરમાત્માના ગુણોનું ધ્યાન કરે છે, તેઓ અત્યંત આનંદયુક્ત થઈને યશોવિજયલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. પરમાત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન વગેરે ગણો કથંચિદુ પરમાત્માથી અભિન્ન છે. માટે તે ગુણોનું ધ્યાન પણ પરમાત્માનું જ ધ્યાન છે. આ ધ્યાન સમાધિપૂર્વક કરવાનું છે. સમ્ = ભાવ: એકાગ્રભાવમાં મનનું આદાન કરવું તેનું નામ સમાધિ. પરમાત્માનું ધ્યાન એકાગ્રચિત્તે કરવું જોઈએ. જેઓ આ રીતે ધ્યાન કરે તેઓ 84 -પરમોપનિષદ સ્વયં પરમાત્મા બની જાય છે. પરમ આત્મા - સર્વશ્રેષ્ઠ આત્મા ઈત્યાદિ યશને પ્રાપ્ત કરે છે અને આંતરબુઓ પર વિજય મેળવે છે. આ રીતે યશ અને વિજયરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. અહીં પૂ. ઉપાધ્યાયજી મહારાજે ગર્ભિતરીતે ‘યશોવિજય’ એવા સ્વનામનો ઉલ્લેખ કર્યો છે. समाप्तेयं न्यायविशारद्-न्यायाचार्य-महोपाध्यायश्रीयशोविजयविरचिता परमात्मपञ्चविंशतिका આ રીતે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહોપાધ્યાયશ્રીયશોવિજયજી કૃત પરમાત્મપંચવિંશતિકા સમાપ્ત થઈ. ઈત ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીરસ્વામિશાસને પરમકૃપાળુ શ્રીસંભવનાથદાદાપાવનસાન્નિધ્ય વીર સંવત ૨૫૩૫માં તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયોમ-ભુવનભાનુ-પાહેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય-આચાર્યકલ્યાણબોધિસૂરિસંવર્ણિતા પરમજ્યોતિપંચવિંશતિકા તથા પરમાત્મપંચવિંશતિકા પર ગુર્જર-ટીકા-રૂપા પરમોપનિષદ્